________________
બુદ્ધ જીવન
તા. ૧-૭-૭૬
rable to initiate steps for reccnciliation of dissident elements that are willing to abide by the disciplines of democracy. It is equally, necessary to reduce, if not eliminate altogether recourse to preventive detention as a means of suppressing political or social offences. A government which commands a sweeping majority in Parliament and has undisputed hold over a vast majcrity of the population has no need to maintain restrictics on personal liberties which are nct called for in the interest of national security crtbe stability cf the state.
“પાયાની વાત તો એ છે કે કટોકટીને જો ભૂતકાળની ક્ષતિઓને સુધારી લેવા માટેના એક કામચલાઉ ઉપક્રમ રૂપે જોવામાં આવતી હોય તે વધુ રાબેતા મુજબની બંધારણીય પરિસ્થિતિ તરફ વહેલી તકે પાછા ફરવાનું ખૂબ જ જરૂરી છે. લોકશાહીની શિસ્તનું પાલન કરવાની ઈચ્છા ધરાવતાં હોય તેવાં વિરોધી તત્ત્વ સાથે સમાધાન સાધવા માટેનાં પગલાં શરૂ કરવાનું ઈચ્છનીય છે. રાજકીય યા સામાજિક ગુનાઓને ડામવાના એક સાધનરૂપે પ્રિવેન્ટીવ અટકાયતને. આકાય લેવાનું, સદ તર બંધ ન કરી શકાય તે છેવટે તેમાં ઘટાડો કરવાનું એટલું જ આવશ્યક છે. સંસદમાં પ્રચંડ બહુમતી ધરાવતી અને વસતિના અતિ વિશાળ ભાગ પર નિર્વિવાદ વર્ચસ ધરાવતી સરકાર માટે, રાષ્ટ્રની રસલામતી અથવા રાજ્યની સ્થિરતા અર્થે આવશ્યક ન હોય તેવાં વ્યકિતગત સ્વાતંત્ર પર નિયંત્રણ ચાલુ રાખવાની જરૂર નથી.” આ શાસક પક્ષની અને સરકારની પુનર્વિચારણા કરવાની આવી કોઈ તૈયારી દેખાય છે? એવી ભાવના થાય તે તેને માટે જે અંતરનિરીકાણ કરવું પડે તેને કોઈ અવકાશ છે? આર્થિક લાભ સામે વ્યકિત
સ્વાતંત્રય અને વાણી સ્વાતંત્ર્યના હૃાસથી થતી નૈતિક હાનિનો કાંઈ વિચાર થશે? કે પછી થેડા બુદ્ધિવાદીઓની આ ભ્રમજાળ છે અને 'આમજનતાને તેની કાંઈ પડી નથી એવો સંતોષ લેવાશે ? શ્રેમાળ નહિ પણ અંતરવેદના છે એટલું કેમ સમજાવી શકાય? ૨૬-૬-૭૬
ચીમનલાલ ચકુભાઈ * પ્રકીર્ણ નોંધ 5 ઈટલીમાં સામાન્ય ચૂંટણી
તારીખ ૨૦ - ૨૧ જૂનને દિવસે ઈટલીમાં સામાન્ય ચૂંટણી થઈ. મુદત કરતાં એક વર્ષ વહેલી ચૂંટણી કરવી પડી. આ ચૂંટણી ખૂબ રસાકસીભરી હતી અને ઈટલીમાં તે અંગે ભારે ઉહાપોહ હતે એટલું જ નહિ પણ યુરોપ અને અમેરિકામાં તેના વિશે મોટો વિવાદ જાગ્યો હતો. તેનું કારણ સ્પષ્ટ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી
ત્રીસ વર્ષથી એક જ રાજકીય પક્ષ - ક્રિશ્ચિયન ડેમેક્રેટ - સત્તા - ઉપર રહ્યો છે. પણ સામ્યવાદી પક્ષનું જોર સતત વધતું રહ્યું હતું. પક્ષે સ્થાનિક મ્યુનિસિપાલીટીની ચૂંટણીઓમાં સામ્યવાદી પક્ષે કેટલાય શહેરોમાં બહુમતિ મેળવી છે અને ઘણી સારી કામગીરી કરી. છે. તેથી આ વખતે એવી અપેau હતી કે સામ્યવાદી પક્ષ રાષ્ટ્રીય ચૂંટણીમાં બહુમતિ મેળવશે, અથવા છેવટ એટલી સંખ્યામાં ચૂંટાશે કે રાજ્યતંત્રમાં તેને સ્થાન મળે અને તેની સાથે ભાગીદારી કરવી પડે. કોઈ દેશમાં સામ્યવાદીએ સત્તા પર આવે તે નવાઈની વાત નથી 'પણ લોકશાહી ઢબે ચૂંટણી મારફત સત્તા પર આવે એ આ પહેલે 'દાખલ થાત. સામ્યવાદીઓ સત્તા પર આવ્યા છે ત્યાં હિંસક બળ ' કરીને અને ત્યાર પછી લોકશાહી સંસદીય પદ્ધતિને તિલાંજલિ આપી
