________________
૧૫૪૮
દરેકને પાતાના હાથમાં ચાંગનું પાણી અને બીજાને ત્યાં સરોવરો દેખાય છે અને પરિણામે સંતૃપ્તિના પ્રમાણમાં ગ્લાનિ જ વધુ થાય છે. તે સિવાય પણ અંતે તો અહીંની સમૃદ્ધિ અહીં જ રહી જાય છે અને ફકત દારી લેાટો લઇને આવેલા પૂંજીપતિઓ એ દોરી લોટો ય પાછળ મૂકીને ચાલતા થઇ જાય છે.
સુખ? એ વળી કઇ બલાનું નામ છે અથવા તો કેમ કરીને એ પ્રાપ્ત કરી શકાય એ વિશે પ્રખર વિદ્રાનોમાં પણ સહમતિ નથી ત્યારે નિર્જીવ યંત્ર સરીખા મુંબઇનો માનવી સુખી હોવા ન હોવાનો દાવા કેમ કરીને થઇ શકે એ જ સમજાતું નથી! પોતાની પાસે હોય તે અને તેટલાં સંપત્તિ-સગવડમાં અહીં કોઇ કહેતા
કોઇને સુખ કે સંતોષ નથી અને છતાં એ જ વસ્તુ વધારે પ્રમાણમાં મળશે તે પોતે ખરેખર સુખી થઇ જશે એવા ભ્રમ સેવનારાઓ અહીં બુદ્ધિશાળી હોવાનું બિરૂદ ધારણ કરી ફરતા હોય છે.
શ્રાવણના સોમવારની એક સુરમ્ય સવા૨ે બાબુલનાથના સ્ટોપ' પરથી ૮૪ નંબરની બસમાં પ્રવેશ મેળવી ઉપલે માળે પાના દાદર ચઢતાં મારા કાને જે શબ્દો પડયાં તેને કારણે અત્યંત ગતિવાન એવા મુંબઇના રોજિંદા જીવનને આલેખતા ચિત્રોની અને એ ગતિ પાછળની મતિનું વિશ્લેષણ કરતાં વિચારોની કેવી અદ્ભુત હારમાળા મારા માનસપટ પરથી પસાર થઈ ગઈ!
પહેલી જ વાર મુંબઈ આવેલા બાલાયેલા એ શબ્દો આમ તે
❝
“મુંબીના લાક માયાળુ બવ. ગામડાવને અને તેમાંય ખાસ તે વારંવાર યાદ કરે."
યુદ્ધ જીવન
જણાતા કોઈ ગ્રામ્યજનના મુખે સાવ સામાન્ય જ હતાં:
પાછળના ઉતારુ ઓના ધસારાને કારણે બાલનાર વ્યકિતને નિરખવાની તક મને ન સોંપડી પરન્તુ બીજે કોઇ અવસરે જે શબ્દને મેં કાને ય ન ધર્યા હાત એવા એ શબ્દોએ, ન જાણે કેમ, તે દિવસે મારા મનમાં વિચારોની એક ભયંકર ભૂતાવળ જ ખડી કરી દીધી.
મુંબઇના લેક ઘાણીના બેલ
સ્વયંસંચાલિત મંત્રા અને વેગીલા વાહનો વડે નિયતિને ય આંબી જવા મથતા આ મુંબઈના માનવી અને માયા - મમતા ? (એટલા ફાજલ સમય છે જ કર્યાં એની પાસે?) અને તે પણ પાષાણયુગમાં પા પા પગલી કરતાં ગામડાં અને તેના ય અતિનગગ્યેય અંશ સમા ઘાણીના બેલ પ્રત્યે? કેટલું અસંભવિત !
ઢોરની ગમાણ સરીખા આપણાં એની ઘાણીના બૅલુને એ
આમ છતાં, ‘આપ ભલા તો જગ ભલા' જેવા જરીપુરાણા ખ્યાલામાં રાચતા કોઇ ભાળિયા ગ્રામીણને ‘મુંબી’ના લોક માયાળુ લાગ્યા પણ હાય તા એ સંદર્ભમાં એ વાત સ્વીકારી લેવામાં મને, એક મુંબઇગરા તરીકે, ખાસ નુકસાન દેખાયું નહીં. પરન્તુ બાકીની વાત તે મારા મનમાં કેમે જ કરીને બેસે નહીં. ઘાણીના બેલને મુંબઇના માનવી યાદ કરે? શા કારણે ભલા? એથી એને ફાયદો ય શું? બૅલવાળી આ વાતે મને ખરેખર વિચાર કરતા કરી મૂકયા.
-
-
ધાણીનો બેલ !'
મુંબઇના લોક!'
કાંઈ કહેતા કાંઇ જ સમજાય નહીં! ન એ વિચાર મનમાંહેથી ફળે, ન એના ઉકેલ ડે! જેમ જેમ વિચારતા ગયા તેમ તેમ તો વળી મુશ્કેલી વધતી જ લાગી અને છતાં એને ઉલ્યા વિના જંપ વળે એમે ય કયાં હતું?!
પરિણામે સહુ પ્રથમ તે મુંબઇના રોજિંદા જીવનની સર્વ ઘટમાળાની ચિત્રપટ્ટીને, એ જીવનના અનંત નશાને અને એ નશાની ખસરતળે લેવાતા આભાસી સુખને મનોમન અવલોકી ગયો.
