________________
૪૮
એને સાંભળતા નથી ! એ કરગરે છે -- ‘મને આરામ આપા' અને આપણે એને ચાબૂકથી વીંઝીએ છીએ - એ ધબકતું અટકી જાય ત્યાં સુધી. આ હૃદયનો અવાજ પણ આપણે સાંભળવા પડશે. પ્રિયકાંતે તે જ દહાડે આવેલા એના હૃદયના શ્રમિત - પીડાભર્યા અવાજને સાંભળ્યા હોત તો - દાદ આપી હોત તો? મૃત્યુ શટરનું રૂપ લઈને આપણી અને એની વચ્ચે હંમેશ માટે આટલા જલદી પડદા ત ન પાડી શકત? પ્રિયકાંત જતાં જતાં આપણને જાણે કહી ગયા છેતમે ચેતતા રહેજો - આપણે બધાએ એની વાત સાંભળવી પડશે. આપણું એકાંગી જીવન નહીં ચાલે ! આપણી એકલા ઉપલા માળની કસરત નહીં ચલાવી લેવાય !
તમે બધાં - તમે અને સુરેશ, અનિલ અને રમેશ, ભગવતીકુમાર અને સુરેશ જોષી—આપણા કવિ-લેખક, નાટયકાર, કળાકાર તમારી સૌ પાસે ચિંતારના તાર જેવી સંવેદનશીલતા છે, ગુલાબના ફુલ જેવી મૃદુતા છે. હા, જાગું છું. જીવનના આઘાતપ્રત્યાઘાત આ સંવેદનશીલતા માટે ક્યારેક ખૂબ અસહ્ય થઈ પડે છે. જાણું છુ. પેલા કવિની જેમ કયારેક બૂમ પાડવી પડે છે: ૦ God; why was I bcrn wihout a skin? છતાં તમે વચન આપે। અમને સુંદર કાવ્યો અને નવલકથા - વાર્તા આપવાના પરિામમાં તમે તમારી રાત્રિનો ભાગ નહીં આપા - તમારાં છાપાં અને સામયિકોની ભૂખ સમાવવા તમારા શ્વાસને હું ફાવી નહીં નાખા ખર્ચી નહીં નાખો. તાળીઓના ગડગડાટ ગમતા હોય તે પણ એને સતત ચાલુ રાખવાના પ્રયત્નો તમને સદતર ભાંગી નહીં નાખે એના તમે હમેશા ખ્યાલ રાખશો. તમે વચન આપા - તમારું જીવન તમારા એકલાનું નથી .
વિપિન પરીખ
શ્રી મુંબઇ જૈન યુવક સત્ર સંચાલિત * અભ્યાસ વર્તુળ
અભ્યાસ વર્તુળની છેલ્લી રાભા તા. ૬ ઠ્ઠી મેના રોજ મળી હતી. તેમાં વકતા કે વિષય નહિ રાખતા પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. આ સભા પણ રસપ્રદ ગઈ હતી. વેકેશનને કારણે જૂન માસમાં સભા બોલાવવામાં આવી નહોતી.
આગામી બેઠક
અભ્યાસ વર્તુળની આગામી બેઠક ગુરૂવાર તા. ૮-૭-૭૬ ના રોજ સાંજના ૬-૧૫ કલાકે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે.
વકતા : જાણીતા કવિ અને ‘કવિતા’ના તંત્રી ૐા. સુરેશ દલાલ.
વિષય : રાર્જનાત્મક કૃતિઓનું વાંચન - મનન. શ્રી સુરેશભાઈ સ્વરચિત કાવ્યો તેમ જ ઈતર સર્જકોની કૃતિઓનું વાંચન કરશે, તેમ જ ‘મારી બારીએથી' ના તેમના લખાણામાંથી –
‘ઈશ્વર સાથે સંવાદ, તેમ જ
“આ થાક શાનો છે?”
આ બે લેખોનું પઠન કરશે.
ત્યાર બાદ શ્રોતાઓ, ઉપરનાં વાંચન - પઠનમાંથી ઉપસ્થિત થતાં તેમ જ બીજા પ્રશ્નો પૂછી શકશે.
પ્રબુધ્ધ જીવન
આ સભામાં સંઘના સભ્યો તેમ જ રસ ધરાવતાં મિત્રા હાજરી આપી શકશે .
સુબાધભાઈ એમ. શાહ સંચાલક, અભ્યાસ વર્તુળ
તા. ૧-૭-૭૬
જૈન સાશ્યલ ગ્રુપ, માટુંગા શાખાનું ઉદ્દઘાટન
જૈન સાશ્યલ ગ્રુપની ઘાટકોપર શાખા શરૂ કર્યા બાદ, હવે માટુંગામાં પણ તેની શાખા શરૂ કરવામાં આવી છે. માટુંગા જૈન સોશ્યલ ગ્રુપની શાખાનું ઉદ્દઘાટન તા. ૧૯-૬-૭૬ ના રોજ, શ્રીમતી એમ. એમ. વુમન્સ કૅલેજના, સરદાર વલ્લભભાઈ પટેલ હોલમાં શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું. શ્રી દુર્લભજીભાઈ ખેતાણી પણ હાજર રહ્યા હતા.
