________________
તા. ૧૬-૮-૭૬
પ્રબુદ્ધ જીવન
વનસ્પતિનું રહસ્યમય
જીવન
[જૈન દર્શન પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ-બધાં સજીવ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરને આ દર્શન થયું ત્યારે, અત્યારે છે તેવાં વિજ્ઞાનના સાધનો ન હતાં. આવું અદભુત દર્શન .આત્મજ્ઞાન અને અંતરદષ્ટિનું પરિણામ માનવું જોઈએ. વિશાન હવે આ હકીકત સ્વીકારે છે. વનસ્પતિ સજીવ છે તે શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રથમ પુરવાર કર્યું, ત્યાર પછી વનસ્પતિ સંબંધે ઘણા પ્રયોગો થયા છે. આ બાબતમાં આ લેખ ઘણી રસપ્રદ હકીકતો પૂરી પાડે છે. જૈન દર્શનનું જીવશાસ્ત્ર - બાયોલોજી - અતિ ગહન છે. કોઈ પ્રખર વૈશાનિક - બાયોલોજિસ્ટ - તેના અભ્યાસ કરે તો વિજ્ઞાનને તેમાંથી ઘણું જાણવાનું મળે તેમ છે. જૈન દર્શનનો અભ્યાસ ક૨ે છે તેને વૈજ્ઞાનિક માહિતી નથી, એટલે જૂની પરિભાષામાં રટણ થયા કરે છે. જીવના અનંતાભેદ - એકેન્દ્રિયથી માંડી પંચેઈન્દ્રિય સુધીના અને નિગોદ અને સમુદ્ધિ સુધીના ગાખાયે જાય છે. એનો તુલનાત્મક અભ્યાસ થાય તો ઘણું ઉપકારક થશે. —ચીમનલાલ ]
કેનેડાના શ્રી ક્રિસ્ટોફર બડે તથા શ્રી પીટર થમ્પકિન્સે ૧૯૭૪ના ઓકટોબરમાં એક પુસ્તક પ્રગટ કર્યું છે - “ધી સિકરેટ લાઇફ ઓફ પ્લાંટ્સ' - વનસ્પતિનું રહસ્યમય જીવન', આ રોમાંચક કથા વનસ્પતિ - વિજ્ઞાનના અસંખ્ય પ્રયોગો અને ફળશ્રુતિઓનું વર્ણન છે. યુરોપ, અમેરિકા અને ખાસ કરીને રશિયામાં આ વિશે જે ભારે તપશ્ચર્યા કરાઇ છે, એનું આ પુસ્તક જાણે બૃહદારણ્યક ઉપનિષદ છે.
પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં છેડ શું શું કરી શકે છે એનું મનોરંજક વર્ણન છે.
શ્રી બેકસ્ટર નામનો છૂપા જાસૂસ પોતાની પાસે ‘ગાલવેનોમીટર’ રાખતા હતા. મનુષ્યના શરીરના વિઘ્ન તસંચાર પર એના મનની પ્રસન્નતા કે તાણની જે અસર થાય છે તે આ મંત્ર માપે છે. એક દિવસ તેણે યંત્રના તાર પોતાના ખંડમાંના છોડનાં પાંદડાંને જોડી દીધાં. જોયું તો પાંદડાંના સંવેદનનો નકશો પણ મંત્રમાં ઊપસવા લાગ્યો. તેણે વિચાર્યું : “જરા એક પાંદડાને દીવાસળી ચાંપીને જોઉં તો ખરો, શું થાય છે?” મનમાં આ વિચાર આવ્યો કે તરત મંત્ર પર ભયનું ચિહન આવ્યું. બેક્ટરને દયા આવી, છતાં કેવળ ડરાવવા ખાતર તેણે દીવાસળી સળગાવી ત્યારે પેલા છેડ સાવ નકરો હતો! આ જોઇ બેકસ્ટર આનંદવિભાર થઇ ગયા. જાહેર માર્ગ પર દોડી જઇને એલાન કરવાનું તેને મન થઇ આવ્યું. ‘અરે, નાના છેડ પણ વિચારી શકે છે, સમજી શકે છે.’
