________________
૬
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૯-૭૬
ક્ષ કિરણોના તરંગે છે એની ત. લ. ૧ થી ૧૦૦૦ એંસ્ટ્રોમ સુધીની છે. નં. ૪: અસ્ટ્રા વાયોલેટ કિરણેના તરંગો છે. એની ત. . ૨૫૦૦ થી ૪૦૦ એંસ્ટ્રોમ સુધીની છે. નં. ૫: દ્રશ્ય પ્રકાશના તરંગે છે. એની ત. લે. ૪000 થી ૮૦૦૦ સ્ટ્રોમ સુધીની છે. નં. ૬: ઈન્ફારેડ કિરણોના તરંગે છે. એની ત. લં. ૮000 એંસ્ટ્રોમથી ૦.૦૪ સેન્ટીમીટર જેટલી છે. . ૭: ઘરમાં લાઈટરના તણખામાં ઉત્પન્ન થતાં તરંગે છે. એની તે. લું. ૧ સે. મી. થી ૧૦ સે. મી. સુધીની છે. નં. ૮: રેડિયો તરંગે છે. એની તરંગ લંબાઈ ૦.૦૧ સે. મી. માંડીને ૫૫૦ મીટર સુધીની છે. નં. ૯: વિઘુ તત્પાદક યંત્રોના ઉત્પન્ન થતા તરંગે છે. એની ત. લે. ૧૦ કિલોમીટરથી વધારે હોય છે.
રેડિયેશનથી જ સંભળાય છે. ડૉકટર જે ક્ષ-કિરણોના યંત્રથી આપણા ફેફસાં વગેરે તપાસે છે તે પણ ઇલેક - મેગ્નેટિક રેડિયેશન છે અને યુરેનિયમમાંથી જે કિરણોત્સર્ગ થાય છે તે પણ ઇલેકમેગ્નેટિક રેડિયેશન છે, અવકાશમાંથી જે વિશ્વ કિરણો આવે છે. અને જેને અભ્યાસ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં 3. વિક્રમ સારાભાઇએ શરૂ કર્યો હતો. તે પણ ઇલેકમેગ્નેટિક રેડિયેશન છે અને આપણે ઘરમાં ઈલેક્ટ્રિક લાઇટર વડે ગેસ સળગાવીએ ત્યારે વીજળીને જે તણખ ઉત્પન્ન થાય છે તે પણ ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશન ફેલાવે છે. ઇલેકમેગ્નેટિક રેડિયેશન
તો જીવનને પાય છે એવું જયારે વિજ્ઞાનીઓને સમજાયું ત્યારે . એમણે એ અંગે વધારે સંશોધન કરવા માંડયું અને ત્યારે એમને
જણાયું કે, કેટલાંક ઇલેકટ્રો-મેગ્નેટિક કિરણો એવાં છે કે, જેની તરંગ લંબાઈ સેન્ટિમીટરના કરોડમાં ભાગ જેટલી હોય. આ તરંગ લંબાઈને કાગળ પર મૂકવા માટે એક નવા એકમની જરૂર પડી અને એ. જે. ઍસ્ટેમ નામના એક સ્વીડનના વિજ્ઞાનીએ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ તરંગ લંબાઈવાળા તરંગ માટે સેન્ટિમીટરના દસ કરોડમાં ભાગાને એક એકમ બનાવ્યો (એટલે કે મિલિમીટરના કરોડમાં ભાગનો) અને એને એમ નામ આપ્યું. વિજ્ઞાની એંન્ટ્રામે તો કેવળ પ્રકાશના કિરણની તરંગ લંબાઈ અંગે જ સંશોધન કર્યું હતું પણ પછી તે ઇલેકટ્રો મેગ્નેટિક તરંગપટલના ઇન્ફા રેડ વિસ્તાર સુધીના ભાગ માટે આ ઍસ્ફામના એકમનો ઉપયોગ થવા માંડયો. સૃષ્ટિના કોઈ ભાગમાંથી જે વિશ્વકિરણો આપણે ત્યાં આવે છે તેની તરંગ લંબાઈ એક એંગસ્ટેામના સમા ભાગ કરતાં પણ ઓછી હોય છે, જ્યારે વિઘુ ત ઘરમાં ચાલતાં વિઘુ તત્પાદક યંત્ર જે ઇલેક- મેગ્નેટિક તંરગ છોડે છે તેની તરંગ લંબાઇ ૧૦ હજાર મીટરથી પણ વધારે હોય છે. એટલે કે આવું ઇલેકમેગ્નેટિક તરંગ પટલ એક મિલિમીટરના અબજમા ભાગથી તે ૧૦ હજાર મીટર સુધી વિસ્તરેલું છે. આ તરંગ પટલમાંના દશ્ય તરંગે માત્ર પ્રકાશના જ તરંગે છે અને એ તરંગે આખા પટલમાં નાના સરખે ભાગ જ રોકે છે. તરંગ લાંબાઈ જેમ ટંકી તેમ એ તરંગાની અવરોધ પાર કરવાની શકિત વધારે. ક્ષ-કિરણની તરંગ લાંબાઈ એકથી હજાર એંગસ્ટમ જેટલી હોય છે અને તેથી એ ચામડીને અવરોધ પાર કરીને, શરીરની અંદરના અવયવોની છબી પાડી શકે છે. તરંગ પટલને સમગ્રતયા ખ્યાલ સાથેની આકૃતિ પરથી આવી શકશે:
૧ ૨ ૩ ૪૫ ૬ ૭ ૮ ૯
હવે આપણે આન્દ્ર બાવીસ શું કહેવા માગે છે તે ઉપર આવીએ. બાવીસને માલમ પડયું હતું કે જુદા જુદા ખાદ્ય પદાર્થો તરંગે છોડે છે અને એ તંરગ માપવાથી એ ખાદ્ય પદાર્થોના અંતભંગમાં રહેલી મૂલગત જીવનશકિત અને તુલનાત્મક તાજાપણું (એ. રિલેટીવ ફ્રેશનેસ) માપી શકાય છે. આ તરંગો માપવા માટે એણે એક બાયોમિટર નામનું સાદું યંત્ર બનાવ્યું હતું, અને આ યંત્ર ખાદ્ય પદાર્થોમાંથી ઉત્સર્ગ પામતા તરંગોની લાંબાઇ માઇક્રોનમાં એટલે કે મિલિમીટરના હજારમાં ભાગમાં અને એંગસ્ટેમમાં એટલે કે, મિલિમીટરના લાખમાં ભાગમાં માપતું હતું. એનું યંત્ર શૂન્યથી દસ હજાર ઍગામ સુધી માપવા માટે શકિતમાન હતું.
. ઉપરની ચર્ચા પછી વાચકને જણાશે કે ઍસ્ટેમ એ કોઇ નવું દ્રવ્ય નથી. એ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ તરંગ લંબાઇ માપવાનો એકમ છે. સર્જનની અદભૂત રમ્ય ચમત્કૃતિને સમજવા માટે વિજ્ઞાનના પ્રાથમિક જ્ઞાનની ભૂમિકા પણ કેટલી જરૂરી છે એ પણ
આ ઉપરથી સ્પષ્ટ થશે. મેં આ લેખમાં આગળ કહ્યું છે તેમ સર્જનની ચમત્કૃતિઓ નિરૂપતી વાત કાંઇ રહસ્ય સ્થાની જેમ વાંચી શકાય એમ નથી.
