Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 64
________________ ૧૬ કેતકીકે મનહીં નહીં ભમર મરિ ૨સ-વીણું રે પ્રીતિ એકંગી જઇ કીજિ, તું સબ કિ ન લૂહીંઇ રે, હોઅ ચકોર દોષત રહઇ ચાંદુ સુસ્થિર ન રહાઇ રે. સૂર કમલકો સોસહી, કમલ સુર-મુષ જોવિ રે એક અંગકઇ નેહ૨ઇ, રંગ કિહૂ નહીં હોવઇ રે. નેહ એકંગ ન કીજઇ, જિઉં ચાતક ધન-નીરો રે, સારંગ પીઉ પીઉ મુત્રિ બોલિ, મેહ ન જાનઇ પીરો રે. કોશા સ્થૂલિભદ્રને આકર્ષવાના પ્રયાસો કરે છે. પૂર્વે કેવા કેવા મોટા મોટા મહાત્માઓ, અરે ખુદ શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, વિશ્વામિત્ર, પારાશર, નંદીષેણ, રથનેમિ વગેરે સ્ત્રીને વશ થઇ ગયા છે તેનાં દષ્ટાન્તો તે આપે છે, પરંતુ સ્થૂલિભદ્રને અણનમ રહેલા જોઇને તે એમને નમી પડે છે. સ્થૂલિભદ્રના ઉપદેશથી તે શ્રાવિકા તરીકે વ્રત અંગીકાર કરે છે ઃ થૂલિભદ્ર મુનિ ઉપદેસ્યુ દેસવિરસિ તિણિ લીણી રે, જિન લિષમીકે નંદના વેશ્યા શ્રાવિકા કીની રે. પ્રબુદ્ધ જીવન ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર, ગુરુ મહારાજ પાસે જાય છે ત્યા૨ે તેઓ ‘દુષ્કર દુષ્કર’ કહીને સ્થૂલિભદ્રને વધાવે છે. પરંતુ સિંહગુફાવાળા મુનિ દ્વેષ કરે છે ત્યારે બીજા ચાતુર્માસમાં ગુરુ એમને કોશાને ત્યાં મોકલે છે. પરંતુ કોશાને જોતાં જ તેમની શુદ્ધબુદ્ધ રહેતી નથી. કોશા એમને કહે છેઃ કોશા કહિ ન માનીઇ ધન વિણ ઇહાં કોઇ રે ધરમલાભ કહીઇ નાહી, અરથલાભ ઇહાં હોઇ રે. કોશા પ્રત્યે આકર્ષાયેલા મુનિ ચાલુ ચાતુર્માસે વિહાર કરી રત્નકંબલ માટે નેપાલ જાય છે, પાછા આવે છે ત્યારે કોશા એમને જગાડે છે. મુનિ ગુરુ મહારાજ પાસે આવી, ક્ષમા માગી આલોચના લે છે. સ્થૂલિભદ્ર-કોશાના જીવન વૃત્તાન્તની એક ઘટના જે સામાન્ય રીતે અન્યત્ર જોવા નથી મળતી તે કવિએ આ કાવ્યમાં નિરૂપી છે અને તે એની એક વિશેષતા છે, સાધના દ્વારા પ્રાપ્ત થતી સ્થૂલ સિદ્ધિઓ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના ઘણી ચડિયાતી છે એ દર્શાવતો એક પ્રસંગ કવિએ નિરૂપ્યો છે : મુનિ સ્થૂલિભદ્રના સાંનિધ્યથી કોશાનું હૃદય પરિવર્તન થયા પછી તે વ્રત અંગીકાર કરી શ્રાવિકા બને છે. ત્યારપછી એક દિવસ રાજસારથિ આવીને કોશાને બતાવે છે કે પોતે ધનુર્વિદ્યાની એટલી સરસ સાધના કરી છે કે બાણ છોડીને આંબા પરથી ધારે તે કેરીને પાડી શકે છે. એમ કહીને તે આંબા પરથી કેરી પાડી બતાવે છે. કોશા એને કહે છે કે પોતાની નૃત્યકલા આગળ તે ધનુર્વિદ્યાની કશી જ મહત્તા નથી. પોતે સોય ઉપર (અર્થાત્ એવા અણીદાર ખીલાઓ ઉ૫૨) નૃત્ય કરી શકે છે એમ કહી તે નૃત્ય કરી બતાવે છે. પછી કોશા રાજસારથિને કહે છે કે આવી સ્કૂલ વિદ્યાઓ અને કલાઓ સ્થૂલિભદ્રની શીલની કલા આગળ કશી વિસાતમાં નથી. નારીના સાંનિધ્યમાં રહેવા છતાં સ્થૂલિભદ્રે પોતાના બ્રહ્મચર્ય વ્રતને મન, વચન અને કાયાથી જરા પણ ખંડિત થવા દીધું નહિ એ એમની ઘણી મોટી અને ચડિયાતી સાધના અને સિદ્ધિ છે. કવિ માલદેવ આ પ્રસંગ ત્રણ કડીમાં સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે