________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૦૬
નરી ચમત્કૃતિની વાત છે. છતાં આ પંકિતઓ સદીઓથી બેલાતી રહી છે; પ્રશંસાતી રહી છે. અતિશયોકિતઓ, કયારેક તે અસત્ય કવિતા બનીને આવે છે. તે એ વિશે શું કહેવું? મિરઝા મુહમ્મદ તાહિર નમ્રાબાદીએ ‘તઝકીર’માં, એટલે કે પોતાના કવિ
વૃંતાંતમાક દિવસ રાતના
અન્ય કવિઓને
પ્રાંસા કરી
એક દિવસ રાતના સમયે સાહેબ ઈન્મે - ઇબાદ તાલફાનીની સભામાં રોજની માફક વિદ્રાને અને કવિએ એકત્રિત થયા હતા. વાતવાતમાં કવિતાની વાત નીકળી. કોઈએ કવિતાની પ્રશંસા કરી, તો કોઈએ નિદા કરી. જેઓ નિંદા કરતા હતા તેમણે કહ્યું: ‘કવિતામાં કાં પ્રશસ્તિ હોય છે, કાં નિંદા, બંનેને આધાર અસત્ય અને અતિશકિત પર હોય છે. આ વખતે અબૂ મુહમ્મદ ખાજિને ઊભા થઈને કહ્યું: “આ અતિશયોકિતનું તાંબુ શુદ્ધ સુવર્ણમાંથી અલંકાર બનાવવા માટે જરૂરી છે.
ચમત્કૃતિ, અતિશયોકિત, પરંપરાગત પ્રતીક- આ બધું ચાલી શકે નવીનતા, પ્રગશીલતા આ બધું જ નભી શકે; શરત માત્ર એટલી છે કે સુવર્ણ સાથે મેળવણી કરી શકાય, એટલી જ માત્રામાં એ છે કે એથી વિશેષ માત્રામાં છે. જો કવિતાના સુવર્ણની કાંતિ ઘટતી ન હોય અને ઘાટ બંધાતો હોય, તો ગમે તેવી ચમત્કૃતિ ચાલી શકે અને સુવર્ણ હોય જ નહીં, તે તાંબાને મહિમા કેટલે ?
- મને એક શેખ તથા રૂપજીવિની વચ્ચે સંવાદ યાદ આવે છે: રૂપજીવિનીને જોઈ શેખે કહ્યું: ‘તું મસ્ત છે, કારણ કે તારામાં નેકી નથી અને તે બદીથી ભરપૂર છે.' રૂપજીવિનીએ કહ્યું: “ભલે, હું તે જેવી છું એવી જ દેખાઉં છું. પણ શેખજી, તમે મને કહેશે, કે તમે દેખાવ છો એવા છે?”
- કવિતા વિશે સમીક્ષક બની આ વાત કરવા બેઠો ત્યારે કવિતાએ તો પેલે તીખા તમતમતે સવાલ પૂછી લીધું છે. હવે જોઈએ, સમીક્ષાકો તેને શે ઉત્તર આપે છે? કવિતા તે છે એવી જ પ્રગટે છે, સૌ કોઈ સામે, વિવેચકો તેઓના અનુગ્રહો અને પૂર્વગ્રહથી મુકત હોય છે ખરા?
નહરીન્દ્ર દવે (આઈ એન ટી દ્વારા આયોજિત ગઝલ વિશેના પરિસંવાદમાં બેલાયેલું)
આખરે ૨૫મા વર્ષે ક્રાન્તિને સમય પાકી ગયો. “બાળબોધ' નામના મરાઠી માસિક પત્રમાં ગૌતમ બુદ્ધનું ચરિત્ર વાંચ્યું અને બુદ્ધના માર્ગે જવાનું ધ્યેય નિશ્ચિત થયું. વીસમા વર્ષે પહેલી કન્યા નામે માણિકને જન્મ થશે અને તેના નામકરણને દિવસે કોઈને કશી જાણ કર્યા વગર તેમણે ગૃહત્યાગ કર્યો. પાલી ભાષાના અને બૌદ્ધ ધર્મના અધ્યયન માટે તેમણે પૂણે, ગ્વાલિયર, કાશી, પટના, કલકત્તા, કાઠમંડુ, સિક્કિમ સુધીની પ્રદીદી પદયાત્રા કરી. આ જ સમયે કોલંબેમાં તેમણે ૌદ્ધ ધર્મની સંન્યાસ દીક્ષા સ્વીકારી ત્યારે તેઓ સત્તાવીસ વર્ષના હતા. ત્રણ વર્ષે અનાસકત બૌદ્ધભિક્ષુક તરીકે કાઢયા પછી ત્રીસ વર્ષની ઉંમરે તેઓ ફરી વિધિપૂર્વક ગૃહસ્થાશ્રમી બન્યા.
