Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 98
________________ e પ્રબવ જીવન તા. ૧૬-૯-૭૬. રવીન્દ્રનાથના વિચારોની બીજી વ્યાપક અસર શિક્ષણકો થઇ છે. છેક આ સદીને પ્રારંભે ૧૯૦૧ માં એમણે શાંતિનિકેતનમાં પાંચ વિદ્યાર્થીઓથી શિક્ષણ સંસ્થા શરૂ કરી. શિક્ષણ વિશે રવીન્દ્રનાથના વિચારો પ્રચલિત પદ્ધતિથી સાવ જુદા હતા. વિદ્યાર્થીની તમામ સર્જનાત્મક પ્રવૃતિએને મોકળું મેદાન મળે, એ પ્રવૃત્તિઓમાં એને પ્રોત્સાહન મળે અને એની શારીરિક અને માનસિક શકિતઓને મુકતપણે વિકાસ થાય એવી શિક્ષણ પદ્ધતિ રવીન્દ્રનાથ ઇચ્છતા હતા. એ માટેની એમની પ્રયોગશાળા તે શાંતિનિકેતનને આશ્રમ. એમાં એમણે વિદ્યાર્થીઓના હાથપગ, એમની દર્શન છાવણની ઇન્દ્રિયો, એમનું મગજ અને એમનું હૃદય એ બધું કેળવાય એવી શિક્ષણપદ્ધતિ શરૂ કરી. એમની ક્ષિતિજો સમગ્ર સૃષ્ટિને આંબી જતી હતી. એમને નાતજાત, ધર્મ, રાષ્ટ્ર એવી કોઈ દીવાલે માન્ય ના હતી. એક બાજુ ધરતીને બીજે છેડે પણ એમની નજર પહોંચતી હતી તે બીજી બાજ શાંતિનિકેતનની આસપાસ આવેલાં ગામડાં પણ એમની દષ્ટિ બહાર ન હતાં. એ ગામડાંના હુન્નર ઉદ્યોગના વિકાસ માટે પણ એમણે આયોજન કર્યું હતું. પાંચ વિદ્યાર્થીના આશ્રમમાંથી વિકસેલી વિશ્વભારતી યુનિવર્સિટી રવીન્દ્રનાથના શૌક્ષણિક વિચારોને મૂર્તિમંત કરનારી સંસ્થા બની રહી . - રવીન્દ્રનાથના શિક્ષણવિચારનાં બે તત્ત્વોએ ખાસ ધ્યાન ખેંચ્યું. શિઢાણ કેવળ પરંપરિત બીજિક વિષયો પૂરતું મર્યાદિત ન રહે. સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, શિલ૫કલા, હસ્તકારીગરી - એ તમામ વિષયો જીવનની સમૃદ્ધિ માટે આવશ્યક છે એટલે એ કોઈને શિક્ષણમાંથી બાકાત ન રખાય અને બીજું વિદ્યાર્થીની શિક્ષણસાધનામાં ઓછામાં ઓછાં બંધને હોય. એના વ્યકિતત્વના પૂર્ણ વિકાસ માટે અવકાશ મળે એવું મુકત વાતાવરણ હોય. વ્યકિતત્વને અને સર્જનાત્મક શકિતઓને કુંઠિત કરે એવું વિષયનું બંધન કે પદ્ધતિનું બંધન વિદ્યાર્થીઓને માથે લાદવું નહિ. વિદ્યાર્થી પ્રકૃતિ સાથે વધુ ને વધુ ૮,૫ થાય એવી શિક્ષણ પદ્ધતિ વિકસાવવી. | ગુજરાતમાં રવીન્દ્રનાથના શૈક્ષણિક વિચારો શાંતિનિકેતનમાં ભણી આવેલા વિદ્યાર્થીઓએ પ્રસરાવ્યા. આ વિચારોએ શિક્ષિત ગુજરાતીઓ પર ઊંડો પ્રભાવ પાડો. રવીન્દ્રનાથના શિક્ષણ વિશેના વિચારો ગુજરાતના શિક્ષણચિતનમાં ઊંડા અંકાઇ ગયા. સાહિત્યમાં પણ આ વિચારોને પ્રભાવ જણાયા વિના રહ્યો નહિ. ક્રમશ: - - યશવંત દોશી 3. રમણલાલ શાહનું સન્માન આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સફળ સંચાલન કરનાર ડો. રમણભાઈ શાહનું સન્માન કરવા એક મેળાવડાનું આયોજન શ્રી રમણીકભાઇ મેહનલાલ ઝવેરીને ત્યાં કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઇ જૈન યુવક સંઘના અગ્રણીઓ અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના વકતાઓ ગયેલા યુવક સંઘના મહામંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું હતું કે, મેં હમેશાં અમેરિકાના મારા પ્રવાસ દરમ્યાન પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સતત યાદ કરી હતી અને ત્યાં બેઠા બેઠા મારાથી થાય તેટલાં સલાહસૂચન પણ કર્યા હતા. ડૅ. રમણભાઈને પણ આ અંગે મેં પત્રો લખ્યા હતા. અહીં આવ્યા બાદ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સફળ આયેજન થયેલું જાણી પ્રસન્નતા અનુભવી. તેમણે જણાવ્યું હતું કે ડૉ. રમણભાઇ શાહ જેવા વિદ્વાન અને વિનમ્ર વ્યકિત મળવાથી આ વ્યાખ્યાનમાળા વધુ સારી રીતે પાર પડે છે. શ્રી કિરણભાઇ શાહે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ડે. રમણભાઈને ઘણી જ નજીકથી ઓળખું છું. તેઓ સતત વિદ્યાવ્યાસંગી છે. તેમનામાં સૌથી શ્રેષ્ઠ ગુણ મને જે જોવા મળે છે તે તેમની ગુણગ્રાહકતા છે. - શ્રીમતી હીરાબહેન પાઠકે જણાવ્યું હતું કે, વ્યાખ્યાનમાળામાં આવતી દરેક વ્યકિત જાગૃત - ભકિતભાવપૂર્વક આવનારી છે. તેઓ શ્રદ્ધાથી વ્યાખ્યાનમાળાનું શ્રવણ કરે છે. સેફિયા કોલેજના હિન્દી વિભાગના વડા પ્રા. નંદલાલ પાઠકે જણાવ્યું હતું કે, આજે સમાજમાં અનેક જાતની પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ આવી “જ્ઞાનસત્ર’ ની પ્રવૃત્તિ ચલાવવી ઘણી જ અઘરી છે. એમાં પણ આટલા બધા સુજ્ઞ લેકો ભાગ લે છે અને ધીરજથી. સાંભળે છે એ વિરલ બાબત છે. * ડૅ. રમણભાઇ શાહની ખ્યાતિ શિક્ષણક્ષેત્રે પણ ઘણી મોટી છે. તેઓ ઘણા જ સાદા અને સરળ છે. આવા જ્ઞાનસત્રનું સફળ સંચાલન તેમની આગવી પ્રતિભાને આભારી છે. જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે જણાવ્યું હતું કે, સ્વ. પરમાણંદભાઇ ગયા પછી એક વર્ષ મેં આ વ્યાખ્યાનમાળાનું સંચાલન કર્યું હતું. તેમાં કેટલી કાળજી લેવી પડે છે અને કષ્ટ ઉઠાવવું પડે છે તેને મને ખ્યાલ છે. પરંતુ બીજા વર્ષથી જ ડે. રમણભાઇએ આ કાર્યભાર વહન કર્યો છે. અને આજે હું અનુભવે કહું છું કે હળવો થયો છું. તેમણે ડૉ. રમણભાઇમાં વિનમ્રતાના ગુણને બિરદાવ્યા હતા અને ઊંડા ધાર્મિક જ્ઞાન દ્વારા તેઓ કેટલે લોકસંગ્રહ કરી શકે છે તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ડૅ. રમણભાઇ શાહ અને શ્રીમતી તારાબહેન શાહે ભગવાન મહાવીરની ૨૫૦૦ માં નિર્વાણ વર્ષ નિમિત્તે આફ્રિકામાં પ્રવાસ કર્યો ત્યાં આજે પણ લોકો એમને એટલા જ સ્નેહ અને આદરથી યાદ કરે છે. શ્રી ચીમનભાઇએ આ પ્રસંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જે રીતે . રમણભાઇ આફ્રિકાના પ્રવાસે ગયા હતા તે પ્રમાણે તેઓ આવતા