Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 74
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન આકર્ષાયેલા વી. કૃષ્ણસ્વામી અય્યરે ભારતીને રૂા. ૧૦૦નો પુરસ્કાર આપ્યો અને એમનાં કાવ્યોની દશ હજાર નકલો છપાવી વહેંચી ! અનેક સામયિકોમાં છપાતા આગ ઝરતા લેખોએ પવનની દિશા બદલી નાખી. લોકોમાં જુવાળ આવ્યો. ૧૯૦૭માં સુરતમાં ભરાયેલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભાના અધિવેશનમાં ભાગ લીધો અને ત્યાં એમના પ્રેરણામૂર્તિ લોકમાન્ય ટિળકને પ્રથમવાર મળ્યા. આ અધિવેશન પછી સરકારી નીતિ વધુ કડક બની. ‘ઇન્ડિયા’માંના એક ઉગ્ર લખાણ બદલ એના તંત્રી તરીકે શ્રીનિવાસનને પાંચ વર્ષની જેલની સજા ભોગવવી પડેલી...બીજી તરફ સ૨કારે એ લખાણોના મૂળ લેખક સુબ્રહ્મણ્ય ભારતીની ધરપકડ કરવાનું વોરંટ જારી કર્યું. ભારતી જો પકડાઇ જાય તો તમિળ પ્રજાને સતત જાગૃત રાખનાર ‘ઇન્ડિયા’ પત્ર બંધ પડી જાય ! નવયુવકો એ ઇચ્છતા ન હતા. એક જ ઉપાય હતો કે અંગ્રેજોની હકુમત બહાર પોંડીચેરી ચાલ્યા જવું. ભારતીને પલાયનવૃત્તિ મંજૂર ન હતી. આખરે મિત્રોની સમજાવટથી માન્યા અને પોંડીચેરી પહોંચ્યા. ‘ઇન્ડિયા'નું પ્રકાશન પોંડીચેરીથી કરવા માંડ્યું. ઘણી વિટંબણાઓ આવી ઊભી. સરકાર ‘ઇન્ડિયા’ના લવાજમના મનીઓર્ડર જપ્ત કરતી. ભારતની હદમાં ‘ઇન્ડિયા'ના પ્રવેશ ૫૨ કડક પ્રતિબંધ મૂકી દીધો. ટપાલમાંથી પણ નકલો જપ્ત કરી લેવાતી. ભારતીનું પ્રવૃત્તિક્ષેત્ર પોંડિચેરી પૂરતું સીમિત થઇ ગયું. જબરી આર્થિક ભીંસ આવી ગઇ. ક્યારેક ઘરમાં કશું જ રાંધવા માટે ન હોય અને ઉપવાસ કરવા પડતા. પણ એમનું જમીર કાયમ રહ્યું. કવિતાની સરવાણી વહેતી રહેતી. સામયિક બંધ પડ્યું...૧૯૧૦ના માર્ચની ૧૨મીથી. તા. ૧૬-૭-૯૭ પોંડિચેરીમાં સ્થિરવાસ દરમ્યાન રાજકીય ચિંતા અને આધ્યાત્મિક ચિંતન, સર્જનકાળનો શ્રેષ્ઠ ગાળો હતો. વિષમયોગમાંથી સમયોગમાં સર્યા. પોંડિચેરીના રમ્ય પ્રાકૃતિક વાતાવરણે પણ ભાગ ભજવ્યો. સર્જન-પ્રક્રિયા વેગવંત થઇ. કવિ, એકાંત અને પ્રકૃતિનો ત્રિમેળ. ૧૯૧૦માં તિરુનેલ્વલિ જિલ્લાના મનિયાચી રેલ્વે સ્ટેશન પર કોઇ વાંચી અય્યર નામના યુવાને આશે નામના કોઇ અંગ્રેજ અધિકારીની હત્યા કરી. પાછળથી વાંચી અય્યરે આપઘાત કર્યો. આ ખૂનના ગુના સાથે ભારતી અને શ્રી સુબ્રહ્મણ્ય અય્યરનાં નામો પણ સાંકળવામાં આવ્યાં. પોલીસને તો પરેશાન કરવાનું બહાનું જ જોઇતું હતું. પોલીસ પીછો છોડો એમ ન હતી. સતત એક મહિના સુધી પોંડિચેરીની કચેરીમાં તપાસને બહાને ધક્કા ખવડાવ્યા. ભારતી કુપ્પુસ્વામી-અવ્યંગરના મકાનમાં રહેતા હતા. પોલીસો અને જાસૂસોએ કુપ્પુસ્વામીને અનેક ધાકધમકીઓ આપતા...