Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 147
________________ તા. ૧-૧૨–૭૪ પ્રદૂષણ હવા અને પાણીનાં પ્રદૂષણ વિષે આપણે વધુ ને વધુ જાગૃત બનતા જઈએ છીએ એ ઘણી ઈચ્છવા જેવી વાત છે. વાતાવરણનું પ્રદૂષણ કેવળ આપણા સ્વાસ્થ્યને જ હાનિકર્તા છે એવું નથી; આપણા સમગ્ર જીવન પર તેની વિપરીત અસર પડે છે. વળી, આપણી જિંદગી પૂરતો જ આ સવાલ છે એમ પણ નથી; ભાજીપાલા, વનસ્પતિ તથા ફળફળાદિ પર પણ પ્રદૂષણની ઘણી માઠી અસર નીપજે છે. એ જ રીતે આપણા આ માનવદેહ જે ખરી રીતે તો પ્રભુનું મંદિર છે તેને પણ આપણે જયારે ને ત્યારે કે જિંદગીભર વિકૃત બનાવી મૂકીએ છીએ એ પ્રદૂષણ તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ. મેાથી પીવાતી પ્રત્યેક સિગરેટ એ ફેફસાં અને લેાહીનું પ્રદૂષણ છે, કેફી યા માદક પીણાંના એક ઘૂંટડો એ જઠર અને લીવરનું પ્રદૂષણ છે, અને કોફીનો એક કપ એ હૃદય અને જ્ઞાનતંતુઓનું પ્રદૂષણ છે એ વાત પણ આપણે વિચારવા જેવી છે. આ બધાં તે તબીબી રીતે સાબિત થયેલાં દૂષણો છે, પરંતુ કેમિસ્ટની દુકાને બીજા પ્રદૂષણાની જે ભરમાર છે એ વિષે તે લોકો જાણતા પણ નથી. એલ. એસ. ડી. અને ચરસ, ગાંજા જેવા પદાર્થો સામે જે ચેતવણી રાખવી આપણે જરૂરી ગણીએ છીએ એવી જ ચેતવણી એલાપથીની એક એક દવા માટે રાખવી અનિવાર્ય છે. એા કે રોરિડાન જેવી સામાન્ય દવાથી માંડી એન્ટિબાયોટિકસ સુધી વિચાર કરીએ તો તમામ દવાઓ સાઈડ ઈફેકટનું -બકરું કાઢી ઊં’ટ પેસાડવાનું-કામ કરે છે. આ વાત એકદમ આપણા ધ્યાનમાં આવી શકતી નથી, પરંતુ ધીમે ધીમે તેની અસર થતી હોય છે. ન્યૂ યોર્ક, રોકફેલર ઈન્સ્ટિટ્યુટના તબીબ વિજ્ઞાની રૅર્ન ડબાસ પોતાના ‘ Mirage of Health ' પુસ્તકમાં જણાવે છે કે એન્ટિબાયોટિકસથી ઉપદ્રવી બેકટેરિયા સાથે ઉપયોગી બેકટેરિયાના પણ સર્વનાશ થઈ જાય છે. ડાકટરો આ ઉપયોગી પુસ્તક તથા એલ. મેયલરનું ‘સાઈડ ઈફેક્ટ વ ડ્રગ્ઝ' જેવાં પુસ્તકોનું ખરેખર અધ્યયન કરે તો પેાતાના દરદીઓને દવાઓની જે લાંબી યાદી પકડાવે છે – તેમાં ઘટાડો કરવા જરૂર પ્રેરાય, દવાઓ-ટાઇમ બોખ્ખુ ? શરીરની દરેક ફરિયાદ કે દરદ પાછળ અનેક કારણો કામ કરતાં હાય છે અને એ બધાનો તાગ દવાઓ મેળવી શકે તેમ નથી. દા. ત. માથાના દુ:ખાવા જેવી સામાન્ય ફરિયાદ લઈએ તો (૧) માનસિક કારણ, (૨) કંઈ માર યા ઈજા—આંચકો લાગવા કે (૩) આલ્કોહોલ નીકાીન જેવાં દ્રવ્યોની અસર થવી-આ ત્રણ વર્ગીકરણના આધાર પર માથું ચડવાની નજીવી ગણાતી ફરિયાદ પાછળ તબીબી સંશાધન બસેા ને ત્રણ જેટલાં કારણો રજૂ કરે છે! પરંતુ તેના નિવારણ માટે તે સામાન્ય રીતે કેફિન ફિનાસેટીન યુકત એસીટાઈલ સેલિસીલીક એસિડ જ હમેશાં વપરાતાં હોય છે. આ દવાઓ માથું દુ:ખવાનાં બધાં કારણેાને પહોંચી શકે તેમ નથી, એટલું જ નહિ; એના ઉપયોગથી કોઈ વાર ઊલટાની કિડનીની બીમારી લાગુ પડે છે. દરેક દવા-અરે, કહોને કે દવાની દરેક માત્રા (ડોઝ) આપણી જીવનશકિતને રહેંસી નાખે છે. આમાં કેટલીક તે વળી ટાઈમ-બૉમ્બ જેવી ખતરનાક છે જે પોતાની સાઈડઈફેકટના પરચા વીસ કે ત્રીસ વર્ષ જેટલા ગાળા બાદ પણ બતાવવાનું ચૂકતી નથી! તો કેટલીક વળી વંશવારસા સુધી પહોંચી જાય છે. ૧૯૫૦માં કસુવાવડ સામે બહોળા પ્રચાર પામેલી સ્ટીલબેસ્ટ્રોલ દવાએ સ્ત્રીઓમાં યોનિમાર્ગનું કેન્સર ઊભું કરેલું. ખૂબીની વાત તો એ છે કે જે સ્ત્રીઓએ પ્રબુદ્ધ જીવન માનવ દેહનુ આ દવા લીધેલી તેમને જ આ દરદ થયું એવું નહોતું, એમને જન્મેલી પુત્રીઓ પંદર વીસ વર્ષની થઈ ત્યારે તેમને પણ કેન્સરની આ બીમારી લાગુ પડી. હવે આ બધી છેકરીઓએ આ દવાની કંપનીઓ સામે કેસ કર્યો છે! ૧૨મી મે ’૭૬ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' માં અમેરિકાના માયામી વિષે અહેવાલ છે. “માયામી યુનિવર્સિટીની ૨૧ વર્ષની કુ, બાર્બરા કેસ કરી જણાવે છે કે તેના જન્મ પહેલાં તેની માતાને સ્ટીબેસ્ટ્રોલ આપવામાં આવેલી જેને લીધે કુ. બાર્બરાને પણ કેન્સર થયું. આ પ્રકારના પાંચ લાખ કેસ નોંધાયા અને આ બધી નિર્દોષ બાળાઓને રાગી બનાવનાર પૈલી સ્ટીલબેસ્ટ્રોલ હતી. !'' અઢી લાખ ડૉલરની નુકસાનીનું આંધણ મુકાયું એ તે ઠીક. ઉપરાંત આ દવા બનાવનાર બત્રીસ કંપનીઓને કાયદાનું ફરમાન થયું કે વીસ વર્ષ પહેલાં બજારમાં મૂકાયેલી આ દવા જે જે મહિલા એ લીધી હોય અને એને લીધે એમની જે પુત્રીઓને કેન્સરની બીમારી થઈ હોય તેમની ભાળ મેળવી તેમને સારવાર આપવી બિનજરૂરી શસ્ત્રક્રિયા જે વાત દવાઓને લાગુ પડે છે એ જ વાત શરુસ્રક્રિયાની બાબતમાં પણ છે. ખરેખર શસ્ત્રક્રિયાની જરૂર હોય એવા કેંસ તે ભાગ્યે જ હોય છે; હજારમાં એકાદ બે માંડ કદાચ, અને છતાંય શરીરનાં અંગાનું જે પરસ્પર એકીકરણ અને કાર્ય છે એની ઉપેક્ષા કરી શરીરના કોઈ ભાગનું ઓપરેશન કરી નાખવામાં આવે છે. યુ. એસ. એ. અને યુ. કે.