Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 45
________________ તા. ૧૬-૫-૯૭ પ્રબુદ્ધ જીવન શકે કે કેમ ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાઘ૨ને પાછળની સીટ ૫૨ બ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. આઠ કલાકની મોટરસાઇકલ પર મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવા ન કરતા. એમના તરફ ખેંચાય, ઝેવિયર્સ કોલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણુંખરું ચાલ્યા જતા. ફાધર બાલાગેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અĀવા પોતાનો સમય બહુ કિંમતી છે એવું ક્યારેય લાગવા ન દે, મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે. . એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાએ કહ્યું કે આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગ૨મી વધુ લાગશે.’ - પરંતુ ત્યાં જવા માટે ફાધર દૃઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હોટેલોમાં હજુ થઇ નહોતી. ફાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, ‘ફાધર, તમને ગરમી કેવી લાગી ? ફાધરે કહ્યું, ‘મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુ ખાતો નહિ. લીંબુનું તાજું બનાવેલું ઠંડું શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા, રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની મોટાઇની જરા પણ સભાનતા નહોતી. એક વખત ફાઘર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કેમ્પમાં જઇને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં ૨હેવાને કા૨ણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઇએ. પણ ફાઘરે કહ્યું કે તાવ તો ઊતરી જશે, માટે તેઓ કેમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઇ એમને સમજાવી શક્યું નહિ. તાવની ખબર પડતાં કોલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કેમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઇએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગેર એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની, ફાધર સન્માર્તિએ કહ્યું, ‘ફાધર બાલાગેર, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કેમ્પ છોડીને મારી સાથે મુંબઇ આવવાનું છે.’ ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાઘર પથારીમાં તરત બેઠા થઇ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બેગમાં ગોઠવી લઇને તૈયાર થઇ ગયા અને ફાધર સન્માર્તિ સાથે મુંબઇ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગેર કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ પ્રસંગ ૫૨થી જોઇ શકાય છે. ફાધર બાલાગેરે ઝેવિયર્સ કોલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઇપણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઇપણ ફાધર એ હોદ્દા પર ૨હે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા જ કોઇ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઇ શરમ-સંકોચ નડે નહિ, સામાન્ય રીતે કોલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા . ઝેવિયર્સ કોલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં, મેં ફાધરને નિમંત્રણ આપ્યું .ફાઘર અમારા લગ્નપ્રસંગે પધાર્યાં હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઇ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઇક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઇને ફાધર ઓળખતા ન હોય. ફાધર બાલાગેર સ્વતંત્રતા બ્રિટિશ રાજ્યના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતનાં બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં ગોરાકાળા વચ્ચેનો કોઇ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા. તે ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યારપછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ૧૯૬૪માં મુંબઇમાં મળેલા ૩૮મા આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ઘદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનેને સુંદર પ્રતીતિ થઇ. કોઇપણ વ્યક્તિ એમને સહેલાઇથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતે, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં ‘ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું. પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં ફાધર બાલાગેરે પોતે મુંબઇમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં નામનું ‘કોમ્યુનિકેશન સેંટર' સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક ફાધર બાલાગેરની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં ‘અમૃતવાણી’ અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા. ફાધર બાલાગે૨ ૧૯૩૭માં ભારત આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઇને પાછા સ્પેન ચાલ્યા ગયા છે અને ત્યાં તેઓ પોતાને સોંપવામાં આવેલી ફરજો બજાવે છે. પરંતુ ફાધર બાલાગેર ભારતમાં જ રહ્યા. સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં જેસ્સુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. એટલે પંદર સત્તર

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148