________________
તા. ૧–૯–૭૬
પ્રબુદ્ધ જીવન
<< એક્સ્ટ્રીમ એ દ્રવ્ય નથી: તરંગ લ ંબાઈ માટેના એકમ છે
કવિ નાનાલાલે એક કાવ્યમાં લખ્યું છે: “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” કાવ્યની આ અર્ધપંકિતનો કવિએ પેાતે શે। અર્થ વિચાર્યા હશે તેની તા મને ખબર નથી પરંતુ વિજ્ઞાનના એક અદના અભ્યાસી તરીકે હું તો એના એવા અર્થ કરું છું કે સર્જનની જે અદ્ભુત રમ્ય ચમત્કૃતિ છે તે ચમત્કૃતિ જ બ્રહ્મનાં લટકાં સમાન છે અને એ ચમત્કૃતિ પોતે જ, બ્રહ્મનું એક અવિભાજ્ય અંગ હોવાથી, એને ‘- સર્વપસ્વિટમા સમક્ષ કરાયેલાં લટકાંની ઉપમા અપાય તો એમાં અનુપયુકત કશું નથી. બ્રહ્મનાં લટકાંની મે કરેલી વ્યાખ્યા કેવળ ભૌતિક છે અને બ્રહ્મ અંગેની વિચારણા તા ભૌતિક સ્તરને આંબીને ઘણા ઊંચા સ્તર સુધી જાય છે. એની ચર્ચા કરવાને મારો અધિકાર નથી. ગાર્ગીએ પણ યાજ્ઞવલ્કયને બ્રહ્મ વિષે જ્યારે વધારે ઝીણવટપૂર્વક પૂછવા માંડયું ત્યારે યાજ્ઞવયે પણ એને કહ્યું હતું કે ગા” મા ગતિ પ્રાક્ષી: ગાર્ગી વધારે પડતા પ્રશ્નો ન કર (એ પ્રશ્નોનાં ઉત્તરો તારું માથું ફેરવી નાખશે એવું જ કહેવાનો યાજ્ઞવલ્કયના ઉદ્દેશ હશે કદાચ ) અને મહાવિદુષી ગાર્ગીના જે વિષય ચર્ચવાનો અધિકાર નહોતો તે મારો તો ક્યાંથી જ હાય. એટલે વિષયની આટલી માંડણી પછી ટ્યમ્ કરીને હું સંતોષ માનીશ.
મારો આજનો વિષય છે સર્જનની અદ્ભુત રમ્ય ચમત્કૃતિનો. એ ચમત્કૃતિઓનો અભ્યાસ એટલે જ વિજ્ઞાન. ‘પ્રબુદ્ધ જીવન’માં વનસ્પતિઓની અદ્ભુત રમ્ય ચમત્કૃતિઓ વર્ણવતો જે લેખ “વનસ્પતિનું રહસ્યમય જીવન' એ શીર્ષક હેઠળ પ્રગટ થયો છે તે લેખ વાંચીને આ લખવા હું પ્રેરાયો છું. સર્જનની ચમત્કૃતિઓ અપાર છે અને વિજ્ઞાનીઓ તે હજી એના થોડા અંશનું જ દર્શન કરી શકયા છે. આ ચમત્કૃતિએ વિષે મહાન અણુ વિજ્ઞાની સ્વ. આપન હાઇમરે એક વખત કહ્યું હતું કે “અમે તો અંધારા કૂવામાં ડોકિયું કરી રહ્યા છીએ. એ કૂવામાં શું છે તેની અમને ખબર નથી.” જેમ જેમ સમય વહેતો જશે તેમ તેમ એ અંધારા કૂવામાં વધારે ને વધારે દેખાતું જશે, વધારે ને વધારે ચમત્કૃતિ છતી થતી જશે અને એ ચમત્કૃતિઓને પેલે પાર શું છે તે જાણવાની ઉત્કંઠા વધતી જશે. એ ઉત્કંઠા સંતોષવા માટે, ઉપરોકત લેખ જે પુસ્તકને આધારે લખાયો છે તે ધી સિક્રેટ લાઇફ ફ પ્લાન્ટસ' જેવાં પુસ્તકો પણ પ્રસિદ્ધ થતાં જશે અને જિજ્ઞાસુએ એ વાંચશે પણ ખરા. પરંતુ આવાં પુસ્તકો કોઇ ભેદભરમની નવલકથાની જેમ વાંચી શકાય નહિ. એના વાચન માટે, એમાં પ્રગટ થયેલી સામગ્રીની સમ્યગ સમજણ માટે થોડાં પ્રાથમિક વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂર છે. આવું શાન જો ન હોય તો, “વનસ્પતિનું રહસ્યમય જીવન” એ શીર્ષક હેઠળ લખાયેલા લેખનાં લેખિકા બેન લીનાબેન જે એક ભૂલ કરી બેઠાં છે તેવી ભૂલા થવાનો સંભવ પૂરો છે.
