Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન ✩ નિકાસમાં દારૂ નવી દિલ્હીથી આવેલા એક સમાચાર કહે છે કે પેાલેન્ડના વ્યાપારી પ્રતિનિધિમંડળે કરેલી દરખાસ્તા જો ભારત સરકાર સ્વીકારશે તા ભારતીય બટેટામાંથી નિકાસ માટે વોડકા નામની મદિરા બનાવવામાં આવશે. દરખાસ્તામાં પેાલેન્ડના સહકારથી નિકાસ માટે માંસ પણ પ્રોસેસ કરવાની યોજના છે. દેશમાં દારૂબંધી કરવી એ આપણા બંધારણના એક આદેશ છે પણ તે માટે સમયમર્યાદા ઠરાવેલ ન હોવાથી ગુજરાતને બાદ કરતાં કોઈ રાજયે દારૂબંધીની સફર નીતિ અમલમાં રાખી નથી. તામિલનાડુએ સંપૂર્ણ દારૂબંધી કરવાના અને તેને રદ કરવાના અખતરા કર્યા છે. બીજા રાજ્યો પૈકી કોઈએ દારૂબંધીની દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું છે અથવા અધકચરાં પગલાં લીધાં છે. મહારાષ્ટ્ર રાજયે ગાંધીજીની જન્મ શતાબ્દીના વર્ષમાં દારૂબંધી હળવી કરી હતી. આખરે વડા પ્રધાને સંપૂર્ણ અને દેશવ્યાપી દારૂબંધી કરવાના ૧૨ મુદ્દાનો કાર્યક્રમ રાજય સરકારોને આપ્યો છે. આમ જયારે ઘરઆંગણે આપણે સંપૂર્ણ દારૂબંધીની નીતિને વરેલા છીએ ત્યારે નિકાસ માટે વિદેશી પ્રકારની મંદિરા બનાવીએ એ યોગ્ય છે? જે આપણી પ્રજા માટે ઝેર છે તે ઝેર આપણે બીજા દેશોની પ્રજાઆને, વિદેશી હૂંડિયામણ કમાવા ખાતર પાઈએ એ આપણા માટે યોગ્ય છે? આપણે જાહેરજીવનમાં નૈતિક મૂલ્યો અપનાવ્યાં છે. ‘સત્યમેવ જયતે' એ આપણી રાજ્યમુદ્રા છે. વિદેશવહેવારમાં આપણે પંચશીલ અપનાવેલ છે. આપણે વિદેશી હૂંડિયામણની કમાણી જતી કરીને પણ રોડેશિયા અને દક્ષિણ આફ્રિકાના આર્થિક તથા રાજકીય બહિષ્કાર કર્યો છે. આપણે તંગદિલી અને અશાન્તિ વધારે એવા શસ્ત્રોના વેપાર અને ભેટનો વિરોધ કરીએ છીએ. આપણી મૂંજીમાં ઉજજવલ સંસ્કૃતિ અને ઉચ્ચ નીતિમત્તા છે. એ બધું યાદ કર્યા પછી આપણે વિદેશેશમાં દારૂ અને માંસ નિકાસ કરવા માટે કારખાનાં નાખવાની દરખાસ્તો વિચારમાં પણ કેમ લઈ શકીએ ? તેમ છતાં આપણે માંસ તો નિકાસ કરીએ જ છીએ. દારૂબંધી આપણા માટે એક પ્રચારસૂત્ર જ ન હોય. એ આપણા માટે ધર્મ અને કર્મ છે; કારણ કે તેના વડે આપણે આપણા કરોડો ગરીબાનું કલ્યાણ કરવા માગીએ છીએ અને નવી પેઢીને એ વિનાશક વ્યસનમાંથી બચાવવા માગીએ છીએ. પરંતુ આપણા રાષ્ટ્ર અપનાવેલા આદર્શ અને આપણા કેટલાક રાજકર્તાઓના વ્યવહાર વચ્ચે બહુ અંતર પડી ગયું છે. તે પ્રજાને દારૂ પાઈને રાજ્યની આવકમાં વધારો કરવાનું યોગ્ય માને છે. ગઈ તા. ૨૨ ઓકટોબરના રોજ ‘જન્મભૂમિ’માં પ્રગટ થયેલા