Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 137
________________ તા. ૧૬-૧૧-૭ પ્રિયજન પરિસંવાદ ગઝલ એટલે પ્રિયજન સાથેની વાત, ગઝલ વિશે એટલે પ્રિયજન વિશેની વાતની વાત. આવી વાત કરવાનું મન કોને થાય? સહેજે કહી દેવાય. ‘મેરે પતે સે ખલ્કકો કયાં તેરા ઘર મિલે' આ પંકિતમાં જે આસકિત, જે પઝેસિવનેસ દેખાય છે, એ ગઝલ વિશે, આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ સાહિત્યસ્વરૂપ વિશે સર્જકમાં હોય જ. મજાની વાત એ છે કે અહીં સર્જકો જ આ સ્વરૂપની સમીક્ષા કરવા બેઠા છે. ‘ગાલિબ 'ના પેા શેર યાદ આવે છે: જિક ઉસ પીવશકા એર ફિ બયાં અપના, બન ગયા રકીબ આખિર થા જે રાઝદાં અપના ! (અર્થ: એક તો એ સુંદર લલનાની વાત અને એ પણ પાછી મારી વાણીમાં. જે મારા રહસ્યો જાણકાર મિત્ર હતા એ જ મારી પ્રતિસ્પર્ધી બની ગયો) પણ સર્જનમાં એક તબકકો એવા આવે છે જ્યારે રાઝ, રાઝદાં અને રકીબ વિશેના વિચારો બદલાઈ જાય છે. કવિતા એ એક અર્થમાં પરમ રહસ્ય છે: તે બીજા અર્થમાં જોઈએ તે સૌ કોઈ આગળ જે પ્રગટ છે એવી બાબત છે. ફારસી કવિ ઉર્ફે શિરાજીએ કહ્યું છે: હરકસન શનાસિદ-એ- રાઝત, વગરના ઇહા હમાં રાઝત કિ માલૂમે અવામસ્ત. પ્રત્યેક માણસ એ પામી શકતા નથી એટલે જ એ રહસ્ય છે: નહીંતર, ખરેખર તો એ એવું રહસ્ય છે, જે સૌ આગળ પ્રગટ છે! સૌ આગળ પ્રગટ છે તેવું રહસ્ય છતાં સૌ તેને પામી શકતા નથી. કવિતાની, ગઝલની આ જ ખૂબી છે. એનું કારણ એ છે કે વ્યવહારની વાણી અર્થથી ચાલે છે, કવિતાની વાણી શબ્દથી. આપણા કવિ આદિલ મન્સુરીએ કહ્યું છે: ભાષાના અધિકારની વાત જ કર્યાં છે? આ શબ્દના વ્યવાહરની વાત જ ક્યાં છે? છે ચિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’ આ અર્થના વેપારની વાત જ કયાં છે? આ જ વાત અરબ ફિલસૂફ-ઈતિહાસકાર ઈબ્ને ખલદુને સરસ રીતે કહી છે: “સાહિત્યક અભિવ્યકિતનું રહસ્ય માત્ર શબ્દોમાં જ પડયું છે, અર્થમાં નહીં. અર્થ તે શબ્દોને આધીન છે અને શબ્દ જ મુખ્ય છે.” આગળ જતાં એ અર્થ અને શબ્દ વચ્ચેને ભેદ આ રીતે સમજાવે છે : “માની લ્યો કે શબ્દો એ પ્યાલા છે- અર્થ એ પાણી છે. પાણીને ગમે તો સાનાના પ્યાલામાં ભરો, ગમે તે રૂપાના પ્યાલામાં ભરો, ગમે તો માટીના પ્યાલામાં. પાણીના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી છતાં સોના-રૂપાના પ્યાલામાં એનો મહિમા વધી જાય છે, માર્ટીના પ્યાલામાં ઘટી જાય છે.” ખુબ જીવન સાથેની વાત એટલેજ અર્થ તે સૌ આગળ પ્રગટ છે: માત્ર સૌ પોતપેાતાન ગજા પ્રમાણેનો પ્યાલો લઈને આવે છે: કેટલાક પ્યાલા ચિરકાળ સુધી ટકે છે: કેટલાક હજી હેઠ સુધી પહોંચે એ પહેલાં તો તૂટી જાય છે. આથી જ ગઝલમાં ભાવ એકના એક હોય, છતાં કવિ કયા ગજાની અભિવ્યકિતમાં એને મઢે છે એના પર બધા આધાર રહે છે. આમાં ગઈ કાલ, આજ, આવતી કાલના ભેદ લાપાઈ જાય છે: એક જ નિકલ રહે છે, આ ગઝલ કવિતા બની છે કે નહીં. ડંખની વાત, બુલબુલની વાત, ગાતા પંખીઓની વાત અને ફૂલોથી લચેલી ડાળીની વાત, ફારસી, ઉર્દૂ, ગુજરાતી ગઝલામાં કેટલી બધી ૧૩૭ ✩ વાર આવી ગઈ છે- છતાં નગીરી નિશાપુરીના આ ફારસી શેરને