ધી સિક્રેટ લાઇફ ઓફ પ્લાન્ટસ' એ પુસ્તકના પાંચમા ભાગમ ખાદ્ય પદાર્થોની જીવનશકિત માપવાના આ બાવીસ નામના એક ગૃહસ્થે બનાવેલા મંત્રનું વર્ણન છે. એ વર્ણન અંગે ઉકત લેખમાં જે માહિતી આપવામાં આવી છે તે એ લેખના જ શબ્દોમાં નીચે ઉતારું છું જેથી એ માહિતીમાં રહેલા દોષની ચર્ચા કરવાનું સુગમ પડે.
લેખિકાબહેન કહે છે કે શ્રી બેવીસે (નામ ખરું બાવીસ છે) પદાર્થોની જ્યોતિર્મયના (રેડિયન્સ) માપવાનું યંત્ર બનાવ્યું. એનાથી એક દ્રવ્યની માહિતી મળી. એનું નામ છે એ ગસ્ટ્રોમ. બીજા એક વિજ્ઞાની સીમાનેટને સાબિત કર્યું કે પેષણ (ન્યુટ્રીશન) ના ઉષ્માંક (કેલરી) ની ગણતરી કરવાનું જેટલું વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે તેટલું જ એગસ્ટ્રોમની ગણતરી કરવાનું. કેલરીની જેમ એગસ્ટ્રોમ
W
૮૫
પણ ઉપયોગી છે. સીમાનેટને, કઈ વસ્તુમાં કેટલું ઓગસ્ટ્રોમ છે તેની લાંબી યાદી પોતાના પુસ્તકમાં આપી છે. આ યાદી આપીને શ્રી સીમાનેટને ચેતવણી આપી છે કે જે ચીજમાં ૬૫૦૦ કરતાં ઓછા પ્રમાણમાં એગસ્ટ્રોમ છે તે પદાર્થો ખાવાથી ખાનારની જ્યોતિર્મયતા ચાલી જાય છે. તેમણે એ શેાધ્યું છે કે વનસ્પતિના વિવિધ અવયવમાં જે ઔષધીય ગુણા રહેલા છે તે કેવળ તેમની રાસાયણિક પ્રકૃતિ પર અવલંબતા નથી; પરંતુ તેમની જ્યોતિર્મયતા પર નિર્ભર છે.”
