________________
૧. ૧૬-૧૦-૨
*
પ્રબુદ્ધ જીવન
પ્રેમના દુષ્કાળ : સર્વત્ર પ્રેમ અને કરુણુા વર્ષાવે
દુનિયામાં આજે કોઇ ચીજની ખાટ હોય, તે તે પ્રેમની ખાટ છે. પ્રેમ વિનાની આ દુનિયા નિર્ધન છે, ગરીબ છે, કંગાળ છે. જે ગરીબી દૂર કરવાની છે, તે આ પ્રેમની ગરીબી દૂર કરવાની છે. જે અછતનું નિવારણ કરવાનું છે, તે આ પ્રેમની છતનું નિવારણ કરવાનું છે.
પરંતુ પેાતાની આ ગરીબીનું માણસને ભાન નથી. તે વિષે વિચારવાના એને સમય નથી. એ બસ, પૈસા પાછળ પડયો છે. અને પૈસા પાછળની દોટમાં એ ધણું ન કરવાનું યેકરે છે. તેમાં એ એટલા ગળાડૂબ રહે છે કે બીજું કશું વિચારવાનું તેને ભાન સરખું રહેતું નથી.
પણ હું તમને કહું છુ કે ગમે તેટલા પૈસા ભેળેા કરશે, છતાં તમે નિર્ધન જ રહેશો. તમારે કાંઇક મેળવવું હોય, તે પ્રેમ કરતાં શીખા, બીજાની ચિંતા કરતાં અને બીજાની પ્રેમભરી કાળજી લેતાં શીખા, ઈજાને સમજતાં શીખો. દુનિયામાં સર્વત્ર પ્રેમ અને કરુણા પ્રસરાવા. દીનદુ:ખિયાની સેવા કરો. એમને કાંઇક ને કાંઇક મદદરૂપ થાવ. માણસ પૈસાથી સમૃદ્ધ બનતો નથી, પણ તેનું હૃદય અને તેના પ્રેમ તેને સમૃદ્ધ બનાવે છે.
ઇશ્વર તમારા માનવબંધુના સ્વરૂપે જ તમારી સન્મુખ આવે છે. જે બીમાર છે, તે એ જ છે. જે ભૂખ્યો છે, તે એ જ છે. જે ઘરબારવિહાણા છે, તે એ જ છે. જે દીનહીન છે, તે એ જ છે. એટલે તારી સન્મુખ આવેલા એ માનવબંધુ તરફ્થી ત ! ું માં
ન ફેરવી લા. એ તે માનવવૅશે ઇશ્વર તમારી સન્મુખ આવ્યા છે. એના પ્રત્યે તમે જે પ્રેમ દાખવશે. એ જ ઇશ્વર પ્રત્યેના તમારો જીવંત, સક્રિય પ્રેમ ગણાશે.
?
આ બધાને તમે મદદ તો કરશા જ, જરૂર કરજો. રોટલા, વસ્ત્ર, ઘરબાર બધાંની જ માણસને જરૂર છે અને તમારો એકેય માનવબંધુ તેના વિનાના ન રહી જાય તેની અવશ્ય કાળજી રાખો. તમારાથી જે અપાય તે આપજો. પૂરી ઉદારતાથી આપજો. હું તો તમને કહું છું કે આપવામાં કદી પાછી પાની કરતા નહીં. પણ કેવળ તમારા વૈભવ અને વિપુલતામાંથી જન આપતા, તમારી પોતાની જાતને કાંઇક કઠે, કાંઇક સ્પર્શે, ત્યાં સુધી આપજો, ખરું આપવું તો આ જ ગણાય.
સાથેાસાથ એ ન ભૂલશે કે માણસ તે પ્રેમની ભૂખ્યા છે, એને અન્નવસ્ત્ર જોઇએ છે, દવાદારૂ જોઇએ છે, આવાસ જોઈએ છે. પરંતુ તે બધાં કરતાંયે વિશેષતા એને તમારો પ્રેમ જોઇએ છે. એને તારી દયાની કે સહાનુભૂતિની નહિ, એને તો તમારા પ્રેમ અને કરુણાની જરૂર છે. માટે પ્રેમ અને કરુણા અપાય એટલાં આપજો.
તો મારું તમને ઈજન છે, પ્રેમની ખેરાત કરવાનું. જરૂડિયાતવાળા આપણા માનવબંધુા પાસે પહોંચા અને એમને પ્રેમભર્યું એક સ્મિત આપે.. એમને એવી પ્રતીતિ થવા દો કે એમનામાં પણ કોઈકને રસ છે. આવી પ્રતીતિ જે આનંદ આપી જાય છે, તેનું વર્ણન થઈ શકે એત્ર નથી. સ્મિત એ એવા સ્ત્રોત છે, જેમાંથી પ્રેમની સરવાણી વહે છે. સદા સર્વત્ર આ પ્રેમની સરવાણી વહેં
વડાવતા રહા !