સરમુખત્યારીથી રાજય કર્યું છે. ઈટાલીયન સામ્યવાદી પક્ષનું સ્વરૂપ ઘણું જુદા પ્રકારનું છે. ખુલ્લી રીતે તેણે સંસદીય લોકશાહી પદ્ધતિ સ્વીકારી છે. રશિયાનું સર્વોપરિ વર્ચસ ઈટાલિયન સામ્યવાદી પક્ષ સ્વીકારતા નથી. પણ આ ચૂંટણીનું તેથી વિશેષ મહત્ત્વ એ હતું કે ઈટલી, યુરોપીય મઝિયારી બજારનું પ્રથમથી સભ્ય છે તેમ જ રશ્મિા રામે રચાયેલ યુરોપના પશ્ચિમી દેશે અને અમેરિકાનું લશ્કરી સંગઠન - નાટ- નું પણ સભ્ય છે. ટૂંકામાં, ઈટલી રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પશ્ચિમ યુરોપનું અંગ છે. તેમાં સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવે તે પશ્ચિમ યુરોપનું ભાવિ જોખમાય; છેવટ તેનું સ્વરૂપ બદલાય, અને એક નવો રાહ શરૂ થાય, નવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તેથી પશ્ચિમ યુરોપના દેશે અને અમેરિકામાં આ ચૂંટણીના પરિણામ વિષે ઘણી ચિંતા સેવાતી. વધારે ચિન્તાનું કારણ તે એ હતું કે ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષમાં ફાટફ ટ છે, વ્યાપક ભ્રષ્ટાચાર છે. વહીવટી કાર્યક્ષમતાને અભાવે રાજતંત્ર અને ખાસ કરી અર્થતંત્ર તૂટી પડયા છે અને પ્રજામાં ભારે અસંતોષ છે. ફુગાવો, મેઘવારી, બેરોજગારી અનહદ વધતાં રહ્યા છે. ગુનાઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે, એટલે સામ્યવાદી પક્ષ એક માત્ર વિકલ્પ હતે. પણ પા૫ અને કેથોલિક સંપ્રદાય જેની હજી ઈટાલીમાં મેટી લાગવગ છે, તેમણે પોતાનું બધું બળ સામ્યવાદી પક્ષ વિરૂદ્ધમાં વાપર્યું. પ્રજામાં પણ એકંદરે સ્થિતિચુસ્તતા અને સામ્યવાદને અને રશિયાને ભય રહ્યો છે. એવી સામાન્ય માન્યતા છે કે સામ્યવાદી ગમે તેટલો લોકશાહીને સ્વાંગ પહેરે તે પણ અંતે સામ્યવાદી રહેવાને. આ બધા સંજોગોમાં ચૂંટણીનું પરિણામ અનિશ્ચિત આવ્યું. કોઈ પક્ષને બહુમતિ ન મળી. સામ્યવાદીઓની સંખ્યા વધી. આગલી ચૂંટણી. કરતાં લગભગ ૮ ટકા વધારે મત મળ્યા. પણ ક્રિશ્ચિયન ડેમેક્રેટીક પક્ષ સૌથી વધારે સંખ્યામાં રહ્યો અને કાં તો લઘુમતિ તરીકે અથવા બીજા રાજકીય પક્ષેનો સાથ મેળવી, હાલ તુરત સત્તા પર રહેશે એમ લાગે છે. પણ આવી અસ્થિરતા લાંબો સમય ટકશે નહિ એમ પણ લાગે છે. સુરતમાં રામ શહેરની મ્યુનિસિપલ ચૂંટણી થઈ તેમાં, પાપના વિરોધ છતાં, સામ્યવાદી પક્ષને બહુમતિ મળી. રાજ કીય નિરીક્ષકો એમ માને છે કે બીજી ચૂંટણીમાં - જે બહુ દૂર નહિ હોય - સામ્યવાદી પક્ષ સત્તા પર આવે તે આશ્ચર્ય નહિ. ઈટાલીમાં આવી શરૂઆત થાય તે ફ્રાન્સમાં તેવું બનવા સંભવ છે. ફ્રાન્સમાં સામ્યવાદી પકાનું જોર વધતું છે. પણ ઈટાલી અને ફ્રાન્સના સામ્યવાદી પક્ષે રશિયા અને બીજા દેશના સામ્યવાદી પક્ષો કરતાં ઘણાં પ્રકારે જુદા પડે છે. સંસદીય લેકશાહી પદ્ધતિ સ્વીકારે છે. હિંસક ક્રાન્તિની અનિવાર્યતા સ્વીકારતા નથી. લગભગ લોકશાહી સમાજવાદી પક્ષની નજીક જાય છે. એમ માનવામાં આવે છે કે સામ્યવાદનું તદ્દન નવું સ્વરૂપ- જેને Euro-Communism એવું નામ ' આપ્યું છે - ઘડાય છે. આ પરિસ્થિતિ રશિયાને બહુ આવકાર્ય નથી. રશિયાનું પૂર્ણ વરસ ન હોય એવા કોઈ સામ્યવાદી પક્ષને રશિયાને ટેકે ન રહે એટલું જ નહિ પણ રશિયાને પોતાને તેને ભય લાગે. હંગેરી અને ચેકોસ્લોવેકિયામાં સામ્યવાદના આવા નવા સ્વરૂપના કાંઈક પગરણ થયા તેને સખ્ત હાથે દબાવી દીધા. યુગેસ્લાવિયા, રશિયાથી જુદુ પડતું પણ દમનકારી એટલું જ રહ્યું. યુરોપમાં, ખાસ કરી ઈટાલી અને ફ્રાન્સમાં આ નવો પ્રવાહ શરૂ થયો છે તેનાથી શાંતિમય માર્ગે અને લોકસંમતિથી આર્થિક અસમાનતાઓ દૂર થઈ શકે તે દુનિયાને નવો રાહ મળશે. દક્ષિણ આફ્રિકામાં હત્યાકાંડ :
આફ્રિકાના દેશે એક પછી એક સ્વતંત્ર થતા ગયા અને સંસ્થાનવાદનો અંત આવ્યો ત્યારે, જ્યાં જ્યાં ' ગેરી પ્રજાની સત્તા હતી ત્યાં તે આથમી અને આફ્રિકાની પ્રજાને સ્વતંત્રતા મળી. છેલ્લે