________________
તા. ૧-૧૨-૭૬
પ્રબુદ્ધ જીવન
વિજ્ઞાન અને જનતા....
-IN
જન્મભૂભિ-પ્રવાસી માટે અણુશકિત અંગેના ભારતના ભાવિ કાર્યક્રમ વિષે માહિતી મેળવવાની હતી ત્યારે ભારતના અણુશકિત ખાતાના ઘણા વિજ્ઞાનીઓના સંપર્ક થયો. વિજ્ઞાનીઓ વિષે જનતામાં ઘણી ધૂંધળી છાપ હોય છે. વિજ્ઞાની સમાજથી અતડો હાય છે કે નાસ્તિક હોય છે કે તે અતિ આધુનિક હોય છે તેમ માની લેવામાં આવે છે. વિક્રમ સારાભાઈ પછી અણુશકિતના કાર્યક્રમને ટોચે મૂકીને પ્રથમ અણુવિસ્ફોટ કરવામાં કામિયાબ નિવડનારા અણુશકિત ખાતાના વડા ડૉ. હોમી ભાભાએ ફરિયાદ કરી કે વિજ્ઞાન વિષે વર્તમાનપત્રામાં બહુ ઓછું લખાય છે. ભારત સરકાર વિજ્ઞાનના સંશેાધનમાં દર વર્ષે રૂા. ૨૦૦ કરોડ ખર્ચે છે, અંગ્રેજી વર્તમાનપત્રમાં જે સમાચારો આવે છે તેમાં માંડ પાંચ ટકા વિજ્ઞાન અને ટેકનોલાજી અંગેના સમાચારો હોય છે. જયારે પ્રાદેશિક ભાષામાં (ગુજરાતી-મરાઠી વગેરે) પ્રગટ થતા પત્રા તો વિજ્ઞાનને બહુ ઓછા ૫” છે. મે' સામેથી ફરિયાદ કરી કે તબીબી વિજ્ઞાન, રસાયણ
સ્ત્રીઓ કે વિજ્ઞાનીએ આ બાબતમાં એના વાડો કરીને બેઠા છે કે પોતે સામાન્ય માનવીને સમજાય તેવું લખવાની ફૂરસદ ધરાવતા નથી અને પત્રકાર-લેખકો વિજ્ઞાન અંગે લખવાની કોશિષ કરે તો જાણે વિજ્ઞાનીઓનાં ક્ષેત્ર ઉપર તરાપ પડી હોય તેમ ઊકળી ઊઠે છે, આનાથી પત્રકાર-લેખકો હેબતાઈને વિજ્ઞાનના વિષયને સ્પર્શતા નથી અને તેથી જનતા વિજ્ઞાન અંગેની જાણકારીથી વંચિત રહે છે.
વિજ્ઞાનીઓને લોકો ફ્રેન્કેસ્ટીન માને છે. એટલે કે તે કોઈ ાંસ કરનારો મહા ઘાતક માનવ છે તેમ માને છે. અણુશકિત પંચ એટલે જાણે અણુબોંબ બનાવવા કે અણુવીજળી પેદા કરવા માટે જ ઊભું થયું હોય તેમ લોકો માને છે. ભાભા અણુ-સંશોધન કેન્દ્રમાં જે ૪,૦૦૦ વિજ્ઞાનીઓ કામ કરે છે તેની જાણકારી જનતાને મળે તા સામાન્ય માવીને થાય કે આપણા દેશ કેટલે આગળ વધ્યો છે.
વિજ્ઞાની અતિ આધુનિક કે નાસ્તિક માનવ નથી. અણશિંકત ખાતાના પાવર પ્રા જેકટ એન્જિનિયરિંગ ડિવિઝનના ડાયરેકટર ડૉ એમ. આર. શ્રીનિવાસનને તમે મળેા અને તેના વિચારો જાણા તા લાગે કે આતો કોઈ આધુનિક ઋષિ જેવા છે. એક બાજુ તે સમગ્ર જગતની બળતણશકિતનો કયાસ કાઢી જાણતા હોય અને ૨૦૦૦ની સાલ સુધી જગતમાં કેટલા કોલ્સા ચાલશે તે વાત જાણતા હોય તો બીજી બાજુ આધુનિક માનવી કપડાંલત્તા, મકાન અને રહેણીકરીમાં કેટલા સાદો હોવા જોઈએ તેનાં ધારણા પણ નક્કી કરીને સાદાઈને ટોચે ચઢાવે છે.
