________________
Regd. No. MH. By South 54 licence No,: 37
- प्रबुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સ ંઘનું પાક્ષિક મુખપત્ર
* નાલ ૫૦ પૈસા
બુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૩૮: અંક ૬
મુંબઇ, ૧૬ જુલાઇ, ૧૯૭૬, શુક્રવાર
વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ ! રૂ 3
તંત્રી
ચીમનલાલ ચકુભાઈ શાહે
$
બંધારણમાં ફેરફાર કરવાની સ્વર્ણસિંહ સમિતિની દરખાસ્તો કોંગ્રેસ મહાસમિતિએ મંજૂર રાખી તે સાથે તેમાં કેટલાક સુધારાવધારા કર્યા છે. એક અગત્યનો વધારો એ કર્યો છે કે નાગરિકની મૂળભૂત ફરજોના બંધારણમાં ઉલ્લેખ કરવો અને એવી ફરજો નક્કી કરવા સ્વર્ણસિંહ સમિતિને અનુરોધ કર્યો. હવે સ્વર્ણસિંહ સમિતિએ નાગરિકની ફરજે બાબતનો પોતાનો અહેવાલ પ્રકટ કર્યો છે. જેમાં આઠ ફરજો બંધારણમાં સામેલ કરવી એવી ભલામણ કરી છે. તે મૂળભૂત આઠ ફરજો આ પ્રમાણે છે :
(૧) બંધારણ અને કાયદાઓનો આદર કરવા અને તેનું પાલન કરવું.
નાગરિકની ફરજો
(૨) દેશના સાર્વભૌમત્વનું સમર્થન કરવું અને એવી રીતે વર્તવું કે જેથી દેશની એકતા અને અખંડિતતા જળવાઇ રહે અને દઢ થાય.
(૩) બંધારણમાં સમાવિષ્ટ લોકશાહી સંસ્થાઓનો આદર કરવા અને તે સંસ્થાઓના ગૌરવ અને અધિકારને બાધ આવે એવું કાંઇ ન કરવું.
(૪) દેશનું રક્ષણ કરવું અને (સરકાર) માગણી કરે ત્યારે લશ્કરી સેવા સહિત બધા પ્રકારની) રાષ્ટ્રીય સેવા બજાવવી.
(૫) દરેક પ્રકારના કોમવાદને તિલાંજલી આપવી.
(૬) રાજય નીતિના નિર્દેશક સિદ્ધાંતોના અમલમાં મદદ અને સહકાર આપવા તથા સામાજિક અને આર્થિક ન્યાય પ્રાપ્ત કરવાના હેતુ માટે આમજનતાના કલ્યાણને ઉત્તેજન આપવું.
(૭) હિંસા વર્જ્ય ગણવી, જાહેર મિલકતનું રક્ષણ કરવું અને સલામતી જાળવવી અને આવી મિલકતને નુકસાન પહોંચે અથવા તેનો નાશ થાય તેવું કાંઇ ન કરવું.
(૮) કાયદા પ્રમાણે કરવેરા ભરવા.
સમિતિએ એક વિશેષ ભલામણ કરી છે કે રાજયનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં એક નિર્દેશ ઉમેરવા કે દરેક રાજયે કુટુમ્બનિયોજન દ્વારા અથવા અન્ય અનુકૂળ પગલાંઓ દ્વારા વસતિવધારા ઉપર અંકુશ લાવવા.
શ્રી સ્વર્ણસિંહે વિશેષમાં જણાવ્યું છે કે બંધારણની ક્લમ ૧૯માં જે મૂળભૂત હક્કો ( વાણીસ્વાતંત્ર્ય વગેરે સાત સ્વતંત્રતાઓ! ) નાગરિકને પ્રાપ્ત થાય છે તે અંગે નાગરિકની ફરજોનો પણ વિચાર કરવા જોઇએ અને તેનો દુરૂપયોગ ન થાય તે માટે પૂરતો પ્રબંધ કરવો જોઇએ. તેમ જ આવા દુરૂપયોગ, કોઇ વ્યકિત, મંડળ, પક્ષ કે સંસ્થા કરે તો તેને માટે યોગ્ય શિક્ષા થવી જોઇએ. આ બાબત સમિતિએ ચર્ચા કરી છે અને હવે પછીની બેઠકમાં વિશેષ ચર્ચા થશે. કલમ ૧૯માં જણાવેલ સ્વતંત્રતાની મર્યાદાઓ પણ તેમાં જ બતાવી છે. આ સ્વતંત્રતાઓ નિરંકુશ નથી અને અંકુશ મુકતા કાયદાઓ પણ છે. હવે વિશેષ અંકુશે મૂકવા છે તેમ ......આ સૂચનથી જણાય છે.