એક વાર કેનેડાના એક ભૌતિક વિજ્ઞાની બેકસ્ટરના પ્રયોગો જોવા આવ્યા, એ આવ્યા એવા પાંચ છેડ બેહોશ થઇ ગયા, અને યંત્ર કશું યે બતાવી શકતું નહોતું. છઠ્ઠો છોડ કંઇક કામ આવ્યો. એ જોઇ બેકસ્ટર । આવક જ થઇ ગયા. પેલા આવેલા મિત્રે સંકોચસહ કહ્યું, “હું છે.ડો વિશે સંશોધન કર્યું છું. ભઠ્ઠીમાં તેમને તપાવું છું. સુકવ્યા પછી વજન નોંધું છું ...’ એ મિત્ર છેક વિમાનઘરે પહોંચ્યા એ પછી પૂરા પાણા કલાકે પેલા છેડવાઓમાં જીવ આવ્યા .
છે. આપણા પ્રેમ પહેચાની શકે છે. આપણી ભાવનાઓના જવાબ વાળવાની ઉત્સુકતા પણ એનામાં છે. જેમ મનુષ્ય પોતાનું ઊર્વીકરણ ઇચ્છે છે તેમ વનસ્પતિ પણ ઇચ્છે છે. વનસ્પતિ પણ અન્ય જીવસૃષ્ટિની સેવા કરવા તત્પર હોય છે. આ સેવા પરસ્પર પ્રભાવથી લેવાય, આક્રમણથી નહીં. એક વાર બેક્સ્ટર કેનેડાથી ન્યૂયોર્ક જવા નીકળ્યા ત્યારે કેટલાક રોપાઓ સાથે સંવેદન - યંત્ર જોડીને ગયા. ૧૫ દિવસ પછી ન્યૂયોર્કમાં કેનેડા પાછા જવાની ટિકિટ તે ખરીદતા હતા તે દિવસે પેલા છેડાએ આનંદ વ્યકત કરેલા યંત્રમાં નોંધાયા હતા!
૩૭
એક બીજા વિજ્ઞાની શ્રી વોગલે વધુ સઘન પ્રયોગ કર્યો. એની શિષ્યા વિવિયને બે પાંદડાં તેડયાં. એક પાંદડું પાતાના ખંડમાં મૂકી રાખ્યું અને રોજ એને માટે શુભેચ્છાઓ વ્યકત કરતી રહી, ‘ઘણું જીવા’ ના સંકલ્પ-મંત્ર રટતી રહી. બીજા પાંદડાને પણ એટલું જ પોષણ આપતી હતી, પણ એને બહાર રાખ્યું હતું. બીજી બાબતમાં
પણ ઉપેક્ષા કરી હતી. એક માસ પછી બન્ને પાંદડાંના પ્રયોગપોથી પર ફોટા ઉતાર્યા ત્યારે પહેલું પાંદડું સુંદર વિકસેલું હતું. બીજું મુરઝાયેલું હતું!
શ્રી જ્યોર્જ લોરેન્સે સિદ્ધ કર્યું કે વિદ્યુત ચુંબકીય યંત્ર કરતાં છોડનાં પાંદડાં વધારે તીવ્રતાથી પ્રતિબિંબ - સંવેદનનાં આંદોલના દેખાડે છે! જીવંત માનવના ભાવાનું કોષ્ઠ પ્રતિબિંબ જીવંત માધ્યમમાં જ પડી શકે છે, એમ લારેન્સે સાબિત કર્યું. પાંદડાંની મદદથી તેણે બાયોડાયનેમિક (આંતરતારિકા - ચિહ્ન સંગ્રાહક) સ્ટેશન બનાવ્યું અને એપ્રિલ ૧૯૭૫માં ‘ઊજા મેઝર’ થી સંદેશા નોંધ્યા .
