________________
ખુબ જીવન
કવિશ્રી
નાનચંદ્રજી
મહારાજ
[કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ પ્રભાવશાળી વ્યકિત હતા અને નિર્ભીકપણે પ્રગતિશીલ વિચારો ધરાવતા. તેમની જન્મશતાબ્દી મુંબઈમાં રવિવાર તા. ૨૧-૧૧-૭૬ને દિને ઘણાં ઉત્સાહપૂર્વક ઊજવાઈ. તે પ્રસંગે એક દળદાર સ્મૃતિગ્રન્થ પ્રકટ થયો તેમ જ શ્રી નાનચન્દ્રજી મહારાજનાં પ્રવચનોના બે ગ્રન્થો – “માનવતાનું મીઠું જગત”– પ્રકટ થયાં. તેમના જીવનની કાવ્યમય ભાષામાં શ્રી શાંતિલાલ શાહે તૈયાર કરેલ રેકર્ડ પણ પ્રકટ થઈ. આ પ્રસંગે કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દી ટ્રસ્ટ રચવામાં આવ્યું છે, જેમાં લગભગ રૂપિયા નવ લાખનું ફંડ થયું છે. મને નાનચન્દ્રજી મહારાજનો પરિચય બહુ નાની ઉંમરમાં થયો. તેનાં સંસ્મરણો સ્મૃતિ ગ્રન્થમાં મે આપ્યા છે જે અહીં આપું છું.
તા. ૧-૧૨-૭૧
કવિશ્રી નાનચન્દ્રજી મહારાજના પ્રથમ પરિચય મને સં. ૧૯૧૪માં થયો. ત્યારે હું લીંબડી બાર્ડિંગમાં રહી અભ્યાસ કરતા હતા. બોર્ડિંગના બધા વિદ્યાર્થીઓને જૈનશાળામાં જવું ફરજિયાત હતું. કવિશ્રી, જૈનશાળાના અભ્યાસમાં ઘણા રસ લેતા. પર્યુષણના દિવસેામાં કવિશ્રીના રચેલા ધાર્મિક સંવાદો અને ગીતા જૈનશાળાના વિદ્યાર્થીઓ ઉપાશ્રયમાં ભજવતા.
કવિશ્રીના ગુરુ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજને પક્ષઘાત થયો હતો. તેથી કવિશ્રીને નવ વર્ષ સુધી લીંબડીમાં રહેવું પડયું. ગુરુની તેમણે અનન્યભાવે સેવા કરી. કવિશ્રીમાં શરૂઆતથી સમાજસુધારકની ધગશ હતી. તેમનાં પ્રવચનોમાં કુરૂઢિઓનો વિરોધ અને માનવતાનો ઉપદેશ રહેતા. કેટલાક લોકો એમ માને છે કે જૈન સાધુએ શાસ્ત્રોનું જ વાચન કરવું જોઈએ, સાંસારિક પ્રવૃત્તિઓ સાથે તેમને કોઈ સંબંધ ન હોવા જોઈએ. મેાક્ષમાર્ગના જ ઉપદેશ આપે. અહિંસા અને આરંભ – સમારંભ વિષે આપણામાં એવા ખ્યાલા પ્રવર્તે છે કે જૈન સાધુ સમાજસુધારણા કે સામાજિક સેવા અથવા લાકકલ્યાણનાં કાર્યાના ઉપદેશ આપે તે તેમને દોષ લાગે. કવિશ્રી એ જમાનામાં પણ—આજથી ૬૦ વર્ષ પહેલાં-પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. માણસનું અને સમાજનું જીવન નીતિમય ન હોય તો માત્ર મેાક્ષમાર્ગના ઉપદેશ આપવા અથવા શાઓનું જ વાચન કરવું એથી ધર્મની અભિવૃદ્ધિ થતી નથી. પાયો ન હોય ત્યાં ઈમારત ચણવા જેવું થાય ! કવિશ્રી માનતા કે માનવતા એ જ સાચા ધર્મનો પાયો છે.
તે જમાનામાં સ્રીઓની મુકિત કે ઉન્નતિની વાત કરવી અને તે પણ જૈનસાધુએ એ અલ્પ્ય હતું. પણ કવિશ્રી માનતા કે પુરુષ જેટલા જ સ્ત્રીને અધિકાર છે. સ્ત્રીને નિરક્ષર કે દબાયેલી રાખવાથી સમાજની અધાગિત થાય છે. તેથી કવિશ્રીના ઉપદેશથી મહિલામંડળની સ્થાપના થઈ હતી જે હજી પણ ચાલે છે.
લીંબડીમાં ગામડાનાં વિદ્યાર્થીઓના અભ્યાસની અનુકૂળતા માટે તેમના જ ઉપદેશથી સ્થાનકવાસી બેર્ડિંગની સ્થાપના થઈ હતી, જેના સેંકડો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. દરેક પ્રકારનાં લોકકલ્યાણનાં કાર્યો માટે કવિશ્રી પ્રેરણા આપતા.
પેાતાને નવું જાણવાની જિજ્ઞાસા એટલી બધી હતી કે રાત્રે ઉપાશ્રયમ દીવાબત્તી – તે વખતે તે ફાનસથી છોટાલાલ હરજીવન ‘સુશીલ’ સારા અંગ્રેજી પુસ્તક વાંચી તેમને સમજાવતા. પૂજય દેવચન્દ્રજી મહારાજ કાળધર્મ પામ્યા પછી કવિશ્રી બધે વિચર્યા. સર્વે સ્થળે માનવતા અને લેકકલ્યાણનાં સત્કાર્યના ઉપદેશ અને પ્રેરણા આપતા. વિશેષમાં કવિશ્રી માનતા કે જૈન સાધુનો ઉદેશ માત્ર જૈનો માટે જ નથી, સકળ જનતાને તેના લાભ મળવા જોઈએ. તેથી ગામડાઓમાં વિચરતા ત્યારે રાત્રિપ્રવચન રાખતા અને ગ્રામજનતા મેોટી સંખ્યામાં તેમના ઉપદેશનો લાભ લેતી, બુલંદ અવાજ હતો અને કંઠ મધુર હતો. પોતે કવિ હતા અને ભકિતના સુંદર કાવ્યો અને પદો રચતા અને ગાતા.
