________________
$6$= *IP
ઘણાનું જીવનપરિવર્તન કર્યું, પણ જવાહરલાલનું ઘડતર ધીરજથી
અને પ્રેમપૂર્વક હાથ ધર્યું. ગાંધીએ જોયું કે, જવાહરલાલ એક એવી
વ્યકિત છે જે તેમના સાચા રાજકીય વારસદાર થઈ શકે. જવાહરલાલની ઘણી અપૂર્ણતાઓ ગાંધીએ નિભાવી લીધી. પ્રેમથી નવરાવી, સતત માર્ગદર્શન આપતા રહ્યા. જવાહરલાલ પણ ગાંધીનું ઘણું સમજે નહિ, અકળાય, છતાં અંતે સ્વીકારે. જવાહરલાલે જોયું કે, ભારતના કરોડો લોકોની નાડ પારખવાની ગાંધીમાં અજબ શકિત છે. જવાહરલાલે ગાંધીને જાદુગર કહ્યા છે.
આવું સામ્ય છતાં વૈષમ્ય ઓછું ન હતું. ગાંધીની ઊંડી ધર્મભાવના જવાહરલાલ પૂરી સમજ્યા ન હતા. ધર્મ અને કહેવાતા ધાર્મિક પુરુષોનું આચરણ એમણે જે પ્રકારનું જોયું હતું તેથી ધર્મ નામ પ્રત્યે તેમને સૂગ હતી. જવાહરલાલે આત્મકથામાં લખ્યું છે કે, ધર્મ તો સ્ત્રીઓ માટે જ હોય એમ યુવાનીમાં તેઓ માનતા. પિતાશ્રી અને વડીલા એ પ્રશ્નને હસી કાઢતા અને એના ગંભીર વિચાર કરવાની ના પાડતા. આવા એમના ઊછેર અને શિક્ષણ હતા. માકર્સના વિચારોની ઘેરી અસર હતી. માકર્સે ધર્મને ગરીબાનું ઘેન કહ્યું છે, તેમને બળવા કરતા અટકાવવા અને સંતોષી રાખવા. સ્થાપિત ધર્મ અથવા પંથમાં ઘણાં અનિષ્ટો છે. ગાંધીએ સાચા ધર્મનું સ્વરૂપ બતાવ્યું, પણ જૂના બીબાં, કેટલેક દરજજે ચાલુ રાખ્યા. જવાહરલાલ માનતા કે ધર્મની દષ્ટિ મુખ્યત્વે ભૂતકાળ તરફ અને સ્થાપિત હિતોનું રક્ષણ કરવામાં રહી છે. આ ટીકા પાયા વિનાની નથી. પણ સાચા ધર્મ ક્રાંતિકારી હોય છે અને બધા સ્થાપિત હિતાને ઉખેડી નાખે છે, એનો અનુભવ ગાંધીને હતો તેવા જવાહરલાલને ન હતો. જવાહરલાલને ક્રાંતિ કરવી હતી, પણ તે જુદા પ્રકારની.
હકીકતમાં ગાંધી અને જવાહરલાલની જીવનદષ્ટિમાં ધરમૂળને ફેર હતા. બન્નેને ક્રાંતિ કરવી હતી. જવાહરલાલની દષ્ટિ મુખ્યત્વે આર્થિક અને સામાજિક હતી, ગાંધીની ધાર્મિક. ગાંધી વ્યકિતના જીવનપરિવર્તનને મહત્ત્વ આપતા. વ્યકિત સુધરે તે સમાજ સુધરે, જવાહરલાલને સમાજમાં પરિવર્તન લાવવું હતું, બાહ્ય વ્યવસ્થા પલટાવીને. ગાંધી ધાર્મિક પુરુષ હતા પણ પરલાકવાદી, ઈહલાક પ્રત્યે ઉદાસીન અને નિષ્ક્રિય એવા સંન્યાસી ન હતા. ઈહલાકના સુખદુ:ખમાં ગાંધીને જેટલા રસ હતો તેટલા કોઈ કહેવાતા ક્રાંતિકારી સમાજસુધારકને પણ ન હોય. પણ સાચા સુખદુ:ખનો પાયો આધ્યાત્મિક જ હોય આર્થિક નહિ, એ ગાંધીની શ્રદ્ધા હતી.
