________________
પ્રબુદ્ધ જીવન
૧૫૪
તા. ૧૬-૧૨
-
રકા-
કાન કાપી
ગાંધીજીની અહિંસા, અહિંસા નથી
અહિસા એક અનુભવ છે, સિદ્ધાંત નહિ. શબ્દ વિના સિદ્ધાંત જાણી નહિ શકાય. અનુભૂતિ શબ્દથી કયારેય નથી મળતી.
અનુભૂતિ મળે છે, નિ:શબ્દમાં. અને સિદ્ધાંત છે શબ્દમાં. બંને વચ્ચે વિરોધ છે. અહિંસા જેવી સિદ્ધાંત બની કે તરત મરી ગઈ.
મહાવીર જેવી, બુદ્ધ જેવી કોઈ વ્યકિત છે તે તેની ચાર તરફના જીવનમાં આપણને ઘણું દેખાય છે. જે આપણને દેખાય છે તેને પકડી લઈએ છીએ. મહાવીર કેમ ચાલતા હતા, કેમ ખાતા હતા, શું પહેરતા હતા, કઈ વાતને હિંસા માનતા હતા, કઈ વાતને અહિંસા. મહાવીરનું આચરણ જોઈ આપણે નિર્ણય કરીએ છીએ કે એવા હતા એ. આચરણ જે આપણે પણ કરીએ તો કદાચ જે અનુભવ છે તે મળી જાય, પરંતુ અહીં પણ ઘણી મોટી ભૂલ થાય છે. અનુભવ મળે તે આચરણ આવે છે, પરંતુ આચરણ બનાવી લેવાથી અનુભવ નથી આવતે, ભીતર અનુભવ હોય તે આચરણ બદલાય છે, રૂપાંતર થાય છે, પરંતુ કોઈ આચરણ બદલે તે અભિનયથી વધુ કશું નથી થતું. મહાવીર નગ્ન ઊભા છે તે આપણે પણ નગ્ન ઊભા થઈ શકીએ છીએ. મહાવીરની નગ્નતા કોઈ નિર્દોષ તળ પર નિતાંત સરળ થઈ જવાથી આવી છે. આપણી નગ્નતા હિસાબથી, ગણિતથી, ચાલાકીથી આવશે. આપણે વિચારીશું નગ્ન થયા વિના મિક્ષ નથી મળશે. તે એક એક વાત છોડતા જઈશું, આપણે નગ્નતાને અભ્યાસ કરીશું, અભ્યાસથી શું ક્યારેય કઈ સત્ય મળ્યું છે? અભ્યાસથી અભિનય આવે છે.
આથી સૌ પ્રથમ મેં કહ્યું: અહિંસા અનુભવ છે. બીજી વાત કહું છું કે અહિંસા આચારણ નથી. આચરણ અહિંસા બને છે પણ અહિંસા સ્વયં આચરણ નથી. ઘરમાં દીવે પટાવીએ તે તેને પ્રકાશ બારી બહાર પણ પડે છે. પરંતુ બારી બહાર પડતા પ્રકાશનું નામ દીવ નથી. દીવા પ્રગટેલે હશે તે પ્રકાશ બહાર દેખાશે જ. એ તેના પાછળ આવવાની ઘટના છે. જે આપોઆપ આવે છે.
અહિંસા એ અનુભવ છે, એ આચરણ છે જે પાછળથી આપોઆપ આવે છે, લાવવા પડતા નથી. જે આચરણ લાવવું પડે તે સાચું આચરણ નથી, જે આચરણ આવે, ઊતરે, પ્રગટે, વિસ્તરે, ખબર પણ ન પડે. સહજ બને તે આચરણ સત્ય છે. તે આચરણ સાધી આપણે અહિંસાને નહિ પામી શકીએ. અહિંસા આવે તે આચરણ પણ આવી શકે. તે અહિંસા આવે કેવી રીતે?
