________________
તા. ૧-૧૧-૭૧
પ્રભુધ્ધ જીવન
ધર્મ – મારી દૃષ્ટિએ
☆
ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનના સાર] મારા ઈશ્વર મંદિરમાં નથી અને તેથી જ હું મંદિરે જતા નથી! મારા ઈશ્વર બધે ઠેકાણે વ્યાપેલા છે! “વૈષ્ણવ જન તે! અને કહીએ જે પીડ પરાઈ જાણે રે ...... આ ધર્મ !
મારા માતા મને નાસ્તિક કહેતા હતા? હું કહેતો હતો: વૈષ્ણવ હોવા છતાં જનોઈ ગ્રહણ કરવી નથી. કારણ એટલું જ કે હું જનોઈને ખીંટીએ ટિંગાળવામાં માનતા નથી !
મારા માટે બધા ધર્મો એકસરખા છે અને મને ધર્મનું કંઈ
શાન ન હેાવા છતાં હું ધાર્મિક છું. બધાને પ્રશ્ન જરૂર થશે કે તો મારો ધર્મ કયો? હું કોઈ બીજો જ ધર્મ પાળું છું... આ ધર્મ તે ... ચાર દાખલાઓ આપી હું સમજાવવા માગું છું... એના પરથી નક્કી થશે કે કયા સાચા
ધર્મ અને હું શા માટે એમાં માનું છું?
પહેલા દાખલા :
૩૭ વર્ષની એક બહેન સાંજે સાત વાગે મારી ઑફિસે "પૃવી ... બહાર બેઠેલા સેક્રેટરીને જણાવ્યું: મારે વિજ્યભાઈને
મળવું છે.
સેકટરીએ પૂછ્યું : શું કામ છે? તમે વિજ્યભાઈના શું થાવ છે?
બહેને જવાબ આપ્યો...
વિજયભાઈ ઉપર મારો હક્ક છે અને જે કામ છે તે અંગત છે એટલે મને અંદર જવા દો ... મારે જરૂરી કામે મળવું છે.
સેક્રેટરીએ અંદર જવા માટે, ચિઠ્ઠી લખી મોકલવા આગ્રહ કર્યો. બહેને ચિઠ્ઠી લખી...
૨૫ વર્ષ પહેલાં આપની મિલમાં નોકરી કરતાં ગુજરી ગયેલા ભાઈની હું દીકરી છું. અંગત કામ છે
બહેન અંદર આવ્યાં ...
તાબડતોબ ઓળખાણ થઈ ગઈ બહેને જણાવ્યું: અમને પેન્શન આજ સુધી મળે છે પણ મારી નાની બહેનને મેડ હાઉસમાં મોક લવી છે . તે ગાંડી છે ... અમને કોઈને ચેન લેવા દેતી નથી.
કેમ ? તમે તમારી જવાબદારી મુકી દેવા માગો છો ? ૨૧ વર્ષની દીકરીને આમ છેડી દેવા માગે છે ? આમાં હું મદદ કરી શકું નહીં... તમે તમારી જવાબદારી નિભાવવા માગતા હ।। જરૂર મદદ થઈ શકે.
આ ગાંડી બહેન પરણેલી . તેને ત્રણ વર્ષની બેબી પણ ખરી, પિત આવી ગાંડીને રાખવાની ના પાડે. સાસરિયા તે કેમ હા પાડે? બીજે દિવસે આ બહેનને ગાંડી બહેન સાથે બોલાવી ટેકસીમાં નાખી લઈ આવવા કહ્યું અને જવાબદારી સ્વીકારી !
દુનિયામાં કોઈ માણસ ૧૦૦ ટકા ડાહ્યા હોતા નથી! ડૉકટરે ઘણી જ ધીરજથી સારવાર કરી. જે માણસ જવાબદારીથી કામ કરે છે તેને ઈશ્વર પણ મદદ કરે છે. બહેનની દવા થઈ ૪૦, ૬૦, ૭૦, ૭૫ ટકા સારી થઈ ગઈ! તેના પતિને બોલાવ્યા, સમજાવ્યા અને જણાવ્યું કે આ છેકરીને હૂંફ આપેા તા બાકીના ટકા એ આપ મેળે જ સાજી થઈ જશે... તેણે પોતાની મજબૂરી વ્યકત કરી કે હું સ્વીકારું, પણ મારું તે સંયુકત કુટુંબ છે...મારા
માતા - પિતા તેને કેમ અપનાવશે?
