________________
તા. ૧૬-૭-૭૬
બુદ્ધ જીવન
“સાનેરી ધરતીનાં રૂપેરી શમણાં
[ આપણા સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ તથા તેમના પત્ની મંજુલાબહેન તા. ૩-૬-૭૬નાં રોજ ત્રણેક માસના અમેરિકાના પ્રવાસે ગયા છે. ત્યાંથી મિત્રો પર તેમના રસપ્રદ પત્રો અવારનવાર આવે છે. પ્રબુદ્ધ જીવનના વાંચકોને યાદ હશે કે સ્વ. પરમાનંદભાઈની સાથે ૧૯૬૫માં સંઘના કેટલાક સભ્યોએ કચ્છના તેર દિવસનો સ્ટીમર પ્રવાસ કર્યો હતો, તેનું મધુર વર્ણન શ્રી ચીમનલાલ જે. શાહે લખ્યું હતું અને પ્રબુદ્ધ જીવનમાં તે “સૂકી ધરતીનાં મીઠાં સ્મરણ” એ મથાળા નીચે એક લેખમાળાના રૂપમાં આઠદશ હપ્તે પ્રકટ થયું હતું. અમેરિકાના પ્રવાસના તેમનાં સંસ્મરણા પણ તેમનાં જુદા જુદા પત્રામાંથી જેમ જેમ મળતાં જશે તેમ તેમ ટૂંકમાં તારવીને પ્રગટ કરવાનું વિચાર્યું છે.]
[૧]
પ્રિય ફ્રી. કે. પી. શાહ,
શિકાગો, તા. ૮-૬-૭૬
તમારા બધાની વિદાય લઇને શિકાગોની સુંદર ધરતી ઉપર સમયસર ઉતરાણ થયું છે. ચાર દિવસમાં લખવા જેટલા ‘મસાલા’ ભેગા ક્યાંથી થાય? એટલે અત્યારે માત્ર એટલું જ કે આરામ એ અહીંનું અમારું કામ છે. રાતના ઊંઘ આવતી નથી અને દિવસે ઊંઘ આવે છે. ત્યાંની રાતે અમે સૂઇએ છીએ અને ત્યાંના દિવસે અમે જાણીએ છીએ, એટલે અહીં દિવસે અમે પીધેલા જેવા લાગીએ છીએ. જો કે, અહીં જગદીશનાં ઘરમાં અને એના મિત્રવર્તુલમાં પીવાનું તો શું સિગારેટનેય પ્રતિબંધ છે. કોઇ હલકી વાતો પણ નહિ, ‘સેકસી’ સાહિત્યને જેવા ખાતર પણ જૂએ નહિ. અહીંના યુવાનો માટે આપણે ત્યાં જે અભિપ્રાય પ્રવર્તે છે એ અહીંના યુવાનોનું જીવન જોતાં ખાટો છે. સૌ સખત શ્રામ કરે છે અને શાંતિભર્યુ જીવન ગાળે છે. અહીં શેવરોલેટ - જેવી મેાટી ગાડીઓ રસ્તા ઉપરથી સડસડાટ ચાલતી દેખાય. કોઇ કરતા કોઇ જ પગે ચાલવું દેખાય નહિ. ‘હાઉસ' બેઠા ઘાટના. ડાઉન ટાઉનમાં ફોર્ટ જેવા વિસ્તારમાં મેટી ઇમારતો ખરી. રાતના સમયે તો અલ્લાઉદ્દીનની ચિરાગથી જાદુનગરી ઊભી થઇ જાય
કોઇ સામાજિક કાર્ય અહીં દેખાતું નથી. બધું સરકાર જ કરે છે. વીક એન્ડમાં સૌ સ્વકેન્દ્રીત ... ટી. વી. દરેકનાં ઘરમાં ત્રણ – ત્રણ અને રંગીન, એટલે સમય લેખન-વાચનમાં કાઢવાનો હોય જ નહિ,
[૨]
શિકાગો, તા. ૨૩-૬-૭૬
વહાલા અને પ્રિયનું મિતાક્ષરી છે, પ્રિયભાઇ. લાગણી અને મહોબ્બતના જામથી છલકાતો તમારો તા. ૧૬-૬-૭૬ ના (પ્યાલા) પત્ર આજે મળ્યો. કોઇ હોય એનાથી એને વધુ કરી બતાવાવા, આ કળા તમારામાં બહુ જ સહજ અને સરસ છે.
અમેરિકા વિશાળ દેશ છે. અહિં હું તો વામન જેવા લાગું છું. કુટુંબ માટે ફરજ બજાવતાં બજાવતાં સંસ્થાઓની સેવા, આ ઉપરાંત સાહિત્ય, સંગીત અને કલાની રસમસ્તી, જીવનનું તત્ત્વજ્ઞાન જાણવાની જિજ્ઞાસા - જે આપણે ત્યાં અનુભવીએ છીએ એમોનું અહીં કશું જ નથી. સૌને ડબલ ફાસ્ટ છે. હા પ્રત્યેકને ફોર્ડ - શેવરોલેટ - કેડીલેક ગાડી છે. સુંદર સગવડભર્યું ‘હાઉસ’ છે. શહેરમાં રોનક છે. ક્યાંય અવાજ નહિ, ક્યાંય કચરો નહિ. ચાવી દીધેલા પૂતળા એરકંડીશન એફિસમાં કામે લાગી જાય. ડૉલર વિના જીવન શક્ય નથી. સ્વાકાયનું મૂલ્ય છે, ગૌરવ છે. અને આ રજાની પ્રજા શનિ-રવિ ‘વીકએન્ડ’ માણે, આરામ કરે, અથવા લોંગ ડ્રાઇવમાં ઊપડી જાય. કે. પી, ને સી.જે.ની પડી ન હોય. સી જે ને કે.પી.ની પડી ન હોય, છતાં ય તક મળે. તો મદદે ઊભા પણ રહે.