ઘણે અદ્ભુત શબ્દ છે આ અહિંસા. આ શબ્દ 'બિલકુલ નકારાત્મક છે ! મહાવીર પ્રેમ શબ્દને પણ ઉપયોગ કરી શકતા હતા ન કર્યો. મહાવીર નિષેધાત્મક શબ્દનો પ્રયોગ કરે છે. અહિંસાથી તે કહેવા માગે છે “હિસા નથી.' હિંસા નહિ થાપ તો શેષ જે રહેશે તે અહિંસા હશે. અહિંસાને લાવવાનો પ્રશ્ન જ નથી. તે એ શબ્દમાં જ છપાયેલી છે. અહિંસાને વિધેયાત્મક રૂપમાં લાવવાને કોઈ ઉપાય જ નથી.
આને એક બીજી રીતે જોવું પણ જરૂરી છે. હિંસા અને અહિંસા વિધી નથી. જે પ્રકાશ અને અંધકાર વિરોધી છે તે દીવા પર અંધકાર ઢાંકી શકાય તે દી બૂઝાઈ જવાને. ના, અંધકાર પ્રકાશને વિરોધી નથી, અંધકાર અભાવ છે પ્રકાશનો. અંધકારનું કોઈ અસ્તિત્વ જ નથી. પ્રકાશનું જ અસ્તિત્વ છે. અંધકાર દૂર કરવો હશે તે પ્રકાશ કરવો પડશે. અંધકાર લાવવો હશે તો પ્રકાશ બુઝાવવું પડશે.
મહાવીર નિષેધાત્મક અહિંસા શબ્દ પ્રયોગ કરે છે. તે કહે છે હિંસા છે, આપણે હિંસામાં ઊભા છી છે. હિંસા નહિ થાય તે જે બચશે તેનું નામ અહિંસા છે. પણ જો કેઈએ અહિંસાને
વિધેયક બનાવી છે તે હિંસક રહીને અહિંસા સાધવાનો પ્રયત્ન કરશે. હિંસક દ્વારા અહિંસા કયારેય સધાતી નથી અને જો તે સાધી લેશે તે તેની અહિંસામાં હિંસાનાં તમામ તત્ત્વ મેજૂદ રહેશે. તે અહિંસાથી પણ સતાવવાનું શરૂ કરી દેશે.
આથી જ હું ગાંધજીની અહિંસાને અહિંસા નથી માનતા, ગાંધીજીની અહિંસા એ અર્થમાં અહિંસા નથી જે મહાવીરના અર્થની અહિંસા છે. ગાંધીજીની અહિંસામાં બીઝને દબાવવાની, બી ને બદલવાની, બીજાને અલગ કરવાનો આગ્રહ છે. તેમાં હિંસા છે. જે આપણે બરાબર કહીએ તો ગાંધીજીની અહિંસા અહિંસાત્મક હિંસા છે.
હું તમારી છાતી પર ખંજર લઈ ઊભો રહી જાઉં અને કહ્યું કે જે હું કહું છે તે બરાબર છે, તમે એને માને તે એ હિંસા છે. અને હું મારી છાતી પર ખંજર ઉગામી ઊભો રહી જાઉં અને કહું કે જે કહું છું તે બરાબર છે, તમે તે નહિ માને તે હું ખંજર ભોંકી દઈશ, તે આ અહિંસા કેવી રીતે થઈ ગઈ ?
અનશન અહિંસા કેવી રીતે થઈ શકે ?
સત્યાગ્રહ અહિંસા કેવી રીતે થઈ શકે? તેમાં બીજા પર દબાણ લાવવાને ભાવ પૂરેપૂરો છે. માત્ર દબાણ લાવવાને ઢંગ બદલાયો છે. એક માણસ છરી બતાવી બીજાને બદલવા માગે છે. બીજો માણસ કહે છે તું નહિ બદલાયા તે હું ભૂખે મરી જઈશ.