છે એક દિવસ કોશા ઘરે, રાજ-સારથી આયુ રે, આંબ ઉતારઉ બાણ શું, ગુણ આપણું દિષાડ્યું રે. કોશા માન ઉતારતી, સૂઇ ઉપરિ નાચિ રે, બોલિ બોલ સુભાગિની, કવણ કલા ઈણ રાચિ રે. તા. ૧૬-૬-૯૭ કલા બડી થૂલિભદ્રકી, જિન નિજ સીલ ન ખંડિઉ રે, નારી સંગતિમાહિ વસ્તુ, ભૂમંડલિ જસુ મંડિઉ રે. ફાગુકાવ્યની દૃષ્ટિએ આ કથાને આથી આગળ લંબાવવાની આવશ્યકતા નથી, પરંતુ કવિ માલદેવે સ્થૂલિભદ્રે ગુરુ ભદ્રબાહુ પાસે કરેલો પૂર્વોનો અભ્યાસ, એમની બહેનો આગળ કરી બતાવેલો ચમત્કાર, ગુરુ મહારાજ પાસે માગેલી ક્ષમા, સંઘની વિનંતીથી બાકીનાં ચાર પૂર્વ ગુરુ સૂત્રથી ભણાવે છે વગેરેનું વર્ણન પણ આ ફાગુકાવ્યમાં કર્યું છે. છેલ્લે કવિ સ્થૂલિભદ્રના શીલનો મહિમા દર્શાવી કૃતિનું સમાપન કરે છે. સુભાષિતો એ તો કવિ માલદેવની અનોખી ખાસિયત છે. આ નાનકડી કૃતિમાં પણ તેઓ સ્વરચિત સુભાષિતો ગૂંથી લેવાનું ચૂક્યા નથી. ઉદાહરણરૂપ નીચેનાં કેટલાંક સુભાષિતો જુઓ : પગ શું ધૂલિ ઉછાલીઇ, સર ઉપરિ આઇ લાગઇ રે, ઇશું યાનિ જીઉ આપણઇ, પંડિત કાહે તુ જાગઇ રે. તુ X Xi X સૂકઇ સરોવર જલ વિના, હંસા કિઝ્યું રે કરેસિ, જસ ધરિ ગમતીય ગોરડી, તસ કિમ ગમઇ રે વિદેશ. X X X વેસ, કુનારી, જુઆરીઈ, દુરજન અતિહિ વિગોવઇ રે, અગન, સાપ, રાજા, યોગી, કબહૂં મીત ન હોવઇ રે. X X X સો કંચણ કયા પહિરીઇ, જું કાનહું તું તોરઇ રે મંત્રી સોઇ જણીઇ, જુ રાજા કિડું લોડિ રે X X X જઇ પરમેશ્વરરુસીઇ, નાઉ ઘાલિ કૂટિ રે; કિ વેશ્યા ઘર મોકલઇ, કિ ખેલાવઇ જૂઇ રે. આમ ૧૦૭ કડીની આ રચનામાં કવિ માલદેવની કવિત્વશક્તિનો સુપેરે પરિચય મળી રહે છે. આ ફાગુકૃતિમાં પ્રવાહી કાવ્યપંક્તિઓ અનાયાસ વહેતી હોય અને નવા-નવા ઉન્મેષ દાખવતી હોય એવી પ્રતીતિ થાય છે. આ ફાગુકાવ્યમાં સ્થૂલિભદ્રના સમગ્ર કથાનકનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં ફાગુકાવ્યને નિમિત્તે કથાકાવ્યની રચના કવિને હાથે થઇ છે એમ કહી શકાય. ‘પ્રબુદ્ધ જીવન’ને ભેટ જૈન સાહિત્ય અને ભારતીય સાંસ્કૃતિક વિષયોના ગ્રંથો પ્રકાશિત કરનાર દિલ્હીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કંપની મેસર્સ મોતીલાલ બનારસીદાસ તરફથી એમના સ્વર્ગીય પદ્મશ્રી શ્રી શાન્તિલાલજી જૈનની પુણ્યસ્મૃતિમાં રૂપિયા પાંચસો ‘પ્રબુદ્ધ જીવન’ માટે ભેટ મળ્યા છે તે બદલ એમનો આભાર માનીએ છીએ. દિલ્હી તથા ઉત્તર ભારતના જૈન સમાજના અગ્રણી નેતા, વલ્લભ સ્મારકના કાર્યકર્તા તથા હરદ્વારના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના નિર્માણ કાર્યમાં મુખ્ય આર્થિક યોગદાન આપનાર પદ્મશ્રી શાન્તિલાલ જૈનના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. [] તંત્રી માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ C મુદ્રક, પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ ફોન: ૩૮૨૦૨૯૬ મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૮, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨, પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148