પતિને સમજાવ્યા ... અલગ રહેવા કહ્યું, કીમિયો કારગત નિવડયો ... માણસને શાંત પાડવા પણ સમય જોઈએ ... એ મળ્યા... બન્ને જણા અને બેબી સાથે રહેવા લાગ્યાં ... અને એકટોબર ૧૯૭૫ માં આ માનેલી દીકરીને બાબા પણ આવ્યા!
૧૪૯
ઘર ભર્યું ભાદર્યું થયું? ગાંડી કુટી મારેલી દીકરી સાજી ગણાઈ! જવાબદારી લઈએ તો પૂરી કાળજી પણ રાખવી પડે... અને જો માત્ર મેડ હાઉસ ઉપર ચિઠ્ઠી લખી આપી હોત તો?
બીજો દાખલો :
મુંબઈના એ વખતના શેરીફ નસરૂક્ષ્ય ... તેમની પાસે આશ્રય માટે એક બહેન ગયેલાં ... અપંગ ... પાલિયા થયેલા. અમારે ત્યાં આઝાય મળ્યો ... કોમ્યુનિટી સેન્ટરમાં દવા થઈ ... આ ઇન્દિરા સાજી થઈ ગઈ .. આ ઇન્દિરાએ જીવનમાં ભૂલ પણ કરેલી છતાં એ ખાનદાન હતી ... કોઈએ તેને ફસાવી હશે .......
સાજી થઈ ગયા પછી લગનની વાત મુકી ... કોણ લગ્ન કરે એવી છેાકરી સાથે ?
જવાબ મળ્યા ... છોકરો શોધી લીધા છે ... અહીં જ કામ કર્યું છે, નામ છે અબદુલ્લા !
ઈન્દિરા –– અબદુલ્લા !
મારા કાને વાત આવી ... બધી વાતો થઈ? પ્રશ્ન પૂછાઈ ગયો અને જવાબ મળ્યો, હા. તમામ વાતા કરી છે અનેં મેં સમજીને હા પાડી છે એવું અબદુલ્લાએ આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું.
મને થયું: આપણે ખાનદાની અને ચારિત્ર્યની વાતો જ કરીએ છીએ પણ બે ટકાય સાચું બોલતાં નથી! માત્ર દંભ!
ખાનદાન મુસ્લિમ અબદુલ્લા ! તેણે પેાતાની ખાનદાની દેખાડી ... છ મહિના પછી લગ્ન કરી આપીશ એવું આશ્વાસન આપ્યું.
છોકરી – છોકરાને પૂછ્યું: તમારા મા-બાપ સંમતિ આપશે ? જવાબ મળ્યા તમે તો છે ને ? મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
છેકરીને પૂછ્યું મુસલમાન થઈશ? જવાબ મળ્યો હા ... કોમ અપનાવશે તો બાપ પણ અપનાવશે... છ મહિના પછી લગ્ન કરાવી આપ્યાં. ઈંદિરા હવે અમીના બની ગઈ!
પણ આ માણસાને રાખશ કર્યાં?
અમે વર્ષો પહેલાં મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડમાં એક ટેનામેન્ટ રાખેલ. તેનું ભાડું ભર્યા કરતા હતા કે કોઈ ‘સુપાત્ર’ ને આપીશું.
મને થયું: અગ્નીના - અબદુલ્લાનું નામ આના પર લખાયું છે, અને આ રૂમ એમને આપવામાં આવી અને સુખેથી સંસાર ચલાવે છે
આવા કામમાં ઈશ્વર હમેશાં મદદ કરે છે... દાને દાને પે લીખા હૈ...... મને યાદ આવી ગયું.
ત્રીજો દાખલો
અમારી મિલનો સાધારણ કારીગર તેણે બે વર્ષ પહેલાં કુટુંબનિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. પેાતાની પત્નીને પેટમાં દુખવાની હંમેશની ફરિયાદ. અમારા દવાખાનામાં તપાસ માટે લવાઈ અને પેટમાં દુખાવો કોઈ બીજો નહીં પરંતુ ગર્ભ રહેવાને કારણે હતો !
મને જણાવવામાં આવ્યું ‘કંઈક' છે! મે` નર્સને જણાવ્યું. તમે હમણાં શાંત રહેજો... તમામ વખતે સત્ય કહેવાથી સારૂ જ થતું નથી... આ એક ધર્મસંકટ હતું. પૂરેપૂરો પાક્ટ વિચાર અનિવાર્ય હતો, જો આપણા પક્ષે શ્રદ્ધા હોય તો ઈશ્વર મદદ જરૂર કરે છે.
મેં તમામ વિચાર કરી નર્સને જણાવ્યું... ડૉકટરને હું વાત કરીશ તેઓ ઓપરેશન નિષ્ફળ ગયું છે એમ જણાવશે અને બધું
પતી જશે.