________________
તા. ૧૬-૭-૭.
છે કે, આ બધા સામાજિક વાતાવરણ અને પેાતાના અજ્ઞાન તથા વાસનાના અસહાય ભાગ બન્યા છે અને તેને માટે સમાજ જવા બદાર છે. પણ આ દુર્ઘટના વિષે એક વિચિત્ર દલીલ આગેવાન વર્તમાન પત્રામાં વાંચી ત્યારે ખેદ થયા. એમ કહેવાયું કે આ બનાવ માટે દારૂબંધી જવાબદાર છે. લોકોને દેશી દારૂ સસ્તા ભાવે ખુલ્લી રીતે મળે તો આવા બનાવ ન બને. માણસને આવા વ્યસનમાંથી છેડાવવાનો વિચાર કરવાને બદલે, એ વ્યસનને ઉત્તેજન આપવાનો વિચાર કરવા એ કેવી બેહુદી વાત છે. માણસને વ્યસન છેડાવવું સહેલું નથી. પેાતાના વ્યસનનો માણસ ગુલામ છે. પેાતાની જાત ઉપર કાબૂ ગુમાવી બેઠો છે. રાજ્ય સંપૂર્ણ દારૂબંધી સફળતાથી કરે અથવા માણસોને વ્યસનમાંથી મુકત કરાવે એવી આશા રાખવી નકામી છે. આ કામ મુખ્યત્વે સંતપુરુષોનું અથવા સામાજિક કાર્યકરોનું, ખાસ કરી બહેનોનું, છે. રાજ્ય તેમાં મદદ કરે. દારૂ પીવા ઉપર અંકુશ મૂકે, પણ લોકોને સમજાવવાનું કામ રાજ્ય નહિ કરી શકે. આપણા સમાજમાં હજી સંતપુરુષોની પ્રતિષ્ઠા છે. પાંડુરંગ શાસ્ત્રી કે ડોંગરે મહારાજ કે બીજા સાધુ સંતો જે અસર કરશે તે રાજ્ય કાયદાથી નહિ કરી શકે.સહજાનંદ સ્વામીએ નીચલા થરના કહેવાતા લાખો માણસાને દારૂ - માંસ છેડાવ્યા. અત્યારની દુનિયામાં માણસમાજ- શાખ અને વ્યસનોમાં ડૂબતો જાય છે. દારૂનું વ્યસન ગરીબ કે તવંગર, શ્રી કે પુરુષ, બધાને ઘેરીવળ્યું છે. પંજાબના સુખી ખેડૂતોમાં આ વ્યસન વ્યાપક છે તો આદિવાસીઓમાં પણ ઓછું નથી. શિક્ષિત કે નિરક્ષર તેના ભાગ બને છે. આફ્રિકાના ગરીબ દેશોમાં એટલું જ છે. અને પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં પણ એટલું છે. નાગરિક મૂળભૂત ફરજો બંધારણમાં દાખલ કરે છે તો, એક એ ફરજ પણ દાખલ કરે દારૂ ન પીવા અને બીજાને તેમાંથી છેડાવવા– આ બધું અરણ્યરુદન જેવું લાગે છે.! '
તા. ૧૦-૭-૭૬
ચીમનલાલ ચકુભાઈ
કાયદા અને વકીલામાં ફસાયેલા દેશ–અમેરિકા
ભારત દેશમાં પહેલાં માનવી ગૌરવ લેતા કે “મારે ઘરે દુઝણી ગાય અગર ભેશ છે.” હવે શહેર કે ગામડાના માણસ ઘણી વખત કહેતા હોય છે કે “આ અમારો વકીલ છે.” ફૅમિલી ડૉક્ટર જેવા શબ્દો આપણને પશ્ચિમના દેશએ આપ્યા છે. હવે કાનૂનો વધ્યા છે તેની સાથે વકીલો પણ વધ્યા છે. દરેક કુટુંબને હવે કોઈને કોઈ કામસર એકાદ વકીલ તો રાખવો જ પડશે.
કાનુનની આંટીમાં ફસાવાના અઃ સંસ્કાર આપણને પશ્ચિમના દેશેમાંથી મળ્યા છે. જો કે સદ્ભાગ્યે બ્રિટન અને અમેરિકામાં જે પ્રકારે લોકો વકીલાની ચુંગાલમાં ફસાયા છે તે રીતે આપણે ફસાયા નથી. અમેરિકામાં ઘરેઘરમાં એકાદ વકીલ સાથે સંબંધ હાય છે. એ પહિતના આપણે નિકટથી પરિચય કરીશું તો આપણને થશે કે ભારતમાં પણ કાનુનની આંટીઘુટીમાં આમ માનવી સાત જાય તે પહેલાં કાયદાઓની સંખ્યામાં જબરો કાપ મુકવા જોઈશે,
પ્રમુખપદની ચૂંટણી માટે અમેરિકામાં જુદા જુદા ઉમેદવારો ઊભા છે; તેમાં જીમિ કાર્ટરે એક વખત એક સભામાં કહેલું કે “હું વોશિંગ્ટનના નથી, તેમજ હું વકીલ પણ નથી.” આમ શ્રી કાર્ટરે સ્પષ્ટતા કરવી પડે છે કે તે વકીલ નથી. અમેરિકાની મૂળ વસતિમાં જે રેઈડિયના હતા તે રીતે ત્યાંની મૂળ વસતિમાં વકીલા પણ આવ્યા હતા ! વાઈલ્ડ વેસ્ટ' તરીકે ઓળખાતા પ્રદેશમાં ૧૮૩૦ની સાલમાં દરેક જણ પોતાના વકીલ હતા. અમેરિકનોને ટેવ છે કે તેઓ થાડા જણ એકત્ર થાય એટલે એસોસિએશન-મંડળ રચે છે. આવું મંડળ રચવા માટે સૌ પ્રથમ વકીલની જરૂર પડે છે. કારણકે
પ્રબુદ્ધ વન
વકીલ સિવાય કોઈ બંધારણ લખી શકતું નથી. ભારતમાં મોટા શહેરોમાં મકાન ભાડે લેતી વખતે, ખરીદતી વખતે પણ વકીલને જ શોધવા પડે છે. સાચી કે ખોટી રીતે પાલિસ પકડી જાય ત્યારે વકીલ વગર પોલિસ પાસેથી છૂટી શકાતું નથી.
અમેરિકામાં તે નીચેનું વાકય ઘણા બાલે
"If you want to get anything done here you have to have Layer.
કરવેરા માટેના વકીલો દુનિયાભરમાં છે, એટલે અમેરિકામાં તો હોય જ, જમીન ખરીદતા પહેલાં અમેરિકના પહેલાં વકીલને શેાધે છે. પરણતા પહેલાં પણ વકીલોની જરૂર પડે છે. છૂટાછેડામાં વકીલની જરૂર રહે છે. અમેરિકામાં તો બિમાર પડનારને પણ વકીલની જરૂર પડે છે. ડોકટર ખોટી ચિકિત્સા કરી બેસે કે ભળતું જ ઓપરેશન કરી બેસે તો વકીલ જ મોટી રકમનું વળતર ડૉકટર પાસેથી પડાવે છે. ડૉકટરો પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂા. ૩૦૦ કરોડના ક્લેઈમ દર્દીઓએ પડાવ્યા છે. એટલે ઘણા ડોકટરો વકીલની હાજરી વગર દર્દીની ચિકિત્સા હાથ ધરતા નથી.
અમેરિકામાં વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે “બીજું કંઈ સૂઝતું ન હોય તો વકીલ બની જા.” અમેરિકામાં કાયદાની કોલેજોમાં વિદ્યાર્થીની સંખ્યા બમણી થઈ ગઈ છે. પહેલાં ડોકટરોની માગ હતી ત્યારે મેડિકલ કોલેજો ભરપૂર રહેતી હતી. હવે કાયદાની કોલેજો ભરપૂર રહે છે. લા-કોલેજ સ્થાપવાનો એક ઉદ્યોગ જ ખીલી નીકળ્યો છે. અમેરિકામાં જે પ્રમુખ આવ્યા છે તે મેટા ભાગના કાનુનના નિષ્ણાત હતા. ભારતમાં ગઈકાલ સુધી ૯૦ ટકા રાજપુરુષો બેરીસ્ટર, એડવોકેટ અને વકીલ હતા. પ્રમુખ નિકસનના વેટરગેટ કૌભાંડમાં સંડોવાયેલા, મોટાભાગના વકીલો હતા. પ્રમુખ નિકસન પતે પણ વકીલ છે.
