Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 155
________________ તા. ૧૬-૧૨-૭૬ પ્રભુ જીન ડાબી બાજુથી સંઘના મંત્રોએ, શ્રી કે. પી. શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ધર્મનું રહસ્ય તા. ૨૭-૧૧-’૭૬ શનિવારના રોજ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મુનિશ્રી સંતબાલજીનું એક જાહેર પ્રવચન “ધર્મનું રહસ્ય ” એ વિષય ઉપર રાખ્યું હતું. શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે મુનિશ્રીને આવકાર આપ્યા હતા. ત્યાર બાદ મુનિશ્રી સંતબાલજીએ પ્રાર્થના કર્યા બાદ પોતાનું પ્રવચન શરૂ કરતાં પહેલાં સ્વ, પરમાનંદભાઇને યાદ કર્યા હતા. પ્રવચન શરૂ કરતાં કહ્યું કે, આજનો વિષય ઉત્તમ પસંદ કરવામાં આવ્યો છે. આપણા રાષ્ટ્રનું સ્લોગન છે, “સત્ય મેવ જયતે” જો આ શબ્દો આપણને ગમતા હોય તો તે જ ધર્મ છે. જો સત્ય ન હોય તો ધર્મ કઇ રીતે ટકી શકે? જીવન અને જગતની તમામ સમસ્યાઓ છે – તેનો જે ઉકેલ કરી આપે, સૂચવે અને અમલી બનાવી શકે તે ધર્મ. માણસને આચાર શીખવે એનું નામ ધર્મ – અને આ જ છે ધર્મનું રહસ્ય. આજે યુગ પલટાયો છે અને ઝડપથી પલટાઇ રહ્યો છે. આજની પેઢી ધર્મ શબ્દ પ્રત્યે જ નફરત કરે છે. તેનું કારણ આપણે જૂની ઘરેડ છોડી નથી તે છે. આ લોકો સમા શાસ્ત્રોના શાર્થી આધુનિક પરિભાષામાં રજૂ કરવા જોઇએ, તો એ લોકોને પણ ચક્કસ આપણી સાથે ચલાવી શકીએ. એટલે આજે ધર્મોપદેશ સમજણપૂર્વક આપવા એ વધારે આવશ્યક છે, માણસને દુર્ગતિમાં પડતા બચાવે એનું નામ ધર્મ. એ એક વ્યાખ્યા. સ્વ પર “ કોય સાથે છે તે બીજી વ્યાખ્યા. આમ તો વસ્તુને વભાવ એ જ ધર્મ છે. મતલબ જેનાથી ફકત આ લોકનું જ નહિ પરંતુ પરલાકનું પણ કલ્યાણ થાય એવા આચરણને જ ધર્મ કહી શકાય, ” અહિંસા એ ધર્મ માટેનું મેટું બળ છે. દેવતાઓ પણ તેમને નમે છે, જેમનું મન ધર્મમાં છે- જો દેવો પણ નમતા હોય એવા ધર્મ હોય તે ધર્મગુરુઓ ધર્મસત્તાને આગળ મૂકે કે રાજસત્તાને? al ૧૫૫ મહાત્મા ગાંધીજીએ આપણને જગાયા, તેમણે અહિંસા, સંયમ અને તપ – એ ત્રણૅનું રચનાત્મક સ્વરૂપ અને તેની તાકાત --તેજ બતાવી આપ્યું. ધાર્મિક માણસમાં સત્યનો આગ્રહ પ્રથમ હોવા જોઇએ – સત્ય એ જ ભગવાન છે. ગાંધીજી પણ સત્યને જ ઈશ્વર માનતા. અમારા ગુરુદેવ નાનમાંદ્રજી મહારાજને ગંધીજી સાથે ગાઢ પરિચય હતા – કારણકે નાનચંદ્રજી મહારાજ ધર્મને સાચી રીતે સમજીને સામાજિક કામને પણ વધારે મહત્ત્વ આપતા એટલે ગાંધીજીને એમ લાગ્યું કે આ જૈન સાધુનો પરિચય કરવા જેવો છે. તિથલના દરિયાકિનારે ગાંધીજી અને ગુરુદેવ મળેલા – વાતચિંતથી અન્યોન્ય પ્રભાવિત થયા – ગુરુજીને વહોરાવવા પણ ગાંધીજી લઈ જતા. તેમણે જ એક વખત ગાંધીજીને પૂછ્યું: આજે તમે જે સ્વરાજ્યની લડત અહિંસાથી લડે છેઃ – ગામાંથી કદાચ સત્ય ઝાંખું પડે – ભૂલાય – તો તે આપ પસંદ કરો ખરા ગાંધીજીએ કહ્યું, મારે મન સત્ય એ જ ઇશ્વર છે, હું સત્યને ભાગે સ્વરાજ્ય હરગીજ ન સ્વીકાર્યું. માટે ગાંધીજી આ દાખલા લઇને કહેતા યમથી આગળ વા, અન્યાયનો પ્રતિકાર કરો. હંમેશાં, વિશ્વના પ્રાર્ગોમાત્રની ચેતનાના સંગમ થાય છે. ગાંધીજીએ તપની આરાધના કરી. ત્રણ આમરણાંત અને શન કર્યા - આ સહેલી વાત નહોતી તેમાં તપનું બળ હતું. અટલે સફળ થયા. લગભગ ૧૯૩૭ - ૩૮માં રાજકોટમાં જવાબદાર રાજતંત્ર માટે ગાંધીજીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. તે પછી તેમની માગણી સુપ્રીમમાં મંજૂર કરવામાં આવી. – ગાંધીજીએ ઉપવાસ છેાડયા, પરંતુ તેમને પ્રશ્ન થયો કે ઉપવાસ દરમિયાન ત્યાંના દિવાન વીરાવાળા પ્રત્યે દુષ્ટ ભાવ આવી ગયો હતો. એટલે મારું આ શુદ્ધ નિર્જ રાપૂર્વકનું તપ નહોતું, એમ કહીને – આવેલા ચુકાદા સમગ્ર દેશના

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160