________________
Regd. No. MH, By South 54 Licence No.: 37
,
બકુ જીવન
“શુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૮ : અંક: ૭
મુંબઈ, ૧ ઑગસ્ટ, ૧૯૭૬, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦
છૂટક નસ્લ ૦-૫૦ પિસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જી
દાનદેનાર અને લેનાર
જી
અહીં દાન એટલે લક્ષ્મીના દાનને જ ઉલ્લેખ સમજ. બીજાં ઘણાં પ્રકારનાં દાન છે - જીવિતદાન, શ્રમદાન, ચક્ષુદાન - જેને અહીં ઉલ્લેખ નથી કરતા. વિશેષમાં અહીં દાન લેનાર એટલે જરૂરિયાતવાળી વ્યકિત નહિ પણ સંસ્થા અથવા સામાજિક કાર્યકર જે દાનને ઉપયોગ સમાજ હિતાર્થે કરે છે તેને વિચાર કર્યો છે.
દાનનો મહિમા શાસ્ત્રોમાં બહુ વર્ણવ્યું છે. તેને ઉપદેશ ધણા થાય છે. તેની પ્રશંસા ખૂબ થાય છે. આ બધું યોગ્ય છે. સમાજમાં ગરીબાઈ અને અસમાનતા છે ત્યાં સુધી દાનની જરૂરિથત રહેવાની, સદાકાળ રહી છે અને દીર્ધકાળ સુધી રહેશે. દાનને મહિમા ગાવો એટલે ગરીબાઈ અને અસમાનતાની વિકરાળતા ઉપર ભાવનાને પ ચડાવો અને આપણા મનને મનાવી લેવાને પ્રયત્ન કરવો.
દાનનું સ્વરૂપ સમજી લઇએ. દાન કોણ કરી શકે? જેની પાસે પિતાની જરૂરિયાત કરતાં વિશેષ મિલકત છે તે. જે ગરીબ છે અથવા જેણે સ્વેચ્છાએ પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખી છે તે ન તે દાન કરી શકે, અથવા ન તેની પાસેથી એવી અપેક્ષા રખાય. વધારે પડતી મિલકતને સંગ્રહ પ્રામાણિકતાથી વ્યવહાર કરતાં થાય અથવા અપ્રામાણિકતાથી. મોટે ભાગે અપ્રામાણિકતાથી થાય છે, પણ પ્રામાણિકતાથી ન જ થાય એવું નથી. પણ આ પ્રામાણિકતા એટલે સામાન્ય સામાજિક નીતિનું ધોરણ. માણસે પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી રાખી હોય અને તેથી વિશેષ પ્રાપ્ત કરવાની ઇચ્છા જ ન રાખે અને એ પ્રયત્ન પણ ન કરે. એવી સાચી ઉચ્ચ અંતરની નીતિમત્તા બહુ થોડી વ્યકિતઓમાં જોવા મળે છે.
માણસને પોતાની જરૂરિયાત કરતાં વધારે મિલકત પ્રાપ્ત કરવાની તક મળે એ સામાજિક અને આર્થિક વ્યવસ્થાને આભારી છે, એ કોઇ ઇશ્વરદત્ત વ્યવસ્થા નથી. એવી સામાજિક અને આર્થિક વ્યવસ્થા હોઇ શકે કે જ્યાં કોઇ વ્યકિતને વધારે પડતી મિલકતને સંગ્રહ કરવાને અવકાશ જ ન હોય. સામ્યવાદ આવી વ્યવસ્થા છે. ત્યાં દાનને અવકાશ નથી. જ્યાં ગરીબાઇ દૂર કરવાની જવાબદારી રાજયની છે.
આવી વ્યવસ્થામાં પણ થોડી અસમાનતા રહે છે, પણ પ્રમાણમાં તે ઘણી ઓછી હોય છે. સામ્યવાદ વર્તમાન યુગની પેદાશ છે, મૂડીવાદના પ્રતિકારરૂપે. અત્યાર સુધી અને જયાં ન સામ્યવાદ નથી ત્યાં ગરીબાઇ અને અસમાનતા દૂર કરવા દાનને ઉપદેશ જ અપાયો છે અને તેને મહિમા ગવાય છે. એવી સામાજિક અને આર્થિક વ્યવસ્થા ક૯પી શકાય કે જ્યાં દરેક વ્યકિત સ્વરછાએ પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી રાખે અને તેથી વિશેપ મિલકત થાય તે પોતાની જાતને તેને ટ્રસ્ટી માને અને સમાજહિતાર્થે તેને ઉપયોગ કરે. આ આદર્શ છે અને આદર્શ જ રહેવાને.