સાત વર્ષ પછી દાઢીજટાધારી અને બંગાળી પહેરણ ધારણ કરનાર ધર્માનંદ જ્યારે પત્નીની સામે આકસ્મિક રીતે ઊભા રહ્યા ત્યારે પત્નીને તેમ જ જેણે પિતાને કોઈવાર જોયા જ ન હતા તે પુત્રીને કેવું લાગ્યું તેનું સરસ વર્ણન ધર્માનંદે પોતાના “આત્મચરિત્ર નિવેદન’ માં કર્યું છે. તેમના જીવનને બીજો અધ્યાય હવે શરૂ થયે. પાલી ભાષાના ગ્રંથોનું સંશોધન કરવા માટે હારવર્ડ વિદ્યાપીઠે તેમને ચાર વખત શિષ્યવૃતિ આપી. ૧૯૧૦માં તેઓ પહેલી વાર અમેરિકા ગયા. ૧૯૧૮ માં નાના છોકરાને સાથે લઈને ફરી ચાર વરસ માટે ગયા. ૧૯૨૬ માં ત્રીજી વખત અને ૧૯૩૧ માં ચોથી વખત અમેરિકા ગયા. અમેરિકાના પ્રવાસ વખતે એક ડચ વ્યાપારીએ તેમને માકર્સ અને સામ્યવાદ અંગે વાત સમજવી. ધર્માનંદને લાગ્યું કે બુદ્ધને માર્ગ અને સામ્યવાદ વચ્ચે ઘણું સામ્ય છે. ૧૯૨૯માં પં. નહેરની મદદથી તેઓ રશિયામાં જઈને રહ્યા હતા અને ત્યાં તેમણે રશિયન ક્રાંતિના સામાજિક પરિણામોને અભ્યાસ કર્યો હતે. મેટ્રિક સુધી પણ જેમની વિધિસરની વિદ્યા થઈ ન હતી તે ધર્માનંદ આમ અડધી દુનિયામાં જ્ઞાનદાનનું કાર્ય કર્યું હતું અને સ્વદેશમાં પણ તેમનું બહુમાન થયું હતું. કલકત્ત વિદ્યાપીઠમાં, પૂણે વિદ્યાપીઠમાં તેમ જ ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે અધ્યાપન કર્યું હતું. બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ, પાલી વાડ્ર-મય વિગેરે અંગે તેમને મરાઠીમાં સંખ્યાબંધ ગ્રંથ અને નિબંધ લખ્યા છે.
ધર્મનંદના સંતાનોએ પણ પિતાની કીર્તિ કાયમ રાખી છે. પિતાની હિંમત ઉપર શિષ્યપ્રવૃત્તિઓ મેળવીને અને નોકરી કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પુત્રીઓએ હાવર્ડની ડોકટરેટ પ્રાપ્ત કરી છે અને પુત્ર દામોદર વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ છે. ગણિતના કેટલાક સિદ્ધાંત કોસંબી થેમ્સ નામે ઓળખાય છે. માકર્સવાદી ઈતિહાસજ્ઞ તરીકે પણ દામોદર વિખ્યાત છે.