ર
સમિતિએ વિશેષ ભલામણ કરી છે કે નાગરિકની આવી ફરજોનું પાલન ન થાય તો તે માટે યોગ્ય શિક્ષા (પેનલ્ટીઝ)ના પ્રબંધ કરવા પાર્લામે ટે કાયદા કરવા અને એવા કાયદાઓ કોઇ મૂળભૂત હક્ક કે બીજી કોઇ બંધારણીય જોગવાઇને બાધક છે એવા કારણે તેને કોઇ કોર્ટમાં પડકારી શકાશે નહિ.
સમિતિએ કરેલ આ બધી ભલામણો ઉપર કોંગ્રેસ પ્રદેશ સમિતિઓ તેમજ જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે ત્યાંના મુખ્ય મંત્રીઓની સૂચનાઓ ૧૨ જુલાઈ સુધીમાં માર્ગો છે અને ૧૫મી જુલાઇએ સમિતિની બેઠક થશે-જેમાં આ ભલામણોને આખરી સ્વરૂપ આપવામાં આવશે. રામિતિએ જણાવ્યું છે કે બધા વર્ગો તરફથી સૂચનાઓ આવકાર્ય છે.
રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આ ભુલામણા ઉપર શું સૂચનાઓ કરી છે તેની માહિતી નથી. આ મહત્ત્વના વિષયે જાહેરમાં કાંઇ અર્થપૂર્ણ ચર્ચા-વિચારણા થઇ જણાતી નથી. વર્તમાનપત્રો અને પ્રજાની કાંઇક એવી મનોદશા લાગે છે કે સરકારને જે કરવું હશે તે કરશે. સિમિત તેની આખરી દરખાસ્તો, બીજા બંધારણીય ફેરફારો કોંગ્રેસ મહાસમિતિએ સ્વીકાર્યા છે તે સાથે સરકારને મોકલશે અને છેવટ સરકાર તેને માટેના ખરડો પાર્લામે’ટમાં રજૂ કરશે. હમણાં જ કાયદામંત્રી શ્રી ગોખલેએ કહ્યું છે કે આ ખરડો લગભગ તૈયાર છે અને પાર્લામે ટની ચામણુ બેઠક ઓગસ્ટની શરૂઆતમાં મળશે તેમાં રજૂ કરવામાં આવશે. આ ખરડો રજૂ થશે ત્યારે બંધારણીય ફેરફારોની ચોક્કસ અને સ્પષ્ટ દરખાસ્ત પ્રજા સમક્ષ આવશે. આ સૂચિત ફેરફારો એટલા બધા પાયાના અને વ્યાપક છે કે તેના ઉપર પૂરો વિચાર કરવાની અને અભિપ્રાય વ્યકત કરવાની પ્રજાને પૂરી તક મળે તે જરૂરનું છે. તે માટે પાર્લામે ટે ઓછામાં ઓછુ એટલું કરવું જોઇએ કે આ ખરડો રજૂ કર્યા પછી પાર્લામેટની આવતી બેઠકમાં તેની વિચારણા હાથ ધરવી, અથવા છેવટ આ ખરડો પ્રવર સમિતિને સુપરત કરવા કે જયાં પ્રજામત વ્યકત કરવાની તક મળે. આવી તક આપ્યા વિના, આ ખરડોસીધેસીધા આ જ બેઠકમાં પસાર કરી દેવામાં આવે તે વાજબી નહિ થાય.
અત્યારે બીજા બંધારણીય ફેરફારો વિષે કાંઇ કહેતો નથી. નાગરિક ફરો વિષે સંક્ષેપમાં થોડું કહીશ.
બંધારણમાં નાગરિકની ફરજોનો સમાવેશ કરવા તે નવા પ્રયોગ છે. બહુ થોડા દેશના બંધારણામાં એવા પ્રબંધ છે; એમ સાંભળ્યું છે કે ચીનના બંધારણમાં છે. એનો અર્થ એમ નથી કે નાગરિકની કાંઇ ફરજ નથી, નાગરિકની ઘણી ફરજો છે. જેટલા કાયદા થાય છે તે બધા એક રીતે નાગરિકની ફરજોનો અમલ કરાવવા માટે છે. કઇ બાબતોમાં પાર્લામેન્ટ અને રાજ્યોની ધારારાભા કાયદા