________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ગુરુદક્ષિણા એટલે આજની પરિભાષામાં કહું તો Fee. ફરક માત્ર એટલો કે આજે પહેલાં ફી પછી ભણતર, પ્રાચીનકાળમાં બરોબર ઊંઘું હતું. બધું ભણતર પૂરું થાય પછી શિષ્ય જે પણ કાંઇ શક્તિ પ્રમાણે આપે તે ગુરુ પ્રેમથી સ્વીકારતા. ગુરુ ધનલોભી ન હતા. ન તો તેમને જીવન-નિર્વાહની ચિંતા હતી. ગુરુકુલનો સર્વ ખર્ચ નિભાવનાર રાજા હતા. પ્રજા પણ તેમનું યથોચિત સન્માન કરતી તેથી કોઇનાય ઓશિયાળા થયા વિના મુક્તમને ખરા હૃદયથી ગુરુ ભણાવી શકતા,
ગુરુનું કાર્ય કેવળ ભણાવવું એટલા પૂરતું જ મર્યાદિત નહોતું. ગુરુનો એ પણ ધર્મ હતો કે શિષ્યોના આચરણની રક્ષા કરે, એમનામાં સદાચારની ભાવના ભરે. એમની યોગ્યતાના સંવર્ધનમાં યોગદાન કરે. એમના કૌશલ અને પ્રતિભાને પારખી એમનો સરેવાંગીણ વિકાસ કરે, શિષ્યોમાં શુદ્ધ પુત્રભાવ સ્થાપિત કરે અને બુદ્ધિ કૌશલ્યમાં ગુરુથી ચઢી જાય તો ગુરુ પોતાનું ગૌરવ સમજે. સર્વત્ર પયમન્વિત્ઝેત્ પુત્રાબ્ઝિયાત્
पराजयम् ।
તો સામે પક્ષે શિષ્ય પણ ગુરુને પિતા અને દેવતા સમજે, “આચાર્ય દેવો ભવ’ની ભાવનાને સાર્થક કરે. ગુરુની સેવા કરવાને સાત્ત્વિક ગૌરવ માને. એમને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે. કહે છે કે નાલંદામાં લગભગ ૧૫૦૦ અધ્યાપક હતા. પોતાના પ્રભાવ, વિદ્વતા, શીલ અને પાંડિત્ય માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા. આમાં નાગાર્જુન, વસુબંધુ, ધર્મપાલ, શીલભદ્ર અતિ પ્રસિદ્ધ હતા. એક હજાર વિદ્વાન એવા હતા કે ૩૦ શાસ્ત્રોનું એક સાથે વિવેચન કરી શકે. ગુરુ અને શિષ્ય બન્ને એટલું મર્યાદિત, સુસંઘટિત અને આદર્શ જીવન વ્યતીત કરતા હતા કે નાલંદાના ૭૦૦ વર્ષના ઇતિહાસમાં એક પણ અપરાધ નોંઘાયો હોય તેવો દાખલો નથી. નાલંદાના છાત્ર હોવાનું ગૌરવ એશિયાભરમાં આદર જગવતું.
ગુરુકુળ પદ્ધતિનું એક સૂત્ર છે 'શિષ્યાપાયે ગુએર્લન્ડ' અપરાધ વિદ્યાર્થીનો હોય તો પણ ગુનેગાર શિક્ષક છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આજે પ્રાચીનકાળમાં હતો તેટલો ઘનિષ્ઠ સંબંધ રહ્યો નથી. એટલું જ નહીં, બ્રિટિશ શિક્ષણ પદ્ધતિએ જે ‘ભદ્રવર્ગ’ અને ‘આમવર્ગ’ના ભેદ સર્જ્ય છે, બુદ્ધિજીવી અને શ્રમજીવીના મોટા અસમાન વર્ગો ઊભા થયા છે તે પ્રાચીનકાળમાં ન હતા. કારણ શ્રમસાધ્ય સ્વાવલંબન અને સામ્યયોગ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીનાં બે ફેફસાં છે. બીજું એક કારણ કે ગુરુ રાજપ્રાસાદમાં જઇને ભણાવતા નહીં. રાજપુત્રો પણ રાજ્યસુખવૈભવ વિસરી સમાજના સર્વવર્ગ સાથે નદી-નાવ–સંયોગ જેમ સમભાવથી રહેતા. જો કે ગુરુ દ્રોણ અને એકલવ્ય જેવા અપવાદોની સામે સત્યકામ જાબાલ જેવા ગુરુકુલનું ગૌરવ કરતાં ઉદાહરણો પણ છે.