જીવનદષ્ટિના આવા ભેદને કારણે ગાંધીના ઘણાં વિચારો જવાહરલાલ સ્વીકારી શક્યા ન હતા. અહિંસા, તપશ્ચર્યા, જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી, હૃદયપરિવર્તન, ટ્રસ્ટીશીપના સિદ્ધાંત, ખાદી, ગ્રામોઘોગ, આ બધી બાબતોમાં પાયાના મતભેદ હતો. સાદાઈનું જીવન, જવાહરલાલને મન શુષ્ક, આનંદીન, પ્રકાશહીન અને દળદરી લાગતું. વિલાસીજીવન હોવું જોઈએ એમ નહિ, વિલાસ અને ધનના આડંબર પ્રત્યે તેમને ભારે રોષ હતો. પણ ગરીબાઈના ગુણગાન ગાવાનું તેમને પસંદ ન હતું.
જવાહરલાલે ગાંધીને વિરોધાભાસી મૂર્તિ કહ્યા છે. જવાહરલાલ પોતે વિરોધાભાસની મૂર્તિ હતા. ગાંધીને ચાક્કસ સિદ્ધાંતામાં અવિચળ શ્રાદ્ધા હતી, દૃઢ નિશ્ચલ મનોબળ હતું. જવાહરલાલ બુદ્ધિવાદી હતા. બુદ્ધિની મર્યાદા અને શંકાઆશંકાઓ તેમને વિમાસણમાં મૂકતા. જવાહરલાલને તેમની જીવનદૃષ્ટિને અનુલક્ષી ચોક્કસ આદર્શ હતા. લોકશાહી સમાજવાદ તેમનું ધ્યેય હતું . ગરીબા પ્રત્યે ઊંડી હમદર્દી હતી. આર્થિક અને સામાજિક અસમાનતા પ્રત્યે તેમને ભારે રોષ હતો. સ્વાતંત્ર્યપ્રિય હોઈ, લાકશાહીમાં દઢ વિશ્વાસ હતો. વિજ્ઞાને આપેલ સિદ્ધિઓનો પૂરો લાભ લઈ, આમજનતાનું જીવન સમૃદ્ધ બનાવવાની મહેચ્છા હતી.
આવા ઉદાત્ત, માનવતાવાદી, મહામાનવને આપણી શ્રદ્ધાંજલિ અર્પીએ અને ભર્તૃહરિની પ્રસિદ્ધ પંકિતઓ યાદ કરી કહીએ:
જયન્તિ તે સુકૃતિ, નિષ્કામાં કર્ષયાગિન:। નાસ્તિયેષાં યશ:કાયે, જરામરણાં ભયમ !!
પ્રબુદ્ધ જીવન
તા. ૨૭-૫-૭૬
(આકાશવાણીના સૌજન્યથી)
ચીમનલાલ ચકુભાઈ
૨૩
અહિંસાના પ્રચારાર્થે વિદેશ જતા શ્રી ચીમનભાઈના માનમાં વિદાય-સમારંભ
અમેરિકાના એક ધનાઢય જીવદયા હિમાયતી મિ. ટકરે, નેચર-લાઈફ, સત્ય અને હેલ્થ - એ માનવજીવનના લક્ષ્યસ્થાને હોવા જોઈએ અને એને અનુલક્ષીને માનવીએ અહિંસક જીવન જીવવું જોઈએ, એટલું જ નહિ પરંતુ ‘વેજીટેરીયન વે ઓફ લાઇફ” સમગ્ર જીવનદૃષ્ટિ પલટાઈ જવી જોઈએ-એવા પ્રચાર થઈ શકે એ હેતુથી જેમણે લંડનમાં ‘ૉલીથ એજ્યુકેશન’નામનું ટ્રસ્ટ ઊભું કર્યું છે. - એ ટ્રસ્ટે આ બાબતમાં કેમ આગળ વધવું તેના માર્ગદર્શન માટે લંડન આવવા શ્રી ચીમનભાઈને વિનંતિ કરી અને તેમણે એને સ્વીકાર કર્યો. તેની જાણ થતાં, વર્ધમાન સ્થાનકવાસીના મુંબઈના ૧૯ સંધા, સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, દશાશ્રીમાળી ભોજનાલય, કોન્વેસ્ટ જૈન ક્લિનિક ગ્રુપ ઓફ હોસ્પિટલ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને જૈન સાશ્યલ ગ્રુપના આશ્રયે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને શુભેચ્છાઓ વ્યકત કરવાને લગતા એક ભવ્ય સમારંભ મંગળવાર તા. ૧૮-૫-૭૬ ના રોજ સાંજના કેથેટલીક જીમખાનામાં શ્રી મણિલાલ શામજી વિરાણીના પ્રમુખપણા નીચે યોજવામાં આવ્યો હતો, ત્યારે જૈન સમાજના બધા જ આગેવાન મોટે ભાગે હાજર રહ્યા હતા. અને પોતપેાતાની સંસ્થાઓ વતી તેમ જ પોતાવતી ચીમનભાઈની સફરને લગતી શુભકામનાઓ વ્યકત કરી હતી અને સફળ સફર ઈચ્છી હતી.
