________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૭૬
વ-
પદ
-
૪
-
સમાજમાં જ હું વસતે હોવાથી એનાં સુખદુ:ખનું ભાન વધારે તીવ્રતાથી અનુભવી શકું છું એવા મારા આ સમાજને - ચાખવાં જ પડશે, એ ખ્યાલથી હું બહુ જ બેચેન બની જાઉં છું.
પુરાણકથાના થથાતિના ચરિત્રમાં બેહદ કામવાસના કેટલું અમાનુષ સ્વરૂપ ધારણ કરી શકે છે, તેમ જ ભેગના સાગરમાં માનવી ગમે તેટલો રોપઓ રહે તે પણ એની વારાના કઈ રીતે સંતોષાતી નથી, એનું ચિત્રણ છે, પરંતુ આજને માનવી કેવળ અંધ, સ્વૈર અને ક્રૂર કામવાસનાને જ ભોગ બને છે. એવું નથી, એના બધા જ મનોવિકારો આંધળા અને સ્વૈચ્છાચારી બનવા માગે છે! એની જાતજાતની વાસનાઓ ઉધૃખલ બની રહી છે. યાંત્રિક જીવને એની શાંતિને નાશ કર્યો છે. મહાયુદ્ધના ભીપણ ઓથાર તળે એ જીવતા હોવાથી સુરક્ષિતપણાની એની ભાવના મનમાંથી ચાલી ગઇ છે. એથી દિવસના ચોવીસે ક્લાક એક અગર બીજા પાકળ સુખમાં મનને પરોવી રાખ્યા વિના આનંદને બીજો કોઈ રસ્તો એને સાંપડતું નથી. આત્માનંદની ભાવના એને માટે છેક અપરિચિત બની ગઈ છે. અંતર્મુખ બનીને જાત વિશેનું તેમ જ જીવન વિશેનું ચિન્તન એને મન મૂગજળમાં વાવેલા કલ્પવૃક્ષનાં પુષ્પો વંધ્યાની કન્યાએ ગૂંથેલા હાર સમું બન્યું છે. સુખમાં, વિલાસમાં, ઉપભેગમાં જાતને ડૂબાવી દેવી, રોજ રોજ ખાદ્ય પદાર્થોથી માંડીને પિશાક સુધી નવી નવી ફેશને કાઢવી અને એના આસ્વાદમાં તેમ જ પ્રદર્શનમાં મગ્ન રહ્યા કરવું, એ જ એને જીવનધર્મ બની જાય છે. કોઇ પણ ઊંડાણભરી ભાવના અગર ઉદાત્ત વિચારો સાથે
જ્યાં એને દઢ પરિચય થતું નથી ત્યાં કોઇ આદર્શ સાથે જીવનમૈત્રી તો જામે જ શાની? ત્યાગની અપેક્ષા રાખનારી કેઇ પણ નિષ્ઠ એના અંતરમાં ચાંટતી–ઊગતી નથી; ઊગે તો પણ એનાં મૂળ ઊડાં ઊતરતાં નથી.
ગયા છીએ. જિજીવિષા અને તેમાંથી જ નિર્માણ થતી ભોગેચ્છા એ માનવીમાત્રની પ્રેરક શકિત છે, એની કોઈ ના પાડતું નથી. પણ એ શકિત સર્વ રીતે આંધળી અને સ્વચ્છંદી છે. એને સંયમમાં રાખનારી કોઇ પણ સ્વરૂપની આત્મિક શકિત આજે સમાજમાં અસ્તિત્વમાં નથી. ઊલટાનું પૂર્વેના ચાર પુરુષાર્થોનું સ્થાન અર્થ અને કામ એ બે પુરુષાર્થો જ કઇ રીતે લઇ લે, એની ચિંતા છેલ્લાં અનેક વર્ષોથી આપણા અનેક પંડિત સેવી રહ્યા છે. આ બે પુરુષાર્થો પૈકી પણ અર્થને પુરસ્કાર તે આ લોકો નાઇલાજ બની કરતા હશે – સવારમાં ઊઠીને ઉપહારગૃહમાં કાઉન્ટર ઉપર પૈસા મૂકયા. વિના ચા ના મળી શકે તેથી! આ મહાપંડિતો ગમે તે માન્યતા ધરાવતા હોય, પરંતુ જે સમાજમાં અર્થ અને કામના સ્વચ્છેદ સંચાર ઉપર એના નન +ન્ય ઉપર ધર્મનું નિયંત્રણ નહિ હોય (પછી એ ધર્મ જુના જમાનાની- ઇશ્વરશ્રદ્ધા કે કર્તવ્યનિષ્ઠા રૂપે હો અગર તે નવા યુગની સમાજ સેવા કે માનવપ્રેમ રૂપે હો) એ સમાજનું અધ:પતન આજ નહિ તે આવતી કાલે પણ થયા વિના રહેતું નથી. યયાતિની કથાને આ સાર, આ શિખામણ સનાતન સ્વરૂપની છે. ભારતીય સમાજ એ શિખામણ કદી પણ ન વિસરે એટલી જ મારી નમ્ર ઇચ્છા છે. (પયાતિ’ માંથી)
- વિ. સ. ખાંડેકર અનુ: ગોપાળદાસ વિદ્રાંસ
પીડા પીડા નથી કાંઈ કિનખાબી પામરી કે ઓઢવાના કોડ થઈ જાય પીડા એ તે ભાઈ કકરુ માદરપાટ; રાત ને દિ ખેંચ ખેંચ થાય. પીડા નથી પોસ્ટકાર્ડ: લખી કે, વાંચીને વહેંચી શકાય. પીડા એ પાડે છે છૂપા જખમે જીવ; ભીતરને ભીતર ઘૂંટાય. પીડા નથી કાંઈ કહેવાની વારતા કે, કેતા કેતા પૂરી થાય. પીડા એ તે ભઈ મુગા કે બેલતા જ, બન્ને રીત વધતી જાય.