ગુરુકુલોનું વાતાવરણ અત્યંત શુદ્ધ સાત્ત્વિક જીવનથી ઓતપ્રોત હતું. પારસ્પારિક સ્નેહ, સહયોગ, સેવા, સહાનુભૂતિ, સમાદર, સદ્ભાવના, સત્સંકલ્પ, તંપસ્યા, જ્ઞાનાર્જન, વિઘાર્જન, આત્મત્યાગ, સહિષ્ણુતા તથા વિવેકશીલતાથી ભર્યુંભાદર્યું હતું. આખું જીવન મુક્ત પ્રાકૃતિક વાતાવરણમાં સક્રિય વ્યતીત થવાથી શરીરમાં સ્ફૂર્તિ અને દઢતા આવતી. ઉપનિષદોનો મંત્ર છે – સાધુ સ્થાત્ યુવા સાધુ સ્વાત્ आशिष्ठो बलिष्ठो ढिष्ठो वा.
કન્યાઓ માટે જુદાં ગુરુકુળો અસ્તિત્વમાં ન હતાં છતાં ગાર્ગી, મૈત્રેયી, વિશ્વવારા, લોપામુદ્રા, ધોષા, આત્રેયી, કિસા ગૌતમી, સુજાતા, અનુપમા, નંદા જેવી અનેક વિદુષીઓ વિદ્યમાન હતી જ. આચાર્યપિતા અથવા પતિ સ્ત્રીના ગુરુ હતા. શિવ-પાર્વતી, અજ-ઇન્દુમતી, ઉદયન-વાસવદત્તા એનાં જ્વલંત દૃષ્ટાંતો છે. કેટલાક સંસ્કૃત પંડિતોએ ૩ સહ નાવવતુ એ ઉપનિષદમંત્રને ગુરુ-શિષ્ય સંબંધ તરીકે મૂલવ્યો છે. એ શ્લોક ગુરુરૂપ પતિ અને પ્રિય શિષ્યારૂપ પત્નીના સંદર્ભમાં પણ મૂલવી શકાય.
તા. ૧૬-૫-૯૭
પ્રાચીન ભારતમાં ગુરુનું અત્યંત મહત્ત્વ એને બ્રહ્મા- વિષ્ણુ-મહેશ સદશ માન્યતા અર્પે છે. ગુરુઓ પણ અનેક પ્રકારના છે. સ્મૃતિઓમાં ચાર પ્રકારના શિક્ષકોનું વર્ણન છે. કુલપતિ, આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ, એક સાથે ૧૦,૦૦૦ વિદ્યાર્થીને શીખવનાર તે કુલપતિ. યજ્ઞયાગાદિ અને વેદોપનિષદો શીખવનાર તે આચાર્ય. વેદાંગ શીખવનાર તે ઉપાઘ્યાય અને સાવાસ ગુરુકુલો ચલાવનાર તે ગુરુ.
ચંદન જેમ નજીકના વૃક્ષોને સુવાસિત કરે છે તેમ કેવળ સાન્નિધ્યથી શિષ્યને તારનાર ગુરુ. અંતઃકરણના દયાદ્રવથી શિષ્યની સમુન્નતિ કરનાર ચંદ્રગુરુ. અરીસામાં પ્રતિબિંબ નિહાળીએ તેમ કેવળ આત્મદર્શનથી બ્રહ્મજ્ઞાનની અનુભૂતિ કરાવનાર તે દર્પણગુરુ. મુમુક્ષુને કરુણવાણીથી દિવ્યજ્ઞાન દેનાર નાદનિધિગુરુ. તીર્થાટન દ્વારા જ્ઞાનોપદેશ કરનાર ધાતુવાદી ગુરુ. સ્પર્શમાત્રથી દિવ્યજ્ઞાનાભૂતિ મહત્ત્વ સિદ્ધ કરતાં આચાર્ય શંકર કહે છે-પારસમણિ લોહનું સોનામાં કરાવનાર પારસગુરુ. શતશ્લોકોમાં પારસ કરતાંયે ગુરુનું અદકેરું રૂપાંતર કરી શકે છે પણ સોનાને બીજો પારસમણિ નથી બનાવી શકતો રીતે દીપથી દીપ પ્રજ્વળી શકે છે. જ્યારે જ્ઞાનદીપ સમાગુરુ શિષ્યમાંથી બીજા ગુરુ તૈયાર કરી શકે છે, જેવી
આપણામાં એક કહેવત છે-કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? તેમ ગુરુમાં સત્ત્વ હોય તો સાક્ષાત્કાર થાય ને ? વિનોબાજી કહે છે આ તો ભ્રામક વિચાર છે. એનાથી તો શિષ્ય કૂપમંડૂક જ રહી જાય. ગુરુ એ કાંઇ કૂવો નથી અને શિષ્ય કાંઇ ઘડો નથી. ગુરુ તો દોરડું છે. પાણી તો કૂવામાં છે જ. માત્ર એને દોરડાની મદદથી બહાર લાવવાનું છે. આ સંદર્ભમાં મહર્ષિ વિશ્વામિત્રે રામને કહેલું અમરવાક્ય યાદ આવે છે – સ્નાયે ત્યાં 7 શિક્ષયે અર્થાત્ હે રામ ! સંસ્કારો તો તારામાં ભર્યાં પડ્યા જ છે, હું તને એનું કેવળ સ્મરણ કરાવું છું, શિક્ષણ નથી આપતો.