પ્રથમ શ્રી રમણિકભાઈ કોઠારીએ પોતાની આગવી જબાનમાં સ્વાગત પ્રવચન કર્યું. ત્યાર બાદ ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ શ્રી. એમ. એમ. ધ્રુવ, શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, શ્રી હરિભાઈ જેચંદ દોશી, ડો. કાંતિલાલ સંઘાણી, શ્રી શાદીલાલજી જૈન, શ્રી દીપચંદ ગાર્ડી, શ્રી ખીમનચંદ મગનલાલ વોરા, શ્રી ગીજુભાઈ મહેતા, શ્રી મનુભાઈ શેઠ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી ચંદનમલ ચાંદ, શ્રી સી. એન. સંધવી, શ્રી મણીલાલ વીરચંદ મેઘજી અને શ્રી ગંભીરભાઈ ઉમેદચંદ શાહે - શુભકામનાઓ વ્યકત કરી હતી. તે બધાનો સૂર એ હતા કે, શ્રી ચીમનભાઈ જૈન સમાજનું નાક છે, તેમના જેવી વદ્રાન વ્યકિત આપણે ત્યાં બીજી નથી. એક અમેરિકન ધનાઢય, ભારત આવીને જેની ઓળખાણ પણ નથી એવા ચીમનભાઈની દોઢ કલાકની પ્રથમ મુલાકાતથી પ્રભાવિત થઈને આવા ભગીરથ કાર્ય માટે વરણી કરે એ આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત ગણાય. ચીમનભાઈએ આજ સુધી જૈન સમાજની, ગુજરાત અને ભારતની સેવા કરી છે, આજે તેઓ જનસમાજની સેવા માટે લંડન જઈ રહ્યા છે. તેઓ ત્યાં જઈને તેમના મિશનમાં સફળ થઈને આવે અને લંડનમાં જે ટ્રસ્ટ રચવાનું છે તે જો ભારતમાં મોટી રકમ ખર્ચવાનો વિચાર કરે એવું જે શ્રી ચીમનભાઈ શ્રી ટકરને સમજાવી શકે તો તેટલી જ રકમ અહિંથી ભેગી કરી આપવાનું આપણે ચીમનભાઈને વચન આપવું જોઈએઆવા વિચારો ઉપરોકત વકતાઓએ વ્યકત કર્યા હતા.
ત્યાર બાદ શ્રી ચીમનભાઈએ બાલતા જણાવ્યું કે, હું લંડન જઈ રહ્યો છું તે મારે માટે એક શુભ અકસ્માત છે. આજે ૭૫ વર્ષની ઉંંમરે લંડન જવાની મને સ્વપ્નેય કલ્પના નહોતી. હજુ પણ મારા મનમાં પ્રશ્ન ઊભા જ છે કે, મે આ વાતની હા કેવી રીતે પાડી! મારી શારીરિક સ્થિતિ એવી છે કે, એક દિવસનો પણ પ્રવાસ કરવા હોય તો મારે આગલે દિવસે ઉપવાસ કરવા પડે છે. આવી સ્થિતિમાં બહાર જવાનું નિમંત્રણ હું ભાગ્યે જ સ્વીકારું છું.
વચ્ચે એક પ્રસંગ કહી દઉં, તે એ કે “શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, જે મારા ૪૫ વર્ષના સાથી કાર્યકર છે તે મને મળવા આવ્યા.