Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 122
________________ ૧૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૭૬ . રાવની આ ચેતવણી પાર્લામેન્ટ સાંભળશે? માત્ર રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતના અમલ માટે નહિ પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રવિરોધી સંસ્થા ઉપર અંકુશ મૂકવી અને તેની મનાઈ કરવા, કાયદા કરવામાં આવે તેમાં પણ કલમ ૧૪ અને ૧૯ નો માનવીય અધિકારીની સંપૂર્ણ અવગણના કરવાની સત્તા પાર્લામેન્ટને આપવામાં આવે છે, આ ખતરનાક વસ્તુ છે. શ્રી ગોખલેએ કરાચી ઠરાવને ઉલેખ કર્યો છે તે તેમને . Pas cual કેટલોક ભાગ ફરી યાદ કરીએ, તેમાં કહ્યું છે: e Every citizen of India has the right of free expression cf opinion, the right of free asscciation and combination and the right to assemble peacefully and without arms for purposes not opposed to law or morality. All citizens are equal before the law, irrespective of caste, creed or sex. આ બને અનુક્રમે આપણા બંધારણની કલમ ૧૯ અને ૧૪ છે. હવે એમ કહેવાય છે કે સામાજિક અને આર્થિક ક્રાન્તિને આ મૂળભૂત હકો બાધક છે. - કરાચીને આખો ઠરાવ મૂળભૂત અધિકાર અને નિર્દેશક સિદ્ધાંતોને પાયો છે. તેને બીજો કેટલોક ભાગ પણ જાણવા જેવું છે. “ There shall be a drastic reduction of military expenditure so as to bring it down to at least one half of the present scale. Expenditure ard salaries in civil departments shail be largely reduced. No servant of the state cther than specially employed experts and the like shall be paid above a fixed figure, which should not ordinarily exceed Rs. 500/- per month. શ્રી ગોખલેએ કરાચી ઠરાવો ઉલ્લેખ કર્યો ત્યારે તે વાંચ્યો હતો? Judicial History showed that at every stage when something was done with a view to give effect to objectives, a hurdle has been placed. શ્રી સ્વર્ણસિંઘે કહ્યj: The Bill sought to restore to it (Judiciary) the original function envisaged by the constitution, In his view, the relevant provisions (of the Bill) were designed to save the judiciary “from cynicism and ridicule” to which it could be exposed and to prevent the risk of Judges, transgressing their domain. In fact according to him, there had been "creeping invasion" (by Judges) of domain not their own. શ્રી ગોખલે અને શ્રી સવર્ણસીંઘના કહેવા મુજબ, જજો અને આ ટીકા મુખ્યત્વે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો અંગે જ છે.) પોતાનું ‘સારું” ક્ષેત્ર છોડી બીજા ક્ષેત્રો ઉપર આક્રમણ કરી રહ્યા હતાં અને તે હા હતાં અને તે કારણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાતા હતા. તેમાંથી તેમને બચાવવા અને તેમનું સાચું સ્થાન તેમને બતાવવા અને તે પૂરતું તેમનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવા ફેરફારો કરવામાં આવે છે. હકીકતમાં, આપણા બંધારણમાં પાર્લામેન્ટ (ધારાસભા) કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે જે સમતુલા રાખવામાં આવી છે અને પરસ્પરના અંકુશ અને દેખરેખ (Checks and balances) જળવાયાં છે તેમાં મૂળભૂત ફેરફાર થાય છે. અને પાર્લામેન્ટ અને કારોબારીની સત્તાઓ મોટા પ્રમાણમાં, કોર્ટોના અંકુશ વિના વધારવામાં આવે છે. આ ફેરફારો સામે બીજો એક મુખ્ય વાંધો એ છે કે સામાજિકઆર્થિક કાન્તિને નામે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને, કેટલાક માનવીય મૂળભૂત અધિકારો ઉપર અગ્રતા અને સરસાઈ આપવામાં આવે છે. મિલકતના અધિકારને અવગણે અથવા મૂળભૂત અધિકાર તરીકે રદ કરે તેમાં વિરોધ નથી. હવે તે અધિકાર નામશેષ રહ્યો છે. મિલકતના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે રદ કરવા લોકસભામાં