Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ તા: ૧-૮૭૬ પ્રબુદ્ધ જીવન પ્રાણીએ ઉપર આપણે અજાણતાં ક્રૂરતા તમે સવારે કોઇ વિટામિનની ટિકડી ખાઓ છો કે માથા ઉપર શેમ્પુ રેડીને નહાવા છે. ત્યારે તમને લાગે છે કે તમે આડકતરી રીતે પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરો છે? તમને કદાચ ખબર પણ નથી કે આપણા માટે જે દવાઓ, શેમ્પુ અને બીજા સૌંદર્યપ્રસાધનો બને છે તે તૈયાર કરવામાં હજારો સસલાં, ઉંદર, બિલાડીએ, વાંદરા, ગધેડાં અને કૂતરાં, કાં તો રીબાય છે અગર તો રીબાઇ રીબાઇને મરે છે. દવાના સંશોધન માટે કદાચ સસલા કે ઉંદર ઉપર પ્રયોગો થાય તેને જો ક્ષમ્ય ગણીએ તો પણ સૌંદર્યપ્રસાધનો માટે પ્રાણીઓ ઉપર જે ક્રૂરતા આચરવામાં આવે છે તે અક્ષય ગણાવી જોઈએ. એકલા બ્રિટનમાં જ દર સપ્તાહે ૧ લાખ પ્રાણીઓ લેબોરેટરીમાં મરી જાય છે. તેમાંનાં ૩૦ લાખ પ્રાણીઓ તો સૌંદર્યનાં પ્રસાધનો તૈયાર કરવામાં અને તેમની ગુણવત્તા ચકાસવામાં જ બિલ બની જાય છે. અત્યારે બ્રિટનના કેટલાક સજ્જનો ચેતવણી આપી રહ્યા છે કે એક વરસમાં ૬૦ લાખ પ્રાણીઓ લેબોરેટરીઓમાં મરે છે તે ગાંડપણને અટકાવાશે નહિ તે આવતા દસ વર્ષમાં વિજ્ઞાનીઓ દર વર્ષે ૧ કરોડ પ્રાણીઓની કતલ કરતા થઇ જશે. સસલાની આઁખમાં શેમ્પુનાં ટીપાં પાડવામાં આવે છે. કારણ હું શેમ્પૂમાં આવતા તિક્ષ્ણ પદાર્થા માનવીની આંખમાં જાય ત આંસુ આવે છે કે નહિ તેની પ્રથમ ચકાસણી સસલાની આંખમાં થાય છે. જાણીજોઇને સસલાની આંખમાં શેમ્પુનાં ટીપાં પાડવામાં આવે ત્યારે તેના તરફડાટ તમે નજરે જુઓ તો બીજે જ દિવસે તમે શેમ્પુને બદલે સાદો સાબુ કે અરીઠાં કે ખારો વાપરતા થઇ જા. યુરોપમાં કેટલાક સુગંધી સાબુ ચામડી માટે સલામત છે કે નહિ તે ચકાસવા માટે ડુક્કરોના શરીર ઉપર હજામત કરવામાં આવે છે. ચામડીને ખૂબ આળી બનાવાય છે. તે પછી સૌ પ્રથમ એ સાબુ ડુક્કરના શરીરે ઘસવામાં આવે છે. સાબુના ચરચાટથી ડુક્કર ધમપછાડા કરતું હાય તે જોવાથી તમને જરૂર થાય કે સુગંધી સાબુથી નહાઇએ છીએ તે ડુક્કર ઉપર ક્રૂરતા કરવા જેવું થાય છે. વળી આ સાબુમાં પ્રાણીની કેટલી ચરબી છે તેની તો તમને ખબર જ નથી. કૂતરાઓને જાણીજોઇને અમુક ઝેરી પદાર્થો ખવડાવવામાં આવે છે. વધુ પેદાશ લેવા માટે દ્રાક્ષ, સંતરા, મેસંબી અને બીજા ફળે ઉપર જંતુઘ્ન