Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 131
________________ Regd. No. M4, By South 54 Licence No.: 37 પ્રહ જેન નવસંસ્કરણ (વર્ષ ૩૮ : અંક: ૧૪ મુંબઈ, ૧૬ નવેમ્બર, ૧૯૭૬, મંગળવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦. છૂટક નકલ ૭-૫૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ - એકલો માણસ શું કરે? - સમાજમાં રહેતા માનવી અસંખ્ય સંબંધોથી બંધાય છે. કૌટું- બિક, સામાજિક, વ્યવસાયાત્મક, આર્થિક, રાજકીય ધાર્મિક, વગેરે. કુટુંબમાં, ભાઈ, બહેન, પિતા, પુત્ર, વગેરે હોય; સાજમમાં કોઈ જ્ઞાતિના સભ્ય હોય. અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હાય: વ્યવસાયમાં નેકર હોય, શેઠ હાય, વેપારી સંબંધે હોય વગેરે. આથિક દષ્ટિએ દેણદાર હોય, લેણદાર હોય, ગરીબ હોય, મધ્યમ હોય, તવંગર હોય; રાજકીય દષ્ટિએ રાજ્યને નાગરિક છે, કોઈ પક્ષના સભ્ય હેય, કોઈ સ્થાન ભાગવત હોય વગેરે ધાર્મિક દષ્ટિએ હિંદુ હોય; જૈન હોય, મુસ્લીમ હોચ વગેરે. આવા બધા સંબંધ માણસને વીંટળાઈ વળે છે. કરોળીયો પોતાની જાળ પેદા કરે અને પછી તેમાં બંધાય તેમ માણસ આવા સંબંધો પેદા કરે અને તેમાં બંધાય છે. આ જ સંસાર છે. માણસ, તદૃન એકલે રહી શકતો નથી. આ સંબંધોમાં તેનું જીવન છે. તેને વિકાસ છે. એક માણસ સૂકા ઝાડના દૂઠા જે, ડાળપાન વિનાને લાગે. તે સાથે, આ સંબંધે તેનું બાંધન છે, ઘણી વખત તેને મુંઝવે છે, પરેશાન કરે છે. પછી તેમાંથી છૂટવા તે પ્રયત્ન કરે છે, પણ છૂટી શકતો નથી. માનવીએ આવા સંબંધો પ્રત્યે સેક્સ વલણ નક્કી કર્યા છે. એક વર્ગ એમ માને છે કે આ બધા સંબંધે વળગણ છે, સંસાર માયાજાળ છે, માણસની મુકિત તે બધામાંથી છૂટવામાં છે. સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, એ મુકિતને માર્ગે વિચરવા માગે છે. ભારતીય ચિંતનમાં આવી વિચારધારા સતત વહી છે. માણસની અંતિમ ચરમટિ, વિરલ વ્યકિતઓ માટે, આવી હોઈ શકે. મોટા ભાગના માણસે આવું કહે કે કરે ત્યારે પલાયનવાદ છે, નિર્બળતાને ઢાંકવાનું બહાનું છે. હજી પણ આ ઉપદેશ અપાય છે. અધ્યાત્મના ઉચ્ચ શિખરે પહોંરયા ન હોય છતાં આ ઉપદેશ ગ્રહણ કરવાને દેખાવ કરે ત્યારે અભ્રષ્ટ: તતભ્રષ્ટ થાય છે. નથી પોતાની ફરજ અદા કરતે, નથી આત્મકલ્યાણ કરતે. બીજો વર્ગ એવે છે જે આવા સંબંધોને વધારવામાં જ માને છે. ધન માટે, સત્તા માટે, કીર્તિ માટે, પ્રકૃતિથી પિતાને વિસ્તાર કર, તે જ તેમનાં જીવનનું લક્ષ હોય છે. તેમાં તેમનું અહમ્ વધે છે, પોષાય છે. એક અથવા બીજી રીતે નાના અથવા મોટા ક્ષેત્રમાં, આધિપત્ય ભેગવવું એમના સ્વભાવમાં હોય છે. આવી પ્રવૃત્તિમાં પોતાની પ્રગતિ માને