________________
તા. ૧-૧૧-૭૬
પ્રબુદ્ધ જીવન
૧૨૫
નેહધામ સૂના સૂના સૂના?
પ્રિય સનાતનભાઇ,
તમને આ પત્ર લખું છું ત્યારે ખૂબ મૂંઝવણ થાય છે. તમે મારા કરતાં ઉમ્મરમાં મોટા છે અને પ્રજ્ઞાવાન. એક સતત ભીતિ મનને રહ્યા કરે છે કે લખતાં લખતાં કયાંક વિવેકની લક્ષમણરેખા ચૂકી ન જાઉં! ક્યાંક મારું ડહાપણ નમ્રતાને અંચળો ઓઢી તમારી આગળ શેખી મારવા બેસી ન જાય અને બીજું આ વાત કરું છે તે તમારા હૃદયના નાક સંવેદનની છે. આ વાત જે તમે કોઈને મોઢે નથી કહેતા. જે તમે એકાંતમાં તમારી સાથે-હવે એકલા જ - સહી લે છે અને છતાં સહી નથી શકતા. આ સંવેદન, આ હૃદયની Private Chembers માં પ્રવેશ કરવાનો અધિકાર મારો કેટલે એની મને ખબર નથી. પણ આમ તમારું દુ:ખ એ મારું દુ:ખ નથી? તમે જયારે એકાન્તમાં સવાયા કરતા હો ત્યારે હું પણ દૂર બેઠો સેસવા નથી શું? - શ્રુતિ કહેતી હતી સ્વાતિબેનના મૃત્યુ પછી તમે ખૂબ એકલવાયા બની ગયા છે. તમે કયારેક નાના બાળક જેવા બની જાએ છો અને ધ્રુસકે ધ્રુસકે તૂટી પડો છે; તે કયારેક સાવ સૂનમૂન! કોઈ બાજુમાં બેસે તે પણ ન ગમે, તે કયારેક કોઇ પણ Company તમને મળે એની તમને ભૂખ રહે છે. જાણે તમારા હાથ હંમેશ - કોઈ બીજા હાથની હુંફ માટે ટળવળે છે અને છતાં તમે પૂરેપૂરો હાથ લંબાવી નથી શકતા! 2 જાણું છું, મોટી ઉમ્મરે પત્નીને ખેવી એ કેટલું અસહ્ય છે. મૃત્યુ આપણામાંથી કશુંક હરી લે છે. એ મૃત્યુના આવવાની (inevitability) આપણે જાણતા હોઇએ તો પણ! કેટલી ય વાર આપણે જોઈએ છીએ કે પતિ મરી જતાંની સાથે જ પત્ની અચાનક જ છ મહિનાની અંદર વૃદ્ધ થઇ જાય છે. નેસીસનો એક પુત્ર મેટી ઉમ્મરે જયારે મૃત્યુ પામ્યો તે પછી એ કયારેય એ કળમાંથી બહાર ન નીકળી શકો અને એવું લાગ્યું કે એકાએક એની ઉંમર ૧૦ વર્ષ વધી ગઇ છે. મારા એક પરિચિત સજજનની પત્ની, પિતાને પુત્ર મરી જતાં થોડા જ દિવસમાં પાગલ થઇ ગઇ હતી. મૃત્યુ માત્ર આપણા સ્નેહીને જ નથી લઈ જવું, સાથે સાથે આપણને પણ મારતું જાય છે. જેની સાથે વર્ષો સુધી એક તાલમાં પગલાં મૂકયાં એના વિના જીવન બેસૂરું લાગે છે – કલ્પના પણ નથી આવી શકતી કે એના વિના જીવી શકાય! અને પુરુષ... એની પત્ની નાની નાની કેટલી બાબતોમાં એની કાળજી રાખે છે... એને ખબર પણ ન પડે એમ! સવારથી સાંજ નાની નાની કાળજી, પ્રેમથી ભરેલી વાટ અને અપેક્ષા; પુરુષ નાહક ગુસ્સે થાય તોય હસીને ભૂલી જતી, એને નાના બાળકની જેમ લાડ લડાવી Almost spoil કરી મૂકતી ... એ જ્યારે અચાનક વિદાય લે છે ત્યારે પાછળ પુરુષ - પતિ એકાએક કે અસહાય બની જાય છે. હવે કોણ એને ગુસ્સે સહન કરશે? કોણ એને રવિવારે સવારે મીઠી ટકોર કરી કરી જગાડશે? કોણ એના નાના-મોટા સ્વાદના ગમા - અણગામનું ધ્યાન રાખશે? કોણ એના વિશાળ ઘરના એકેએક ઓરડાને અસ્તિત્વના મંજૂર લયથી શણગારશે ?