રશિયન વિજ્ઞાનીઓ શ્રી યોì તથા શ્રી પાણિસ્કીને જાહેર કર્યું કે લાંબા દિવસના પ્રકાશથી રોપાઓ થાકી જાય છે, રાત્રે તેમને અંધકાર તથા આરામ જોઇએ છે. રશિયન પ્રયોગકારોએ એક વના છોડનાં મૂળિયાંને ગરમ પાણીમાં બાળ્યાં ત્યારે એનાં પાંદડાં ચીસ પાડી ઊઠયાં હતાં. પાગલ પેઠે છેડ અયત બવાટ કરવા લાગ્યો
અને આખરે મૃત્યુની વેદનાથી તે છેડે ચિત્કાર કર્યો. ‘આ છોડનાં પાંદડાં લીલાં હોવા છતાંયે એનાં મૂળિયાં જલી રહ્યાં હતાં અને એની અંદરના કોઇક મસ્તિષ્કકોશ (બર્નરસેલ) આપણને એની વેદના બતાવી રહ્યો હતા.’
માણસાની જેમ રોપાઓ પણ અજવાળું - અંધારું, ગરમી – ઠંડી, પેાતાની સુવિધા પ્રમાણે તેઓ લઇ શકે એ માટેની સ્વિચ ચાલુ કે બંધ કરવાનાં સાધનો તૈયાર થઇ રહ્યાં છે. એક સાધારણ વાલાળના છેડે આ સાધનનો લાભ લેવા માટે ખાસ ‘હાથ’ પણ બનાવી
લીધા છે.
મનુષ્યની માંસપેશીઓ પેઠે ઈંડોના મૂળમાં વિકસવાનીસંકોચાવાની નસો છે અને એની ઉપર વિદ્યુતીય તંત્રિકા કેન્દ્ર (નર્વસ સેન્ટર) જોડવાથી મનુષ્યની સૂક્ષ્મ જીવ - જગતની ઘણી બધી ગુપ્ત વાતોની નોંધ કરી શકાય છે, તેમ જ ચકાસણી કરવા માટે કોઇક દૂરના કેન્દ્ર સુધી પણ પહોંચાડી શકાય છે.
છોડ અને મનુષ્ય વચ્ચે બે પ્રેમીઓ જેવા ભાવનાસેતુ નિર્માણ થઇ શકે છે. છેડ રિસાય છે, હસે છે. સોળમી સદીના એક જર્મન તત્ત્વજ્ઞાની વનસ્પતિના જીવનમાં પ્રવેશ કરતા હતા. વાગેલની શિષ્યા પણ એવા પ્રવેશ કરતી હતી.
બેક્સ્ટરના પ્રયોગો વાંચીને જાપાનના શ્રી હોશિમોટો તથા એમનાં પત્નીએ છેડો ઉપર પ્રયોગ કરીને બતાવ્યું કે ઊંડો વાત કરી શકે છે, મનુષ્યનો જન્મદિવસ બતાવી શકે છે, સરવાળા કરી શકે છે યાને એમને ગણિત શીખવી શકાય છે. એક છેડને ઉપવાસની સજા કરીએ તે! એને આસપાસના બીજા છોડો છૂપી પ્રક્રિયાથી પોષણ પહોંચાડે છે.
કોલસા, પેટ્રોલ કે ગેસની તુલનામાં પાંદડામાં સંગ્રહાયેલી સૂર્યકિરણાની શકિતને સીધા ઉપયોગ કરી શકાય છે એવા અનુભવ પણ કરવામાં આવ્યો છે.
શ્રી, લોરેન્સ બીજી એક મહત્ત્વની વાત કહે છે કે છેડવાએ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ સામાન્ય વિદ્યુત પ્રયોગ જેવું નથી.