[3]]
પ્રિય શાંતિભાઈ,
શિકાગા, તા. ૨૪-૬-૭૬ અહિં વસતિ કરતા મેટરની વસતિ વધારે લાગે છે. માણસ
મશીનની માફક જીવે છે. વિજ્ઞાન આંજી નાંખે એવું છે. જીવનધેારણ પણ પ્રભાવિત કરે. અહીં કામને મહિમા છે. ામ કરે તો જ ડોલર મળે એવું અહીંનું અર્થમાળખું છે. બેંકો અને વીમાક પની, માણસને બધી સગવડતા આપવામાં સહાય કરે છે. અમેરિકન, આવક કરતા વધુ ખર્ચમાં માને છે. આપણા લોકો કમાય એટલું વાપરે છે. વાપરવામાં સદુપયોગાથે એછું, પાતા માટે અને દેશમાં પેાતાના કુટુંબ માટે, અહીંના જીવનમાં બહુધા સત્ય, પ્રમાણિકતા, અસ્તેય અને પરિગ્રહ દેખાય છે. અમેરિકન ભાજન-સાર્યભાજન કરે છે. સાંજના ૬-૩૦ પહેલા બધાએ જ ‘ડીનર’ લઈ લીધું હાય. ગુજરાતી છેકરાઓમાં હજુ સુધી મેં કોઇ અપલક્ષણ જોયા નથી. કોઇને સિગારેટ પીતા પણ જોયા નથી. (ખાનગીમાં પીતા હોય તો જુદી વાત). અમેરિકનો સ્ત્રી - પુરુષો સરોવરકાંઠે સૂર્ય-સ્નાન કરતા હાય, પરંતુ કોઇની સામે ય ન જૂએ, છેડતીની કે મશ્કરીની તા વાત જ ક્યાં?
[૪]
શિકાગો તા. ૨૬-૬-૭૬
અહીં ટી. વી. આકાશવાણી બસ ટેક્ષી ટ્રેઇન બધું જ ખાનગી કંપની ચલાવતી હાય છે. સરકારના હસ્તક્ષેપ બહુ જ ઓછા. લોકો માટેભાગે પ્રામાણિક અને કામની વખતે કામમાં માનવાવાળા. આપણાં હોલથી દશ ગણા-પંદરગણા મેટા સ્ટોરો. એમાંય કોઇ સાત માળના હોય તો કોઈ બાર માળના. વેચાણમાં કોઇ જ હાય નહિ, એરકંડીશન સ્ટોરમાં તમારે ફરવું હોય ત્યાં સુધી ફો. જે ચીજ ગમે એના ભાવ વાંચી, લઇ લ્યો અને બહાર નીકળો ત્યારે પૈસા આપી દો. ટ્રેઇનની ટિક્ટિમાં ય એવું - ટિક્ટિ લઇને જ તમે અંદર થઇ શકો, પછી ટિકિટ ચેકિંગ નહિ. આવું તે ઘણું અહીં છે. જીવનમાં યંત્ર કેન્દ્રસ્થાને છે. કુટુંબ મર્યાદીત હોય છે. સાજેમાંદે હોસ્પીટલમાં ધકેલાવું પડે. અહીં દાકતર ઘરે આવે નહિ. દાકતરો પણ પ્રિસ્ક્રિ પ્શન લખી આપે, દવા ન આપે, જીવનમાં ગતિ છે, પ્રગતિ છે, જિજ્ઞાસા છે. આ જ ૩૫-૪૦ વર્ષનું જીવન છે. એ પૂરેપૂરી સ્ફુર્તિથી જીવવાનું. વૃદ્ધાવસ્થામાં સરકાર પેન્શન આપે, સંભાળ રાખે. વૃદ્ધોની સ્થિતિ દયાજનક છે.
૫૫
[૫]
અમે પરમ દિવસે ડેટ્રોઇટ તથા કેનેડા નાયગ્રાના ફોલ જોવા જઇશું. સામવારે મંગળવારે પાછા આવીશું. અમે કેમ્પ શિકાગોમાં રાખ્યો છે. થોડા થોડા દિવસો ફરીને પાછા અહીં આવી જવાનું.
શ્રી જયંતિ પટેલ હમણા અહીં છે. બે દિવસ પહેલા અમારે ત્યાં જમવા આવેલ. એમના રેડિયા ઉપર રંગલાનો પોગ્રામ પણ હતો. અહીં ભેામિયા વિના ક્યાંય જવું અઘરું છે. જયંતિ પટેલને થ મુશ્કેલી પડે છે. છતાંય તેઓ અમદાવાદી કળાનો ઉપયોગ કરી કોઇકને કોઇક ઉત્સાહી ભેમિયો ગોતી કાઢે છે.
ચીમનભાઇનાં સ્નેહસ્મરણ