આ પરિવ્રાજક પંડિતે સ્વાતંત્રય આંદોલનમાં પણ ભાગ લીધે હતો. શિરડા અને વિલેપાર્લાના મીઠાના સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો હતો અને તેમને સજા પણ થઈ હતી. ગાંધી આશ્રમમાં રહીને ગુજરાત વિદ્યાપીઠની યોજના બનાવવામાં ફાળે આપ્યું હતું. મુંબઈમાં પરેલ ખાતે તેમણે બહુજનવિહાર સ્થાપીને હરિજન તથા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. ડૅ. આંબેડકરે ધર્માન્તરની ઘોષણા કરી ત્યારે ભારતમાં સ્થપાયેલ બોદ્ધ ધર્મને સ્વીકાર કરવા માટે તેમણે આંબેડકર સાથે વાર્તાલાપ ચલાવ્યો હતો. વૃદ્ધાવસ્થામાં પોતે પરાધીન થઈ જશે એ જોઈને તેમણે જેનેનું આમરણ અનશન વ્રત શરૂ કર્યું. પણ ગાંધીજીની સલાહ સ્વીકારીને તેમણે અપવાસ છોડયો અને ગાંધી આશ્રમમાં આવી ગયા. ૪ જૂન ૧૯૪૭ ને દિવસે તેમણે આશ્રમના વ્યવસ્થાપક શ્રી બળવંતસિંહજીને કહ્યું હતું કે હવે આજે મારા પરિનિર્વાણની તૈયારી કરો. તે દિવસે ૨-૩૦ વાગ્યે તેમણે દેહ છોડયો હતો. બળવંતસિંહે કહ્યું છે કે: એંસી આદર્શ મૃત્યુ મૈને અપને જીવનમેં કભી નહીં દેખી.”
ગાંધીજીએ ધર્માનંદને આપેલ શ્રદ્ધાંજલિમાં કહ્યું હતું કે “જે. પિતાને ઢંઢેરો પીટે છે તેમને તે આપણે બહુ ચડાવીએ છીએ પણ જે મૂક સેવકો છે, ધર્મની સેવા કરે છે તેમને લોકો ઓળખતા પણ નથી. ધર્માનંદજી આવામાંના હતા. તેમણે પિતે ફકીરી પસંદ કરી હતી.”
પાલી ભાષાને અને જુના બૌદ્ધ ગ્રંથોને પ્રકાશમાં લાવીને દુનિયાની સમક્ષ રજૂ કરવાનું મહત્વનું કાર્ય ધર્માનંદ કોસંબીએ કર્યું હતું.
વિ. સ. બાપટ.
પરિવ્રાજક પંડિત ધર્માનંદ કોસંબી
તાજેતરના મરાઠી વર્તમાનપત્રોમાં એક ઓલિયાની જન્મશતાબ્દિ અંગે લેખ પ્રકટ થયા છે. જીવનને તપશ્ચર્યા ગણીને એક કામગીરી માટે સમર્પણ કરનારા ઓલિયાઓ મહારાષ્ટ્રમાં ઘણા થયા છે. ધર્માનંદ કોસંબીનું નામ આવા જીવનદાનીઓમાં
ખરે રાખવા જેવું છે. તેમનું જીવન અને મરણ અસામાન્ય હતું. લોકો શું કહેશે તેની ફિકર તેમણે ક્યારેય કરી ન હતી.
ગાવાના એક ગામડામાં સામાન્ય સ્થિતિના એક ગૃહસ્થના સોળ સંતાનમાં એ પંદરમાં. તેમની જન્મકથા પણ અદ્ભુત છે. માતુશ્રી લક્ષ્મીબાઈ સગર્ભા હતાં ત્યારે ડાકુઓએ મકાન લૂંટી લીધું. લૂંટારાઓએ કોઠીની ચાવી માગી ત્યારે લક્ષ્મીબાઈએ આપવાની ના પાડી અને મદદ માટે બૂમરાણ મચાવી. ડાકુઓએ બંદૂકના દસ્તા વડે તેમના શરીર ઉપર પ્રહાર કર્યા પણ લક્ષ્મીબાઈએ બૂમરાણ ચાલુ રાખી. આખરે લેકો આવ્યા અને ડાકુઓ નાસી ગયા. આટલા વખત સુધી હિંમતભરી રીતે ઊભા હીને પ્રતિકાર કરનાર લક્ષ્મીબાઈ તરત ઢળી પડયાં અને ત્યાં જ તેમને પુત્ર આવ્યો ! આ પુત્ર ભવિધ્યમાં ધર્માનંદ કોસંબી તરીકે વિશ્વવિખ્યાત થયો.
ધર્માનંદના જીવનના નાટકને એ માત્ર પહેલે પ્રસંગ. ચાર ચોપડીઓ ભણ્યા પછી સેળ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં, પણ સંસારમાં મન લાગ્યું નહીં અને ઘરબાર છોડી જવાનો પ્રયાસ કર્યો.