ભાવાર્થ જ જુઓ—કવિ કહે છે : ફૂલોથી લચેલી ડાળી નીચેના સાપે બુલબુલને ડંખ દીધો છે. જેને આ ડંખ નથી મળ્યો ને છતાં ગાય છે એ પંખીઓને આની ક્યાંથી ખબર ? જરા સ્તબ્ધ થઇ જવાય એવી આ પંકિતઓ છે. અહીં કવિએ કવિતાના નિર્ધા પણ આપી દીધા છે. કેટલાક કવિ ફૂલાથી લચેલી ડાળી પર હોય છતાં પેલા ડંખ પામી ચૂકયા હોય છે. તેમની વાણીમાં, તેમની અભિવ્યકિતમાં પ્રતીતિ ઉમેરાય છે. પેલા ડંખની પીડાને પચાવી છે, એમાંથી આ પ્રતીતિ આવે છે. ડંખ લાગ્યા નથી અને ગાતાં રહે છે એ પંખીઓના ગીતનું પણ, છે એ સ્થાને મૂલ્ય છે. પણ પાણી માટીના પ્યાલામાં આવે કે સાનાના પ્યાલામાં આવે અને જે ફરક પડે, એવા ફરક અહીં પડી જાય છે. આ અહીં ગઝલ વિશે થોડીક તાત્ત્વિક ચર્ચા થવાની છે, ત્યારે સ્વરૂપની ગુંજાયશ વિશે થોડીક વાત કરવી જરૂરી છે. ગઝલની આ ગુંજાયશ કંઇ .બધા જ, બધે સમયે પ્રગટ કરી શકયા નથી. છતાં કોઇક પેાતાની અભિવ્યકિતની કોઇ પરમાણે આ ગુંજાયશ પ્રગટ કરે ત્યારે એ ઓગણીસમી સદીના છે એમ કહી અવગણી શકાય નહીં, કે એ વીસમી સદીના છે એમ કહી તેને માથે ચડાવી શકાય નહીં! ગઝલના શેર તમને સ્પર્શે છે. કાં એની વ્યંજકતાથી, કાં એની ચમત્કૃતિથી - ચમત્કૃતિ શબ્દોની નવી ગાઠવણીની હાય કે જૂના ભાવ પ્રતીકોની એથી બહુ મોટો ફરક પડતો નથી. વ્યંજકતા, વારંવાર મનમાં જુદા જુદા પડઘા પાડે એવી બલિષ્ઠતા, એ જ કદાચ ગઝલના ગુણવિશેષ છે. જવાહર બક્ષીના એક શેર યાદ આવે છે. પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે. કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જઈશ. સૂરજ રોજ ઊગે છે. પણ સૂરજના ટકોરાની વાત, જેના અવાજ માત્રથી અંધારિયો ગઢ કાંગરા સાથે કડકભૂસ કરીને તૂટી પડે એવા ટકોરાની વાત તમે આજે કરો તો પણ નવી છે, સા વરસ પછી કરશે ત્યારે પણ નવી રહેશે. ગાલિબે કદાચ ક્ષણિક સુખની સુખની ક્ષણભંગુરતાની વાત કરવા માટે જ આ શેર કહ્યો હશે: પિન્હા થા. દામે સખ્ત કરીબ આશિયાન કે ઉડને ન પાયે થે કિ ગિરફ્તાર હમ હુએ. (અર્થ: માળાની બાજુમાં જ મેાટી જાળ ગુપ્તપણે બિછાવવામાં આવી હતી. હજી તો અમે ઊઠયા પણ નહોતાં, ત્યાં પકડાઈ ગયાં) લોકશાહીના થોડાક સુખદ અ.નુભવ લઇ ફરી પાછા લશ્કરી શાસનમાં હમણાં જ જકડાઈ ગયેલા થાઇલેન્ડના નાગરિક પાસે તમે આ શેર વાંચી જોજો એને, અને એના જેવા જ અનુભવ લેાકમાંથી પસાર થતા સંખ્યાબંધ લોકોને થશે કે આ અમારી વાત સવાસો વરસ પહેલાં કોઇ કવિને કર્યાંથી કરવી સૂઝી હશે ! આની સામે કેવળ ચમત્કૃતિ પણ કવિતા બની શકે એ માટે ફારસી કિવ ‘ખાકાની’નું એક પ્રચલિત ઉદાહરણ લઇએ. નાશિરવાને આદિલની રાજધાની મદાયનના ખંડેરો કવિ જોઈ રહ્યા છે. રાશિરવાને આદિલ એટલે એવા શહેનશાહ કહેવાય છે કે હઝરત મેહિમ્મદ પયગમ્બરે કહ્યું હતું કે હું આદિલ શહેનશાહની હકુમત હતી. ત્યારે જન્મ્યો હતો. કવિ આ શહેનશાહની રાજધાનીના ખારા પાસે આ શબ્દો બાલાવે છે: અમે ક્યારેક નૌશેરવાની ન્યાયશાળા હતા. • છતાં સમયના પરિવર્તને અમારી આ દશા કરી છે તો સિતમગરોના મહેલાનું શું થતું હશે?

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160