-મધર ટેરેસા
મધર ટૅરેસા વિષેને પરિચય ઘણા સમય પહેલાં ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થઈ ગયો છે. થોડાં વર્ષો પહેલાં તેઓ સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા તરીકે પણ આપણે ત્યાં આવી ગયાં છે. તેમણે દીન-દુ:ખિયા માટે ભગીરથ કાર્ય ઉપાડયું છે, તેઓ પોતે અને તેમની સહાધ્યાયી સેવિકાએ તદ્દન સાદુ જીવન જીવે
949
幾
છે અને ભારતના કેટલાય શહેરોમાં તેમની સંસ્થાની શાખાઓ સ્થાપીને, જેમને કોઈના આધાર નથી તેવા દીનદુ:ખિયાની સેવા-શુશ્રૂષાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. એક પરદેશી બહેન સેવાની દીક્ષા લઈને કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના આપણા હજારો અસહાય. ભારતીઓને ઉપયોગી થઈ રહ્યાં છે, ત્યારે આપણે તેમના દાખલા લેવા જોઈએ, અને આપણા દેશવાસી ભાંડુઓ માટે શકય તેટલું કરી છૂટવા માટે મનમાં પાકો નિશ્ચય કરવા જોઈએ. અને જો તમેા આવે નિશ્ચય કરેા તો તેનો અમલ કરવા માટેની તક ી મુંબઈ જૈન યુવક સંઘ પૂરી પાડશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે હમણાં બે ત્રણ નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાના નિર્ણય કર્યો છે, તેમાં એક પ્રવૃત્તિ આવા દીનદુ:ખિયાની સેવા કરવાને લગતી છે. તાજેતરમાં જ એ કાર્યને આકાર આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, એના કાર્યક્ષેત્રની રૂપરૈખા આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવી છે-તે વાંચીને તેને સહયોગ આપવાનું આપને ચોક્કસ ગમશે જ.
યોગાનુયોગ એવા બન્યો છે કે જાણે ઉપરોકત પ્રવૃત્તિને ખ્યાલમાં રાખીને જ મધર ટેરેંસાએ ઉપર આપેલ પ્રેમનો દુકાળ” વાળું લખાણ લખ્યું હોય એટલું બધું બંધબેસનું તે લખાણ છે. એટલા માટે જ તેને આપની સમક્ષ પ્રગટ કરેલ છે.
તાસંધની આ નવતર પ્રવૃત્તિને તન-મન અને ધનથી ટૅક આપવાનો નિર્ણય કરીને માનવજાત પ્રત્યેની અલ્પાંશે પણ ફરજ બજાવવાને આપણે સંતોષ લઈએ,
શાર્દનલાલ ટી. શેટ કાર્યાલયમંત્રી
સાભાર સ્વીકાર
તત્ત્વાર્થસૂત્ર (વિવેચન સહિત): (હિન્દી) : વિવેચક પંડિત સુખ લાલ 'સંઘવી, પ્રકાશક: પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાથ્રસી, ૫, કિંમત દસ રૂપિયા,
એ કલ્ચરલ સ્ટડી ઓફ ધ નિશિથા કર્ણી : (અંગ્રેજી) : લેખક: મધુસેન, પ્રકાશક: સાહનલાલ જૈન ધર્મ પ્રચારક સમિતિ, અશ્રુતસર. કિંમત: ત્રીસ રૂપિયા,
વનીષી આણિ આરોગ્ય પરિચયાચા પ્રથમ સોપાન (મરાઠી), બાર પુસ્તિકાના એકત્રિત સંપૂટ, પ્રકાશક : હરિવંદ મહેતા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, અ વર્ડ, ૩૨૫૧ મહાદ્ગાર રોડ, કોલ્હાપુર, ૪૧૬૦૦૨, કિંમત: દસ રૂપિયા.
બાલઘડતરના પ્રેરક પ્રસંગો: સંપાદન: કાન્તા- હરવિલાસ, પ્રકાશક: યશ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝાતપાગા, વડોદરા ૩૯૦૦૦૧ કિંમત : દોઢ રૂપિયો.
S
S
સમાજવાદ પુનવિચાર : (સંકલન) ભાગીભાઈ ગાંધી, પ્રકાશક : વિશ્વ માનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા, કિંમત : પાંચ રૂપિયાં
બ્રા:િ વિશ્વની મૂળ લિપિ : (હિંદી) ; લેખક: પ્રેમસાગર જૈન, પ્રકાશક: વીર નિર્વાણ ગ્રંથ પ્રકાશન સમિતિ. ઈદાર, કિંમત દસ રૂપિયા