ઘીના દીવા પ્રગટાવીને શ્રીયુત ચીમનભાઈએ શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ બાલતા જણાવ્યું કે, આવા ગૂપાની સ્થાપના બાદ, એણે નક્કી કરેલા ધ્યેયો પ્રમાણે તેના વિકાસ થવા જોઈએ, ધ્યેયો ફકત કાગળ ઉપર જ ન રહેવા જોઈએ. તમારે આજના સામાજિક પ્રવાહોમાં ગહનતાથી ઊંડા ઊતરવું પડશે.
માણસ એક સામાજિક પ્રાણી છે. માણસની બહુવિધ પ્રતિભાને વિકસાવવાના અનેક ક્ષેત્રા છે, તેના કયારે અને કેવી રીતે વિકાસ થશે તેની તેને પેાતાને પણ ખબર હોતી નથી, પણ તેને માટે આવા ગ્રુપા માધ્યમરૂપ બનતા હોય છે. માણસે સમાજને પોતાના ગણીને તેમાં આતપ્રોત થવું જોઈએ. એટલા દરજજે તેના પોતાનો વિકાસ
થતો હોય છે.
આજે સ્ત્રી–સમાજની જે ઉન્નતિ થઈ છે, એ કારણે આવા સામાજિક કામેામાં તેમના પણ સહયોગ જરૂરી છે. ગાંધીજીએ દેશમાં જબરજસ્ત ક્રાંતિ કરી, તેમાં માટી ક્રાંતિ તેમણે સ્ત્રી–જીવનની કરી કહેવાય.
“જૈન સોશ્યલ ગ્રુપ”માં સાશ્યલ શબ્દને અનુલક્ષીને જીવન વિકાસને લગતાં સામાજિક સેવાના કાર્યો ગ્રૂપે હાથ ધરવાં જોઈએ, અને “જૈન” શબ્દ છે તેને અનુલક્ષીને “જૈન” તરીકેનું પાતાનું વ્યકિતત્વ વિકસાવવું જોઈએ. તમારા આચાર-વિચાર અને ભાષાના કારણે માણસ ઉપર એવી છાપ પડે કે તમે “જૈન” છે. માત્ર જન્મથી જૈન હોય તેને માટે જ ફકત જૈનધર્મ નથી~માત્ર બાહ્ય આચારોથી જ જૈન ધર્મી કહેવાવાનું નથી.
જૈન ધર્મ વિષેની જાણકારી માટેનું વિનોબાજીની અથાગ મહેનત અને અગ્રગણ્ય મુનિઓના માર્ગદર્શન બાદ હમણા “રામણસૂત પુસ્તક પ્રગટ થયું છે. તે પ્રગટ થયા બાદ શ્રી વિનોબાજીએ કહ્યું કે “હવે મારા જીવનમાં સંપૂર્ણ સમાધાન થયું છે. વળી વિનોબાજીએ એમ પણ કહ્યું કે, “મારા જીવનમાં મને કોઈએ પણ પ્રભાવિત કર્યો હાય તા, જૈન ધર્મના અનેકાન્ત સિદ્ધાંતે,”
શ્રી ચીમનભાઈએ છેલ્લે જણાવ્યું કે, જૈન સાશ્યલ ગ્રુપે ૧૧ વર્ષ પૂરાં કર્યા, તેમાં મારા મિત્ર, મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ જેઓ હાલ અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમનો મોટો ફાળો છે. લીધેલા કામને શેાભાવવું અને તેના વિકાસ કરવા માટે તન-મન-ધનથી અને પેાતાની આગવી સૂઝથી તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે. તેમને હુ` અંત : કરણપૂર્વકના ધન્યવાદ આપું છું.
ત્યાર બાદ શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ બાવતાં જણાવ્યું કે, જૈન કોને કહેવાય? મૂળ શબ્દ ‘માણસ’ એટલે ‘જન’-રાગ અને દ્વેષ જેણે તજયો-એ રાગ અને દ્રૂપ રૂપી બે માત્રા ‘જન’ ઉપર ચડે ત્યારે તે માણસ ‘જન’માંથી ‘જૈન’ બની જાય છે. એટલે કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવી તે તો રમત વાત છે, પરંતુ તેના ઉદ્દેશો સાચવવા અને અમલી બનાવવા તેની જ ખાસ મહત્તા છે.
ત્યાર બાદ ડો. કે. એન. કામદારે પણ માર્ગદર્શક વકતવ્ય આપ્યું હતું. જૈન સાશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી સી. એન. સંઘવીએ ગૃ પની કાર્યરેખા સમજાવી હતી, અને હારતોરા બાદ ગ્રૂપના કન્વીનર શ્રી મહાસુખભાઈ કામદારે આભારદર્શન કર્યું હતું.
સંકલન : શાન્તિલાલ ટી. શેઠ