માગણી થઈ તેને વડા પ્રધાને વિરોધ કર્યો. કોને આશ્વાસન આપવા આવે દેખાય કર્યો તે ખબર નથી. કદાચ મધ્યમ વર્ગ ભડકે નહિ તેથી આમ કહ્યું હોય, પણ બંધારણની કલમ ૧૪ અને ૧૯ ના માનવીય અધિકારો , સમાનતા, વાણી સ્વાતંત્ર્ય, સંસ્થાઓ રચવી અને વિચારપ્રચાર કરવો વિગેરેને આર્થિક કાંતિને નામે ભોગ આપવામાં આવે તેમાં લોકશાહી નથી. એમ કહેવામાં આવે છે કે, સમાજ હિતમાં વ્યકિતના હકો ગૌણ લેખાવા જોઈએ. આ અર્ધસત્ય છે. વ્યકિતના અને સમાજના હિતની સમતુલા જાળવવી જોઈએ. સમાજ વ્યકિતઓને બનેલો છે અને વ્યકિતના સુખ માટે છે. રાજ્ય અથવા રસમાજને સર્વસ્વ ગણવે અને વ્યકિતને માત્ર સાધન 'માનવી એ સામ્યવાદી અથવા ફાસીવાદી પદ્ધતિ છે, લોકશાહી નહિ. લેકશાહીમાં વ્યકિતનું ગૌરવ પાયાનું મૂલ્ય છે. ' 'વાણીસ્વાતંત્ર્ય, સમાનતા વગેરે અધિકારો ઉપર વ્યાજબી અંકુશ મૂકવાન રાજયને અધિકાર વર્તમાન બંધારણમાં છે જ. શ્રેણ આવા માનવીય અધિકારની સર્વથા અવગણના કરવાને સદર પરવાના પાર્લામેન્ટ કે રાજ્ય ધારાસભાઓને આપ એ સર્વથા અયોગ્ય છે. લોકસભામાં કોંગ્રેસ પક્ષની એક વ્યકિત તો એવી નીકળી કે જેણે બીતાં બીતાં પણ આવા આક્રમણ સામે અવાજ ઉઠાવ્યો અને તેનું પરિણામ હાનિકારક બતાવ્યું. ડો. વી. કે. રાવે કહ્યું: In the discussion going on in the country now, fundamental right had become a "dirty word", while there could be drastic limitations on the right to property, some of the rights incorporated in Articles 14 and 19 like Freedom of speech and expression, right to assemble peacefully and to move freely, throughout the country, had been what we fought for and had become part of the values of civilization and parliamentary democracy. If they took the view that in the name of social progress any legislation could be passed superceding those rights, they might be or constitutionally open for the regimented society. * બંધારણમાં આ ફેરફારો આ બેઠકમાં પસાર થશે તે સ્પષ્ટ છે. શાસક પક્ષ એ વિષયમાં કનિશ્ચય છે. આ ફેરફારથી પાર્લામેન્ટ, રાજયધારાસભા, કારોબારી અને નોકરશાહીને વિશાળ અને વ્યાપક સત્તાઓ મળે છે. છતાં સાવ નિરાશ કે હતાશ થવાનું કારણ નથી. આ સત્તાનો સંભવિત દુરૂપયોગ અટકાવવો અશકય નથી. જાગ્રત લોકમત હોય, પ્રમાણિક અને નિડર નેતૃત્વ હોય તે દુરૂપયોગ મહંદશે અટકાવી શકાય છે. વર્તમાન પરિસ્થિતિની સૌથી કરૂણ ઘટના આપણી ભીરતા અને કાયરતા છે. વર્તમાનપત્રો અને પત્રકારોએ પણ સલામતી શોધી છે. સલામતી માટે જેઓ સ્વતંત્રતાને ભેગ આપવા તૈયાર થાય છે તેઓ અંતે સલામતી અને સ્વતંત્રતા બને ગુમાવે છે. ખરી કટોકટી અને પ્રજાની કસોટી હવે શરૂ થાય છે. ૨૮-૧૦-૭૬ ચીમનલાલ ચકુભાઈ શ્રી રતિલાલ માભાઈ સન્માન સમિતિ શ્રી રતિલાલ મફાભાઈ જૈન સમાજના સન્નિષ્ઠ કાર્યકર છે. માંડળ જેવા નાના ગામમાં બેસી જ્ઞાનની અખંડ ઉપાસના કરી છે અને નીડરપણે સમાજની અવિરત સેવા કરી છે. તેમને ૭૫ વર્ષ પૂરા થયા છે. તે પ્રસંગે તેમનું સન્માન કરવા તથા તેમને એક થેલી અર્પણ કરવા માટે સન્માન સમિતિની રચના થઈ છે. આ સમિતિએ જૈન સમાજના સહકાર માટે વિજ્ઞપ્તિ બહાર પાડી છે. તેમાં શ્રી રતિભાઈની સામાજિક તેમ જ સાહિત્યક સેવાઓને ઉલ્લેખ કર્યો છે. આ વિજ્ઞપ્તિને ટેકો આપતા મને આનંદ થાય છે. શ્રી રતિભાઈને મને ઘણાં વર્ષોથી પરિચય છે. મુંબઈ જૈન યુવક સંધ. તથા શ્રી પરમાનંદભાઈ સાથે તેમને ઘણા સંબંધ રહ્યો છે. જેના યુવક સંઘના સભ્યો તથા “પ્રબુદ્ધ જીવન’ના વાંચકો આ વિજ્ઞપ્તિને લક્ષમાં લઈ પોતાનો ફાળો મોકલાવે તેવી મારી વિનંતિ છે. શ્રી રતિભાઈનું સ્વાથ્ય સારું નથી. આ ઉંમરે તેમની આવી કદર થવાની ખાસ જરૂર છે. ફાળે મોક્લવાનું ઠેકાણું: શ્રી વસંતભાઈ રસિક્લાલ ભીખાભાઈ વોરા, માંડવી ચોક, માંડલ, (અમદાવાદ) જૈન યુવક સંઘને ફાળો મોકલાવશે તે માંડલ પહોંચાડવામાં આવશે. ચીમનલાલ ચકુભાઈ

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160