યજ્ઞની રક્ષા માટે વિશ્વામિત્ર રામલક્ષ્મણને લઇ ગયા અને અપૂર્વ શિક્ષણ રામલક્ષ્મણને સહજ મળ્યું. આ કથાનું બીજું એક તાત્પર્ય તે ગુરુ થવા ‘શિક્ષક' નામના સ્વતંત્ર વ્યવસાયની પ્રાચીનકાળમાં વિશ્વામિત્રને ક્યારેય આવશ્યકતા પડી ન હતી અને રામલક્ષ્મણને તમે શું કરો છો ? એમ પૂછતાં ‘ભણીએ છીએ' એવા ઉત્તરની અપેક્ષા ન હતી. રામ-લક્ષ્મણ જ્ઞાનાર્જનની સકામ ભાવના સહ વિશ્વામિત્ર સાથે ગયા ન હતા. શિક્ષણ એટલે સત્સંગતિ, સજ્જનોના સહવાસમાં રહેવું-એટલે જ જીવનનું શિક્ષણ પામવું, એને માટે સ્વતંત્ર શાળા-કોલેજ કે ડીગ્રીની આવશ્યકતા નહોતી.
ભણવું અને ભણાવવું એમના જીવન સાથે સહજ વણાઇ ગયું હતું. ગુરુ પણ આજીવન વિદ્યાર્થી છે. ગુણોનો વિકાસ કરતા રહેવાથી ગુરુના જીવનમાં પણ આપોઆપ જ્ઞાનનાં કિરણો પ્રસરશે. ગુરુ એટલે જ ગિતિ અજ્ઞાનમ્ । શિષ્યને શિષ્ટાચાર દ્વારા સદ્ગુણી બનાવવો એ ગુરુનું ૫૨મ કર્તવ્ય છે તો ગુરુએ પણ નીતિમય જીવન વીતાવવું એ ગુરુનું કર્તવ્ય છે. ગુરુનું વર્તન સદોષ હોય તો વિવેકી શિષ્યે એકાંતમાં નિર્ભિકતાથી નિર્દેશ કરવો એવું બૌદ્ધાયનનું વચન છે. પ્રમાવનારાનાર્યસ્થ બુદ્ધિપૂર્વ વા નિયમાતિમં રહસિ વાપયેત્ અને ગુરુ પણ દીક્ષાન્ત સમારોહ વેળા શિષ્યને બોધ દેતા – યાનિ અસ્મા સુપરિતાનિ તાનિ ત્વયોપસ્થાનિ 1 નો ફ્તરાળિ । અર્થાત્ જે જે પણ પણ અમારા સુચરિત છે માત્ર તેનું જ આચરણ કરવું. સંસ્કૃતમાં આચાર્ય શબ્દનો અર્થ છે આપિનોતિ અર્થાન્ અથવા અવિરતિ આચાર ારયતિ ત્તિ આચાર્ય અર્થાત્ સર્વ વિષયોનું અધ્યયન કરે, પોતે સારું આચરણ કરે અને બીજા પાસે જે કરાવે છે તે આચાર્ય. આ પ્રકારના ગુરુ સ્વતઃ સિદ્ધ શિક્ષણના કેન્દ્રરૂપ છે. એમના અંતેવાસી થઇ રહેવું તેનું નામ શિક્ષણ પામવું, વિશ્વામિત્રની સત્સંગતિમાં વિશ્વમૈત્રીનું શિક્ષણ સહજ સ્વાભાવિક સ્ફુરે તો વિશ્વામિત્રના વિશ્વવિદ્યાલયમાંથી આજે પણ રામ અને લક્ષ્મણ જગતને મળી શકે.
♦♦♦
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક- શ્રી ચીમનલાલ જે. શાહ – પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, હિીન: ૩૮૨૦૨૯૬ મણસ્થાન રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ ૬૯ ખડિયા સ્ટીટ. મુંબઈ-૪૦૦૦૦૮ લેસરટાઈપસેટિંગ માન. મુંબઈ-૪૦૦ ૦૯૨