Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 140
________________ 1 Ro ૧૪૦ ધ્રુવ જીવન ને જાણીતા નિસર્ગોપચારક ડૉ. એમ. એમ. ભમગરાનો વાર્તાલાપ ઉપરોકત વિષય પર તા. ૫-૧૧-૩૭૬ના રોજ રાખવામાં આવ્યો હતો. શરૂમાં પ્રાર્થના બાદ શ્રી ચીમનલાલ જે. શાહે મહે માન વકતાને આવકાર આપતાં યાદ આપી હતી કે અભ્યાસવર્તુળને શરૂ કયે બાર મહિના પૂરા થઈ ગયાં છે. ગયા વર્ષમાં આપણે ૧૧ સભાઓ યોજી હતી. આ પ્રવૃત્તિ સફળતાપૂર્વક ચાલી રહી હોવા વિષે તેમણે પોતાનો આનંદ વ્યકત કર્યો હતો અને આ પ્રવૃત્તિના કન્વીનર શ્રી સુબાધભાઈ એમ. શાહે આને માટે જ જહેમત ઉઠાવીને આ પ્રવૃત્તિને જે વિકાસ કર્યો છે તેને માટે તેમના અંત:કકણપૂર્વક આભાર માન્યો હતો અને સુખડના હારથી તેમનું સન્માન કર્યું હતું. ત્યાર બાદ શ્રી ચીમનભાઈએ ડૉ. ભમગરાને સુખડનો હાર અપર્ણ કર્યો હતો. શ્રી સુબોધભાઈ એમ. શાહે વકતાનો ટૂંક પરિચય આપતાં જણાવ્યું હતું કે નિસર્ગાપ્રચારદ્નારા સ્વાસ્થ્યના વિષયમાં ડૉ. ભમગરાએ ગણનાપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શરીરસ્વાસ્થ્ય તેમજ યોગ ઉપર પરિચયપુસ્તિકાઓ તેમજ લેખો-પ્રવચનોદ્વારા સમાજની તેઓ ઘણી માટી સેવા કરી રહ્યાં છે. આ ઉપરાંત શાકાહારના પ્રચાર માટે ચાલુ વર્ષમાં અખિલ વિશ્વ પરિષદ ભારતમાં ભરાવાની છે તેના અનુસંધાનમાં શ્રી જ્યંતીલાલ માન્કરની સાથે તેઓ ઉપરાઉપરી વિદેશ યાત્રાઓ કરી રહ્યા છે તથા સારી એવી જહેમત લઈને વિદેશોમાં શાકાહાર વિષે સાનુકુળ વાતાવરણ પેદા કરી રહ્યાં છે. ત્યાર બાદ ડૉ, ભમગરાએ પોતાનો વાર્તાલાપ શરૂ કરતાં જણાવ્યું હતું કે, જાતે નર્યા એ ખરેખર સૌથી પ્રથમ સુખ છે. આપણા શહેરનાં લેાકોમાં જાત જાતના રોગો થાય છે. પરંતુ તેને માટે મોટે ભાગે આપણી દેવા જ જ્વાબદાર છે. નિસર્ગોપચારમાં અમે રોગની દવા કરતાં નથી, રાગીની દવા કરીએ છીએ. આપણે શાકાહારીઓ એમ માનીએ છીએ કે આપણે તો અહિંસાવાદી છીએ, વનસ્પત્યાહારી છીએ એટલે માંસાહારી લેકો કરતાં આપણને રાગા ઓછા થવા જોઈએ. પરંતુ વાસ્તવમાં એથી ઊલટુ છે. દા. ત. શાકાહારીઓમાં માંસાહારીઓ કરતાં ડાયાબીટીસનું પ્રમાણ બમણું છે. પશ્ચિમના દેશો કરતાં પણ આપણા દેશમાં હા ટૂંબલ તેમજ મેદવૃદ્ધિ વધુ છે. તેના કારણામાં આપણા લોકોમાં વ્યાયામશૂન્યતા, ખોરાકમાં લીલોતરીનો અભાવ તેમ જ ઘીનું વધુ પ્રમાણ છે. તે ઉપરાંત કેટલાક રાગા બીનજરૂરી ઔષધા લેવાથી પણ થાય છે. એક વ્યાધિને મટાડવા તેના મૂળભૂત કારણાની તપાસ તથા તેના ઉપચારો કરવાને બદલે આજે જે પ્રકારનું ડ્રીંગ કરવામાં આવે છે તેનાથી બીજા અનેક રોગો પેદા થાય છે. નિસર્ગોપચારમાં અમે મુખ્યત્વે પાણીના ઉપચારો, સૂર્યસ્નાન, ખારાકની પરેજી, શારીરિક વ્યાયામ તથા યોગનાં કેટલાક આસનો કરાવીએ છીએ, માત્ર દવાટોનિકથી સ્વાસ્થ્ય મળતું નથી, આરોગ્યના નિયમોમાં મુખ્યત્વે અમે ત્રણ વસ્તુ પર ખૂબ ભાર મૂકીએ છીએ, (૧) ખાનપાનનાં નિયમા (૨) વ્યાયામ (૩) માનસિક શાંતિ. નિસર્ગોપચારમાં ઉપચાર ઓછો પણ દરદીનું Educatin વધુ હોય છે. “પહેલું સુખ તે ત્યાર બાદ કેટલાક