છે. લક્ષમી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે, વધવાપણું સંસારનું નરદેહને હારી જ. આવો ઉપદેશ તેમને સર્વથા અસ્વીકાર્ય છે. ત્રીજો વર્ગ આવા રાંબંધથી બંધાય છે, તેની વચ્ચે વસે છે. પણ તેનાથી પર રહે છે. અલિપ્ત રહે છે, અલિપ્ત રહેવા બને તેટલે પ્રયત્ન કરે છે. આ વર્ગ પણ વિરલ હોય છે. સંસારથી સરસ રહે, મને મારી (ભગવાનની) પાસ. એ બધી પ્રવૃત્તિ કરતા હોય છતાં પિતાની જતને તેમાં ડુબાડી દેતો નથી. ચોથો વર્ગ સામાન્યજનને છે, જે પ્રવાહપતિત જીવન જીવે છે. સંબંધોથી બંધાયેલ છે. તેની વચ્ચે જીવે છે, તેનાથી પર થઈ શકતો નથી. સામાન્ય સુખદુ:ખ ભોગવે છે. વધારે વિચાર કરતો નથી, પિતાને કઈ વખત સુખી માને, કોઈ વખત દુ:ખી માને, કોઈ વખત સફળ ને કોઈ વખત નિષ્ફળ માને મેટા ભાગના લોકોને વિચાર કરવાને અવકાશ પણ નથી. જીવનની જરૂરિયાત પ્રાપ્ત કરવામાં જ તેની જિંદગી જાય છે. અવકાશ હોય તો પણ વિચાર કરવાની વૃત્તિ નથી. શકિત નથી, ' આવા કોઈ સ્પષ્ટ નિશ્ચિત વર્ગો નથી. કોઈ વ્યકિતનું એકંદરે વલણ કેવું હોય છે તે ઉપર આધાર છે. સામાન્ય માણસ પણ પરહિતને વિચાર કરે અને સંન્યાસી સ્વાથી હોજ, માણસ અનેક સારી નરસી વૃત્તિઓને પૂંજ છે, કયે સમયે કઈ વૃત્તિ વધારે બળવાન થશે તે નિશ્ચિત નથી. પણ વિચારવાને મનુષ્ય પ્રયત્નપૂર્વક જીવનઘડતર કરી શકે. આ બધા સંબંધોનું સતત ઘર્ષણ થતું રહે છે, તેમાંથી નાના મેટા રાંઘર્ષો પેદા થાય છે. આ રાંઘ અન્યાય, અત્યાચાર અને દુ:ખના કારણ બને છે. માણસને અન્યાય, અત્યાચાર કે દુ:ખ ગમતા નથી. વિવશતાથી સહન કરવા પડે છે. એ તેના પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. એક કરે છે, સમૂહથી કરે છે. કયાંક સફળ થાય છે, ક્યાંક નિષ્ફળ જાય છે. ' વર્તમાન સમયમાં આવા અન્યાયના કારણે એટલા બધા વ્યાપક અને પ્રબળ હોય છે કે માણસ નિ:સહાયતાથી પોકારી ઊઠે છે કે એકલે શું કરું? હવે જરા વિશેષ રૂપે જોઇએ કે સૌથી વધારે અન્યાયના કારણભૂત કણ હોય છે? ચાર પ્રકારના માણસે કહ્યા તે દષ્ટિએ વિચારીએ. પહેલે વ બને ત્યાં સુધી અન્યાય કરતા નથી અને પોતા પ્રત્યે અન્યાય થાય તે સહન કરે છે. સક્રિય રીતે લોકકલ્યાણના કાર્યોમાં પણ તેની પ્રવૃત્તિ હોતી નથી. તેનું જીવન સંસાર અને સમાજથી ભિન્ન છે. બીજો વર્ગ સૌથી વધારે અન્યાય કરે છે તેની પાસે લક્ષ્મી કે સત્તાના સાધન હોય છે. સાધને જેમ વધારે તેમ અન્યાયનું ક્ષેત્ર વધારે. એ લોકહિતની પ્રવૃત્તિ કરતો દેખાય ત્યારે પણ ઊડે - વંડે એક અથવા બીજા પ્રકારને સ્વાર્થ હોય છે. ત્રીજો વર્ગ પરમ હિતકારી વર્ગ છે, સમાજનું ધારણપોષણ કરે છે. એ વર્ગ અન્યાય કરતા નથી અને અન્યાયને પ્રતિકાર

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160