________________
તા. ૧૬-૬-૯૭
ચીર, કંચુકી ઇત્યાદિ સુંદર વસ્ત્રોમાં સજ્જ, માથામાં સિંદૂર, આંખમાં કાજળ, મુખમાં તંબોલ, કાને કુંડલ, ગળામાં મોતીનો હાર, કંઠમાં નાગોદર, હાથમાં કંકણ અને ચૂડી, આંગળીઓમાં વીંટી, પગમાં નુપૂર ઇત્યાદિ ધારણ કરી કોશા સ્થૂલિભદ્રનું ચિત્ત આકર્ષવા આવે છે. એ પ્રસંગનું કવિએ બીજા ભાસની પાંચ કડીની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાં સવિગત મનોહર આલેખન કર્યું છે.
પ્રબુદ્ધ જીવન
આ ચાતુર્માસનો સમય છે એટલે વર્ષાઋતુનું વર્ણન કવિએ કામોદ્દીપન માટે કર્યું છે. પરંતુ કોશાનાં નૃત્ય અને હાવભાવ તરફ મુનિ સ્થૂલિભદ્રનું જરા પણ ધ્યાન જતું નથી, એથી કોશા કહે છે
કોશ ભણઇ સુણિ થૂલિભદ્ર મુઝુ ભણીઉં કીજઇ, ભમર ભમઇ પંખુડીય કમલિ તિમ ભોગ ૨મીજઇ. સ્થૂલિભદ્રની ભારે કસોટીનો આ કાળ છે. એક તો વારવનિતા પુરુષને વશ કરવામાં કુશળ હોય અને તેમાં પણ આ તો પૂર્વની પ્રેમિકા, પરંતુ સંયમમાં દૃઢ શ્રદ્ધાને કારણે સ્થૂલિભદ્ર વજ્રની જેમ અચલ રહે છે. તેઓ કોશાને કહે છે ઃ
ગહિલી કોશ બાપુડી એ મોટું હૃદય ન ભીજઇ, કિમ વયરાગર ઠીક મુકિ કિમ કાચ ગ્રહિજઇ; કિમ રયણાયર છંડિય એ ક્રિમ છીલર સેવા, કિમ કલ્પતરુ દૂર કરવિ કઇરહ લેવા; કિમ ચિંતામણિ લંખિય એ કિમ પત્થર લીજઇ, કિમ અરિહંત ઉવેખીયઇ ક્રિમ યક્ષ નમીજઇ. કવિએ અહીં પાંચ દષ્ટાન્ત આપ્યાં છે. એમાં પ્રથમનાં ચાર પરંપરાનુસારી છે. પાંચમું દૃષ્ટાન્ત-અરિહંત ભગવાનને છોડીને યક્ષની પૂજા કોણ કરે ? એ કવિનું પોતાનું મૌલિક છે.
કવિએ સ્થૂલિભદ્રના કામવિજયનું સંવાદમય શૈલીમાં નિરૂપણ કર્યું છે. કામદેવ મદનરાય સ્થૂલિભદ્રને આહ્વાન આપે છે અને શરણે થવા કહે છે. બ્રહ્મા, શંકર, નંદીષેણ ઇન્દ્રાદિ મોટા મોટા મહારથીઓ પણ કામદેવને વશ થયા છે. મદનરાયની ઉક્તિ કવિ નીચે પ્રમાણે રજૂ કરે
છે:
મયણ ભણઇ સુણિ થૂલિભદ્ર અમ્ત સરિસ મ મંડે આગઇ ઇણિ ઘરિ નંદિષેણ ગયઉ આયુધ છેડે બ્રહ્મા ઇશ્વર ઇન્દ્ર ચન્દ્ર ગોવિંદહ પ્રમુખઇ, ગૌતમ સંખરા સુર એ પહુ અસઇ અસંખહ. એ સવિ સેવ મનાવીયા એ તું કવણહ લેખઇ જઇ ભલુ છિ તઉ મંડિ રહે તુ કહઉ વિશેષઇ. પરંતુ કામદેવથી સ્થૂલિભદ્ર પરાજિત થાય એવા નથી. તેઓ સામો પડકાર ફેંકે છે. તેઓ કહે છે કે ‘મેરુ પર્વતને તું કંપાવે કે સાત સમુદ્રને કંપાવે તો પણ હું નેમિકુમાર કે જંબૂકુમારની જેમ અચલ રહીશ.’
મુંછિ મોડઇ થૂલિભદ્ર ઇમ બોલઇ વાત, કિમ કંપાવસિ મેરુ સિહરિ કિમ સાયર સાત; રહીયઉ સિકિશોર જેમ નવિ મંડઇ નેહો, નવિ ભિન્નઇ નવિ ચલઇ ચિત્તસુ અકલ અબીહો. રે રે મયણ મ ગળુ કરસિ તુઝ કિસિઉ પરાણ, રમલિ કરંતઇ નેમિકુમરિ તુઝ મલિયઉ માણ; જંબુકુમાર નઇ શિવકુમરિ તું હારિ મનાવ્યઉં, નવિ જાણઇ સંસહ્યા મૂઢ કિમ આગલિ આવ્યઉ.
આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની સબળ-પંક્તિઓ અહીં કવિએ પ્રયોજી છે. બેમાંથી એકે પક્ષ નમતું ન આપતાં બન્ને વચ્ચે જે માનસિક યુદ્ધ થાય છે તેને સ્થૂલ યુદ્ધરૂપે વર્ણવતાં કવિ લખે છે ઃ
૧૩
બે બલવત્તર બેઉ સબલ એકો વિ ભાજઇ, હયવર હીસારવ કરઇ જિમ અંબર ગાજઇ. આઠ મદ ગયવર ગુડીય પંચ પંચેન્દ્રિ પાખરિયા, સાસવ્ય ન પાઇક અભંગ તસુ દલિ પરવરિયા. આ યુદ્ધમાં જે કામાતુર લોકો છે તે તો ભાંગી પડે છે કે ભાંગી જાય છે, પણ જે શીલમાં દઢ-કચ્છ છે તે બરાબર ઝઝૂમે છે. કવિ વર્ણવે છે : જે કામાતુર પુરિખ સબલ તે સહૂઅઇ ભાજઇ; રોસિ ચ ં ભડ જુડઇ સુહડ સમરંગણિ સૂરા, જે દઢ-કચ્છ સીલવંત રિણિ ઝૂઝઇ ધીરા. ત્રણે ભુવનમાં ખળભળાટ મચાવનાર આ કૌતુકથી આવે છે :
પધાવા માટે દેવો પણ
ત્રિણિ ભુવન આકંપ હૂયા એ સૂર કુતિગ મિલિયા, નયણ બાણ સંવેગ દેખિ કાયર ખલભલિયા; મયણરાય ભડ થૂલિભદ્ર બિહું હુઅઉં સંગ્રામ; બ્રહ્માઉદ્દ મૂકેવિ બાણ રણિ જીતઉ કામ.
અહીં મદનરાજ અને સ્થૂલિભદ્ર અર્થાત્ કામવાસના અને શીલસંયમ-એ બે વચ્ચે (સ્થૂલિભદ્રના ચિત્તમાં) થયેલા સંગ્રામને સ્થૂલ યુદ્ધનો શબ્દદેહ આપી કવિએ પ્રભાવશાળી શબ્દચિત્ર ખડું કર્યું છે. ... આમ કોશાના ઘરમાં ચાતુર્માસ દરમિયાન મન, વચન અને કાયાથી જરા પણ ચલિત ન થતાં સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરી પાછા આવે છે ત્યારે ગુરુ એમને ‘દુષ્કર દુષ્કર' એમ બે વાર કહીને જ્યારે ગુરુ કોશાને ત્યાં મોકલે છે ત્યારે પહેલે દિવસે જ તે કામાતુર બની વધાવે છે. મૂળ કથા પ્રમાણે સ્ફૂલિભદ્રનો દ્વેષ કરનાર અન્ય સાધુને જાય છે એ પ્રસંગનો નિર્દેશ આ કાવ્યમાં થયો નથી.
જીવનનો મહિમા ગાયો છે. સ્થૂલિભદ્રનું નામકર્મ એટલું બળવાન છે કે આ ફાગુકાવ્યના અંત ભાગમાં કવિએ સ્થૂલિભદ્રના ભવ્ય સંયમ ૮૪ ચોવીસી સુધી લોકો એમને યાદ કરીને એમના સંયમનો મહિમા ગાતા હશે. કવિએ લખ્યું છે :
જો તા૨ાયણ ચંદ સૂર જ મહીયલ સોહઇ; તાં મુનિવર તું થૂલિભદ્ર ભવયણ મન મોહઇ. ચઉદહ પૂરવ પઢીય સુખરિ પ્રભુ પાટિ બઇઠઉ ચઉરાસી ચઉવીસી લગઇ ઉદ્યોત કરતઉ. ફાગુકાવ્યને અંતે જૂની પરંપરા અનુસાર ‘વસ્તુ’ની પંક્તિમાં નીચે પ્રમાણે સ્થૂલિભદ્રના જીવનની વિગતો દર્શાવવામાં આવી છે : થૂલિભદ્રહ થૂલિભદ્રહ વરિસ દસ અઠ્ઠ
બાલાપણિ ક્રીડા રમઇ વરિસ બાર કોસ્યાહ મંદિરિ તિહિં સંજમ આદરીય વરિસ તામ ચવીસ મુનિવર; યુગપ્રધાન પટ્ટુધરણ પંચગલિ ચાલીસ,
આયુ નવ્વાણું વરિસ તહિ એય પ્રણમઉ સવિ દિસ. આમ આ ફાગુકાવ્યમાં કવિ હલરાજે દોહા અને રોળાની અંત્યાનુપ્રાસ અને પ્રસંગોપાત્ત વર્ણસગાઇવાળી પંક્તિઓ પ્રયોજી સ્થૂલિભદ્ર અને કોશાના પ્રસંગનું તાદશ વર્ણન કર્યું છે. આપણાં મધ્યકાલીન ફાગુ સાહિત્યમાં આ એક નોંધપાત્ર કૃતિ છે. ૩. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ'
શ્રી જયવંતસૂરિ વિક્રમના સત્તરમા શતકના એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છના વિનયમંડનના શિષ્ય હતા. વિનયમંડનના ગુરુ શ્રી વિવેકમંડને શત્રુંજય તીર્થ પર ઋષભદેવ ભગવાન અને શ્રી પુંડરીક બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન લઇ શત્રુંજય પર આ પ્રતિષ્ઠા ગણધરની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં કરાવી હતી. કર્માશાએ મહોત્સવ કરાવ્યો ત્યારે વિવેકમંડનના શિષ્યો-પ્રશિષ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમાં વિનયમંડન અને એમના શિષ્યો વિવેકઘીરગણિ