દવા છંટાય છે. આ દવાને કારણે ફ્રુટ ખાનારને નુકસાન થાય છે કે નહિ તે ચકાસવા માટે છેડ ઉપરના જંતુ નાશ કરવા માટેની દવા સૌપ્રથમ કૂતરાંને ખવડાવાય છે. કૂતરાખા આ ઝેરથી રીબાય છે. માનવી સલામત રીતે ફળ ખાઇ શકે તે માટે કૂતરાંએ કમોતે મરવું પડે છે. અમુક સિગારેટમાં કેટલું નિકોટીન છે તેની ચકાસણી કરવા માટે નિકોટીનના ડોઝ વાંદરાને ખવડાવાય છે. ઘેટાં અને ડુક્કરને દૂરથી બંદૂકથી શુટ કરવામાં આવે છે. તોફાની ટોળા ઉપર અમુક જાતની પિસ્તોલની ગોળીથી કેટલી અસર થાય છે તેની ચકાસણી માટે સૌપ્રથમ પ્રાણીઓએ બિલ બનવું પડે છે. કદાચ આપણે દલીલ કરી શકીએ કે કેન્સર જેવા દર્દને કાબૂમાં લેવા માટે સસલા કે ઉંદર ઉપર વૈજ્ઞાનિક પ્રયોગો જરૂરી છે. દરેક દેશના કાયદા પ્રમાણે કોઇ પણ દવા બજારમાં મૂકતાં પહેલાં તેની અસરકારકતા ચકાસવા તેમ જ તે કેટલી સલામત છે તે માપવા માટે પ્રથમ પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવા પડે છે; પરંતુ પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા વગર પણ દવાના પ્રયોગે થઇ શકે છે. પહેલાં વૈદરાજો કોઇ પણ દવાં, દર્દીને આપતાં પહેલાં પોતાની જાત ઉપર ચકાસણી કરતા હતા. પણ હવે તો વિજ્ઞાનીઓ પ્રાણીઆના ભાગ હા આચરીએ છીએ ? લે છે અને ડૅાકટરો તો જાણતા પણ નથી કે તે કેવી દવા દર્દી માટે લખી આપે છે! ૭૦ વર્ષ પહેલાં તો બ્રિટનમાં ‘એન્ટિ - વિવિસેકશન સેકશન’ નામનું એક મંડળ પ્રાણીઓ ઉપરની ક્રૂરતા અટકાવવા સ્થપાયું હતું. આ મંડળ જો કે કોઇ પણ જાતની વૈજ્ઞાનિક ચકાસણીના વિરોધ કરતું હતું. મેડિકલ કોલેજોની લંબારેટરી ઉપર આ મંડળના સભ્યો આક્રમણ કરતા હતા ત્યારે પેાલીસ, વિદ્યાર્થીઓ અને સભ્યો વચ્ચે લાહીલુહાણ લડાઈ થતી હતી. તે પછી ૧૯૦૮ માં ‘રિસર્ચ ડિફેન્સ સોસાયટી” નામની એક સંસ્થા બ્રિટનમાં સ્થપાઇ અને તેણે સંશોધનકાર્યમાં પ્રાણીના ઉપયોગનો બચાવ કરવા માંડયો. ડાયાબિટિસ, પેાલીઓ, ડિપ્થેરિયા, ટાઇફોઇડ, કોલેરા વગેરે દર્દો માટે દવાઓ શોધાઇ તેમાં ઘણા પ્રાણીઓએ જાનનો ભાગ આપ્યો પણ તે પછી સંશોધના સામે કોઇ પ્રતિકાર જ ન રહ્યો. અને હવે ઘણા બિનજરૂરી સંશાધનો માટે પણ પ્રાણીઓની રિબામણી માટે પાયે શરૂ થઇ ગઇ છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર પીએચ. ડી. ની ઉપાધિ લેવા માટે જ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરતા હોય છે. તેમના સંશોધનનો કોઇ વ્યવહા૨ ઉપયોગ થતા નથી. પ્રાણીઓની મોટી સંખ્યા જરૂરી હોય છે એટલે તેમના પ્રત્યે દુર્લક્ષ પણ ઘણું થાય છે. ઉંદરોને અમુક ઝેરી અગર રોગાત્પાદક દવાઓ આપીને ગુમડાંની ગાંઠ પેદા કરાય છે. માત્ર એક બે ઉંઉંદરને આ દવા આપવાની જરૂર હોય છતાં સલામતી ખાતર દસ-પંદર ઉદરને આ દવા અપાય છે. કેટલાક ઉંદરોની ગાંઠ એટલી બધી મોટી થઇ જાય છે કે તેની રિબામણીના કોઇ હિસાબ રહેતા નથી. રેડીએશનની અસર અર્થાત કિરણાત્સર્ગની અસર માપવા માટે ઉંદરોને જાણીજોઇને રેડીએશનની અસર હેઠળ લાવવામાં આવે છે. આઇ. સી. આઇ. નામની મશહૂર રસાયણો બનાવતી કંપનીની લેબોરેટરીમાં ૪૮ જેટલા કૂતરાંનાં ગલુડિયાંને પરાણે સિગારેટ પાવામાં આવી હતી. આને કારણે આ ગલુડિયાં ગુંગળાઈ જતા હતા. એલ. ડી. ૫૦ નામનું ઝેર કેટલું ‘ઝેરી’ છે તે માપવા માટે વાંદરાને આપવામાં આવે છે. માનસશાસ્ત્ર નામનું શાસ્ત્ર માત્ર માનવીના મન સુધી મર્યાદિત રહહ્યું નથી. માનસશાસ્ત્રીએ પ્રાણીઓના મન સુધી પહોંચી ગયા છે. અને તેમના શાસ્ત્રની ચકાસણી માટે પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવા માટે તેમને પાંજરામાં પૂરવામાં આવે છે. માનવીને આહાર અને નિદ્રા ન મળે તો તેની દશા શું થાય તેની ચકાસણી માનસશાસ્ત્રીઓએ કરવી હોય તો ખરેખર તો તેમણે કોઇ માનવી ઉપર જ પ્રયોગ કરવા જોઇએ. ઉપવાસની અસર શું થાય છે તેની ચકાસણી વૈદો અને પ્રાકૃતિક ચિકિત્સકો પોતાના ઉપર કરતા હતા. ગાંધીજી, બાળકોબા ભાવે અને લીકાંચનના પ્રાકૃતિક ચિકિત્સક (જે ખૂબ જ તંદુરસ્ત છે) શ્રી સુખવીરસિંહજી પોતે જ પેાતાના ઉપર ઉપવાસની અસર માપતા હતા. પણ આધુનિક માનસશાસ્ત્રીઓ વાંદરાને એક પાંજરામાં પૂરીને તેને ઊંઘ અને આહારથી વંચિત રાખે છે. ઘણાં સસલાંને વીજળીના ઝટકા અપાય છે. ૨૭ જેટલા વાંદરાના મગજની સ્થિતિ માપવા તેમને જોખમી દવાએ અપાઈ હતી. ‘લંડન સાઇકીએટ્રિક ઇન્સ્ટિટયૂટ' માં અમુક વાંદરાના મગજ પૂરેપૂરા કાઢી લઇને મગજ વગર વાંદરાની હાલત શું થાય છે તે જોવામાં આવ્યું હતું. સફેદ ઉંદર ઉપર પણ માનસચિકિત્સકો પ્રયોગ કરે છે. માનવીના પાચનતંત્ર ઉપર ભયની અસર શું થાય છે તે માપવા માટે સફેદ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160