વૉશિંગ્ટનમાં વકીલાનું કેન્દ્ર છે. એ પછી ન્યુયોર્કમાં વૉલસ્ટ્રીટમાં વકીલોની મોટી પેઢીઓ છે. “સુલીવાન એન્ડ ક્રોમવેલ", “શિયરમન એન્ડ સ્ટલિંગ” “ડેવિસ પોલ્ડ એન્ડ વાર્ડવેલ” વગેરે નામેા આપણે જાણતા નથી. પણ મેટા વકીલાની આ પેઢીઓ અમેરિકામાં મશહુર છે. આ વકીલોની પેઢીના ભાગીદારોને આ પેઢીન નામના વિઝિટિંગ કાર્ડ પણ રાખવા દેવાતા નથી. કારણકે માત્ર કાર્ડ ઉપરથી જ ફાર્ડ ધરાવનારો મોટી પ્રતિષ્ઠા મેળવી શકે છે. આ પેઢીઓમાં દાખલ થવું ઘણુ કપરું છે. ખૂબ વગ હોય, અચ્છુ ભેજું હોય અને અમુક કુળમાં જન્મ્યો હાય તેવા જુવાન જ આ પેઢીમાં દાખલ થઈ શકે છે.' કાળી ચામડીવાળા આ પેઢીમાં પ્રવેશી શકતા નથી. થોડીક મહિલાઓ અને મુહુદીઓ છેલ્લે છેલ્લે આ પેઢીમાં કામ કરતા થયા છે. ઈટાલીયન જુવાનને આ પેઢીમાં સ્થાન જ નથી. ઈટાલિયનોની પ્રમાણિકતા ઉપર લોકોને બહુ વિશ્વાસ નથી, અમેરિકાની હારવર્ડ, યેલ અને કોલંબિયા યુનિવર્સિટીના કાયદા વિભાગમાં ગ્રેજ્યુએટ થયેલા સત્ત્વશીલ યુવાનોને આ પેઢીમાં તેમના કુળ અને રાષ્ટ્ર ની ચકાસણી કરીને પ્રવેશ
મળે છે.
૫૩
આ યુવાનો પછી તન તોડીને કામ કરે છે, રાતભર ઘણી વખત કાયદાની આંટીઘૂંટી ઉકેલવા કારકુની કામ કરે છે. સિનિયર પાર્ટનરો નવા નવા ભરતી થયેલા પાસે મજૂરની માફક કામ કરાવે છે. ૩૨ વર્ષનો થાય ત્યારે તે કાનુનના નિષ્ણાત બને છે અને ત્યારે તે પૈસાના ઝાડ ખંખેરવા માંડે છે.
કાયદાની પેઢીમાં કામ કરનારા ઘણા યુવાનોનાં લગ્નજીવન ભાંગી પડે છે. મોડે સુધી કચેરીમાં કામ કરનારા આ વકીલેાથી પત્ની ગળે આવી જાય છે. અમેરિકન શહેરોની ગીચતાથી દૂર ભાગવા પરામાં વસે છે. વહેલી સવારે લોકલ ટ્રેનને પકડવા સાત વાગે વકીલ ચાલતો થાય છે. બાળકો વકીલ-પિતાને ૧૬ વર્ષના થાય ત્યાં સુધી ઓળખતા હોતા નથી. આટલી મજૂરી કર્યા પછી વકીલ ઉપરની માટી પેઢીમાં ભાગીદાર બને છે ત્યારે માંડ તે સામાજિક જીવનની માજ લઈ શકે છે.