માં ટોન્સિલ્સ જે આપણા શરીરના સંરક્ષણ માટે ઘણી ઉપયોગી ગ્રંથિ છે, તેનાં સંખ્યાબંધ ઑપરેશન થાય છે. વગર ઑપરેશને પણ મોટા ભાગના કેસોને જરૂર સુધારી શકાય તેમ છે, છતાંય ટોન્સિલ્સનું ઑપરેશન ત્યાં અગ્રસ્થાન ભાગવું છે. ત્યાર પછી નંબર આવે છે. ગર્ભાશયના ઑપરેશનનો. ૨૧મી સપ્ટેંબર '૭૫ના ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલ પ્રમાણે ગર્ભાશયના આટલા બધા નહિં તો ઘણા કેસમાં ઑપરેશનની કશી જ જરૂર નથી. અહેવાલ આગળ જણાવે છે કે “દિવસે દિવસે વધતા સર્જને દર્દીઓને ઓપરેશન ટેબલ ભણી લઈ જાય છે તેમાં વધારે દાખલામાં તા ડાકટરોની તબીબી દિષ્ટ કરતાં તેમની અંગત નાણાકીય દષ્ટિ જ કામ કરતી હોય છે. એક સર્જન આ બાબત કબૂલ કરી કહે છે પણ ખરા, “અમે બધા જ ડૉકટરો કંઈ એવું કમાઈ શકતા નથી એટલે શું કરીએ? મહિને માસે એકાદ ગર્ભાશય કે એવા કોઈ અવયવનું ઑપરેશન કરી નાખીએ અને ઘરનું ભાડું ચૂકવી દઈએ !” આ અહેવાલ બીજી વાત એ કહે છે કે સાપો એફોરેકટોમિઝ (અંડવાહિની તથા અંડાશયનાં ઑપરેશન)ના ઑપરેશન પણ દરદની કોઈ પાકી ખાતરી જણાઈ ન હોય છતાં દરદ પ્રત્યે સાવચેતી રાખવાનાં ઓઠાં હેઠળ કરી નાખવામાં આવે છે. કહેવાની જરૂર નથી કે સાવચેતીનાં નામ નીચે થતાં આ બધાં ઓપરેશન પાછળ ડૉક્ટરોની અંગત લાભવૃત્તિ જ કામ કરી રહી હોય છે. તે તે પછી એવું થશે કે આ બધા સર્જનો કો'ક દિવસ આપણું માથું જ ધડથી જુદું કરી મુકવા લલચાશે! પહેલેથી જ ઉપાય! માથાના દુ:ખાવાની વાત જ નહિ! કેટલાક કિસ્સામાં તો કુટુંબનિયોજનના સબળ ઉપાય તરીકે ગર્ભાશયનાં ઑપરેશન કરવામાં આવે છે. આ અંગેના અહેવાલ મુજબ મિશિગન યુનિવર્સિટીએ અભ્યાસ કરી જાહેર કર્યું છે કે ગર્ભાશયના ઓપરેશનવાળા ૧૨,૦૦૦ કેસામાંથી ૪૮ ટકાને એન્ટીબાયોટિકસ લેવાની જરૂર રહી છે, તેમાંથી કેટલાક દરદીઓને દવાઓને લીધે જ માંદગી આવી જાય છે એ તા ઠીક છે, પણ એની અસરથી મેાત પણ નીપજે છે. આ સિવાય ગર્ભાશયનાં ઑપરેશન પછી દરદીઓમાં વિષાદ અને ગ્લાનિ આવી જાય છે એનું પ્રમાણ પણ ઘણુ જાણવા મળ્યું છે. દવાઓ અને ડૉક્ટરો વિષે આટલું જાણ્યા પછી આપણે સાવધાન રહેવું ઘણું જરૂરી છે. * અનુવાદક : શારદાબેન બાબુભાઈ શાહ મૂળ અંગ્રેજી ડો. એમ. એમ. મગરા (ઈકોલોજી ઑવ ધ હ્યુમન' માંથી)

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160