Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૪ પ્રબુદ્ધ જીવન આપણા રૂઢિ-પ્રયોગો I પ્રવીણચંદ્ર જી. રૂપારેલ રૂઢિ–પ્રયોગો ભાષાનું એક મહત્ત્વનું અંગ હોય છે. આ રૂઢિપ્રયોગો પણ કહેવતોની જેમ સામાજિક પરિસ્થિતિ અને પ્રચલિત માન્યતાઓમાંથી ઉદ્ભવે છે. કહેવતોમાં સામાન્ય રીતે પૂરું વિધાન હોય છે જે કથનના સમર્થનમાં વપરાતું હોય છે; જ્યારે રૂઢિ-પ્રયોગો એક રીતે સંકુલ ક્રિયાપદો જેવા હોય છે-જે મોટે ભાગે કથનના અંગ રૂપ બની જાય છે. વ્યવહારમાં એનો વાચ્યાર્થ લેવાનો નથી હોતો-એ લક્ષણાથી સમજવા માટેનો પ્રયોગ હોય છે. રૂઢિ-પ્રયોગોના મૂળમાં પણ કહેવતોમાં હોય છે તેમ ‘કંઇક’ હોય છે, જે પૂરી ઘટના કે પ્રસંગ ન હોવા છતાં કોઇ બાબતનો સંદર્ભ ધરાવે છે-જે જીવનના કોઇ ને કોઇ ક્ષેત્રને અવશ્ય સ્પર્શતો હોય છે. એના મૂળ સંદર્ભથી ભલે આપણે અજ્ઞાત હોઇએ, પણ દીર્ઘકાળથી એના પ્રયોગો સતત પ્રચલિત રહ્યા હોવાથી એ વ્યાપક રીતે સુપરિચિત થઇ ગયા હોય છે. પરિણામે એનો ઉપયોગ કથનમાં અનેરી સચોટતા ઉમેરે છે. આવા રૂઢિ-પ્રયોગો ભાષાના એવા સ્વાભાવિક અંગ બની જાય છે કે એનો ઉપયોગ કરતાં છતાં ખ્યાલ પણ નથી આવતો કે એ કોઇ રૂઢિપ્રયોગ હતો. તા. ૧૬-૩-૯૭ આમ અમંગળનો નિષેધ, એ આપણા લોક-માનસની પ્રકૃતિ છે. બંગડી તો સ્ત્રીના સૌભાગ્યનું સૂચન કરે છે. એટલે જ, ‘બંગડી ભાંગી' એમ બોલવું એ તો સૌભાગ્ય ખંડિત થયાનું સૂચક થાય; આવું ટાળવા, સૌભાગ્ય અખંડ રહેવાનો ભાવ દર્શાવવા-બંગડી અખંડ છે, એ તો ‘આનંદપૂર્વક' ફરી પહેરવાની છે. માટે જ ‘બંગડી નંદવાઇ' એવો ભાવ દર્શાવતો મંગળવાચી પ્રયોગ કરીએ છીએ. જીવન વ્યવહારમાં પ્રાચીનકાળથી આપણે અમંગળ કે અપશુકન સૂચક અભિવ્યક્તિ ટાળતા આવ્યાં છીએ-કેમકે આવી બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ થતાં-સ્પષ્ટ રીતે બોલાતાં, એ સાક્ષાત આવી પડે, એવો ભય લોકમાનસ સેવતું હોય છે. એટલે એનો સીધો ઉલ્લેખ ન કરતાં, ગોળ ગોળ ફેરવી ને કે ઘણીવાર તેથી ઊલટા અર્થના મંગળ કે શોભન શબ્દો વાપરવા મન પ્રેરાય છે. મૃત શરીરને ઉપાડીને લઇ જવા માટે વાંસ બાંધીને બનતું સાધન આમ તો ‘ઠાઠડી’ કહેવાય છે પણ આવો અમંગળ શબ્દ ટાળી વ્યવહારમાં એને માટે ‘નનામી’ (જેનું નામ લેવું અશુભ એટલે ‘ન-નામી') એવું બોલાય છે. રાત્રે દુકાન બંધ કરીને ઘેર આવના૨ દુકાનદાર, ‘દુકાન’ બંધ કરી’ એમ બોલવાને બદલે-‘દુકાન વધાવી' એમ બોલે છે-એવા ભયથી કે એ ‘દુકાન બંધ કરી' બોલે તો દુકાન હંમેશ માટે બંધ થઇ જાય ! આવો વહેમ સેવાતો હોય છે. હવે બીજી વાત : દીવો, દેવતા ગણાય, સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણાય. ‘આગ’ વિશે ભલે આપણે સળગાવવાની વાત કરીએ પણ ‘દીવો’ તો ‘પ્રગટાવાય’ ! વળી ‘આગ' ભલે ઓલવીએ પણ ‘દીવો' ઓલવવાની વાત કરવી, એ તો હંમેશ માટે અંધારું વહોરી લેવાની વાત થાય ! એટલે દીવો ઓલવાય નહીં-દીવો રાણો કરાય', ‘દીવો માંગલિક કરાય’, ‘દીવો રામ કરાય’–એમ બોલાય છે. ઈ.સ. દસમી શતાબ્દીમાં વ્યાકરણકાર શાચાયને ‘દીપો નન્નતિ’ એવો પ્રયોગ, દીવો બુઝાય છે એવા અર્થમાં નોંધ્યો છે; એટલે કે હજાર વર્ષ પહેલાં સંસ્કૃતમાં પણ અમંગળ ટાળવાના આવા અર્થમાં આનન્દ્' ક્રિયાપદનો ઉપયોગ થયો, એ ત્યારે પણ આવું જ માનસ હોવાનું દર્શન કરાવે છે. નાની બાબતને જાણ કરીને અત્યંત મોટી બનાવવી કે બતાવવી, એ ઘણાંની પ્રકૃતિ હોય છે. ક્યારેક ખાસ ઉદ્દેશથી પણ આવું કરવામાં આવે છે; ત્યારે એને માટે આપણે કહીએ છીએ-‘રાઇનો પહાડ કરવો’ ‘રજનું ગજ કરવું !' કે ‘કસોટી કરવી' એ આવો જ એક પ્રયોગ છે. એના મૂળમાં છે–સોનીઓના વ્યવસાયમાં વપરાતો સોનું કસવાનો કાળો પત્થર. આ પ્રયોગના પાયામાં છે સંસ્કૃત ‘ક' એટલે કસવું. જે પત્થર પર કસવા માટે સોનું ઘસવામાં આવે છે તે. આ પરથી સંસ્કૃતમાં ‘કષપટ્ટિકા’મૂકવામાં કહેવાયો; એણે પછી પ્રાકૃતમાં ‘કસવક્રિયા’ રૂપ ને પછી ક્રમે કરીને આપણે ત્યાં ‘કસોટી’ રૂપ ધારણ કર્યું છે. આમ ‘કસોટી’ એટલે મૂળ તો (સોનું) કસવાનો પત્થ૨, એટલું જ ! પણ પછી કસવાથી મળતું પરિણામ, એવું તારવી, હવે લક્ષણાથી આપણે પરીક્ષા કે પરખના અર્થમાં ‘કસોટી કરવી' પ્રયોગ કરીએ છીએ. કોઇનું કંઇ કરી નાંખવું-કોઇને મારી નાખવો, એવું આડકતરી રીતે દર્શાવવા આપણે ઘડો લાડવો કરવો’ એવો પ્રયોગ કરીએ છીએ, તેમાં આપણાં સામાજિક રિવાજનું દર્શન થાય છે. મરનારની પાછળ ટાઢી વાળવા માટે, ચિતા ઉપર પાણી છાંટી, પાણી ભરેલો ઘડો અને લાડવો આવે છે, એનો આ પ્રયોગમાં ઉલ્લેખ થાય છે. ‘મેં તો એના નામનું