કુપ્પુસ્વામી હિંમતવાન હતા...એમણે ક્યારેય ભારતીને ઘર તજવા જણાવ્યું નહિ..પરંતુ ભારતી ઇચ્છતા હતા કે પોતાને કારણે કુપ્પુસ્વામીને તકલીફમાં મુકાવું પડે. આથી સુન્દરેસ અય્યરે અપાવેલા બીજા મકાનમાં ભારતીએ નિવાસ ખસેડ્યો, ન ૧૯૧૧-૧૨માં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે થયેલા સંધિ કરાર અનુસાર ફ્રાંસના તાબે પોંડિચેરીમાં રહેતા પ્રત્યેક વિદેશીએ પોલીસથાણામાં નામ નોંધાવવું જરૂરી હતું, જે માટે પાંચ ઓનરરી મેજીસ્ટ્રેટોનું પ્રમાણપણ રજૂ કરવું પડતું. પોંડિચેરીના ઓનરરી મેજીસ્ટ્રેટ કાલવે ચેટિયારની સહાયથી ભારતીનું નામ પોલીસ થાણામાં નોંધાઇ ગયું. ભારતીએ પાતંજલ યોગસૂત્ર અને ભગવદ્ગીતાના રૂપાંતરો કર્યાં, જેની અનુભૂતિમાંથી ‘કૃષ્ણનું પાટ્ટુ’ (કૃષ્ણગીતિ) ઉદ્ભવી, જેમાં ત્રેવીસ રચનાઓ સંગ્રહિત થઇ છે. કૃષ્ણને વિવિધરૂપે રજૂ કરાયા છે. આ સંગ્રહનું પ્રકાશન ૧૯૧૭માં થયું. મહાભારતમાંના દ્રૌપદી-વસ્ત્રાહરણનો પ્રસંગ લઇ ભારતીએ પાંચાલીશપથમ્' નામની મહત્ત્વાકાંક્ષી કૃતિ રચી, જેનાં પાંચ સર્ગ છે. રૂપક રીતે આ કાવ્યની પાંચાલી ગુલામીની જંજીરોથી જકડાયેલી ભારતમાતાની જ મૂર્તિ છે, આ કાવ્યનો પ્રથમ ભાગ ૧૯૧૨ અને શેષ ભાગ ૧૯૨૪માં ભારતીના અવસાન બાદ પ્રગટ થયો હતો. ત્રીજી મહત્ત્વની રચના છે : ‘કુયિલ્ પાટ્ટ’-કોકિલગીત. ૭૪૯ પંક્તિની, નવ ખંડમાં પથરાયેલી આ દીર્ઘ રચના પ્રેમ અને સૌંદર્યની ઉત્કટ ઊર્મિમય રચના છે. કવિ ઉપરાંત ત્રણ માનવેતર પાત્રો છે : કોયલ, કપિ અને વૃષભ. કથાવસ્તુ ચાર દિવસના સમયપટમાં વિસ્તરેલું છે. એમાં કોયલ પોતાના આગલા ભવની પ્રણયકથા કહે છે. કાવ્યને અંતે કથાનું રહસ્ય છતું થાય છે. કવિ-નાયક દિવાસ્વપ્નમાં કોયલનું ગીત સાંભળે છે, અને આખી કોયલકથા દિવાસ્વપ્નમાં જ વિસ્તરે છે. ભારતીએ ઉપનિષદોમાંથી કેટલાક અનુવાદો કર્યાં છે, આમ વિશિષ્ટ રચનાઓ પોંડિચેરી નિવાસ દરમ્યાન થઇ. . અલીપુર જેલમાં નજરકેદ ભોગવી રહેલા અરવિંદ ઘોષ ત્યાંથી ૧૯૧૦ના એપ્રિલમાં પોંડિચેરી