આજના માનવી ક્ષણિક સુખની પાછળ દોડવામાં તલ્લીન ધન્ય છે; એ સુખે વધુમાં વધુ મળે એ અર્થે એ તલસી રહ્યો છે, મથી રહ્યો છે. સુખ અને આનંદ વચ્ચેનો તફાવત એનાથી ઓળખી શકાતું નથી. હરકોઇ પ્રકારનું શરીરસુખ-પછી તે જીતીને, ચટક લગાડી એની લહેજતને કારણે એને ખુશખુશાલ કરી દેનાર બટાટાવડાનું હો અગર તે બીજું ગમે તે ઇન્દ્રિયજન્ય તેમ જ ઇન્દ્રિયનિર્ભર સુખ હો-એક વખત ભેગવવાથી માનવીને સંતોષ ભાગ્યે જ વળે છે. ઊલટાનું એ ક્ષણિક સુખ જતાં જતાં તે તે ઇન્દ્રિયને પિતાને ચટકો લગાડતું જાય છે. એ ટકામાંથી એને ચસકો લાગે છે! પછીથી જરૂરિયાત તેમ જ મોજશોખ વચ્ચેનો તફાવત ઓળખવામાં એની શકિત બદ્દી બની જાય છે. કોઇ પણ ક્ષણિક સુખને ચસકે ચડેલી માણસની તમામ ઇન્દ્રિય હઠીલા બાળક પેઠે એ સુખની ફરી ફરી માગણી કરે છે અને એમાંથી એક વિષચક્ર પેદા થાય છે. ઘડીભર એ સુખ માણવું, એ પૂરું થયા પછી એની ખાતર ઝઝવું, એ ફરી મળે તે માટે મથ્યા કરવું અને એ સતત મળ્યા કરે એ અર્થે સારામાઠા ગમે તે માર્ગોનું અવલંબ કરવું, એ જ માનવીનું જીવનસૂત્ર બની જાય છે.
દેવયાની અને શર્મિષ્ઠા એ બે સુંદર ત ણીઓના સહવાસ સુખને લાભ યયાતિ પામ્યો હતો. પરંતુ એટલાથી એને કયાં સંતોષ થયો હતો? ઇન્દ્રિયસુખની બાબતમાં કામથી અસંતોષ એ માનવી મનને નબળામાં નબળે એકડો છે. એક સાદા ઉપાખ્યાન દ્વારા આ સનાતન સમસ્યાની બરોબર પકડ લેવામાં મહાભારતકારની પ્રશાનું સ્વરૂપ સંપૂર્ણ રીતે પ્રગટ થયું છે.
કે પીડા નથી એ કાંઈ પાળેલું પંખી છે; પિંજરમાં પૂરી રખાય. પીડા એ તે ડંખીલા નાગનું ઝેર શૈ; ૨. ૨. માં વ્યાપતી જય. પીડા એ નઈ કાંઈ ફૂલવેલ કે ફોરતી; વાડે ચડતી જાય. પીડા એ તે ભાઈ પહાડી વિષવેલ છે; જે ફૂલતી ફાલતી જાય. પીડા નથી એ કાંઈ દીવાસ્વપન કે રાચીને જેમાં રહેવાય. પીડા એ તો ભાઈ સોણલું ખરાબ કે જે ભૂલવામાં જિંદગી જાય. પીડા નથી એ કાંઈ આષાઢ મેહુલો કે ભજી લથબથ થાવ. પીડા એ તે મેહ વરસ્યા કેડે નેવ; ટપટપ ટપકયા જય.
સુશીલા ઝવેરી
..પરંતુ છેલ્લાં અનેક વરસે દરમિયાન આબાલવૃદ્ધ સહુને મન સંયમ એ બહુ જુનવાણી શબ્દ બની ગયો છે; લગભગ હસી કાઢવા જેવું લાગે છે. વ્યકિત જીવનમાં તેમ જ સમાજજીવનમાં સંયમ એ મહા મેટો ગુણ છે એ વાત આપણે લગભગ ભૂલી જ