ખરી રીતે વિચારીએ તે જે સમાજને વધારે દાન ઉપર નભવું પડે તે સમાજ વધારે રોગિષ્ઠ છે એમ સમજવું. દાન દવા છે, નીરોગી શરીરને દવાની જરૂર ન પડે. નીરોગી સમાજને દાનની જરૂર ન પડે. દાનની જરૂરિયાત કે મહિમાં ઓછા કરવા આ નથી કહેતે. સમાજ રોગિષ્ઠ છે અને વધારે રોગગ્રસ્ત થતો જાય છે ત્યાં દાન આવકારપાત્ર છે, પણ તેથી ખુશી થવા જેવું નથી. આપણે ત્યાં અને કદાચ બીજા દેશોમાં પણ, ગરીબોને સંતેષમાં રાખવા, ધર્મને નામે એક રીત અજમાવાય છે. પૂર્વ કર્મનું ફળ માની સંતોષ રાખવો એમ કહેવાય છે અને ધર્મગુરૂઓ એ ઉપદેશ આપે છે. Established church has always been an ally of established order.
સાચી રીતે જોઇએ તે દાન પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત છે. દાનથી કોઇના ઉપર ઉપકાર નથી કરતાં. ઉપકાર હોય તે પિતાના ઉપર છે, કે કર્મો ખપે છે, પાપ ધોવાય છે.
આપણે દાન અને દયા બને શબ્દો સાથે વાપરીએ છીએ દયા હોય ત્યાં દાન હોય જ- માત્ર મિલકતનું જ નહીં પણ સર્વ પ્રકારનું. દયા ન હોય તો તે માણસ નથી. દયામાં પ્રેમ છે, માનવતા છે. આર્થિક કાંઇ પણ સહાય કરવાની શકિત ન હોય ત્યાં પણ સાચી દયા અને પ્રેમ હોઈ શકે છે અને તે આર્થિક દાન કરતાં હજારગણું વિશેષ છે. આર્થિક દાન છે, ત્યાં દયા હોય જ તેમ નથી. અનેક કારણે માણસ દેખીતી રીતે દાન કરે છે. શરમથી કરે, દબાણથી કરે, પ્રતિષ્ઠા માટે કરે, ભયથી કરે અને સાચા અંતરથી પણ કરે.
આ બધું સમજી દાન આપનાર વ્યકિતએ નમ્રતાપૂર્વક માત્ર પિતાની ફરજ અદા કરે છે એમ સમજી દાન આપવું. થોડું આપી વધારે પ્રસિદ્ધિ મેળવવાની વૃત્તિ ન રાખવી. દાતાનું નામ જાહેર થાય, કયાંક તેનું નામ જોડાય, તેની કદર થાય એ બધું ગ્ય છે, પણ તેમાં બન્ને પક્ષે વિવેક રાખવો જરૂરી છે.
દાન આપનારની મુસીબતે પણ સમજી લઇએ. કેવા કાર્ય માટે આપવું? સામાજિક સેવાના અનેક ક્ષેત્રે છે. પોતાના દાનને પૂરો સદુપયોગ થાય એવી ઇચ્છા સૌને રહે. કોઈને તબીબી રાહત ગમે, કોઇને શિક્ષણ, કોઈને ગરીબોને સહાય કરવાનું, કોઇને સમાજહિતના બીજા કાર્યો કરવાનું. બધા સારાં કાર્યો છે. આ બધું પોતે જાતે કરી શકે એવી બહુ થોડી વ્યકિતઓ હોય. કુશળ, પ્રામાણિક કાર્યકર્તા હોય તેમના ઉપર વિશ્વાસ રાખવો રહ્યો. આવા કાર્યક્ત મળવા ને દાતાનું સદ્ભાગ્ય લેખાય.
હવે આવા કાર્યકર્તાઓ વિશે થોડું વિચારીએ. હું માનું છું, દાન આપનાર કરતાં પણ દાન લેનારની જવાબદારી વધારે છે. આપનાર, આપીને છૂટી જાય છે, તેની ફરજ પૂરી થઇ. લેનારની ફરજ દીર્ધકાળની છે. દાનને સદુપયોગ કરી બતાવ તેની ફરજ છે. દાન
કરી શકે એવી
મહિમા ગવાજ કર કરવા દાન