________________
૦ વર્ષ : (૫૦) + ૮ ૦ અંક ઃ ૭
962-6-5-1 *P O
* શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
| વાર્ષિક લવાજમ રૂા. ૮૦
પ્રબુદ્દે જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી : ૨મણલાલ ચી. શાહ
પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર
થોડાક સમય પહેલાં દિવાળીબહેન મહેતા ટ્રસ્ટના સૂત્રધાર મુ. શ્રી મફતકાકા (શ્રી મફતલાલ મોહનલાલ મહેતા)એ પોતાને ત્યાં શ્રીમતી મેનકા (મનેકા) ગાંધી સાથે અહિંસાના વિષય અંગે એક વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું. વિષય-વિચારણા મુખ્યત્વે ચામડું, રેશમ અને પ્રસાધનનાં સાધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી, કારણ કે અહિંસાનો વિષય ઘણો વિશાળ છે. શ્રીમતી મેનકા ગાંધી, આપણે ગૌરવ લઇ શકીએ એટલી ધગશ, જાણકારી, તત્પરતા, સજ્જતા, આયોજનશક્તિ વગેરે ધરાવે છે. દુનિયામાં અને દેશમાં પશુહિંસાનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. તેનો પ્રતિકાર કરનારો વર્ગ નાનો છે અને તેના સંગઠિત ઉપાયો પૂરતા નથી. આ ક્ષેત્રમાં કાર્યકરોની સંખ્યા પણ બહુ અલ્પ છે. મુરબ્બી શ્રી મફતકાકાની ભાવના એવી છે કે જૈન સાધુ-સાધ્વીઓ પોતાના શ્રોતાવર્ગને થોડું સમજાવે તો પણ આ દિશામાં કેટલુંક સંગીન કાર્ય થઇ શકે.
Licence to post without prepayment No. 37 ORegd. No. MH / MBI-South / 54 / 97
છેલ્લા થોડા દાયકામાં પશુહિંસાનું ક્ષેત્ર ઘણું વધી ગયું છે. ધન કમાવા નીકળેલા માણસો અને પોતાના દેશના અર્થતંત્રને સુદઢ કરવા માટે મચેલા રાજ્યકર્તાઓ અને અર્થશાસ્ત્રીઓ પશુઓ પ્રત્યેની નિર્દયતાની નવી નવી પદ્ધતિઓ અજમાવતા જાય છે.
મોટા મોટા ઉદ્યોગો સ્થપાવાને લીધે, ચીજવસ્તુઓનું વિશાળ પાયા પર ઉત્પાદન કરી શકાતું હોવાને લીધે તથા એક દેશનાં પશુઓ અને પદાર્થો હવાઇ જહાજ દ્વારા થોડા કલાકોમાં જ બીજા કોઇ પણ દેશમાં પહોંચાડી શકાતાં હોવાને લીધે મનુષ્યના આહાર, ઔષધ અને ઉપકરણોમાં જબરદસ્ત ફેરફારો થવા લાગ્યા છે. એને લીધે જ દુનિયામાં આહા૨ માટે, ઔષધો માટે અને ઉપકરણો માટે પશુઓની હિંસા પહેલાં કરતાં ઘણી બધી વધી ગઇ છે. એમાંની કેટલીયે હિંસા નિરર્થક અને નિવારી શકાય તેવી છે. માત્ર જીવદયાની દૃષ્ટિએ જ નહિ પણ પૃથ્વીના પર્યાવરણને સાચવવાની દૃષ્ટિએ પણ એ જરૂરી છે. વિશ્વના અર્થતંત્રની દષ્ટિએ પણ એ જરૂરી છે.
ચામડાનો વિચાર કરીએ તો સૌથી વધુ ઉપયોગ પગરખાં માટે થાય છે. જગતના તમામ લોકો પગરખાં તરીકે હજારો વર્ષથી પ્રાણીઓનું ચામડું વાપરતા આવ્યા છે. કુદરતી રીતે મરેલાં પ્રાણીઓનું ચામડું પૂરતા પ્રમાણમાં માણસને પહેલાના જમાનામાં મળી રહેતું. પરંતુ એક જોડથી સંતોષ ન પામતાં ઘણી બધી જોડ રાખવા તરફનો શોખ જગતમાં બધે જ વધતો ગયો અને તેથી પ્રાણીઓને વિશેષતઃ ગાય ભેંસને અકાળે મારવાની પ્રવૃત્તિ વધવા માંડી. વળી ઘરડાં ગાય-બળદનાં ચામડામાંથી બનાવેલાં પગરખાં કરતાં નાનામોટા વાછરડાને મારવાથી મળતા મુલાયમ ચામડાનાં પગરખાં સારાં બને છે. લોકોના શોખને કોઈ હદ હોતી નથી. એથી આખી દુનિયામાં પ્રાણીહિંસા વધતી ચાલી છે. છેલ્લાં
થોડા દાયકાથી પ્લાસ્ટિક, રેક્ઝિન વગેરેની શોધને લીધે તથા રબર, કેનવાસ વગેરેના વિવિધ ઉપયોગને લીધે તેમાંથી પગરખાં બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. એટલે અંશે પ્રાણીહિંસા ઓછી થઇ છે એમ કહેવાય, પરંતુ લોકોની વધતી જતી માંગના સંદર્ભમાં એની ટકાવારી નહિ જેવી જ ગણાય.