લેખમાંનું ઉદ્ધરણ અહીં પૂરું થાય છે. આ લેખ વાંચનારાને તો એમ જ થાય કે ખાદ્ય પદાર્થોમાં આજ સુધી કોઇએ જોયેલું નહિ અને જાણેલું નહિ એવું એ’સ્ટ્।મ નામનું દ્રવ્ય આન્દ્ર બાવીસે (લેખિકા બહેને બેવીરા લખ્યું છે.) શોધી કાઢયું છે. પણ હકીકત એ છે કે આ એસ્ટ્રોમ એ દ્રવ્ય જ નથી. એ તો ઇલેકટ્ટ - મેગ્નેટિક સ્પેકટ્રમ એટલે કે ઇલેકટ્રે મેગ્નેટિક તર’ગ - પટલના અત્યંત સૂક્ષ્મ તરંગાની લંબાઈ માપવાના એક એકમ છે. બાવીસે પોતે એ ટ્રેડમ એ મિલિટમીટરનો લાખમા ભાગ છે. એમ લખ્યું છે. (જુએ સિક્રેટ લાઇફ ઓફ પ્લાન્ટસ્ પેંગ્વીન આવૃત્તિ પાનું ૨૬૮) હકીકતમાં તો, પ્રકાશના કિરણાની તરંગ લંબાઇ (વેવલેન્થ) માપવા માટે પણ આ એ’ઓૢામના એકમનો જ ઉપયોગ થાય છે. સૂર્યનો પ્રકાશ આમ તો શ્વેત દેખાય છે પણ એ સાત રંગોના બનેલા છે એ સૌથી પહેલવહેલું ન્યૂટને પુરવાર કર્યું હતું. એણે સૂર્યના પ્રકાશના કિરણને ત્રિપા[કાચ (અં. પ્રીઝમ) માંથી પસાર કર્યું હતું અને એ કિરણ કાચની બીજી બાજુ નીકળ્યું ત્યારે એને એક સફેદ સપાટી પર ઝીલી લીધું હતું. આ સપાટી પર એને, સૂર્યના કિરણની સફેદ લકીર દેખાવાને બદલે જા'બુડી, ગળી, ભૂરો, લીલા- પીળા, કેસરી અને લાલ એવાં ૨ંગાના રંગપટલ દેખાયો હતો. એ પછી એણે પુરવાર કર્યું હતું કે આ સાત રંગો સૂર્યકિરણના મૂળ ઘટકો છે. એ સાત રંગોને જો ફરી બીજા ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર કરવામાં આવે તો ફરી પાછું શ્વેત કિરણ એ કાચની બીજી બાજુ દેખા દે છે. પહેલી વખત, સૂર્યકિરણ સાત રંગામાં વહેંચાઇ ગયું એનું કારણ એ હતું કે એ સાત રંગાના તરંગોની તરંગ લંબાઇ જુદી જુદી હતી અને તેથી એ તંરગે ત્રિપાળંકાચમાંથી પસાર થતી વખતે જુદી જુદી રીતે વક્રીભવન પામતાં હતાં. પછી તો આ સાત રંગાના તરંગાની લંબાઇ માપવામાં આવી હતી અને એવું માલમ પડયું હતું કે, લાલ રંગના કિરણની તરંગ લંબાઈ સૌથી વધારે એટલે કે ૭૬૦૦ થી ૬૨૦૦ એસ્ટ્રેામ જેટલી (અથવા તો ૦.૦૦૦0૭૬થી ૦.૦૦૦૦૬૨ સેન્ટિમીટર જેટલી) અને જાંબુડી રંગના કિરણની તરંગ લંબાઈ સૌથી ઓછી એટલે કે ૪૩૦૦થી ૩૮૦૦ એસ્ટ્રંમ જેટલી છે.
ઉપર એં દૂં ામ અને સેન્ટિમીટર વચ્ચે જે સંબંધ દર્શાવ્યા છે તે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ તરંગ લંબાઈવાળા તરંગાનું માપ જો સેન્ટિમીટર કે મિલિમીટરમાં લીધું હોય હોય તો તે ગણતરી વખતે અગવડ પડે એટલે એવી તર‘ગ લંબાઇ માટે એસ્ટ્રંગમના નવા એકમ નક્કી કરવામાં આવ્યો હતો. હકીકતમાં તે। આ એસ્ટ્રેમના એકમને સર્જનના એક મૂળભૂત આવિકારની સાથે સીધા સંબંધ છે. આ આવિષ્કાર છે ઇલેકટ્રે મેગ્નેટિક રેડિયેશન.
આ આખું બ્રહ્માણ્ડ ઇલેકટ્મેગ્નેટિક રેડિયેશન - ઇલેક્ટ્રામેગ્નેટિક તરંગોથી ભરેલું છે. સૂર્ય આપણા તરફ જે પ્રકાશ મોકલે છે. તે ઇલેકટ્। મેગ્નેટિક રેડિયેશન છે. આપણે જે રડિયા સાંભળીએ છીએ તેપણ આપણા ઘરમાં ઇલેકટ્। - મેગ્નેટિક