________________
તા. ૧૬-૭-૭૬
પ્રબુદ્ધ જીવન
પ૯
ને
દૂરદર્શનને દૂરથી નમસ્કાર
-
માટે ફિલ્મ-
અમે ચડી.
શકો
જ એવા કરાર કરીને માહિતી
ઉN
આયાતો
તરત અહીં કે
અમે સારી ફિલ્મો જ પસંદ કરીએ છીએ. પરંતુ ફિલ્મનું સારાપણું પણ સાપેઠા હોય છે. ઘરમાં ફિ૯મીવાતાવરણ ફેલાવવું એ દૂરદર્શનને હેતુ હોઈ શકે નહિ. અમેરિકામાં ટીવી આશીર્વાદ કરતાં શાપરૂપ વધુ બન્યું છે. આથી દક્ષિણ આફ્રિકાની ગોરી રારકારે હમણા સુધી ટીવી અપનાવ્યું ન હતું. આપણે દૂરદર્શનને આપણી સંસ્કૃતિ અને આપણી જરૂરિયાતો તથા ઝંખનાઓનું વાહન બનાવી ન શકીએ તો તેમાં ગરીબ પ્રજાના કરોડો રૂપિયા હામીને થોડાક લોકોને કનિષ્ઠ પ્રકારનું મનોરંજન પીરસવાને શું અર્થ છે? સિનેમાના નટનટીઓને અને બીજા ફિલ્મી કલાકારોને ટીવી પર આમંત્રીને ટીવીને સેંધી લેકપ્રિયતા અપાવવી એ આ ગરીબ અને અભણ દેશને ટીવી આપવાને હેતુ છે? જે ‘સારી’ ફિલ્મો દૂરદર્શન પર દેખાડવાની છે તેમાંથી આપણા દેશની સંસ્કૃતિ અને જીવનપ્રણાલિકાનું સાચું પ્રતિબિમ્બ પાડી શકે એવી ફિલ્મ કેટલી હશે? જે ફિલ્મ આપણે નિકાસ કરીએ છીએ કે દાણચોરીથી બહાર જાય છે - તે ફિલ્મ ભારતનું સાચું દર્શન કરાવે છે કે ભારતને વિકૃત રીતે રજૂ કરે છે? આપણે ફિલ્મોને વીંછી ગણીને ખંખેરી નાખવા નથી માગતા, પણ રાષ્ટ્રના ઘડતરમાં સૌથી બળવાન એવા સાધનને વેડફી નાખીને તેના વડે વિકૃત્તિ ફેલાવા દીધી છે, તે વિશેની આ ટીકા છે. દુનિયા સત્યજીત રાયની ફિલ્મની કદર કરે છે. અવાસ્તવિક સૃષ્ટિ રચીને તેમાં મૂર્ખાઇભરેલી મારામારીના અને પ્રેમલાપ્રેમલીના વાનરવેડા અને વેવલા નખરાંવાળી ફિલ્મને કોઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પારિતાપિક નથી આપ્યાં, છતાં નિકાસ એવી ફિલ્મની થાય છે. અને તેમાં ભારતની વિકૃત રજૂઆત થાય છે.
નિર્દોષ અને શાનપૂર્ણ મનોરંજન સાથે દૂરદર્શન ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય એકતા અને પ્રગતિનું સાધન ન બની શકે અને જો તે રેડિયેની જેમ સામાન્ય જનતાને સુલભ ન બની શકે તો તે થોડાક લોકોના વૈભવો રમકડાને દૂર દર્શનને દૂરથી જ નમસ્કાર કરીએ.
- વિજયગુપ્ત મૌર્ય
પણ રાષ્ટ્રના ઘતર
આ
બે વર્ષ પહેલાંની ફિલ્મ દૂરદર્શન પર બતાવવા માટે ફિલ્મ- ઉત્પાદકો સાથે એવા કરાર કરીને માહિતીપ્રધાન શ્રી વિઘાચરણ શુકલે તે સમાચારને પોતાના એક પરાક્રમ તરીકે ચમકાવ્યા હતા, સવાલ એ છે કે શું ટેલિવિઝન ફિલ્મી સંસ્કૃતિ અને ફિલ્મી હવામાન થિયેટરોમાંથી ઘરોઘર પહોંચાડવાનું માધ્યમ છે? પ્રજાનું ઘડતર ઘડવા માટે ફિલમ, રેડિયે અને ટેલિવિઝન સૌથી બળવાના સમાચાર છે. પણ આપણા દેશમાં તેમણે સુકૃતિ કરવાને બદલે વિકૃતિ જ સજી છે. ફિલ્મમાં ગીત, સંગીત, સંવાદો, વાર્તા અને અભિનય આપણી સંસ્કૃતિને અનુકૂળ પ્રજનું ઘડતર કરવાને બદલે પ્રજાને પશ્ચિમનાં અશ્લિલ, બિભત્ર , Vulgar શોખ આપ્યા છે. તેની ઉપર ગુના અને જાતિય વિકૃતિવાળી વાર્તાઓનું સાહિત્ય પશ્ચિમમાંથી ધોધની જેમ આયાત થતું રહ્યું છે. અહીં પણ લખાતું રહ્યું અને પશ્ચિમમાં આવું પુસ્તક પ્રગટ થાય છે, તરત અહીં પ્રાદેશિક ભાષાઓમાં તેમનાં ચેરટાં ભાષાંતર પ્રગટ થતાં રહ્યાં. મૂળ પુરતોની ચેટી આવૃત્તિઓ પણ છપાય છે. પશ્ચિમની આવી ફિલ્મનું પણ અહીં અનુકરણ થતું રહ્યું છે.
જયારે આપણા દેશમાં ટેલિવિઝન આવ્યું ત્યારે એવી આશા હતી કે તે જનતાને ફેર
ર એવી આશા હતી કે તે જનતાને રેડિયે જેવું સુલભ બને, અને શ્રાવ્યપ્રચાર
ર કરતાં દ્રશ્ય - કાવ્યપ્રચાર વધુ પ્રભાવશાળી હોવાથી પ્રજાને તે કેળવણી, તાલીમ – જ્ઞાન અને સંસ્કાર આપવાનું એક સૌથી બળવાન માધ્યમ બને.
પરંતુ તેમાં આપણને ઘેર નિરાશા સાંપડી છે. ટેલિવિઝન ધનવાનોનો વૈભવ બન્યું છે. તેની કિંમત, રીપેરખર્ચ, લાયસન્સ ફી વગેરે જાણે જનતાને તેનાથી વિમુખ રાખવા માટે જ હોય એમ લાગે છે. અને ટેલિવિઝન વસાવી શકનારાઓને પણ તેણે શું આપ્યું? ટેલિવિઝન દ્વારા દેશ અને દુનિયાને પરિચય આપી શકાય, જેનારાઓને ઘેર બેઠે દેશ, દુનિયા અને વિશ્વને પ્રવાસ કરાવી શકાય. તેમનામાં નાગરિક અને રાષ્ટ્રીય અસ્મિતા વિકસાવી શકાય. તેમને રાષ્ટ્રના ઘડતરમાં રસ લેતા કરી શકાય એ આશા ફળી નથી. સરકાર : પાસે સંસ્કાર અને ઘડતરનું આથી વધુ બળવાન સાધન બીજું હોઈ શકે નહિ. તેને બદલે ટેલિવિઝન પર ફિલ્મ બતાવવી, ફિલ્મી જગતના આગેવાનોને ટી. વી. પર લાવવા અને તેમની પાસેથી વેવલી અને નિરર્થક વાત સંભળાવવી, ઘરને સિનેમાની હવાથી ભરી દેવું, એ બધું જો દૂરદર્શનને હેતુ હોય તે આપણે જે ટીવી નથી વસાવી શક્યા–તેઓ દૂરદર્શનથી વંચિત રહીને કશું ગુમાવતા નથી.
આપણા દેશમાં સિનેમાની સંસ્કૃતિ પર એક પેઢી ઊછરી ગઇ અને બીજી ઊછરી રહી છે. તેથી આપણા નૈતિક મૂલ્યોને કેટલો ક્ષય થયો છે તે વિચારવા, સત્તાસ્થાને બેઠેલાઓને કશી હું રસદ નથી! એથી દેશમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચાર વધ્યા છે. નવી પેઢીને બૌદ્ધિક વિકાસ પરિસિમિત બને છે. અને સાંસ્કૃતિક વિકાસને બદલે વિનિપાત થયો છે. હવે ફિલ્મ સખ્તાઈથી યુરિટન થી - સેન્સર કરવાની નીતિ સરકારે અપનાવી, એ આવકારપાત્ર છે. તેમ છતાં પ્રજાને સિને સૃષ્ટિના અવાસ્તવિક વાતાવરણમાં ઉછેરવાને શે અઈ છે? આજે નવી પેઢી-ઊછરતી પ્રજા-રાષ્ટ્રનું ઘડતર કરનાર મહાપુરુ, ધર્મ અને સંસ્કૃતિના જ્યોતિર્ધર અને આપણા પ્રાચીન | વારસા વિશે કશું નથી જાણતી કે કશો રસ નથી ધરાવતી, પણ સિનેમાનાં નટ • નટીઓ દ્વિ-અર્થી અશ્લિલ ગાયને અને સંવાદો, અને પશ્ચિમની પોપટીયા નકલ જેવા રાગે અને નૃત્યેમાં ઉમળકાભેર રસ લે છે. આકાશવાણી અને દૂરદર્શન પણ આ હીન રસવૃત્તિ પિષવા માટે કંઈક અંશે જવાબદાર છે. દૂરદર્શન એ દાવો કરી શકે છે
મારી નાખવા નથી માગતા,
* તો ય ઘણું ગણાય *
જ્યારે ગુમાવી નિજ ચિત્તની સ્વસ્થતાને, સૌ દોષની ટીલડી ભાલ મૂકે તમારે,
ત્યારે તમે મગજને સમતલ સ્વસ્થ રાખી શકો જરીક તે ય ઘણું ગણાય. જયારે બધા ય તમ મેર જુવે સશક, ત્યારે જો અચલ રહે નિજ આત્મશ્રદ્ધા, ને ન્યાયી જો વળી શકો સમભાવથી એ સંદેહની પ્રતિ ય તેય, ઘણું ગણાય. ને હોય દૌર્યબળ, સર્વ વિલંબ માટે, વા, થાવ ના વ્યથિત કોઈ વિલંબથી ય, ને જાળમાં અનુતની યદિ હૈ ફસાયા; ત્યારે ય જે અસત પંથ તમે ગૃહે ના: વા ભેગા થાવ અવહેલનનું છતાંય, સામેથી એવું અવહેલન ના કરો જો, ને થાવ ના અધિક સજજ, વા પડે ના મિથ્યા પ્રલાપ મહીં, તે ય ઘણું ગણાય.
[ મૂળ અંગ્રેજીમાં રૂડયાર્ડ કીર્ડિંગની કવિતાને ભાવાનુવાદ-'ઝલક અને ઝાંખી માંથી સાભાર ઉદ્ધa].