Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ કોઈને કહેતાં નહીં આ હાથમાં પણ ફૂલા હતાં. તેમને પણ આભાસ થયો હતો કરમાઈ જતાં જતાં તે દિવસ પછી હમેશા જ આ હાથ મારો મને જ ભુલાવે છે. પણ કરમાઈ જવા માટે ય એમાં ફૂલ ન જોઈએ ? * જીવનની નિરર્થકતા ખાનોલકરના કવિતાનો જાણે અગ્રિમ અવાજ છે, સંસારમાં રહીને શું થયો ? બાળબચ્ચાંનો ફકત બાપ થયો. સમાજમાં રહીને શું થયો ? વર્તમાનપત્રોને એક વાચક થયો. પ્રવાસમાં લઈને શું આવ્યો? ડાયરી : તારીખો ફાડીને તૃપ્ત થયો. વ્યર્થ ક્યાંથી આવ્યો ? ગાઈને શું ગયા ? કવિને મૂંઝવતા એક પ્રશ્ન છે–જીવનનો હેતુ શા છે? જીવન કોને માટે છે? શાને માટે છે? જુદી જુદી કૃતિઓમાં તે પ્રશ્ન પુછાયા કર્યો છે : કોને માટે, કોને માટે, કોને માટે, કર્યાં સુધી ઢસડવાનું આમ ગાડું ઈમાનથી જન્મભર ? કોને માટે ભરાઈ આવે આંખે આમ ઉનાં પાણી ? કોને માટે ઝરે છે ઝરો ચૂપચાપ આમ વને ? કોને માટે ઝરે છે આયુષ્ય આ ક્ષણે હ્રાણ? કોને માટે રસે ભરાય ફળા વર્ષો વર્ષ? * # પાણી રે પાણી, તું કર્યાં ભાગે છે ? શા માટે? કોને માટે? જીવનની નિ:સારતા વિશેની સભાનતા જ કદાચ કવિને અનેકવાર મૃત્યુ વિશે વિચારતા કરે છે : શબયાત્રા નીકળી છે, ઊભા રહે જરા; મને પણ જરા નમ્ર પણે લઈ લેવા દે ઊંચકી મારું આખું આયુષ્ય જ ખાંધપર – ટેવ મને પણ પડવા દે શબયાત્રા નીકળી છે, ચાલ હવે, જોઉ, પોતાનાં ય ફ્લ વહાવી શકાય તે. પ્રબુદ્ધ જીવન મૃત્યુમાં કોઈ હસે છે, મૃત્યુને કોઈ હસતા, કોઈ હસીને મરે છે, મરતાને કોઈ હસતો, ઊભા ને ઊભો માણસ આ માટીનો ગુમાવીને માટી નિ:શબ્દ નિ:સાર, નિદ્ધે નુક જીવન, હાસ્યાસ્પદ લાગે તેવું મૃત્યુ, ખાંધ પર ગાઈને ચાલવા જેવું આયુષ્ય – આ બધું માણરાને છેવટે સ્થિતપ્રજ્ઞ કરે છે કે લાપરવાહ ? – દુ:ખ નહીં આનંદ પણ ને અંત નહીં આરંભ પણ નાવ ચાલે છે કાલ પણ ને આજ પણ. હતાશાથી બેચેન છતાં ખાનોલકર જિંદગીના સ્વીકાર આનંદથી કરે છે ને એટલે જ સપ્રેમ ઘો વિદાય, મ્હોરીને જઈ રહ્યો છું' કહી વિદાય માગે છે. ‘સપ્રેમ ઘો વિદાય’ કહીને વિદાય માગતા કાવ્ય નાયક તો એક વૃદ્ધ માળી છે એટલે બધાંલા તે ક્ળી ને પાન ને વેલીઓ એ વિદાયને શણગારે છે, પણ આપણા કવિ યુવાન વયે વિદાય લઈ લે છે એ દુ:ખદ ઘટના છે. -જયા મહેતા તા. ૧૬ ૧૭૨ સંધના આજીવન સભ્યો * આજીવન સભ્યોના ૭૧૦ સુધીના નામો તા. ૧૬-૪-૭૬ ના અંકમાં પ્રગટ થઈ ગયા છે. ત્યાર પછી આવેલા નામા નીચે પ્રગટ કરવામાં આવે છે. ૭૧૧ શ્રી જસવંતલાલ વલ્લભદાસ શાહ ૭૧૨ શ્રી જ્યંતિલાલ પ્રેમજી સાવલા ૭૧૩ શ્રી કુસુમબહેન કમાણી ૭૧૪ શ્રી એચ. સી. સંઘવી ૭૧૫ શ્રી. સી. આર. સંઘવી ૭૧૬ શ્રી. પી. વી. શાહ ૭૧૭ શ્રી પદ્મા મનહર મહેતા ૭૧૮ ૭૧૯ શ્રી મહેન્દ્રકુમાર ચત્રભુજ સંઘવી શ્રી હિમતલાલ નવલચંદ સંઘવી શ્રી કે. પી. શાહ (જાનમગર) શ્રી નિખિલ ભી.. કાપડિયા ૭૦ ૭૨૧ શ્રી ચીમનલાલ ખીમજી ગલીયા ૭૨૨ ૭૨૩ શ્રી રસિકલાલ તલકચંદ મહેતા ૭૪ શ્રી નગીન જે. મહેતા ૭૨૫ શ્રી બિપિન નંદલાલ વાસ ૭૨૬ શ્રી. એમ. ડી. મહેતા હવે ફકત ૨૭૪ સભ્યો મેળવવાના બાકી રહે છે. એક સભ્ય મેળવી આપવાની આપની ફરજ આપે બજાવી ? જો એના જવાબ ‘ના' આવતા હોય તો એક ઘડીના ચ વિલંબ સિવાય બીજા કામ કરતા આ કામને પ્રાધાન્ય આપીને ફકત એક જ સભ્ય મેળવીને મોકલી આપે. આપના આવા સહકાર માટે અમે આપના આભારી થઈશું. ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ – મંત્રીઓ શ્રી પરમાનંદ કુંવરજી પારિતોષિક ૧૯૭૫ ના વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલા ચિંતનાત્મક લેખના શ્રેષ્ઠ પુસ્તકને રૂા. ૫૦૦ નું ‘સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક' ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એનાયત કરવામાં આવશે. સર્વ લેખકોને અને પ્રકાશકોને તા. ૩૦-૬-૭૬ સુધીમાં વિગત અને નકલ મેકલી આપવા ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિનંતિ કરવામાં આવી છે સુલભ મેધાણી સાહિત્ય (૧) તુલસી કયારો (નવલક્થા) (૨) પ્રતિમાઓ (વાર્તાસંગ્રહ) (૩) પુરાતન જ્યાત (સંતોની લાકકથાઓ) કુલ પાના લગભગ ૬૩૦, ત્રણે ય પુસ્તકો પાકા પૂઠામાં. આ સંપુટ આવી ગયો છે. એટલે સંઘના જે સભ્યોએ આ સંપુટ માટે અગાઉથી પૈસા ભર્યા છે તેમને રવિવારના સિવાયના દિવસેામાં ૧૧૫ થી પા સુધીમાં - સંઘના કાર્યાલયમાંથી સંપુટ મેળવી લેવા વિનંતિ છે. આ આખા સંપુટની છાપેલી કિંમત રૂા. ૨૧/ છે. પરંતુ થોડા સેટો આપણે અગાઉથી મંગાવ્યા છે. તે તે હશે ત્યાં સુધી રૂા. ૧૨માં કોઈ પણ વ્યકિતને આપવામાં આવશે, તેની નોંધ લેવા વિનંતિ છે. -- કાર્યાલયમાંની

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160