આંબેડકરના વિરોધમાં ગાંધીજીએ ઉપવાસ કર્યા. અાંબેડકર ઝૂકી ગયા; પરંતુ પાછળથી કહ્યું કે ગાંધીજી ભૂલથી પણ ન માને કે મારું હૃદયપરિવર્તન થઈ ગયું છે. હું માત્ર એ વિચારથી પાછો હટી ગયો છું કે મારા લીધે ગાંધીજી જેવો માણસ માર્યો ન જાય.
વાસ્તવમાં હિંસાથી હૃદય પરિવર્તન થઈ જ શકતું નથી. હિંસામાં દમન છે, દબાણ છે, જબરદસ્તી છે. હા, જબરદસ્તી બે પ્રકારની, છે. હું તમને મારવાની ધમકી આપું તે પણ જબરદસ્તી છે. અને હું મને મારવાની ધમકી આપુ તે પણ જબરદસ્તી છે. મારી નજરે બીજા પ્રકારની જબરદસ્તી વધુ ભયાનક છે. પહેલી જબરદસ્તીમાં તમારી પાસે સામે પડીને લડવાનો ઉપાય છે. બીજી જબરદસતીમાં તમને હું નિ:શસ્ત્ર કરી દઉં છું. તમારું નૈતિક બળ છીનવી લઉં છું. તેમને દબાવી રહું છું. અહિંસા જે હિંસાની ભીતર રહી સાધવામાં આવશે તે ઉપરથી અહિંસા દેખાશે, ભીતર હિંસા હાજર રહેશે કારણ અહિંસા અને હિંસા બન્ને અલગ ચીજો નથી. અહિંસાની સાધના કરશે તે હિંસા ખત્મ થઈ જશે; પરંતુ કેણ સાધશે અહિંસાને? હિંસક માણસ સાધશે તે અહિંસા પણ તેની હિંસાનું સાધન બનશે. પછી તે અહિંસાને એ જ ઉપયોગ શરૂ કરશે જે તેણે તલવારથી લીધો હતો!
પૂછી શકાય કે મહાવીરે જીવન મરમાં સત્યાગ્રહ કેમ ન કર્યો? પૂછી શકાય કે મહાવીરે કોઈને બદલવાને આગ્રહ કેમ ન કર્યો? સાચી વાત તો એ છે કે સત્યાગ્રહ શબ્દ જ બેહદો છે. સત્યનો કોઈ આગ્રહ ન હોઈ શકે. કારણ જયાં આગ્રહ છે ત્યાં સત્ય ટકી કેવી રીતે શકે ? આગ્રહ અસત્યને જ હોય છે. બધા સત્યાગ્રહ અસત્ય આગ્રહ છે. મહાવીર કહે છે કે સત્યને આગ્રહ કર્યો તે હિંસા શરૂ થઈ ગઈ. કારણ, જો મેં કહ્યું કે હું કહું છું તે જ સત્ય છે તે મેં હિંસા શરૂ કરી દીધી. મેં બીજી વ્યકિતને દુ:ખ પહોંચાડવાનું શરૂ કરી દીધું. આથી મહાવીર સત્યનો પણ આગ્રહ નથી કરતા.
મારી દષ્ટિએ મહાવીરે અહિંસાને ઉપદેશ આપ્યો જ નથી, મહાવીરે તે ધ્યાનને ઉપદેશ આપ્યો હતે. એ ધ્યાનમાંથી જે પસાર થયા તે અહિંસક થઈ ગયા. ભીતર ચિત્ત જાગે તે જાગેલા ચિત્તથી હિંસા વિસઈજત થઈ જાય છે. જાગેલા ચિત્તમાં હિંસા નથી રહેતી. જાગેલું ચિત્ત હિંસાથી મુકત થઈ જાય છે, તેને મુકત થવું નથી પડતું. અને જે શેષ રહી જાય છે તે અહિંસા છે. (“જિનસંદેશ'માંથી સાભાર)
--આચાર્ય રજનીશ