Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 63
________________ તા.૧૬-૬-૯૭ પ્રબુદ્ધ જીવન પ્રકારે પોતાની વિરહ વ્યથાને અભિવ્યક્ત કરે છે. વિરહવેદનાની ઉત્કટતા જે ભિન્નભિન્ન રીતે કાવ્યમાં વર્ણવાઈ છે એમાં કવિની કવિત્વશક્તિનાં સુભગ દર્શન થાય છે. વિરહિણી કોશાનો વિરહાગ્નિ વધે છે ત્યારે એને ચંદનનો લેપ કે ચંદ્રનાં કિરણોથી શાતા વળતી નથી. કવિએ શ્લેષયુક્ત પ્રયોજેલી નીચેની પંક્તિઓમાં નાયિકાની વિરહવેદનાને વાચા અપાઇ છે: સખી મુઝ ન ગમઇ ચંદન, ચંદ ન કરઇ રે સંતોસ; કેલિ મ વીંઝસ હો સહી, સહી ન સમઇ અમ દોસ. વિરહની વ્યથામાં નાયિકાને ચેન પડતું નથી. એથી તે થોડીવાર ઘરમાં અને થોડીવાર બહાર આંગણામાં પ્રિયતમના આમગનની રાહ જોતી ફરે છે. કવિએ ‘ઓરડઇ’ અને ‘રાતડી’શબ્દનો ઉપયોગ શ્લેષથી કરીને નાયિકાની વિરહાવસ્થાનું સચોટ, સજીવ ચિત્ર ખડું કર્યું છે. ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઇ, ત્રિઉડા વિના ગોરી ઓ રડઇ; ઝૂરતાં જાઇ દિન રાતડી, આંખિ હુઇ ઉજાગરઇ રાતડી.. કવિની કલ્પનાશક્તિનો નીચેની પંક્તિઓમાં સુંદર પરિચય મળી રહે છે. નાયિકા કહે છે કે જો હું પંખિણી હોત તો ઊડીને પ્રિયતમ પાસે પહોંચી જાત. જો હું ચંદન હોત, ફૂલ હોત કે સંબોલ હોત તો પણ મને પિયુની સાથે રહેવા મળત. કવિ લખે છે : હું સિઇ ન સ૨જી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિઉં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ. હું સિઉં ન સરજી ફૂલડાં, લેતી આલિંગણ જાણ મુહિ સુરંગ જ શોભતાં હું સિઈ ન સરજી પાન. નાયિકાની આ ઉક્તિમાં ‘હું સિĞન સરજી’ એ શબ્દો ચારે ચરણમાં કવિએ દોહરાવ્યા છે, પહેલા ત્રણ ચરણના આરંભમાં અને ચોથા ચરણમાં અંતે. એ રીતે નાયિકાની વેદનામાંથી પ્રગટેલી કલ્પનાશીલતા દ્વારા એની વેદના કેટલી ઉત્કટ છે તે દર્શાવાઇ છે. કવિનું શબ્દો ૫૨નું પ્રભુત્વ અસાધારણ છે. આન્તર્યમક, અંત્યાનુપ્રાસ ઉપરાંત વર્ણાનુપ્રાસ, પંક્તિઓને કિલષ્ટ કે કૃત્રિમ બનાવ્યા વિના કવિ સહજ રીતે પ્રયોજી શકે છે. નીચેની ચાર પંક્તિઓમાં ‘વ'થી શરૂ થતાં શબ્દોની કેવી સરસ લીલા કવિએ દાખવી છે | વઇરીડા વયર વહઇ ઘણુ, વિસમી વાટ વિદેશ, વિસમુ વાભિ વેધડુ, ઈમદિન જાઈ આદેશ. વાઇ વિણ નવિ વેદન નં વરી વારો વારિ; વ્યસનીનઈ વ્યાપ્યું વેધડો વાલ્કા વિણ ન રહાઇ. ઉપમા, રૂપકાદિ અલંકારોથી મંડિત, નિર્ભેળ કાવ્યગુણથી ઓપતી આ ફાગુકૃતિ સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં જુદી જ ભાત પાડે છે. (૪) માલદેવકૃત સ્થૂલિભદ્ર ફાગ ‘સ્થૂલિભદ્ર ફાગ’ના કર્તા માલદેવ મુનિ વિક્રમના સત્તરમા શતકના પૂર્વાર્ધના કવિ છે. તેઓ વૃદ્ધ તપગચ્છના આચાર્ય શ્રી ભાવદેવસૂરિના શિષ્ય હતા. મધ્યકાળના કેટલાક સમર્થ જૈન કવિઓમાં કવિ માલદેવની ગણના થાય છે. કવિ ઋષભદાસે પોતાના ‘કુમારપાળ રાસ'માં માલદેવનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. માલદેવની કાવ્યરચનાઓમાં સુભાષિતો ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એમનાં સુભાષિતો અન્ય કવિઓએ પણ પોતાની કૃતિમાં ઉતારેલાં છે. કવિ માલદેવમુનિએ આ ફાગુકાવ્યું ઉપરાંત વીરાંગદ ચોપાઇ, પુરંદર ચોપાઇ, ભોજ-પ્રબંધ વિક્રમચરિત્ર પંચદંડ કથા, દેવદત્ત ચોપાઇ, પદ્મરથ ચોપાઇ, સુરસુંદરી ચોપાઇ, માલદેવ શિક્ષા ચોપાઇ, રાજુલ નેમિનાથ ધમાલ, શીલ બત્તીસી વગેરે કૃતિઓની રચના કરી છે. એમની કૃતિઓ પરથી જોઇ શકાય છે કે તેઓ સમર્થ રાસકવિ છે. ૧૫ માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ'માં એની રચનાસાલ આપી નથી, પરંતુ એની એક હસ્તપ્રત વિ.