સ્વભાવમાં આગ્રહ પણ હતા. સાચી અને સારી વસ્તુ થવી જ જોઈએ. પેાતાના અનુયાયીઓને આગ્રહપૂર્વક સત્કાર્યો માટે પ્રેરણા
૧૪૩
આપતા. સેંકડો ભાઈઓ અને બહેનોએ કવિશ્રીથી પ્રભાવિત થઈ પોતાનું જીવન સન્માર્ગે વાળ્યું છે. તેમના ઉપદેશથી ઘણા લાકકલ્યાણનાં કાર્યો થયાં છે.
આપણા દેશમાં ગાંધીયુગ શરૂ થયા ત્યારે કવિશ્રી પોતે ગાંધીજીના વિચારોથી આકર્ષાયા અને ખાદી પહેરવી, રેટિંયો કાંતવો, ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવું, અસ્પૃશ્યતા નિવારણ, વગેરે રચનાત્મક કાર્યક્રમા માટે ઉપદેશ આપતા. પોતે ખાદી પહેરતા. મારી વિસ્મૃતિમાં ભૂલ થતી ન હાય. તે! – હાથે દળેલા લાટ જ વાપરવા એવા આગ્રહ રાખતા. જૈન સાધુ માટે આ પગલું ક્રાન્તિકારી હતું.
શાસ્ત્રોના શાનમાં એમનાં કરતાં કદાચ વધારે વિદ્રાન એવા સાધુઓ હતા, પણ યુગબળને ઓળખી યુગધર્મના ઉપદેશ આપવામાં તેઓ વિરલ હતા. રૂઢિચૂસ્તા તરફથી ટીકા થાય તેની બહુ પરવા ન કરતા. આપણામાં એક માન્યતા એવી છે કે ક્રિયાઓ ચૂસ્તપણે પાળે એ સાચા સાધુ ગણાય – એ દૃષ્ટિએ કવિશ્રીએ દેશકાળ પ્રમાણે સારા પ્રમાણમાં છૂટ લીધી હતી.
કવિશ્રીને જીવનમાં સેટીના પ્રસંગે પણ એક પ્રસંગ, જેનો હું સાક્ષી છું, તેના અહીં
આવ્યા. એમાંના ઉલ્લેખ કરું છું:
તેમના શિષ્ય, જે પાછળથી સંતબાલને નામે જાણીતા થયા, તેમની સાથે તીવ્ર મતભેદ થયો, અંતબાલકવિશ્રી પાસેથી જ પ્રેરણા મેળવી બે ડગલા આગળ જવા તૈયાર થયા. સંતબાલમાં તરવરાટ ઘણા. માત્ર ઉપદેશ આપી બેસી રહેવું એ તેમને યોગ્ય ન લાગ્યું, સામાજિક સેવા અને લોકકલ્યાણના કાર્યોમાં સક્રિય ભાગ લે અને ઉપદેશ આપીએ તે કરી બતાવવું એવી તેમની ભાવના થઈ. જૈન સાધુ આટલે સુધી જાય તે કવિશ્રીને માન્ય ન હતું. આ ગૃહન પ્રશ્ન છે. તેની ચર્ચામાં અહીં નથી ઊતરતા. સંતબાલ મક્કમ હતા. ગુરુ-શિષ્ય વચ્ચેની ચર્ચામાં હું સાક્ષી અને કેટલેક દરજજે ભાગીદાર હતા. મુંબઈમાં વરસાવા ઉપર જીવણલાલ ચિનાઈના બંગલે બન્ને હતા ત્યારે આ વિવાદ ચાલતા હતા, તેમાં મે પણ થોડો ભાગ લીધા હતા. મુખ્ય પ્રશ્ન એ હતા, જૈન સાધુનો વેશ રાખીને આવી પ્રવૃત્તિમાં પડઘું કેટલે દરજજે યોગ્ય લેખાય, એ પ્રશ્ન હજી અણઉકલ્યો છે. છેવટ ગુરુ – શિષ્ય ભારે હૈયે છૂટા પડયા. સંતબાલે પોતાના માર્ગ લીધા. તઘડી સુધી ગુરુ પ્રત્યે ભકિત એવી જ રહી. ગુરુએ પણ તેમના પ્રત્યે છેવટ સુધી પ્રેમભાવ રાખ્યો.
કવિશ્રીએ પોતાના દીર્ઘ જીવનકાળમાં ઘણા ભાઈઓ અને બહેનોને ધર્માભિમુખ કર્યા. મને તેમનાં મીઠાં સંસ્મરણો યાદ છે. જૈનશાળામાં નાની વયે તેમના પ્રતાપે ધાર્મિક સંસ્કારો મળ્યા તે જીવનભર મારા વારસામાં રહ્યાં છે.
આપણા શ્રમણવર્ગના ઘણા પાયાના પ્રશ્નોની પુન: વિચારણા કરવાની જરૂર છે. તેમાં કવિશ્રીનું જીવન માર્ગદર્શક બને તેવું છે. કવિશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે હું અંત:કરણપૂર્વક તેમને શ્રાદ્ધાંજલિ અર્જુ છું.
-ચીમનલાલ ચકુભાઈ શાહ