ચંપલ કરતાં બૂટમાં ચામડું વધારે જોઇએ. ફક્ત ભારતનો જ વિચાર કરીએ તો લશ્કર અને પોલિસના માણસો માટે બૂટ પહેરવા ફરજિયાત છે, કારણ કે એથી ચપળતા રહે છે, લાંબું અંતર દોડી શકાય છે અને ગમે તેવા કાંટા-કાંકરાવાળા કે સાપવીંછીવાળા વિસ્તારમાં પગનું કોઇ જોખમ રહેતું નથી. પરંતુ લાખોની સંખ્યામાં જોઇતા બૂટને માટે એટલું જ ચામડું મેળવવાનું રહે છે. એ માટે એકસરખું ચામડું મોટા પ્રમાણમાં જોઇએ. જે યુવાન પ્રાણીઓમાંથી મળી રહે. એટલે પ્રાણીઓને વહેલા મારવાનું એટલું જ જરૂરી બને છે. ચીનમાં ચામડાને બદલે સરસ કૃત્રિમ ચામડામાંથી બૂટ બનાવવાનું ચાલુ થયું છે. ભારત જેવા દેશે ચીનનું એ બાબતમાં અનુકરણ કરવા જેવું છે. એ કૃત્રિમ ચામડું કોઇપણ રીતે ઊતરતું નથી.
પ્રાણીઓના ચામડાંનો બેગ, પટ્ટા, પાકિટ, જાકિટ, ટોપી વગેરે ભિન્ન ભિન્ન ચીજવસ્તુઓ માટે પણ ઉપયોગ થવા લાગ્યો છે. એનો જેમ જેમ પ્રચાર વધતો જાય છે તેમ તેમ વધુ અને વધુ પ્રમાણમાં પશુઓ તેનો ભોગ બનતાં જાય છે.
ભારતમાં ઘરડી ગાયોનો કશો ઉપયોગ રહેતો નથી, માટે સીધી કે આડકતરી રીતે તેને કતલખાના માટે વેચી દઇ થોડા રૂપિયા મેળવી લેવાની લાલચ એના માલિકો જતી કરી શકતા નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કતલ માટે પશુઓ પરવાનગી વગર મોકલી શકાતાં નથી. બીજી બાજુ મોટાં યાંત્રિક કતલખાનાઓને પોતાની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે રોજેરોજ અમુક સંખ્યામાં ઢોરની કતલ કરવી અનિવાર્ય બને છે. એ માટે માત્ર ઘરડાં જ નહિ યુવાન ઢોર પણ અને બીજા રાજ્યનાં ઢોર પણ ગેરરીતિથી મેળવાય છે. દેશમાં નવાં મોટાં યાંત્રિક કતલખાના ન સ્થપાય એ માટે જનમત જાગૃત થવાની જરૂર છે. ઘરડી ગાયોના મૂત્રમાંથી હવે વિવિધ સારી ઔષધિઓ બનવા લાગી છે. એ ક્ષેત્રમાં જો વધુ સંશોધન થાય અને એવી ઔષધિનો વધુ પ્રચાર થાય તો પણ ઘરડી ગાયો સચવાય. જીવદયા પ્રેમીઓએ એ દિશામાં અખિલ ભારતીય સ્તરે મોટી યોજનાઓ કરવી જોઇએ.
પશુઓના ચામડામાં મગરના ચામડાનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષથી વધી ગયો છે. મગરનું ચામડું આમ તો કકરું અને ભૂખરું હોય છે, પરંતુ એ ચામડાને મશીનમાં ઘસીને એના ઉપર જો પોલિશ કરવામાં આવે તો તે સુંવાળું તો બને જ છે, પણ એમાં નાનાં મોટાં લંબવર્તુળોની