Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 92
________________ ૯૨ પ્રબુદ્ધ જીવન ચૂંટણી, અનાજ અને બીજી જીવનજરૂરીયાતોનું ઉત્પાદન, પ્રાપ્તિ, વિતરણ વિગેરે બાબતો માટે આવી ખાસ અદાલતો થશે અને એવી અદાલતના ચુકાદા અંતિમ લેખાશે. બહુ અન્યાય થયો છે એમ લાગે તો સુપ્રીમ કોર્ટે પરવાનગી આપે તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. પાર્લામેટ અને ધારાસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોય તો કોર્ટમાં અરજી થઇ શકતી, હવે તેને માટે ખાસ અદાલત થશે. આવી ગેરરીતિ પુરવાર^થાય તે તેની શિક્ષા માટે કાયદામાં પ્રબંધ છે તેને બદલે હવે તે સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. સ્વચ્છ અને ન્યાયી ચૂંટણી લોકશાહીનો પાયો છે. તટસ્થ અદાલતી તપાસ વિશ્વાસ પ્રેરે છે. પાર્લામે ટે કરેલ કોઇ કાયદો કોઇ હાઇકોર્ટ ગેરકાયદેસર ઠરાવી શકશે નહિ. એ અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટને રહેશે અને તે પણ સાત જજોની બેન્ચ અને તેનાં ૨/૩ બહુમતિથી ચુકાદો હોય તે જ, પાર્લમેંટ અને ધારાસભાઓની મુદત વધારીને છ વર્ષની કરી છે. કોઇ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન મૂકવું પડે તો હાલ પ્રથમ છ મહિના માટે મૂકી શકાય છે, તે મુદત વધારી એક વર્ષની કરી છે. કેન્દ્ર સરકારને જરૂર લાગે તો કોઇ પણ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા સશસ્ત્ર દળ મોકલી શકે છે, એવા પ્રબંધ કર્યો છે. અત્યારે બંધારણમાં એવા પ્રબંધ છે કે રાષ્ટ્રપતિને સહાય કરવા અને સાથ આપવા વડાપ્રધાન સહિત મંત્રીમંડળ હશે. બંધારણીય પરંપરા એવી છે કે મંત્રીમંડળની સલાહ પ્રમાણે જ રાષ્ટ્રપતિ વતે છે. હવે પ્રબંધ કરવામાં આવે છે કે મંત્રીમંડળની * સલાહ પ્રમાણે વર્તવા રાષ્ટ્રપતિ બંધાયેલ રહેશે. સ્વર્ણસિંઘ સમિતિએ નાગરિકની મૂળભૂત ફરજો બતાવી છે અને તેના અમલ માટે પાર્લમેટ કાયદા કરી શકે અને તેના ભંગ માટે શિક્ષાનો પ્રબંધ કરે એવી ભલામણ કરી હતી આ ફરજોમાં ઠીક ઠીક ફેરફારો કર્યા છે. પણ વધારે અગત્યની બાબત એ છે કે તેના અમલ માટે કાયદા કરવા કે શિક્ષા કરવી એવા કોઇ પ્રબંધ કર્યો નથી. આ ફરજો આદર્શ રૂપે રહે છે. જો કે શબ્દો એમ છે કે It shall be the duty. ... આના અમલ માટે કાયદા થશે? ફરજો એવી છે કે કાયદાથી તેનો અમલ કરાવવા સહેલું નથી. એક નવી વસ્તુ બંધારણમાં ઉમેરાય છે, જે સામાન્ય કાયદામાં હોય છે પણ બંધારણમાં કોઈ દિવસ હોતી નથી. બંધારણમાં જે ફેરફારો કરવામાં આવે છે તેનો અમલ કરવામાં કાંઇ મુસીબત નડે તો રાષ્ટ્રપતિ, બે વર્ષ સુધી, હુક્મ કરી બંધારણમાં ફેરફાર કરી અથવા બીજી રીતે, આવી મુસીબત દૂર કરી શકે છે. રાષ્ટ્રપતિના હુકમથી બંધારણમાં ફેરફાર થઇ શકે એ નવા પ્રયોગ છે. બંધારણમાં કરવા ધારેલ ફેરફારોનો મેં અતિ સંક્ષેપમાં ખ્યાલ આપ્યો છે. તેનાં પરિણામે ભવિષ્યમાં જાણી શકાય. કેટલીક હકીકતો સ્પષ્ટ છે. પાર્લામેટ અને ધારાસભાઓની સત્તાઓ વધે છે. કોર્ટોના અધિકારો ઘટે છે. પરિણામે કારોબારી અને નોકરશાહીની સત્તા વધે અને નાગરિકો ઉપરના અંકુશો વધે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સબળ કેન્દ્રસરકારની જરૂર છે તેમ જ સામાજિક અને આર્થિક ક્રાન્તિ ઝડપથી કરવી છેતે માટે આવી વિશાળ સત્તાઓ પાર્લામે ટ, ધારાસભાઓ અને કારોબારીને હોવી જરૂરી છે, એવા ધારણે આ ફેરફારો થાય છે. કટોકટીના સંદર્ભમાં અને ટોક્ટીના સમયે આ ફેરફારો થાય છે તે સૂચક છે. ટોટીના કેટલાક અંશા આપણાં જીવનનું કાયમી અંગ બને છે. કલમ ૧૪ અને ૧૯ ના મૂળભૂત માનવીય અધિકારો મોટેભાગે પાર્લામેટ અને ધારાસભાના ખાળે મૂકાય છે. આ બધી સત્તાઓના કેવા ઉપયોગ થાય છે તેના ઉપર આ ફેરફારોની જરૂરિયાત અને યોગ્યતાના આધાર છે. એમ કહેવાય છે કે Such powers to the legislature and executive are necessary in a modern state. આથી