-ખૂણામાં રાજ હસતાં ફલોને ગોઠવી પ્રભાતને ઘરમાં કોણ આવકારશે? પાણીને ગ્લાસ માગતા હાથ લાંબે કરવા .... મોટેથી બૂમ પાડવાની ને પછી એકાએક રડી પડવાનું? કોણ આપશે? કોઈની પાસે મગાશે? વહુ - દીકરી - દીકરા ભર્યો ભર્યો સંસાર હોય અને છતાં આ એકાએક આટલા પરવશ બની જવાનું? બધા ખડે પગે ઊભા રહે અને છતાં જેના પ્રેમને અધિકાર હતો તે પ્રેમ કયાં. છે.
હું તમારી સ્થિતિ સમજું છું. તમે પુરુષ જ માત્ર નથી તમે વડીલ - ઘરના મેટા પણ છે. તમે હરહંમેશ લેકોને છૂટે હાથે આપતા આવ્યા છે. તમારું દિલ કયારેક માના હૈયા જેટલું ઉદાર. તમે હંમેશ હુકમ કરતા આવ્યા છે. સ્વાતિબેન સાથેના સંબંધ બાદ ઘરની કોઇ વ્યકિત આગળ તમે હાથ લંબાવ્યો નથી, કશું માગ્યું નથી. તમે પૂછો છે. જે માણસે પોતે જ દાન આપવામાં ગૌરવ માન્યું તે પિતાના જ ઘરની બહાર ભિક્ષુક બનીને હાથ લાંબાવશે? જે સિંહા સન પર બેઠો છે તે જ શું એક દિવસ બીજાને અનાદાર સહન કરશે?,
પણ સાચું કહું? તમારી ભીતિ એ ચાલતી આવેલી પરંપરાગત ભીતિ છે. એમ નહીં કે એ અનાદાર નથી સહન કરવો પડત. પણ એ ભીતિ બધાને માટે જ સાચ્ચી છે? તમારે માટે પણ? તમે જેને ‘બીજા કહે છે એ સાચે સાચ બીજા છે? હું તમારે મન બીજો છે? તમે હા કહો તો મારા અસ્તિત્વનાં કણેકણ રડી ઊઠશે. તમારે દીકરે, તમારી પુત્રી જેને તમે લાડથી ફૂલની જેમ રાખી, તમારી પુત્રવધૂ જે રોજ સવારે તમારા ચરણને સ્પર્શ કરે છે, તમે એના પિતા હો તેમ - એ સૌ તમારા પિતાના નથી ? એ લોકોને તમારા પર કોઈ અધિકાર નથી? હા, સ્વાતિબેનની જગ્યા કોઇ ન લઇ શકે અને આમેય જીવનમાં કોઇ પણ વ્યકિતનું સ્થાન બીજુ કઇ થોડું જ લઇ શકે-છતાં દરેક જણ પોતાની રીતે તમને જરાય અડવું લાગે નહીં એ રીતે તમારે ખ્યાલ ન રાખી શકે. તમે હરહંમેશ આપતા આવ્યા છે - તમે કયારેય કોઇ પાસે કશું સ્વીકારશે નહીં? એ દાન નહીં - સેવા, તમે એ સેવા પણ આપવાનો મોકો નહીં આપે? જયારે કઇ તમને હાથ આપવા આવે છે - પ્રેમથી ત્યારે એ હાથને તમારી લાચારી ગણી નકારશે? તમે પ્રેમ આપ્યો છે અમારો પ્રેમ તમે નહીં લે? અમારા પ્રેમમાં તમને અમારી