________________
તા. ૧૬-૭-૯૭
ઝૂલતાં કદંબ–ઝાડ, પર્ણો તો એ જ લળે, એના એ કાનજી, એની એ રાધિકા, એની એ ગોપિકા,
એ ય પાછી બંસી બજી
મોરલી મહેકે હજી’ (મોરલી મહેકે હજી)
ભાઇ મણિયારની આ કવિતાઇ ફરિયાદ સાચી હોવા છતાંય આપણે એમને જ પૂછીએ કે ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે', એ એમના અનવદ્ય ગીતમાં રાધા-કૃષ્ણના પરંપરાગત પ્રતીકનો વિનિયોગ કરીને એમણે એમનું ને ગુજરાતી કવિતાનું પ્રથમ કક્ષાનું ગીત નથી સર્જ્યું ? દયારામની ને ન્હાનાલાલની ગોપી એક નથી-એની એ જ નથી. એ જ રીતે કવિશ્રી દેવજી મોઢા, શ્રી હરીન્દ્ર દવે કે શ્રી સુરેશ દલાલની રાધા પણ એની એ જ નથી.
શ્રી મોઢાની રાધાના ઓરતા-અભરખા કેવા છે ? ‘વેળ તણા વ્હેણને થંભાવી રાખી,
મારે આવડી ને આવડી રહેવું !
મારે તો આયખના અંત લગી મારા આ કાનજીની રાધાડી રહેવું. (એલી રાધાડી)
અને શ્રી હરીન્દ્રની રાધાનો દોર-દમામ ઃ
"",
‘એક જશોદાના જાયાને જાણું, એ દેવકીના છોરાને જાણે મારી બહ્યા !! (જાણે મારી બલ્લા)
અને કવિ દલપતરામના પેલા કંજુસ શેઠે નિપુણ ગવૈયાને કહેલું ‘પોલું છે તે બોલ્યું એમાં કરી છેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે ?
એવી જ રીતે શ્રી સુરેશ દલાલની રાધા પણ કહે છે :
પ્રબુદ્ધે જીવન
‘મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો તો હાડને;
હું તો ઘરે ઘરે જઇને વખાણું કે રાજ, તમે ઊંચક્યો તો હાડને.' (મારી ગાગર ઉતારો તો)
આમ, ‘એની એ રાધિકા એની એ ગોપિકા હવે રહી નથી.
દયારામની રાધા મુખે નીમ લે છે પણ ‘મન કહે ના પલક નિભાવું’ જ્યારે ઉશનસની રાધા ઃ
‘એને કશું ના, તો મારે યે એના નામની બાધા; શ્યામની જો હઠ, તો મારે યે, હું ય પછી હું રાધા’ (નથી લેવું, ને શીદ આવે)
રાધાને શ્યામ સાથે વાંકુ પડ્યું ને કર્યા રાધાએ એના હોઠ ચૂપ; શ્યામે પણ વાંસળીને વેગળી મૂકી, તો વળી મ્હેક્યો અબોલાનો ધૂપ.’
તો ઉમાશંકરભાઇની આ બે પંક્તિઓ ઉપર્યુક્ત પંક્તિઓ સાથે તુલનાવો :
માધવને મુખડે મોરલી, મહીં હૈયું રાધાનું રેલાય.' તો ‘શરદ પૂનમની રાતે' એ હરીન્દ્રની કવિતાની રીસાયેલી રાધાનો ઘૂઘરિયાળા કેશમાં ડૂબીને જાગતા કૃષ્ણનું ઉન્નત કલ્પનારસ્યું શબ્દચિત્ર માણો ઃ ‘શિવ પર જાણે શેષનાગની છાયા એવા ઘૂઘરિયાળા કેશ
હૃદય પથરાયો;
એના કિનખાબી અંધારે ડૂબ્યા કાન,
એના મખમલિયા અજવાળે જાગ્યા કાન.’