ડૉ. શ્રીનિવાસનના કહેવા મુજબ બળતણ અને વીજળીશકિતના વપરાશમાં અમેરિકા જે વેડફાટ કરે છે તેનો દાખલો લઈને ભારત વીજળીના વપરાશમાં ઘણી કરકસર અત્યારથી શરૂ કરી શકે છે. શરૂમાં તેમણે જગત આખાની બળતણકિતનો અડસટ્ટો કાઢીને પછી ભવિષ્યમાં બળતણની જે તંગી પડે તેને જે સરળ ઈલાજ
બતાવ્યો છે તે જોવા જેવા છે.
આ જગતમાં ૧ કરોડ મેગાટન જેટલા કોલસા અને ઘનપદાર્થરૂપી બળતણના અનામત સ્તરો પડેલા છે(એક મેગાટન એટલે ૧૦ લાખ ટન) આમાંથી માનો કે પ૦ ટકા જેટલા કોલસા ખાદી કઢાય અને અત્યારે દર વર્ષે ૨૫૦૦ મેગાટન જેટલી જગતની વપરાશ છે તે જોતાં આ કોલસા ૨૦૦૦ વર્ષ સુધી ચાલે. જો કે કોલસાની વપરાશ એટલી બધી વધવા માંડી છે કે ૧૯૮૫ સુધીમાં ૨૫૦૦ મેગાટનને બદલે દર વર્ષે ૩૫૦૦ મેગાટન જેટલા કોલ્સે વપરાવા માંડશે. એ હિસાબે આ કોલસા ૨૦૦૦ વર્ષ નહિં પણ “માત્ર” ૧૦૦૦ વર્ષ ચાલે.
૧
૧૪૫
પણ આટલા બધા જથ્થાથી આપણે હરખાઈ જવાનું નથી. આમાંથી ૯૦ ટકા કોલસા અમેરિકા, રશિયા અને ચીન પાસે છે. બાકીના ૧૦ ટકામાં તમામ દેશ આવે છે. ભારતની વાત લઈને તે આપણી ભૂમિના કોલસા અને બી ઘન બળતણના સ્તર ૮૩૦૦૦ મેગાટન છે. જગતનો હિસાબ ભારતને લાગુ પડતો નથી. આપણી પાસે ૧૩૦ વર્ષ ચાલે તેટલા કોલસા છે. એ પછી તેલનો ક્રમ આવે છે. આરબ દેશામાં ૩૦થી ૫૦ વર્ષ સુધી ચાલે તેટલું ક્રૂડ તેલ છે. ભારતના અંદાજો પ્રમાણે ભારતમાં ૧૩૦ મેગાટન જેટલા ક્રૂડતેલના અનામત સ્તરો છે. ૨૦૦૦ની સાલ સુધીમાં આપણે દર વર્ષે ૧૦ કરોડ ટન તેલ વાપરતા થઈશું એટલે કે હાલ કરતાં ક્રૂડતેલની વપરાશ પાંચ ગણી થશે.