આપવડાઈની ગંધ આવશે? અમારો egતમને ડંખ દેશે? આજે અમારો વારો છે -અમે તમને ફૂલની જેમ નહીં રાખી શકીશું? તમે અમને નહીં રાખવા દો? તમે અમારા અસ્તિત્વને સુખથી છલેછલ ભર્યું છે. આજે તમારા હૃદયને સુખ આપવાની તકથી અમને વંચિત રાખશે? તમે જુઓ કયાંય અમે તમને ઓછું લાગવા દઇએ છીએ? તમારા હૃદયના દ્વાર બંધ ન કરી દો ... અમે કેટલાબધા બહાર ઊભા છીએ ... ‘તમે આવો’ એમ તમે કહો એની વાટ જોઈને ! તમારું હાસ્ય અમને આપે. અમે તમને છેતરશું - અમે કાંય ઓછા પડશે એમ માની અમને અપમાનિત ને કરશે ! યાચક તમે નથી, યાચક અમે છીએ. તમારી સેવાના અધિકારના ! અમને એ સુખ નહીં મળે તે માનીશું અમને જીવતાં નહોતું આવડયું કે પોતાના માણસને અમારી પાસે સેવા માગતા ભિક્ષુક જેવું લાગ્યું હતું !
તમે કયારેક પુરુષની જેમ હું દુ:ખી નથી એમ મ્હોરું પહેરે છે. તે કયારેક નિર્બળતાની ક્ષણે જનું આલ્બમ લઇ બાળકની જેમ રઇ પડે છે. તમે અવારનવાર બાળક બની અસહાય થઇ જાઓ છો તે મને ગમે છે. કારણ ત્યારે તમારી જાતને તમે છેતરતા નથી. ત્યારે તમે અમને બધાને જાણે મેટેથી કહી રહ્યા છે તે જ હું કે અસહાય થઈ ગયો છું ...! મને તમારી જરૂર છે. તમારા આંસુ લુછવાની અમને તક આપે. એક વખત બાળકની જેમ રોઇ પડી ફરી પાછા જલદી જલ્દી પુરુષ બનાવાનું મ્હોરું પહેરી ન લે. તમારોમાં જે પુરુષને સન્માન વ્હાલું છે, બાહ્ય આચરણ વહાલું છે એ પુરુષને વિદાય આપે. અમારી સાથે થોડા દિવસ બાળક બનીને રહો! અમારી પાસે તમે બાળક બનશે તે સ્વાતિબહેન પ્રત્યે થોડું ઋણ ચૂકવ્યાને આનંદ મળશે તમારા ખોળામાં રમીને મેટા થયાં છીએ, તમારા એ ખેળાને અહેશાન માનવાનું ગૌરવ અમને આપે. - તમારા જીવનના શેષ વર્ષોને અચાનક વૃદ્ધ ન થવા દો. પત્નીની સ્મૃતિ તમારા જીવનને પવિત્ર કરે, • શેકથી પીડિત ન કરે! સહચર્યની યાદ જિદગીને સુરભિત કરે - અભિશાપથી કાજળકાળી ને કરી મૂકે. હજુ તમારા ચહેરા પર કરચલી નથી પડી ... એકાએક કરચલીઓ, તારા ચહેરા પર માળો બાંધે એ અમને પસંદ નહીં પડે. અમારા સનાતનભાઈ પહેલાંની જેમ જ મુકતમને હસીને અમને સૌને ને પોતે પણ પ્રફુલ્લિત ફ_લની જેમ રહેશે એ શું વધુપડતી અપેક્ષા છે? એ શું કઠોર સાધના છે? - તમે નાહક તમારા શેષ વર્ષોને ચીમળાવા ન દેશે, સ્વાતિબેનને પણ એ નહીં ગમે.
હું કયાંક વિવેક - મર્યાદા ચૂકી તે નથી ગયે? જેને સિંહાસન પર બેસાડાય તેમને “તું” કહેવાની ધુણતા તે કલમે નથી કરી? ક્ષમા કરશે?
. - વિપિન પરીખ