નાહી નાખ્યું છે’“એવું બોલનારને માટે, એ મરી ગયો છે–એવું દર્શાવાય છે. આમાં પણ મરનારને અગ્નિદાહ દીધા પછી નાહવાના રિવાજની જ વાત છે. કોઇ વિધિ વખતે સંકલ્પ કહેતાં, અંજલિમાં પાણી લઇ મૂકવાનું હોય છે. આ પરથી ‘પાણી મૂકવું' એટલે પ્રતિજ્ઞા લેવી એવો રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે. વ્યવહારમાં ઘેર ઘેર પ્રચલિત એવો એક પ્રયોગ છે-‘બંગડી નંદવાઇ ગઇ !’-એટલે કે બંગડી તૂટી ગઇ. આમાં નંદવાવું એટલે તૂટવું એવો અર્થ તો સ્પષ્ટ છે જ. પણ આ ‘નંદવાવું’ના મૂળમાં તો છે સંસ્કૃત “નન્’સારો એવો પ્રચલિત પ્રયોગ-‘એને પાણીચું પરખાવ્યું' કે ‘એને જો કે અત્યારે તો લગભગ ભુલાઇ ગયેલો, પણ એક જમાનામાં એટલે આનંદ પામવો, કુશળ હોવું; તો એનો આ ‘તૂટવું’ એવો અર્થ શી રીતે થયો ? ગડગડિયું આપ્યું’-આ પ્રયોગો પણ આપણા રિવાજની દેન છે. આમાં પાણીચું કે ગડગડિયું એટલે નાળિયેર છે. વિદાય કરવાના સંકેત રૂપે ત્યારે શુકનમાં નાળિયેર અપાતું. આ રિવાજ પરથી કોઇને હંમેશને માટે છૂટા કરવા કે કાઢી મૂકવાના પ્રસંગનો વ્યંગમાં ઉલ્લેખ કરવામાં આ રિવાજનો લાક્ષણિક પ્રયોગ થતો હતો. કામનો પડકાર કોઇ ઝીલી લે, ત્યારે આપણે કહીએ છીએ-‘એણે બીડું અત્યંત મહત્ત્વના, જવાબદારીભર્યા કંઇક મુશ્કેલ એવો કોઇ ઝડપ્યું !' જૂના રાજાશાહી જમાનામાં કોઇ અત્યંત જોખમી, મુશ્કેલ, બહાદુરીભર્યા કામનો પડકાર ઝીલવાનો ખુલ્લો લલકાર થાય ત્યારે એક નોકર સોનાની તાસકમાં પાનનું બીડું મૂકી દરબારમાં ફેરવતો. આ પડકાર ઝીલી લેવા જે તૈયાર હોય તે બીડું ઉઠાવી ખાઇ જતો. ત્યારના આ રિવાજે આપણને આ બીડું ઝડપવાનો પ્રયોગ આપ્યો છે. કોઇને, ગમે તેટલું, ગમે તેટલી વાર, ગમે તેટલા વખત સુધી સમજાવો છતાં એની ક્યારેય કોઈ અસર ન થાય, તેવા માણસને આપણે ‘ઢ' જેવો કહીએ છીએ, કેમ એમ ? બીજો કોઇ અક્ષર કેમ નહીં ? આની પાછળ આપણી લિપિના વિકાસના ઇતિહાસમાં રહેલા એક અનોખા અપવાદની વાત રહેલી છે. અત્યારની દેવનાગિરી લિપિ તથા તેની જોડે સંકળાયેલી અન્ય લિપિઓનો વિકાસ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. આ વિકાસ યાત્રામાં બ્રાહ્મી લિપિના બધા જ અક્ષરોના આકાર

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148