સં. ૧૬૫૦માં લખાયેલી મળે છે. એટલે કવિએ આ ફાગુકાવ્યની રચના વિ.સં. ૧૬૫૦માં અથવા તે પૂર્વે કરેલી હોવી જોઇએ એ સ્પષ્ટ છે. આ સ્થૂલિભદ્ર ફાગુની રચના કવિએ સળંગ એક જ દેશીમાં, ૧૦૭ કડીમાં કરી છે. કાવ્યની પ્રથમ કડીમાં કવિએ પોતાની કૃતિને ‘ફાગ’ તરીકે ઓળખાવી છે. પાસ જિણંદ જુહારીઇ, સમરું સારદ માયા હૈ, ગાઉં ફાગ સોહામણું થૂલિભદ્ર મુનિરાયા રે. કવિ માલદેવમુનિએ ‘સ્થૂલિભદ્ર ફાગ'માં સ્થૂલિભદ્રના જીવન વૃત્તાંતનું સંક્ષેપમાં સાદ્યંત નિરૂપણ કર્યું છે. સ્થૂલિભદ્ર વિશેની અન્ય ફાગુ કૃતિઓમાં આટલી બધી વિગતો સાથે કથાનું નિરૂપણ થયેલું નથી. કવિનો ઉપક્રમ જ જાણે ફાગુને નિમિત્તે કથાનિરૂપણ કરવાનો હોય એમ જણાય છે. આરંભની બીજી કડીની માંડણી જ એ પ્રકા૨ની થઇ છે. જુઓઃ પાડલપુર રુલીઆમણું નંદ કરિ તિહાં રાજો રે; લોક પ્રજા સવ્વ સુખઇ વસિ, સારિ સહૂનાં કાજોરે. કવિ વરરુચિ પંડિતનો, શ્રીયકના વિવાહનો, શકટાલના મૃત્યુનો, સ્થૂલિભદ્રને મંત્રી થવા માટેના નિયંત્રણનો એમ એક પછી એક પ્રસંગોનું સંક્ષેપમાં ઉપમા, દૃષ્ટાન્તાદિ સાથે વર્ણન કરતા જાય છે. ત્રીસ કડી સુધી આ રીતે સ્થૂલિભદ્રનો પૂર્વ વૃત્તાન્ત આવે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઇ કોશાને ઘરે આવે છે. એ પ્રસંગ ૩૦મી કડીથી શરૂ થાય છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસમાં કોશાને ઘરે આવ્યા છે. એટલે કવિએ ત્રણેક કડીમાં વર્ષાઋતુનું વર્ણન કર્યું છે. સ્થૂલિભદ્રનું આગમન થતાં શણગાર સજીને તૈયાર થયેલી કોશાનું શબ્દ ચિત્ર દોરવામાં કવિએ વિવિધ ઉપમાઓ પ્રયોજી છે. એથી કવિનું વર્ણન શૃંગારરસિક બન્યું છે. કાનહિ કુંડલ ધારતી, જાનુ મદનકી જાલી રે, સ્પામ ભુયંગી યૂ વેણી, યૌવન ધન રખવાલી રે. X X X કુચ ઉપર નવસર વણ્યુ, મોતીહાર સોહાવઇ રે, પરબત ર્તિ જન ઊતરતી, ગંગા નદી જલ આવઇ રે. X X X રોમાવલિ રેષા વણી, જાનુ કી દીસિ થંભો રે, કુચભારિ નમસઈ કવઇ યાણિ કિ દીઉ ઉઠભો રે. આમ કોશાના કેશ, કપાળ, અધર, દાંત, નયન, ભ્રમર, કાન, જાનુ, ચોટલો, કુચ, રોમાવલિ, નાભિ, કટિ, ચરણ એમ મસ્તકથી ચરણ સુધીનાં અંગાંગોનું કેટલુંક પરંપરાનુસારી અને કેટલુંક મૌલિક વર્ણન કવિએ અહીં કર્યું છે. કોશાનો પ્રેમ સ્થૂલિભદ્ર માટે છે, પરંતુ સ્થૂલિભદ્રે પંચ મહાવ્રત અંગીકાર કરેલાં હોવાથી કોશા હવે તેમને માટે પ્રિયતમા રહી નથી. એટલે જે પ્રણયભાવ છે તે તો ફક્ત કોશાનો જ છે. આ તક ઝડપીને કવિ એકપક્ષી પ્રેમ કેવો હોય છે અને તેનાં કેવાં પરિણામો આવે છે તે વિશે સુંદર દૃષ્ટાન્તો આપે છે ઃ એક અંગકઇ નેહરઇ, ક ન હોવઇ રંગો રે; દીવા કે ચિત્તિમાંહે નહીં, જલિ જલિ મરિ પતંગો રે. રે મન, પ્રીતિ ન કીજીઇ, કીજઇ એકંગી કાહો રે; પાણીકે મનહીં નહીં, મીન મરિ પણિ માહિઉ ૨. એક અંગકુ નેહરુ મૂરષિ મધુકર કીનુ રે d

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148