પ્રશ્નોના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે જૈનો જે ઉપવાસ કરે છે તે ઉપવાસની રીત બરાબર નથી. ખરેખર તો ચોવીસ કલાકના ઉપવાસ કરવા હોય તેમ તે શરૂ કરતાં અગાઉનાં ૨૪થી ૪૮ કલાક સુધી ખારાક ઓછા કરતાં જવું જેઈએ તથા ઉપવાસ પૂરા થયા પછીના ૨૪થી ૪૮ કલાક સુધીમાં જાતે નર્યા” આસ્તે આસ્તે મૂળ ખોરાક પર જવું જોઈએ. ઉપવાસ દરમ્યાન પણ શરીરની મશીનરી તે કામ કરતી જ હોય છે, ને જ્યારે નવા ખોરાક પેટમાં જતા નથી ત્યારે જૂનો કચરો જે પડેલા હોય તેમાંથી અમુક પ્રકારનો વાયુ પેદા થાય છે, જેના પરિણામે મુખમાંથી કયારેક બીજા દિવસે દુર્ગંધ આવે છે. એક બીજા પ્રશ્નના જવા બમાં તેઓએ કહ્યું હતું કે કસરત અને યોગાસનો બંને જુદા સમયે કરી શકાય તે વધુ હિતકારક છે. ઊંઘ સામાન્ય રીતે કેટલી હાવી જોઈએ તે વિષે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ૭થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. માથાનાં દુ:ખાવા વિષે આજ કાલમાં લેવામાં આવતી ગાળીઓ વિષે ચાખ્ખો નિષેધ કરીને તેમણે કહ્યું હતું કે માથાનો દુ:ખાવાનાં ૨૦૩ કારણેા શેાધાયા છે. માટે તેનું કારણ શેાધીને જ તેનો ઉપચાર થવો જોઈએ. સમયના અભાવે બાકી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકાયા ન હતાં. છેલ્લે શ્રી કે. પી. શાહે આભારદર્શન કર્યા બાદ સભા વિસર્જન થઈ હતી. તા. ૧૬-૧૧-૦૬ સંકલન, શાંતિલાલ ટી. શેઠ પ્રેમળ જ્યાતિ પ્રેમાળ-જ્યોતિના કાર્યકરોએ તા. ૩૦-૧૦-૭૬ના રોજ ભાયખલા પર આવેલી મધર ટેરેસા સંચાલિત “આશા દાન” સંસ્થાની મુલાકાત લીધી હતી. જેના જીવનમાં આશાનું કોઈ કિણ નથી તેવા રસ્તે રઝળતાં અપંગ બાળકો, દરદીઓ, મૃત્યુને કાંઠે ઊભેલા વૃદ્ધોની સેવા આ સંસ્થા કરી રહી છે. કાર્યકરોએ દરદીઓની ખબર-અંતર પુછી હતી અને યથાશકિત મદદ કરી હતી. જે દરદીઓ વાંચી શકે તેમ હતા તેવા દરદીઓએsport, Readers digest, Illustrated wekly વાંચવાની ઈચ્છા બતાવી હતી. બે કલાક પસાર કરીને ભાવભીના હૈયે કાર્યકરોએ વિદાય લીધી હતી, શનિ અને બુધવારે નિયમિત રીતે જૈન કલીનીકની મુલાકાત પણ લેવામાં આવે છે. નીબેન શાહ કન્વીનર (પ્રેમળ જ્યોતિ) ૯૨૫૮ સઘ–સમાચાર પ્રેમળ જ્યોતિ'માં વધુ રકમે નીચે મુજબ મળી છે જેના સાભાર સ્વીકાર કરવામાં આવે છે. ૮૯૩૬ ગતાંકમાં પ્રગટ થયેલી રકમ ૧૦૧ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૨૦૦ શ્રી રતનચંદ ચુનીલાલ વૅરી ૨૧ વિનેદચંદ્ર જે. શાહ અમે આભારી છીએ શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાંચનાલય - પુસ્ત કાયને તેમની ઘરની લાયબ્રેરીમાંથી ૭૨ પુસ્તકો ભેટ આપ્યા તે માટે શેઠ ગારનદાસ દોલતરામના રૂા. ૨૧) વા.ગુ.ને ભેટ આપ્યા તે માટે શ્રી વિનોદચંદ્ર જે. શાહના ।.૧૦૧ વૈદ્યકીય રાહત પ્રવૃત્તિમાં ભેટ આપ્યા તે માટે શ્રીમતી પાવતી ધીરજલાલ ગાંધીના ચીમનલાલ જે. શાહ. કે. પી. શાહ મંત્રીઓ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ મુધઈ ૪૦૦ ૦૦૪–2. : ૩૫૦૨૯૬

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160