અત્રે એક બીજો મુદ્દો પણ ચર્ચા લેવાનું મન થાય છે. લેખિકાબહેને જોતિર્મયતા શબ્દની સાથેસાથે કૌંસમાં રેડિયન્સ શબ્દ પણ મકો છે. રેડિયન્સ એટલે જયોતિર્મયતા એ બરાબર છે પણ જોવીસે જે શબ્દ વાપર્યો છે તે ‘રેડિયન્ટ ફ્રીકવન્સીઝ” છે અને એને અર્થ તે એ જ થાય કે ખાદ્ય પદાર્થોમાંથી ઉત્સર્ગ પામતા તરંગની તરંગ લંબાઇ. ટૂંકમાં એને રેડિયેશન કહી શકાય અને આ રેડિયેશન માટે
જ્યોતિર્મયતા એવું ભાષાન્તર કરવું કેટલે અંશે યથાર્થ છે તે પ્રશ્ન મને થયા કરે છે. વિજ્ઞાનમાં બ્લેક બોડી રેડિયેશનની વાત ઘણી વાર આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિના પાયાના વૈજ્ઞાનિક કોયડાના ઉકેલની સાથે આ બ્લેક બેડી રેડિયેશન” ની વાતને ગાઢ સંબંધ છે. આ શબ્દોને સ્થૂળ અર્થ તો “કાળા પદાર્થમાંથી થતો કિરણોત્સર્ગ” એવો થાય. જો કે હકીકતમાં તે એને અર્થ ઘણો ગહન છે અને એની ચર્ચાના અત્રે અવકાશ નથી; પરંતુ રેડિયેશન શબ્દને માટે ભાષાન્તરમાં જયોતિર્મયતા શબ્દ વાપરી શકાય નહિ એવો મારો મત છે. કિરણોત્સર્ગ બધા જ પદાર્થ કરે છે - કાળા હોય કે ધોળા - એટલે રેડિયેશનને માટે ‘કિરણોત્સર્ગ” શબ્દ વધારે ઉપયુકત નથી? રેડિયન્સ અને રેડિયન્ટ ફ્રીકવન્સી વચ્ચેનો ભેદ લેખિકાબહેન સમજયાં નથી લાગતાં.
લેખના પ્રારંભમાં, મેં કવિ નાનાલાલના કાવ્યની એક અર્ધપંકિત ટાંકી હતી. હવે અંતમાં પણ મને એમની એક બીજી કાવ્યાધ પંકિત યાદ આવે છે. (સંભવ છે કે એ કોઇ બીજા કવિની પણ હોય કાલાન્તરે સ્મૃતિદોષ થવાને પૂરો સંભવ છે.) એ પંકિત છે
- બ્રહ્માણ્ડ બ્રહ્મા પાથર્યું
' ' ત્યાં એક ઉડું. કવિ “બ્રહ્મ પાથરેલાં બ્રહ્માણ્ડ’ શબ્દના ઉપયોગ દ્વારા શું કહેવા માગે છે તે તો હું જાણતો નથી પણ એટલું જાણું છે કે, બ્રહ્માણ્ડ ઇલેકટ્ટા-મેગ્નેટિક રેડિયેશનથી પથરાયેલું છે. એને કોઈ ખૂણો એ રેડિયેશન વિનાને નથી અને એ રેડિયેશનની તરંગ લંબાઇનું માપ એંગસ્ટ્રેમના એકમથી થાય છે. अलमति विस्तरेण
- મનુભાઈ મહેતા
ઉપર આખા ઈલેકટ્રોમેગ્નેટિક તરંગ - પટલની આકૃતિ આપી છે. ઍસ્ટ્રોમના સેમા ભાગથી નાની તરંગ લાંબાઈ ધરાવતાં વિશ્વ કિરણોથી માંડીને ૧૦ કિલોમીટર - હા, દસ કિલોર , મિટરની લંબાઈ ધરાવતા વિધુ તોત્પાદક યંત્રો દ્વારા ઉત્પન્ન થતા રંગના ફલક સુધી આ તરંગ પટલ વિસ્તરેલ છે અને આ ફલકમાં આપણે જે ઈલેકટ્રોમેગ્નેટિક તંરગો જોઈ શકીએ છીએ તે પ્રકાશના તરંગનું સ્થાન તે એક નાના ખૂણામાં જરાક જેટલું જ છે. વિરાટની લીલામાં અગત્યનો ભાગ ભજવતા આ ઈલેકટ્રોમેગ્નેટિક તરંગોને વ્યાપ કેટલું છે તેને ખ્યાલ આના પરથી આવશે.
ઉપરની આકૃતિમાં નં - ૧: વિશ્વ-કિરણોના તંરગો છે. એની ત. . ૦૦૧ ઍસ્ટ્રોમ થી ઓછી છે. નં. ૨: ગામા કિરણોના તરંગ છે. એની ત. લં. ૦૦૧ થી ૧.૫ ઍસ્ટ્રોમ સુધીની છે. નં. ૩: