Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 73
________________ તા. ૧૬-૮-૭૬ પ્રબુદ્ધ જીવન સંસ્કૃત પંડિત ગુલામ દસ્તગીર ખીરાજદાર પંડિત ગુલામ દસ્તગીર બીરાજદારનું નામ તમે સાંભળ્યું છે? નહિ સાંભળ્યું હોય કારણ કે તેઓ એક માધ્યમિક શાળાના શિક્ષક છે અને મુંબઇની અનેકાનેક માધ્યમિક શાળઓના શિક્ષકોના નામ સાંભળવા તમે કર્યાં. નવરા છે? પરંતુ મારે તમને આજે આ નામ સંભળાવવું છે અને એનો થોડો પરિચય પણ આપો છે. મારો અને એમના મેળાપ શ્રાવણી પૂર્ણિમાને દિવસે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉજવાયેલા સંસ્કૃત - દિનના સમારોહમાં થયો હતો. સંસ્કૃતની મન્દાકિની સે! સો કોટિશરદ પર્યન્ત વહેતી રહે, ( शत शत कोटि शरत् पर्यन्तं प्रवहतात् संस्कृत मन्दाकिनी ) એના વહનમાં બને એટલી સરળતા આવે એ હેતુથી કેન્દ્ર સરકારે શ્રાવણી પૂર્ણિમાને સંસ્કૃત-દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને એ નિર્ણયના ઉપલક્ષમાં મહારાષ્ટ્ર સરકારે આ વરસે શ્રાવણી પૂર્ણિમાના ઉકતસમારોહનું આયોજન કર્યું હતું. એ સમારોહમાં પોતે મુસલમાન અને ગામઠી માણસ હોવા છતાં, સંસ્કૃતથી આકર્ષાયેલા અને સંસ્કૃત ભણી ગણીને “ પંડિત ” થયેલા શ્રી ગુલામ દસ્તગીર બીરાજદારનું સન્માન કરવાનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરકારી તંત્ર કલ્પનાશીલતા માટે જાણીનું નથી પણ પંડિત ગુલામ દસ્તગીરને માન આપવાના નિર્ણયમાં ખરેખર કલ્પનાશીલતા વ્યકત થતી હતી. કોાતાવર્ગમાં ઘણા ખરા મારા જેવા પશ્વિમે વર્ષાંસ વર્તમાન: – સાઠી વટાવી ચૂકેલા જ નજરે પડતા હતા, જો કે આવા સંસ્કૃતપ્રેમી વૃદ્ધોનો સારો એવા સમુદાય ભારતીય વિદ્યાભવનમાં ભેગા થયો હતો તે સંસ્કૃતના શુભેચ્છકોને આનન્દ આપે એવી વાત હતી. અલબત્ત, એની સામે એ પણ નોંધવું જોઇએ કે યુવાવર્ગની લગભગ સંપૂર્ણ ગણાય એવી અનુપસ્થિતિ ખેદ ઉપજાવે એવી હતી. છેલ્લાં કેટલાંક વરસ દરમિયાન સંસ્કૃતના અભ્યાસ પ્રત્યેની જે બેદરકારી આપણા શિક્ષણતંત્રમાં પ્રવેશી છે તેનું જ પ્રતિબિંબ, યુવાનોની આ અનુપસ્થિતિમાં પડતું હતું. સભાનું સંચાલન શ્રી કવીશ્વર, જેઓ પણ એક શાળાના શિક્ષક છે તેમણે કર્યું હતું. સમગ્ર સંચાલન સંસ્કૃતમાં જ થયું હતું પરંતુ એવા સરળ સંસ્કૃતમાં થયું હતું કે લગભગ બધાંને જ શું કહેવાય છે તેની સમજ પડતી હતી. સંસ્કૃત એક દુર્ગમ અને દુર્ગંધ ભાષા છે. એવા જે આક્ષેપ થાય છે તેની સચોટ જવાબ ફ્રી. કવીશ્વરની સચોટ બાનીમાંથી મળી રહ્યો હતો. સભામાં ત્રણ પ્રવચને મરાઠીમાં થયાં હતાં અને બે સંસ્કૃતમાં. મરાઠીમાં પ્રવચન કરનારાઓ હતા શિક્ષણમંત્રી શ્રીમતી પ્રભા રાવ, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી. સંગ્રામ માકણીકર અને શિક્ષણ સચિવ શ્રી. સુખટણકર. સંસ્કૃતમાં પ્રવચન કરનારાઓ હતા દેવવાણી મંદિર ના સંચાલક શ્રી શ્રી. ભિ. વેલણકર અને પંડિત ગુલામ દસ્તગીર . બીરાજદાર. શ્રી. વેલણકરે એક વાત એ કહી હતી કે સંસ્કૃત આમ જનતા માટે દુર્બોધ બની અને પાણિનીએ લખ્યું તેના સિવાય બીજું કશું જ સાચું નહિ એવી ખંડ વલણ જ્યારે સંસ્કૃત બોલનારાઓએ અપનાવી ત્યારે ગૌતમ બુદ્ધ એની સામે વિરોધ પાકાર્યો અને લોકો સમજે એવી પ્રાકૃત – પાલી – ભાષામાં તેમણે પ્રવચનો આપવા માંડયાં. તેમણે સંસ્કૃત અને પાલીના ભેદ અંગેનું એક ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વિષ્ણુ શબ્દનું છઠ્ઠી વિભકિતનું રૂપ પાણિનીય વ્યાકરણ પ્રમાણે યિળો: થાય પણ પાલીમાં વિનુસ્ય થાય. રામનું રામત્સ્ય થાય તો વિષ્ણુનું ચિત્તુલ્ય શા માટે નહિ એવી કદાચ ગૌતમ બુદ્ધની દલીલ હશે પરંતુ એ જેહોય તે, સંસ્કૃતની જગ્યાએ ૭૩ સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઇ હોય એવી સરળ ભાષાઓની જરૂરમાંથી આજની મરાઠી, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓ જન્મી છે અને શ્રી વેલણનો તો એવા અભિપ્રાય હતો કે આ ભાષાઓ પાસેથી પણ સંસ્કૃતે ગ્રહણ કરવા જેવું હોય તે કરી લેવું જોઇએ. ” શ્રી. વેલણકર પછી પંડિત ગુલામ દસ્તગીરે પ્રવચન કર્યું હતું. તેમનું પ્રવચન શુદ્ધ સંસ્કૃતમાં હતું. એમના અવાજમાં સંસ્કૃત પ્રત્યેના અપ્રતિમ પ્રેમનો રણકો હતા અને ઉચ્ચારો પણ એવા હતા કે જાણે આપણે સાંભળ્યા કરીએ. તેમણે પોતાની ઓળખાણ આપતાં જણાવ્યું હતું કે “હું ગામડામાંથી મુંબઇ આવ્યો ત્યારે મારે રહેવાનું કોઇ સ્થળ નહાવું તેથી એક દરગાહમાં સૂઇ રહેતે.” એ સમય દરમિયાન શ્રી હમીદ દલવાઇ વગેરેએ એમને જે મદદ કરી હતી તેને એમણે સપ્રેમ ઉલ્લેખ કર્યો હતો. પોતાને સંસ્કૃત પ્રત્યે કેમ પ્રેમ થયો એનું વર્ણન કરતાં એમણે જણાવ્યું હતું કે “મને સ્વપ્નમાં દરરોજ વિષ્ણુનો એ શ્લાક સંભળાતા (એ શ્લાક એમણે ગાઇ બતાવ્યા હતા પરંતુ દુર્ભાગ્યે એ મારી સ્મૃતિમાં નથી.) પછી એક મંદિર પાસેથી પસાર થતાં એક દિવસ એ જ શ્લોકનું પઠન જ્યારે મેં સાંભળ્યું ત્યારે એના ઉચ્ચારોથી હું એટલા પ્રભાવિત થયો કે મેં સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું”. શ્રી. ગુલામ દસ્તગીરના આ ભ્રમ હોય કે એમના અસંપ્રજ્ઞાત મને કરેલું કોઈ અળવીતરૂં હોય કે પૂર્વજન્મના સંરકાર હાય—ગમે તે હાય પણ તેમણે સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. આ રીતે સંસ્કૃત શિખવાનું શરૂ કરનાર શ્રી ગુલામ દસ્તગીર બીરાજદાર આજે સંસ્કૃતના પંડિત બન્યા છે અને મરાઠામંદિર સંચાલિત એક માધ્યમિક શાળામાં સંસ્કૃતના શિક્ષક છે. આ શાળા વરલી ડી. ડી. ચાલ નં. ૧૨માં આવેલી છે અને શ્રી બીરાજદાર પણ વરલીમાં જ રહે છે. સભાને અંતે હું જ્યારે એમને મળ્યો અને મે એમને પૂછ્યું કે તમે કયાં રહે છે ત્યારે એમણે મને સંસ્કૃતમાં જ જવાબ આપ્યો. તેમણે કહ્યું: સુરધશ જોયા: પૃત: ગમા નિવાસ: ( વરલી ડેરીની પાછળ અમે રહીએ છીએ) એમણે અહીં બહુવચન પણ સહેતુક વાપર્યું છે. તેઓ ત્યાં તેના કુટુંબીજનો સાથે રહે છે એટલે અમામ્ જ બેલાયને ? એમના ચોથા ભાઇનું થોડા વર્ષ પર જ્યારે લગ્ન હતું ત્યારે તેમણે લગ્નની નિર્મત્રણ પત્રિકા પણ સંસ્કૃતમાં છપાવી હતી ! પંડિત ગુલામ દસ્તગીરે પણ પોતાના પ્રવચનમાં એક સુંદર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે : “તમે વિદેશામાં જાવ અને મરાઠી કે ગુજરાતીમાં બાલવા માંડો તો લોકો તમને પૂછશે કે આ કયા દેશની ભાષા છે? પણ તમે સંસ્કૃતમાં બોલવા માંડો તો કોઇ તમને નહિ પૂછે કે આ કથા દેશની ભાષા છે. બધા જ જાણે છે કે સંસ્કૃત એ ભારતની ભાષા છે. સંસ્કૃત અને ભારતીયત્ત્વ આ રીતે અભેદ્ય અને અભિન્ન છે.” પંડિત ગુલામ દસ્તગીરે પોતાના ધ્રુવચનનું સમાપન બધાને નમોનમઃ કરીને કર્યું હતું. પણ વર્તમાનનાં જે વહેણા છે તે જોતાં સંસ્કૃત અને ભારતીયત્વની આવી અભેદ્ય અને અભિન્ન સ્થિતિ રહેશે ખરી ? ઘણા વકતાઓએ, અભ્યાસક્રમમાં સંસ્કૃતની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી અને આના જવાબમાં શ્રી. સંગ્રામ માકણી કરે તે, સંસ્કૃતે કેવળ રાજ્યાાય પર નભવું ન જોઇએ પ્રજાકાય પણ એને મળવા જોઇએ એવું કહ્યું હતું. આ લેખકને આ રાજ્યાશ્રય અને પ્રજાકાયની વાતમાં સમજ પડતી નથી. પ્રજાએ પોતે નાણાં ઊભાં કરીને ઠેર ઠેર સંસ્કૃત પાઠશાળાએ ઊભી કરવી જોઇએ એમ તેઓ સૂચવવા માગે છે? વર્તમાન શિક્ષણની સાથેાસાથ આવી પાઠશાળાનું શિક્ષણ શક્ય છે? હકીકતમાં તો સંસ્કૃતના શિક્ષણના વર્તમાન શિક્ષણક્રમ સાથે સમવય સાધ-વાનો કોઇ માર્ગ શોધવા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે. અને શ્રીમતી પ્રભા રાવે, આવા ઉપાય જો કોઇ શિક્ષણ નિષ્ણાત સૂચવશે તો શાસન એના પર જરૂર ધ્યાન આપશે એમ પણ જણાવ્યું હતું. તેમણે તાં જણાવ્યું હતું કે શિક્ષણ અંગેના નીતિ વિષયક

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160