________________
તા. ૧૬-૪-૯૭
પ્રબુંદ્ધ જીવન
યુવતીઓનું આ વર્ણન કરતાં કવિ લખે છે કે તેઓએ મણિરત્નયુક્ત મેખલા પહેરી છે; હેમની ઘૂઘરીઓનો રણકાર વાતાવરણને ભરી દે છે છે; એમના પગમાં નુપૂર રણઝણી રહ્યાં છે.
ફાગુમાં પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પૂજાવિધિનું પણ કવિએ સવિગત વર્ણન કર્યું છે. પૂજા માટે ચંદન, કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી કચોળી ભરીને યુવતીઓ સવારે મંદિરમાં આવી પહોંચે છે. કવિ લખે
છેઃ
બાવન ચંદન સિ કરી એ કેસરઇ સુરંગ; મેલી માહિ કપૂર સૂર નિર્મૂલ જતુ ગંગ. ભાવ ભગતિ રવિ ઉગતઇએ ભરિ રતન કચોલી; કસ્તુરી રસ સુરભિ બહુલ દ્રવ માટે ભેલી.
સુગંધી દ્રવ્યો ઉપરાંત પુષ્પ-પૂજા માટે કુંદ, મચકુંદ, બકુલ, મોગરો, કેતકી ઇત્યાદિ વિવિધ પ્રકારનાં પુષ્પો અને એની માળાઓ લાવવામાં આવે છે. તેનું સવિગત વર્ણન કવિ કરે છે.
તીર્થંકરની પ્રતિમાની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા થાય છે; સ્તુતિની સાથે સાથે ક્યારેક ઉલ્લાસપૂર્વક નૃત્ય વગેરે પણ થાય છે. કવિએ સ્તુતિ, નૃત્ય વગેરેના વર્ણનને કાવ્યમાં ગૂંથી લીધું છે.
આમ કવિ હર્ષકુંજરગણિએ રાવણ પાર્શ્વનાથની તીર્થયાત્રાનું અને એના મહિમાનું સરસ આલેખન આ કાવ્યમાં કર્યું છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો અગાઉ લખાયેલી પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુકૃતિ કરતાં કેટલીક વિશેષ ચમત્કૃતિ હર્ષકુંજરરચિત
ફાગુકાવ્યમાં જોવા મળે છે.
નામિહિ શ્રી સાગરતિલક તસુ સીસ થગંતઉ સમયધુજ બહુમતિ ભાઈ યહુ ફાગુ ભણંતઉ. (૧૪)
(૩) સમયધ્વજકૃત ખીરિયમંડણ પાર્શ્વનાથ ફાગુ પંદર કડીમાં લખાયેલા, અદ્યાપિ અપ્રસિદ્ધ આ ફાગુના કર્તા છે કવિ સમયધ્વજ. તેઓ ખરતરગચ્છના હતા. તેમણે સં. ૧૬૧૧માં ‘સીતા ચોપાઇ’ નામની રાસકૃતિની રચના કરી છે.
સમયધ્વજે પોતાના આ ફાગુકાવ્યમાં પોતાના ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તે અનુસા૨ જિનતિલકસૂરિના શિષ્ય જિનરાજસૂરિ અને એમનાં શિષ્ય સાગરતિલકના તેઓ શિષ્ય હતા. તેઓ લખે છે :
પ્રભાતિયાં :
સમયધ્વજે આ ફાગુકાવ્યમાં એની રચનાસાલનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હસ્તપ્રતની લખ્યાસાલ અને અન્ય સંદર્ભ જોતાં વિક્રમના સોળમા શતકમાં એની રચના થયેલી જણાય છે.
પાર્શ્વનાથ ભગવાનના જીવનની આછી રેખા આપે છે. તેમાં તીર્થયાત્રા નિમિત્તે વસંતવર્ણન અને નારીવર્ણન કરીને પછી કવિ પાર્શ્વનાથનાં માતા વામાદેવીને, પાર્શ્વનાથ જ્યારે ગર્ભાવસ્થામાં હતા આત્યારે, જે ચૌદ સ્વપ્ન આવે છે અને અશ્વસેન રાજા તે સ્વપ્નોનો અર્થ
સમજાવે છે તેનો નિર્દેશ કવિએ કર્યો છે.
‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?' આપણી માતા-દાદીને કંઠે ગવાતાં નરસિંહનાં આવાં પ્રભાતિયાંએ આપણાં સુકોમળ પ્રભાતને પવિત્ર, મનભાવન અને રળિયામણાં કર્યાં છે. ભાગ્યે જ કોઇને આ અનુભવ ન થયો હોય. આજની બાળપેઢી તેનાથી લગભગ વંચિત છે.
ફાગુકાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ‘ખીરિય’ નામના તીર્થના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા એમાં ગવાયો છે. તે સમયે સુપ્રસિદ્ધ બનેલા એ તીર્થનાં દર્શન કરવા માટે સંઘ નીકળે છે એ પ્રસંગને અનુલક્ષી કવિ વસંત ઋતુનું વર્ણન અને નરનારીઓનું વર્ણન ફાગુકાવ્યની પરંપરાગત શૈલીથી કરે છે.
અહિ ચાલિઉ સંઘ સુવિવિત ભતિ રિતુરાઉ વસંતો, પુક્ષિય તહ વસરાઈ થાઈ આનંદ અનંતો.
આપણા પરમ વંદ્ય ભક્ત શિરોમણિ કવિ નરસિંહે શ્રીકૃષ્ણને પ્રોચના થાય તે રીતે તેમને જગાડવા જશોદાના મુખમાં આ પ્રભાતિયું મૂક્યું છે. આવાં તો એક એકથી ચડિયાતાં ભક્તિભાવ, શાન-વૈરાગ્ય અને સંસારબોધનાં અનેક પ્રભાતિયાં નરસિંહે રચ્યાં છે. પ્રભાતિયાંનું અવલોકન રસાનંદ આપે તેવો વિષય છે. પ્રભાતિયાંનો પ્રથમ ઉદ્ગાતા નરસિંહ છે. તેમની પછી પણ આજસુધીમાં લગભગ સાડાપાંચસો વર્ષમાં કોઇએ પ્રભાતિયાં લખ્યાનું જાણમાં નથી. શ્રી મનુભાઈ પંચોલી દર્શક તેથી જ કહે છે તેમ આપણી કવિતાનો એ પ્રદેશ નરસિંહ પછી અંધારો રહી ગયો, કારણ કદાચ એ હોય કે તેને માટે જે કવિપ્રતિભા અને શુદ્ધ ભક્તિની ઉદાત્તતા અને દિવ્યતાનું દર્શન અને એની અનુભૂતિ જોઇએ તેનો અભાવ હોય. નરસિંહ તો શ્રી કૃષ્ણનું વરદાન અને દર્શન પામેલો ભક્ત. તેમનું ત્રીજું નેત્ર ઊઘડી ગયું હતું. તેથી ઉચિત કહેવાયું છે કે તેમનાં પ્રભાતિયાં અને પદો તો ત્રીજા નેત્રની પ્રસાદી છે.
કોયલના મધુર ટહુકાર, મધુકરનું ગુંજન, ચંપક, કેતકી, જાઇ, નિરૂપણ સાથે કવિ નારીસૌન્દર્યનું વર્ણન બાહ્ય અલંકારો અને પ્રસાધનો રાયણ, બકુલ વગેરેથી મધમધતું નૈસર્ગિક વાતાવરણ ઇત્યાદિના ગણાવીને આ પ્રમાણે કરે છે
અહ કાનિહિ કુણ્ડલ ઝગમગએ સિરિ સિંદુર રેહા; કણયતિ કંકણ બલય બાહુ જસ સોમ સનેહા, પાયલ નેવર રુણઝુષ્કૃતિ અરુ તિલક દિત્પતિ; મુખહ તંબોલુ સુરંગ દંત જષ્ણુ દાડિમ કંતિ.
એક દિવસ સયની યા ન નિદ્રા ભરિ પૂરિય, ચવદહ સુમિણા અતિ વિસાલ પિકબઇ સા રયણી, તકિખણી ઊઠઇ મનહું રંગિ ચાલઇ ગયગમની; આવિય રાયહ પાસિ જામ પેખઈ મૃગનયણી.
પાર્શ્વનાથનાં જન્મ, નામકરણ, ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં એમણે આચરેલ દાનધર્મ, તપશ્ચર્યા ઇત્યાદિનું વર્ણન કરી કવિ ખીરિયમંડણ પાર્શ્વનાથના તીર્થનો મહિમા વર્ણવે છે.
કાવ્યતત્ત્વની દૃષ્ટિએ આ ફાગુકાવ્યનું જેટલું મૂલ્ય છે તેથી વિશેષ મૂલ્ય તીર્થના મહિમાની દષ્ટિએ છે.
D ચન્દ્રશંકર ભટ્ટ
એક અવલોકન
પદ છે. પદનાં અનેક સ્વરૂપોમાં કાવ્યત્વ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, બોધ મધ્યકાળનું અતિ પ્રચલિત, લોકપ્રિય અને લોકહૃદયે વસેલું સ્વરૂપ જેવા ભાવ અને વિષયના ઊંચામાં ઊંચા શિખરે વિરાજતું સ્વરૂપ પ્રભાતિયાં છે. નરસિંહની શુદ્ધ ભક્તિ, દિવ્યતાને સ્પર્શતી ભવ્યોદાત્ત, હ્રદયંગમ, આહ્લાદક, પ્રત્યક્ષ થાય તેવી કલ્પના અને ચિત્રબિંબ, જીવનદર્શનપૂત, ગહન જ્ઞાનવાણી, મન પર સહેજે બોજ ન પડે તેવી બોધવાણી, મનમાં તરત વસી જાય તેવી સરળ પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભાવતસ્તૂપ કરતો છંદોલય વગેરેને કારણે તેમનાં પ્રભાતિયાં અદ્યાપિ લોકહૃદયે વસ્યાં અને કંઠમાં રમતાં રહ્યાં છે. સમાજના સઘળા સ્તરના લોકોમાં તે ગવાતાં રહ્યાં છે. નરસિંહની થોડી પણ પંક્તિઓ આવડતી ન હોય તેવો ગુજરાતી ભાગ્યે જ હશે; હોય તો તેને ગુજરાતી કહેવડાવવાનો અધિકાર નથી. તેણે શરમાવું જોઇએ. નરસિંહથી તો ગુજરાત ગૌરવવંતુ છે. પ્રભાતિયાં અને પદનું લોકહૃદયે વસેલું પ્રસિદ્ધ ઉદાહરણ છેઃ
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે.' ગાંધીજીને અતિપ્રિય આ પદને અને નરસિંહને પણ તેમણે જગતના ફલક પર સ્થાપી દીધાં. નરસિંહનાં ભક્તિ, દર્શન અને કવિત્વએ પ્રભાતિયાંને પરા કોટિએ પહોંચાડ્યાં છે, કારણ એ કે તેમના શબ્દેશબ્દમાં ભક્તિની