કોલસા અને ક્રૂડતેલ પછી અણવીજળીની વાત આવે છે, અણુવીજળી માટે યુરેનિયમ જોઈએ. આપણી પાસે બહુ જૂજ પ્રમાણમાં યુરેનિયમ છે, પણ આપણે થેારિયમથી કામ ચલાવી શકીએ અને ફાસ્ટ બ્રિડર રિએકટર સ્થાપીને પ્લુટોનિયમનો ઉપયોગ કરીને એ બળતણમાંથી જ બળતણ મેળવી શકીએ,
ડૉ. શ્રીનિવાસન ઉપરના બધા મોટા આંકડા આપ્યા પછી પણ બહુ જ સરળ વાત ઉપર આવી જાય છે. તેઓ કહે છે કે જગતનાં શકિતનાં સાધનો અમર્યાદ નથી, એટલે આપણે આપણુ જીવન એવી રીતે ગાઠવવું જોઈએ કે ઓછામાં ઓછી વીજળી અને બળતણ વપરાય, અમેરિકા અને યુરોપમાં વધુ વીજળી એરકંડીશનગમાં વપરાય છે, ડૉ. શ્રીનિવાસન કહે છેકે ભારતમાં એરકંડીશનરની ભાગ્યે જ જરૂર, છે, છતાં દેખાવ ખાતર અને સરકારને ખર્ચે કે શેરહેાલ્ડરોને ખર્ચે એરકંડીશનરી બેસાડાય છે. એરકંડીશનરી ખર્ચાળ તો છે જ પણ તે જે વીજળી વાપરે છે તે તો ખગ વાળી નાંખે છે.
ડા, શ્રીનિવાસન જેવા વિજ્ઞાની કહે છે કે શહેરોનું આયોજન કરતી વખતે એવાં મકાનો બાંધવાં જોઈએ કે તેમાં એરકંડીશનગ કે
વીજળીના પંખાની જરૂર ન પડે. મુંબઈ જેવા શહેરોમાં લેક જે કપડાં પહેરે છે તે મોટાભાગની ઋતુને અનુકૂળ નથી. કપડાંને કારણે પણ વીજળીનો વપરાશ વધે છે તેવી સીધીસાદી વાત ડૉ. શ્રીનિવાસન કહે છે. તેમના કહેવા મુજબ શહેર વસાવતા પહેલાં તેનાં મકાન રસ્તા અને વૃક્ષોની રોપણીનું આયોજન કરવું જોઈએ, આપણે મકાનોના બાંધકામમાં પશ્ચિમની નકલ કરી છે. આ કારોની બાંધણી જ એવી છે કે જે વીજળીના પંખાને અનિવાર્ય બનાવે છે દર ચાર મકાન દીઠ એક વૃક્ષ હાય ! ૪૦ પંખાની જરૂર ન પડે.
આધુનિક ટેકનોલોજી દ્વારા મોટરકાર અને બીજા સાધનો ૨૫ વર્ષ સુધી ટકે તેવા બનાવી શકાય છે. ડૉ. શ્રીનિવાસન ચોંકાવ નારી વાત કરે છે. તેમના કહેવા મુજબ અમુક સાધનોમાં એવી ચાશ રખાય છે કે તે લાંબા ટકવાને બદલે ટૂંકું આયુષ્ય ભાગવે ! આને કારણે ઉત્પાદકની ચીજોનો ઉથલા સારા થાય છે; પણ વીજળીનો વપરાશ અનેકગણા વધે છે. ગામડાંઓ હવે શહેરોની નકલ કરે છે. મકાનોની બાંધણી એવી હોય છે કે ત્યાં પણ પંખા બેસાડવા પડે છે. ગામડાંઓને કૃષિના ઉપયોગ માટે વીજળી અપાય છે. એ વીજળી કૂવામાંથી પાણી ચઢાવવા માટે જરૂરી હોય છે પણ ગામડાંના લોકો પણ ખેતી સિવાયના ઉપયોગ માટે વીજળી વાપરવા માંડયા છે.
ડૉ. શ્રીનિવાસન કહે છે કે ખેતીવાડીમાં વીજળીના વપરાશ પણ આડેધડ થાય છે. વિજ્ઞાનીઓએ હવે એ વાત ઉપર ધ્યાન લગાવવાનું છે કે કૃષિમાં કેમ ઓછામાં ઓછી વીજળી વપરાય.
સિન્થેટીક કાપડ, પ્લાસ્ટીક અને બીજી કૃત્રિમ પેદાશેના વધુ