સત્તાનું કેન્દ્રીકરણ થાય છે તે હકીકત છે. આવું કરીને પ્રજાનું સાચું કલ્યાણ થાય તો ઈતિહાસના એવા તબક્કામાંથી પસાર થવું અનિવાર્ય ગણશું. આ ફેરફારોના હેતુઓ અને કારણા આપતાં કહ્યું છે કે ગરીબાઈ, અજ્ઞાન, રોગ અને તકની અસમાનતાનો અંત લાવે એવી સામાજિક અને આર્થિક ક્રાન્તિ કરવામાં જે બંધારણીય મુસીબતો નડે છે તે દૂર કરવી છે. આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે આ ફેરફારો કર્યા પછી આ હેતુ સત્વર સિદ્ધ થશે ચીમનલાલ ચકુભાઈ ૧૩-૯-૧૬ પ્રકીર્ણ નોંધ ગોવધ બંધી અને અહિંસા તા. ૧૬-૯૭૬ બંધારણની કલમ ૪૮ માં પ્રબંધ છે કે: The state shall, in particular, take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and calves and other milch and drought cattle. રાજ્યે, ખાસ કરી, ગાય, વાછરા, અને બીજા દુધાળાં અને ઉપયોગી જાનવરોની ઓલાદ જાળવવા અને સુધારવા તથા તેની કતલ અટકાવવા, પગલાં લેવા. આ ક્લમની અન્વયે કેટલાક રાજ્યોએ ગાવધબંધીના કાયદાઓ કર્યા. તેમાં ગાવધ બંધી ઉપરાંત, બળદ, ભેંસ, પાડા વિગેરે જાનવરોના વધન પણ બંધી કરવામાં આવી હતી. કસાઇઓ અને મુસલમાન વર્તી આ કાયદાઓને પડકારવામાં આવ્યા. તેમાં મુખ્ય બે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. (૧) કસાઇઓએ કહ્યું કે આ કાયદાથી વેપારધંધા કરવાના તેમના મૂળભૂત હક્કને બાધ આવે છે. મુસલમાનોએ કહ્યું કે બકરી ઇદને દિવસે ગેહત્યા કરવી ઈસ્લામ ધર્મનું ફરમાન છે અને તેથી આ કાયદાથી તેમના ધાર્મિક હકકો અને માન્યતાઓના મૂળભૂત અધિકારને બાધ આવે છે. છેવટે ૧૯૫૮ માં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ગાયની સંપૂર્ણ વધબંધી કરવામાં આવે તેથી કસાઇઓના વેપાર – ધંધાને કેટલેક અંશે બાધ આવે છે તે ખરું છે, પણ તે હક્ક ઉપર આવી આંશિક મર્યાદા (Reasonable Restriction) મૂકવાનો રાજ્યને અધિકાર છે. તે સાથે એમ પણ ઠરાવ્યું કે ગાય—ભેંસના બચ્ચાં, દૂધાળી ભેંસ, ઉપયોગી બળદ કે ઉપયોગી પાડા અને સાંઢ ઉપર સંપૂર્ણ વધ-બંધી મૂકાય તે પણ વ્યાજબી છે. પણ તદ્દન વસુકી ગયેલ ભે’સ, નિરૂપયોગી થયેલ બળદ કે પાડા કે સાંઢની વધ—બંધી થાય તે વ્યાજબી નથી. મુસલમાનોની ધાર્મિક માન્યતા વિષે કોર્ટે કહ્યું કે ગોવધ કરવા જ જોઇએ એવા કુરાનમાં કોઈ આદેશ હોય કે એવી કોઇ દઢ ધાર્મિક માન્યતા હોય તેવાં કોઇ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થયા નથી. બલ્કે મુસલમાનોના સમયમાં અને ખાસ કરી અકબરે સંપૂર્ણ ગોવધબંધી કરી હતી. ગાય અને ઉપયોગી બળદ તથા પાડાની વધબંધી વ્યાજબી ઠરાવતાં કોર્ટે કહ્યું: The cow and the working bullocks have on their patient back the whole structure of Indian Agriculture. ગાય અને ઉપયોગી બળદની ખાંધ ઉપર દેશની ખેતીવાડીના બધા આધાર છે.' સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી કેટલાક રાજ્યોએ સંપૂર્ણ ગોવધબંધી અને દૂધાળા અને ઉપયોગી ભેંસ, બળદ વિગેરે જાતવરોની આંશિક વધબંધીના કાયદા કર્યા છે. કેટલાક રાજ્યોમાં સંપૂર્ણ નહિ પણ આંશિક ગૌવધ બંધી થઇ છે. કેટલાક રાજ્યોમાં બિલકુલ એવા કાયદો નથી. જૂન મહિનામાં વિનોબાજીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે બધા રાજ્યોમાં સંપૂર્ણ ગાવધ બંધીના કાયદા કરવામાં આવશે એવી જાહેરાત, ૧૧ મી સપ્ટેમ્બર – જે તેમના જન્મદિન છે – સુધીમાં સરકાર નહિ કરે તે પોતે આમરણ ઉપવાસ કરશે. વિનોબાજી માને છે કે ગાયની બધી ઓલાદની પણ સંપૂર્ણ વધબંધી હોવી જોઇએ. પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાની મર્યાદામાં રહી પોતાની માગણી તેમણે મર્યાદિત રાખી હતી. સદ્ભાગ્યે, જે રાજ્યોમાં આવી સંપૂર્ણ ગાવધબંધી નથી તેમાંથી આંધ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ તથા કર્ણાટકે આવી જાહેરાત

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160