માર્ચ મહિનામાં. બ્રિટન અને કોન્ટીનેન્ટલ દેશના પ્રવાસે જવાના છે, તે એક આપણા ‘મોબાઇલ એમ્બેસેડર’ જેવા છે! તેમણે જણાવ્યું હતું કે, વ્યાખ્યાનમાળામાં વકતાઓ અને વિષયોની પસંદગી પરત્વે તેઓ જ્યારે મારી સાથે મંત્રણા કરવા આવે છે ત્યારે ઘણી જ ઝીણવટભરી દષ્ટિ અપનાવે છે. સન્માનને ઉત્તર આપતાં અત્યંત વિનમ્રભાવે ર્ડો. રમણભાઇએ જણાવ્યું હતું કે, ખરેખર તે આ સન્માન મુંબઈ જૈન યુવક સંઘનું છે, હું તો નિમિતમાત્ર છું. તેમણે જણાવ્યું હતું કે, વ્યાસપીઠ ઉપર હું બેસું છું તેને એક લાભ મને એ મળે છે કે, અત્યંત તન્મયતાથી હું તમામ વકતાએને સાંભળી શકું છું, તેને સાર ગ્રહણ કરી શકું છું. ડૉ. રમણભાઇએ જણાવ્યું હતું કે, અનેક વિદ્વાનોએ પોતે ઘણી જ વિદ્વતાપૂર્ણ કૃતિઓ રચી હોય છતાં એટલી વિનમ્રતા દર્શાવી હોય છે કે, મેં આમાં કંઇ નવું કર્યું નથી, હું તે માત્ર નિમિત છું. • એ પ્રમાણે જ જ્યારે હું વ્યાસપીઠ ઉપર બેસું છું ત્યારે હું મુંબઈ જૈન યુવક સંઘ વતી તેના પ્રતિકમાત્ર તરીકે બેસું છું. - સંકલન : કનુભાઈ મહેતા આગામી અભ્યાસ - વર્તુળની બેઠક તા. ૧૬ નહિ પરંતુ તા. ૧૮ના રોજ રાખવામાં આવી છે તેની નોંધ લેવી. -મંત્રીએ પણ થાક મેળાવડાનું હતું જેમાં વકતાઓ છે જેમાં મુંબઈ ઉપસ્થિત રહ્યા હતા અને પર્યુષણ આ પ્રસંગે યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે પોતાનાં સ્વાગત અને અભિનંદન પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડૉ. રમણભાઈ શાહ જેવા વિન, વિનયી અને કાર્યશીલ વ્યકિત આપણને સાંપડયા છે એ ઘણો જ આનંદને વિષય છે. તેઓ આ વ્યાખ્યાનમાળાનું આયોજન અત્યંત ચીવટપૂર્વક અને ધગશથી કરે છે. વકતાઓ અને વિષયની પસંદગી, તેની ગૂંથણી અને સમગ્ર સભાનું આયોજન તેમની કાર્યકુશળતા અને કામ પ્રત્યેની ઉત્કટ ભાવનાનું ઘોતક છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગયા સાત વર્ષથી સતત પરિશ્રમપૂર્વક તેઓ વ્યાખ્યાનમાળાનું સુકાન સંભાળી રહ્યા છે અને આ કાર્યને આગળ દિપાવી - ધપાવી રહ્યા છે સ્વ. પરમાણંદભાઈના અવસાન વખતે એ દ્વિધા હતી કે આ વ્યાખ્યાનમાળાનું સંચાલન અને સંવર્ધન કરશે કોણ? મુ. શ્રી. ચીમનલાલ ચકુભાઈએ પણ શરૂઆતમાં આ કાર્યભાર વહન કર્યો હતો. પરંતુ રમણભાઇ શાહે જે રીતે આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે એ જોતાં હવે સૌને ભાર હળવે થયેલ લાગે છે. શ્રી કે. પી. શાહે એવી આશા વ્યકત કરી હતી કે છે. રમણભાઈ શાહના નેતૃત્વ હેઠળ હવે પછી જે આયોજન થવાનું છે તે “વિધાનસભા” વ્યાખ્યાનમાળા પણ ઘણી જ સફળ રહેશે. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અમેરિકાના પ્રવાસે

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160