રાધા-કૃષ્ણ સંબંધે, છૂટક ને સ્વતંત્ર કાવ્યો તો અનેક કવિઓએ લખ્યાં છે પણ કવિશ્રી દેવજી મોઢા, કવિશ્રી સુરેશ દલાલ અને કવિશ્રી હરીન્દ્ર દવેને નામે અનુક્રમે ‘રાધિકા’, ‘રાધા શોધે મોરપિચ્છ' અને ‘મારગે મળ્યા’તા શ્યામ' નામે સ્વતંત્ર કાવ્યસંગ્રહો પણ પ્રગટ થયા છે. ચાંદની તે રાધા રે' એ નીતિન વડગામાનું સંપાદન પણ લક્ષમાં લેવું ઘટે. આ પ્રકારના કાવ્યો ગઝલમાં ન-ગણ્ય, ગદ્યમાં સ્વલ્પ, અછાંદસમાં ગણતર, વ્રજભાષાની છાંટ ને અસરવાળાં કેટલાંક ને ગેયઢાળમાં ઘણાં બધાં લખાયાં છે. ટી.વી., આકાશવાળી, કવિસંમેલનો અને મુશાયરાઓને કા૨ણે એવાં કાવ્યોને પ્રસિદ્ધિ ને લોકપ્રિયતા ઠીક ઠીક સાંપડ્યાં છે. આમાં પણ દયારામ, મીરાં અને પ્રિયકાન્ત મણિયારનું અનુકરણ નહીં તો અનુસરણન કરનારાઓ પણ કેટલાક છે. કવિશ્રી જયન્ત મોઢા માધવને પ્રશ્ન પૂછે છે
‘કોણ અદકેરું વ્હાલું માથે ?’
મીરાં કે પછી રાધા ?
અને પછી બંનેને પ્રતીકરૂપે કલ્પી કહે છે : ‘પ્રેમલક્ષણા ભક્તિ એકની,
ખરી યોગની સાધિકા,
રસમાધુરી, ચિત્ત-પાવની રસો થૈ સા રાધિકા'.
આમેય રાધા, કૃષ્ણ, કુબ્જા વગેરે પ્રતીકોનો ઉપયોગ જુદા જુદા કવિઓએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા' કે ‘કૃષ્ણ તે કૃષ્ણ શેના ?-ચિત્ત જેનું સદા લસે, માનવી ઉરના રાધા રસે’ કે કુબ્જા એ જૈનો વિકાસ રૂંધાયો છે એવો (Infaulite) કુંઠિત જીવ છે, શંખલિત આત્મા છે’ તો ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઇ ગઇ, શી અંતમાં રાધિકા !' કે ‘મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે' કે ‘રાધા તો ચારુહાસિની, સંવિદ–૨સૈક્યમાં રાચે રસે વિશ્વવિલાસિની' કે ‘મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી, હું બન્યો મુગ્ધ નરસૈયો’-આમ રાધા એ નિર્વ્યાજ પ્રેમ, અવ્યભિચારિણી ભક્તિ અને આત્માના અદ્વૈતનું સર્વજનીન ને સર્વકાલીન પ્રતીક છે. એ કેવળ બરસાનાની વૃષભાનન્દુલારી દુલારી જ રહી નથી. ભગવાન વ્યાસની મહાભારતમાંની શકુંતલાએ જેમ કવિ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટકની શકુંતલા કરતાં ઘણી બધી રીતે ભિન્ન છે તેમ પરંપરાથી સાહિત્યમાં નિરૂપાતી રાધા કરતાં અર્વાચીન કવિઓની
બધા જ પ્રકારના માનવભાવોનું આરોપણ રાધાભાવની ધારામાં થયું છે ને તાજપભરી પદાવલિ અને અભિનવ પ્રતીકો દ્વારા ગવાયું છે. એમાં અતિશયોક્તિ અલંકાર ન હોય તો જ નવાઇ ! આવડી મોટી કાયામાં આત્માની આરસી સમી બે આંખો...રાધાની એ બે આંખ્યુના ઉલાળાને લોકકવિએ દરિયાનો હિલોળો કહી અતિશયોક્તિભરી ઉત્પ્રેક્ષા વાપરી છે તો અર્વાચીન કવિને યોગ્ય ઉપમાન ન જડતાં, ‘રામ-રાધા પણ ભિન્ન છે. રાવણનું યુદ્ધ, રામ-રાવણના સમું'ની માફક અનન્વય અલંકારનો ઉપયોગ કરી હાથ ધોઇ નાખ્યા ‘રાધાની આંખો એ તો રાધાની આંખો.’ રાધા-કૃષ્ણના અદ્વૈતની જેમ ઉપમાન-ઉપમેયનું પણ અદ્વૈત |’ ‘અબોલાનો ધૂપ' ક્યારેય અનુભવ્યો છે ? સુરેશ દલાલની કવિતા સૂંઘીએ :
‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે’
એવો આભવિશાળ ભવ્ય અદ્વૈત ભાવ રાધાવિચારધારાવાળાં કેટલાંક કાવ્યોમાં પણ દક્ષ અભિવ્યક્તિ પામ્યો છે.
મા..