Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 83
________________ તા. ૧-૯-૭૬ પ્રબુદ્ધ જીવન નક માનવનું પ્રતિદિન છે. તે આ ક્યા પ આપી શકે. આવો ફાળો આપવાની સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને હોય છે. પૈસા જાહેર પ્રજાના, વાપરે ડાયરેક્ટરો. હવે કાળાં નાણાંની હેરફેર પ્રમાણમાં ઓછી થઇ છે એટલે આ ફેરફાર અનિવાર્ય હતે. ચૂંટણી માથે આવે છે. દક્ષિણ આફ્રિકામાં હત્યાકાંડ - દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિએ જેમ માઝા મૂકી છે , તેમ હબસી લોકોના અસંતોષની જવાળાઓ વધારે ભભૂકતી રહી છે. આફ્રિકન ભાષા હબસીઓને ફરજિયાત શીખવવાના નિમિત્તે સોવેટમાં તેફાને શરૂ થયાં તે આ નિયમ પાછો ખેંચવા છતાં વધતાં રહ્યાં છે. તેમ દમનને કોરો વધારે વીંઝાતો જાય છે. ૩૩ લાખ ગોરાઓ તેમનાથી દસ ગણા હબસીઓ ઉપર કયાં સુધી આધિપત્ય ભોગવી શકશે? હબસીઓના હાલ ગુલામેથી પણ બૂરા હાલ છે. કોઇ નાગરિક હકક તેમને નથી. વર્તમાનમાં, રાજની હિંસાશકિત અમાપ છે. નિ:શસ્ત્ર અને ગરીબ નાગરિક તેને કેમ પહોંચે ? આ પ્રશ્ન દક્ષિણ આફ્રિકાને જ છે એમ નથી. Every modern state is an embodiment of organised violence. The citizen is helpless. પણ અંતે ઈશ્વર ગરીબને બેલી છે. પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે ફૂટે છે. અન્યાય અને અત્યાચાર સહન કરવાની, ધરતી અને માણસની મર્યાદા છે. દક્ષિણ આફ્રિકાના ગોરાઓ આ સત્ય નહિ સમજે તે કુદરત તેનું કામ કરશે. રહોડેશિયા અને દક્ષિણ આફ્રિકા બે દેશોમાં ગોરાઓનું રાજ્ય રહયું છે. - દક્ષિણ આફ્રિકાનું એક વધારે પા૫ છે, તેની પશ્ચિમે એક મોટો દેશ છે નમીબિયા, તે પહેલા વિશ્વયુદ્ધ સમયે જર્મનીનું સંસ્થાન હતે. જર્મની હાર્યું એટલે તેને વહીવટ દક્ષિણ આફ્રિકાને ટ્રસ્ટી તરીકે સંપાયો. રાષ્ટ્ર સંઘના અનેક દરા છતાં આ દેશને દક્ષિણ આફ્રિકા મુકિત આપતું નથી. ત્યાં ફાટફટ પડાવી હજી કબજે રાખી બેઠું છે. અલિપ્ત દેશોની પરિષદ અલિપ્ત દેશોની પરિષદ તાજેતરમાં કૅલઓમાં થઈ ગઈ. આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના તથા બીજા દેશે મળી ૮૫ દેશોએ આ પરિષદમાં ભાગ લીધે. બીજા વિશ્વયુદ્ધ પછી આપણો દેશ સ્વતંત્ર થયું ત્યારે એશિયા, આફ્રિકાના બીજા દેશે હજી પશ્ચિમી દેશોના સંસ્થાને હતા. તે સમયે જવાહરલાલ નહેરુએ બિનજોડાણની વિદેશ નીતિને સિદ્ધાંત