એક સમાચાર પ્રમાણે એકલા મુંબઈ શહેરમાં દર વર્ષે આશરે ૫૫ કરોડ રૂપિયાની કિંમતના દારૂ પીવાય છે. (બીજો ગેરકાયદે પીવા હોય તે જુદો) અને તેની ઉપર એકલા મુંબઈ શહેરમાંથી મહારાષ્ટ્ર સરકાર વર્ષ જ્ઞ. ૨૦ કરોડની આવક મેળવે છે. એકલા મુંબઈ શહેરમાં દારૂ વેચવાના પરવાનો ધરાવતી ૪૫૦ દુકાને છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી શંકરરાવ ચવ્હાણે ટકોર કરી હતી કે જયારે ખુદ કોંગ્રેસી દારૂ વેચવાની દુકાનો ખોલવાની પરિમટો મેળવવા આગળ આવે છે ત્યારે મને દુ:ખ થાય છે. દુ:ખ થતું હોય તો પણ તેમાં કશું આશ્ચર્ય નથી. કોંગ્રેસના જે પાયાના સિદ્ધાંતો છે તેમાં દારૂબંધી એક છે. પરંતુ કેટલા કોંગ્રેસીઓ પાયાના કેટલા સિદ્ધાંતામાં માને છે? થી નાઈકના શાસનમાં મહારાષ્ટ્રમાં દારૂ બનાવવાનાં ઘણાં કારખાનાં સ્થપાયાં છે. તેમાં કરોડો રૂપિયાની મૂડીનું રોકાણ થયું છે. શ્રી નાઈક એમ માનતા જણાતા તા. ૧-૧૨-૧૬ અને માંસ પણ ! ✩ હતા કે દ્રાક્ષનો કોષ્ઠ ઉપયોગ દારૂ બનાવવામાં છે. જો કોંગ્રેસીઓ પણ દારૂ પીતા અને વેચતા હોય, અને જો પશ્ચિમી ઢબની વર્તમાન જીવનપદ્ધતિમાં મદિરાપાન મેાભે દર્શાવતું સ્ટેટસ સિમ્બોલ હોય તે મદિરાપાનમાં અને મદિરા વેચવાની પરિમટો મેળવવામાં સંકોચ કેમ રહે? મહારાષ્ટ્ર શાસનમાં કાયદેસર અને ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગમાં એટલા બધા વધારો થયો છે કે હવે જયારે સંપૂર્ણ દારૂબંધીની દિશામાં વડા પ્રધાને રાજ્યોને ૧૨ મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે ત્યારે તેનો અમલ કરવા મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલ બની જશે. બીજાં રાજ્યોમાં નામની જ દારૂબંધી છે, અથવા નથી. પંજાબમાં પાણી અને દૂધ કરતાં દારૂ વધુ પીવાય છે એમ કહી શકાય. વડા પ્રધાનના ૨૦+ ૫ મુદ્દાના કાર્યક્રમ માટે ખૂબ પ્રચાર થાય છે, પણ તેમના દારૂબંધીના ૧૨ મુદ્દાના કાર્યક્રમ વિશે ભાગ્યે જ કશા પ્રચાર થાય છે. જે રાજય દારૂબંધી કરે તેને આબકારી જકાતમાં જે ખોટ જાય તેના ૫૦ ટકા કેન્દ્ર સરકારે આપવાની તૈયારી બતાવી હોવા છતાં ભાગ્યે જ કોઇ રાજયે બાકીના ૫૦ ટકાનો ભાગ આપવાની તૈયારી બતાવી. દેશવ્યાપી સંપૂર્ણ દારૂબંધી કરવા કેન્દ્ર સરકાર આતુર છે પણ રાજ્ય સરકારોની દાનત નથી એવું જણાય છે. દારૂબંધીને બંધારણના એક આદેશ તરીકે અને નૈતિક ધ્યેય તરીકે સ્વીકાર્યા પછી કેન્દ્ર સરકાર નિકાસ માટે દારૂ બનાવે એ યોગ્ય નહિ ગણાય. આયાતના વધતાં જતાં બિલ સામે ડુંગળી, કેળાં અને સીંગદાણાથી માંડીને માંસ સુધીની અનેક ચીજો નિકાસ કરીને હૂંડિયામણ કમાવાની વ્યાપાર પ્રધાન શ્રી ડી. પી. ચટ્ટોપાધ્યાયની આતુરતા આપણે સમજી શકીએ છીએ; પરંતુ આપણે કયાંક મર્યાદા અને સંયમની લક્ષ્મણ રેખા દોરવી જોઇએ. તેની બીજી બાજુ ગમે તેવી લાભામણી હોય તે પણ એ લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઇએ. પેાલેન્ડના સહકારમાં વોડકા બનાવી, વિદેશનૅ વેચી, વિદેથી હૂંડિયામણ કમાવાની લાલચ વોડકા જેવી જ લલચાવનારી હશે, પણ દેશ માટે આર્થિક લાભ કરતાં નૈતિક લાભ વધુ જરૂરી છે. દેશમાં આલ્કોહોલ અને દારૂ બનાવવાનાં કારખાનાંની સંખ્યા જુઓ, ડિસ્ટીલરીનું એક કારખાનું તે મહાદેવના નામે ચાલે છે! કેટલા બધા વિદેશી દારૂ આયાત પણ થાય છે તે જુઓ. દેશમાં દારૂની દુકાનોની સંખ્યા જુઓ, કાયદેસર તથા ગેરકાયદે પીનાચની સંખ્યા જુઓ અને દર વર્ષે ભેળસેળથી ઝેરી બનેલા દારૂ પીને ગરીબા મરે છે તેમની સંખ્યા જુઓ તો એમ લાગે કે દારૂબંધીનું ધ્યેય એક મૃગજળ છે અને દારૂ વેચીને ધનવાન થવું તથા પીને પશુ થવું એ જીવનની એક કરૂણ વાસ્તવિકતા છે. પરંતુ જો આપણા આગેવાના જ દારૂબંધીમાં માનતા ન હોય તો તેના પ્રજાને દારૂની બદીમાંથી મુકત કરવામાં આગેબની કેવી રીતે લઇ શકે! મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન દારૂના વ્યસનના વિરોધી છે પણ તેમના પૂરોગામીના શાસનમાં મહારાષ્ટ્રમાં દારૂ ઉદ્યોગનો જે વિકાસ થયા છે તે જોતાં દારૂબંધીના ૧૨ મુદ્દાનો અમલ કરવામાં તેમને ઘણી મુશ્કેલી પડશે. મુંબઇમાં ધનવાનોના ઉચ્ચ વર્ગમાં પણ દારૂની બદી શોખ, વૈભવ અને મ।ભારૂપે કેવી ફ્લાઈ છે તેના તેમણે હમણાં ચોંકાવનારા દાખલા આપ્યા છે. તા. ૧ જાન્યુઆરીથી અમલમાં આવતી દાનિયંત્રણની નવી નીતિમાં ધર્મસ્થાનો અને કેળવણી સ્થાન પાસેથી દારૂની દુકાને કાઢી નાખવામાં આવશે એમ તેમણે કહ્યું છે, પરંતુ એ પૂરતું નથી. આવે ઠેકાણે દારૂનું વેચાણ ન થવા દેવું એવો કાયદો પણ છે, તે છતાં આવે ઠેકાણે દુકાનો કેમ કરવા દેવામાં આવી તેની તપાસ પણ થવી જોઇએ. પરવાના આપવામાં હમેશાં પ્રામાણિકતા જળવાઈ નથી. દેડકાના પગથી માંડી વેાડકાની બાટલીઓ નિકાસ કરીને પણ હૂંડિયામણ કમાવાનો આગ્રહ રાખતા વેપારપ્રધાનની હૂંડિયામણ કમાવી આપવાની ચિંતા આપણે સમજી શકીએ છીએ. પણ આપણા જ લોકોને દારૂ પીવાની સગવડ કરી આપવાની રાજ્ય સરકારોની ચીવટ આપણે સમજી શકતા નથી. વિજયગુપ્ત મૌર્ય,

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160