તા. ૧૬-૧૨-૧૯
પછી યાદ કર્યું પેલા બેલનું જીવન - નામનીયે વિવિધતા વિહાણુ.. પ્રભાતના પહેલા કૂકડો બોલ્યો ત્યાં જ જેતે માલિક આંખે પાટો બાંધી દે અને જોતરી દેઘાણીએ! એકાદ ડચકારો થયો, એકાદ સાટી વાગી અને એ ... ય ને માંડયો હેંડવા ! બુદ્ધિના બળદિયા અને આંખોએ પાટો એટલે સમજે નહીં, પણ એકના એક વર્તુળમાં થઇ જાય એના ચક્કર શરૂ. એક ચક્કર પૂરું થાય ત્યારે બીજું અને એ પૂરું થતાં લાગલું જ જું! સ્થળ એક, વર્તુળ પણ એક ન નાનું ન મોટું
બહુ બહુ વિચાર કર્યા પછી પણ કોઇ ઉકેલ ન જડતાં, એ ભેદ નહીં જ ખૂલે શું?? એવી ઘાર હતાશાના ઘન અંધકારમાં હું પોતે ગુમરાહ થઇ જવામાં હતા, એવામાં જ ચિત્તાકાશમાં ચમકારો થયો.
ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ, બાસથી બોનસ અને એક પગાર વધારાથી બીજો પગારવધારો તેમ જ જો પેાતીકો ધંધા હોય તો નફાથી નુકસાન અને નુકસાનથી નફાના અથવા વેચાણવેરા, આવકવેરા તથા મિલ્કતવેરાના ‘રિટર્ન ભરવાની આખરી તારીખો વચ્ચેના કે પછી સામાજીક કે સાંસારિક મહત્વના વાર્ષિક ચક્કરોનું વચ્ચે અનેક અર્ધવાર્ષિક અને ત્રિમાસિક તથા માસિક, અઠવાડિક કે દૈનિક ચક્કરોમાં અટવાયા કરતાં અસંખ્ય મુંબઇવાસીએટમાંનાં કોઇ વિનષ્ટભ્રમ માનવીને એક જ સ્થળે એકી વખતે એક જ ચક્કર લગાવતા અને એક ચક્કર પૂરું થયે જ બીજું શરૂ કરતા ખેલ વારંવાર યાદ આવી જાય કે કદાચ આરાધ્ય દેવ જેવા ય લા ગી જાય, તે આશ્ચર્યને અવકાશ શાને?
એ નક્કી છે કે સર્જનહાર કરતાં પણ અધિક શાણા હોવાનો દાવા કરતાં માનવ અને ઢોરિશરોમિણ શા આ બળદિયાની સરખામણી ઘણાને, ખાસકરીને કામદેવની કાયાસરીખી મોહમયી મુંબઇની માયાથી જેના દિલેાદિમાગ તરબાળ તરબતર છે એવા મોટા ભાગના મુંબઇગરાઓને, નહીં ચે.
“એ બન્ને વચ્ચે લગીરે તફાવત નથી શું?” એવા સવાલ પણ રો કે કદાચ પૂછી બેસે.
છે ને! બે પગ - ચાક પગ, પૂંછ - શિંગ હાવા ન વગેરે દેખાતા જે તફાવત છે એ બાજુએ રાખીએ તો પણ અગત્યના કહી શકાય એવા બીજા એક બે તકાવત પણ જરૂર નજરે પડે છે.
એક તો એ કે પેલા બેલ દિવસ આખે એક જ સ્થળે દોડ્યા કરે છે. નહીંવત બુદ્ધિ અને બંધ આં એ ગોળગોળ દોડયા કરતા એ બળદીયા, ગમે તેટલું અંતર કાપી નાખ્યાની મનોમન ખાંડ ખાતો હોય, ગતિ - પ્રગતિની કે એવી બીજી કોઇ ગલબાંગો માર્યા વગર કે જગત આખાને ઉપર - તળે કર્યા વગર મુંગે મોં એ ફરે છે, ફર્યા જ કરે છે. બીજું એ કે સમજણમાં અને શકિતમાં તેના કરતાં અનેકગણા સમર્થ એવા એના ઉપર માનવ નામનો એને બની બેઠેલા માલિક છે જે તેને આંખે પાટા બાંધી ગાળ ગોળ ફરવા મજબૂર કરે છે.
આ બાજુ માનવીની વાત કરીએ તો આંખો એની ઉઘાડી છે એટલું જ નહીં પરન્તુ પોતાના તેમજ સૃષ્ટિ પરના સર્વ જ્ઞાના સકળ તત્ત્વાનાય - કુલમુખત્યાર હોવાનો એનો દાવો છે અને છતાં ગતિ - પ્રગતિ તથા જ્ઞાન - વિજ્ઞાનના ઢોલનગારાં પીટતા તે એક નહીં પણ એકી વખતે અનેક ચક્કારોમાં, અહીં તહીં તે આખી યે અવિન પર, ગાળ ગોળ ઘૂમે છે, ઘૂમ્યા જ કરે છે, દળે છે એ પુષ્કળ, અલબત! પણ દળી દળીને, ફરી ફરીને એ સઘળુ જાય છે અંતે ઢાંકણીમાં અને સરવાળે? તે કે' બાદબાકી જ!
અશોક શાહ