પ્રરૂપ્યો. રશિયા અને અમેરિકાનાં સત્તા જૂથોથી અલગ રહી એક નવું બળ Third world પેદા કરવા પ્રયાસ આદર્યો. નેહરુ - નાસર - ટીટોની ત્રિપુટીએ આગેવાની લીધી. બીજા દેશે સ્વતંત્ર થયા તેમાં જોડાતા ગયા. ૧૯૫૫માં બાંડુગ પરિષદે તેનું સ્વરૂપ ઘડયું. ત્યારે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ સામેની લડત હતી. રાજકીય સ્વતંત્રતા ધ્યેય હતું. ત્યાર પછી એશિયા - આફ્રિકાના લગભગ બધા દેશે સ્વતંત્ર થયા. બિનજોડાણની નીતિનું સ્વરૂપ બદલાયું. હવે આર્થિક પ્રશ્ન મોબરે છે. ગરીબ અને સમૃદ્ધ દેશે વચ્ચેને સંધર્ષ છે. હવે રાજકીય બિનજોડાણ કરતાં આર્થિક હિતો, ગરીબ અને વિકસતા દેશોને જોડતી સાંકળ બન્યાં છે. આ પરિષદમાં. પશ્ચિમનાં સમૃદ્ધ દેશે અને અમેરિકા ઉપર લગભગ તહોમતનામું મૂકાયું. ભાષામાં કટુતા અને પડકાર હતો. પરિષદમાં સામ્યવાદી દેશો પણ હતા. એટલે રાજકીય બિનજોડાણ ગૌણ બન્યું. જે દેશો ભેગા થયા હતા તેમનામાં મતભેદો હોય તે સ્વભાવિક હતું. કેટલાક દેશોને પશ્ચિમ દેશો અને અમેરિકા સાથેના ગાઢ સંબંધને કારણે, પરિષદના વલણ સાથે સહમતી ન હતી. છતાં છેવટ જે પ્રસ્તાવે થયા તે એકંદરે પશ્ચિમી દેશે અને અમેરિકાને પડકાર રૂપ છે. રશિયાને આવકાર્ય થાય તે દેખીતું છે. આપણા દેશે આગેવાની ભર્યો ભાગ લીધો. ૨૮-૮-૭૬ ચીમનલાલ ચકુભાઈ ( આજનો માનવી ) [ શ્રી ખાંડેકરને તેમની નવલકથા “યયાતિ' માટે ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક મળ્યું તે જાણ્યા પછી યયાતિ વાંચવાની મને ઈચ્છા થઈ. હું બહુ ઓછી નવલકથાઓ વાંચું છું. યયાતિ પુરાણકાળની કથા છે એટલે તેમાં નવું શું હોય એમ મનને હતું. થોડા દિવસ પહેલા તે પુસ્તક મગાવી જોઈ ગયે. શ્રી ખાંડેકરે તેમાં પાર્શ્વભૂમિરૂપે લાંબી પ્રસ્તાવના લખી છે. પિતે આ પુરાણકથા શા માટે પસંદ કરી તે વિગતથી સમજાવ્યું છે અને પ્રતિપાદન કર્યું છે કે યયાતિ આજના માનવીને પુરાણ પ્રતિનિધિ છે. અને યયાતિના જીવનમાં આધુનિક માનવનું પ્રતિબિંબ મળે છે. તેથી પોતે આ કથા પસંદ કરી છે અને પોતાની રીતે વિકસાવી છે. તેમની પ્રસ્તાવનામાંથી કેટલાક અગત્યને ભાગ અહીં આપું છું. તેમણે ૧૯૫૮માં લખેલ આ પ્રસ્તાવના, ૧૮ વર્ષ પછી વધારે સાચી લાગે છે અને તેમણે જે વેદના અનુભવી તેથી વધારે વેદના થાય તેવી પરિસ્થિતિ આજે નિહાળીએ છીએ. -તંત્રી ] પુરાણકાળના યયાતિનો સુખવિલાસનો ખ્યાલ સ્ત્રીમુખમાં જ મર્યાદિત થતો હતો; આજના યયાતિનું એવું નથી. આજે તો શાસ્ત્ર, યંત્ર અને સંસ્કૃતિએ સર્જેલી અદ્યતન, સુંદર અને સાધનસંપન્ન દુનિયા એની સામે હાજર થઈ છે. સુખેપભેગન જાતજાતનાં સાધનો લઈને એ પળે પળે અને ડગલે ને પગલે માનવીને મોહ પમાડી રહેલ છે, દરેક ક્ષણે એની વાસનાને જાગૃત કરવામાં આવે છે, ઉત્તેજિત કરવામાં આવે છે. એના સુખસ્વપ્નમાં કોઈ ને કોઈ તરેહની અટકાયત નથી. પડદા ઉપર કામોત્તેજક હાવભાવ કરનારી સુંદર નટીઓથી માંડીને રસ્તે છેક પડખેથી પસાર થતી નખરાંબાજ તરુણી સુધીની તમામ સ્ત્રીઓને એમાં સમાવેશ થાય છે. મેટર, બંગલાઓ, બેંબુ, તરેહતરેહનાં અવનવાં ખાવો, ઘડીએ ઘડીએ બદલવાનાં પોશાક, ગલીપચી કરે તેવાં મીઠાશભર્યા ડોલનભર્યા હલકી કોટિનાં ગાયને, હરઘડીએ ગળામાં આવી પડતા તથા પ્રતિષ્ઠા આપતા મોટા અને જાડા પુષ્પહાર, આકાશે અડે એવાં સત્તાનાં ઉત્તુંગ શિખરો - આ બધું આવાં સુખસ્વપ્નમાં આવી ચડે છે, પસાર થઈ જાય છે. એ બધું માનવીના આંતરમનને ભુલાવામાં નાખે છે અને એને સંતોષ ન આપતાં સ્વર્ગમાં ઊડી જતી અપ્સરા પ્રમાણે તુરત અદશ્ય થઈ જાય છે! અને આમ જાગ્રત કરનારી અનેક વાસનાઓને પરિણામે આજના માનવીનું મન ભૂખ્યાં હિસ્ય પશુઓથી ભરેલું એક અજાયબધર બનતું જાય છે. - સાર્વજનિક જીવનમાં પ્રવર્તતું લાંચરૂશ્વતનું જોર, સમાજમાં વધતી જતી ગુનાખોરી, કુટુંબ સંસ્થામાં પથરાતી અવ્યવસ્થા અને અસંતેષ, વિદ્યાર્થીવર્ગમાં જામેલું ગેરશિસ્તનું વાતાવરણ, નાચગાનના ઉત્તેજક ચિત્રપટે, કામવાસના અને પ્રેમભાવના વચ્ચેના ભેદ પરત્વે સમાજમાં વધતો જતો ગોટાળો, કોઈ પણ દગુણ પ્રત્યે સમાજમાં દેખાતી બેદરકારી-અગર કહો કે કોઈ પણ શાસ્ત્રના અધૂરો આધાર લઈ ઉલટાનું એનું પ્રતિપાદન કરવાની પ્રવૃત્તિ - આ બધાંને અન્યોન્ય સાથે અગર તો સામાન્ય માનવીના મનની થયેલી હીન મનોદશા સાથે કશે જ સંબંધ નથી એમ જેમને લાગતું હોય તેમની ગણના ભાગ્યશાળી લોકોમાં કરવી જોઈએ. ભગવાને મને એ લોકોની હારમાં બેસાડેલો નથી; એટલા પૂરત હું દુર્ભાગી છું. મને તો એમ જ લાગે છે કે સમાજમાં નજરે આવતી આ બધી અપ્રિય બાબતો મૂળે એક જ વિષવૃક્ષનાં ડાળાં પાંદડાં છે. વેગભેર પરિવર્તન પામનું અને માનવીને કેવળ યંત્ર બનાવી દેતું આજનું જીવન આ વિષવૃક્ષને ઉછેરી રહ્યું છે. આવતી કાલે જ આ વિષવૃક્ષને ફળો આવશે અને એ ફળો આપણા સમાજને

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160