પહોંચ્યા. દેશભક્ત વી. સુબ્રહ્મણ્ય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી. અય્યરે પણ ઇંગ્લેન્ડના દીર્ઘ પ્રવાસ બાદ પોંડિચેરીમાં આશ્રય લીધો. ત્રિપુટીનો સત્સંગ નિયમિત શરૂ થયો. શ્રી અરવિંદની અધ્યાત્મસાધનામાં ભારતીને રસ પડતો. ભારતી સાથે વેદ-વેદાંતની ગહન ચર્ચા કરતા. આલવાર અને નાભના૨ સંતોના કાવ્ય-સાહિત્યના આસ્વાદે ભારતીને સર્જનની નવી દિશા ચીંધી, ભારતી એમના ગીતો ગાતા. અરવિંદ સાંભળતા. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવતાં અંગ્રેજ સરકારે પ્રાંતીય વહીવટમાં કેટલાક વિભાગોના સંચાલનની સત્તા ભારતીઓને આપી, રાજદ્વારી આ તરફ પોંડિચેરીમાં ભારતીની આધ્યાત્મિક ઝંખના વધતી હતી. કોઇ યોગ્ય ગુરુની શોધ હતી એવો ઉલ્લેખ એમની કેટલીક આધ્યાત્મિક કવિતાઓમાં મળે છે. શ્રી અરવિંદની યોગ વિભાવનાએ ભારતી પર ઘેરી અસર કરેલી, પણ સામે છેડે ભૂખ અને ગરીબાઇ મોં ફાડી ઊભી જ હતી. ભારતી આર્થિક અને માનસિક રીતે વાજ આવી ગયા હતા. નવી સરકારી નીતિનો લાભ લઇ શકાય એ હેતુથી ભારત પાછા ફરવાનું નક્કી કર્યું. તા. ૨૦મી નવેંબર ૧૯૧૮ના દિવસે ભારતીએ પોંડિચેરી ટાંપીને બેઠી હતી. તરત જ ધરપકડ કરી કડલૂર જેલમાં ધકેલી દીધા. છોડી અંગ્રેજ હકુમતમાં પ્રવેશ કર્યો. અંગ્રેજ સરકાર તો લાગ જોઇને ભારતીને ‘રાજા’ દરબારના કુસંગથી અફીણની લત લાગેલી જ હતી. વળી પોંડિચેરીમાં પણ સાધુબાવાઓના કુસંગથી વ્યસન ચાલુ જ રહ્યું હતું. અફીણના વધુ સેવનથી તબિયત તો નરમ પડી જ ગઇ હતી. તેમાં વળી આ જેલયાત્રા, ભારતીએ જેલમાંથી ‘સ્વદેશમિત્રન્’ના તે સમયનાં તંત્રી રંગસ્વામી આયંગરને પત્ર લખ્યો. શ્રીમતી એની બેસન્ટ, સી.પી. રામસ્વામી અય્યર, મણિ અય્યર આદિ નેતાઓના પ્રયત્નોથી ભારતીને ૧૯૧૯નાં ડિસેંબરની ૧૪મીએ જેલમાંથી છોડવામાં આવ્યા, મુક્તિ બાદ ભારતી પત્નીના પિયર કડયમ રહેવા ગયા. ત્યાંના રમ્ય પ્રાકૃતિક વાતાવ૨ણમાં થોડી શાતા પામ્યા, ભારતીએ એટયપુરના ‘રાજા'ને ૧૯૧૯ની મે આસપાસ પત્ર લખ્યો. જેની રાજા એ જવાબ પણ વાળ્યો નહિ. દરમ્યાન કારાકુંડિ (કાકુડિ)માં હિંદુ મતાભિમાન સંઘ દ્વારા ભારતીનું સન્માન કરવામાં આવ્યું. ત્યાંના દેશભક્ત કાર્યકરોએ જે ભારતી અહીં રહી જાય, તો બધી વ્યવસ્થા ક૨વાની દરખાસ્ત મૂકી. પણ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148