Book Title: Prabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ તા. ૧-૬-૭૬ પ્રબુદ્ધ જીવન સમયનું મૂલ્ય સમયના વારિરૂપે જીવનસરિતા અનવરત વહી જાય છે. વણથંભ્યા વહી જતા એ વારિનો જેમ વધુ સદુપયોગ થાય તેમ સંસારવનમાંની માનવતા રૂપી વનરાજી વધુને વધુ સમૃદ્ધ બને છે. જેટલે અંશે એ નીર નકામા વહી જાય છે એટલે અંશે જીવન સ્વયં વેડફાઈ જાય છે. સતત વહી જતા એ સમયના ઉપયોગ બાબતમાં હમણાં હમણાં સારી એવી જાગૃતિ નજરે પડે છે. આજે મેાટાભાગના લોકો કાંડે ઘડિયાળ બાંધીને ફરતા હોય છે. તે ઉપરાંત ઘરોમાં, દુકાન-દફતરોમાં, બજાર - કારખાનાઓમાં તેમજ રેલ્વેસ્ટેશન તથા હવાઈમથકોમાં એમ ઠેરઠેર મેટામા ઘડિયાળા ટાંગેલા હાય છે અને એ દરેકને પોતપોતાના સમયપત્રકો હોય છે, જેનું હરકોઈ ભાગે પાલન થાય એવી અપેક્ષા આ ગતિશીલ જમાનામાં રહેતી હોય છે. પ્રગતિવાંછુ લોકોએ કલાકના અને મિનિટના જ નહીં પરંતુ સેકન્ડના કાંટા ઉપર પણ નજરને સતત ટાંગી રાખવી પડે છે, કારણકે તેમણે નિયત સમયે ઉપડી, નિયત સમયે દફતરમાં કે બીજા સ્થળેાએ પહોંચાડે એવા વેગીલા વાહનો પકડવાના હોય છે, મનુષ્ય કરતાં અનેકગણી ક્ષમતા ધરાવતા મંત્રાના જંગલશા કારખાનામાં, સમયસર કાર્ડ ખેંચ કરી, પ્રવેશ મેળવવાના હોય છે, બાંધી મુદતમાં ચોક્કસ કાર્યો ઉકેલવાના હાય છે કે પછી સેકન્ડ અર્ધી સેકન્ડના દરે વિક્રમે સ્થાપવાના થા તોડવાના હોય છે. સમયના ઉપયોગ વિશેની આટલી સભાનતા, સજાગતા પણ જાણે પર્યાપ્ત નથી ! હજુ ઓછા સમયમાં ઘણું વધારે કામ થાય, સમયને અને તેની સાથે સાથે મહેનતના ઉત્તરોત્તર વધુને વધુ બચાવ થાય એવા મંત્રા-વાહનોની સતત ચાહના રહ્યા કરે છે. એ માટે વિજ્ઞાન સતત આગળને આગળ ધપી રહ્યું છે એટલું જ નહીં, એની દડમજલના વેગ પણ દિવસે દિવસે વધતો જ રહે છે. ઉત્તરોત્તર વધુ ઝડપી બનતા જતા યંત્રા-વાહનો, સ્વયં સંચાલિત સાધનો અને તાબડતેબ આરામ પ્રદાન કરે, શારીરિક માનસિક દુ:ખો ભુલાવી દે, મુડદાલને જોમવંતા કરી દે કે નપાણીયાનેય પાણી ચઢાવી દે તેવા ‘ઈન્સ્ટટ’દ્રવ્યો વગેરેની શોધખાળ પાછળ કંઈ હજારો વૈજ્ઞાનિકો જિંદગી કુરબાન કરી દે છે. સમય વિશેની આ સભાનતાથી, અવિરત આ પ્રગતિથી કે સતત વિકસતા વિજ્ઞાનથી સામાન્યજનની સુખાકારીને, માનવીની માનવતાને કે માનવ માનવ વચ્ચેના પ્રેમને જોઈએ એવી પુષ્ટિ મળતી લાગતી નથી. એને સ્થાને, આ બધાની અસર તળે તે માનવ માનવ વચ્ચે ઈર્ષ્યાની, સંઘર્ષની, એકબીજાના પગ ખેંચવાની, નબળાનું શાષણ કરવાની કે કેવળ ઉપેક્ષાની વૃત્તિ જ દિનપ્રતિદિન જોર પકડતી દેખાય છે. સામાન્ય માનવીની સુખાકારી જેવા, આદર્શની દષ્ટિએ બીજેત્રીજે ક્રમે આવે તેવા, લાભાલાભાને બાજુએ મૂકી અત્યારે આપણે માનવપ્રાણાની રક્ષા જેવી અતિ અગત્યની વાત જ કરીશું. વિશ્વાસ મૂકી શકાય એવા એક અંદાજ મુજબ આ યંત્રો, આ કારખાનાઓ અને નાના પ્રકારના વાહનોના અકરમાતામાં વરસે દહાડે સાડાચાર લાખ કરતાં વધુ માનવાનો ભાગ લેવાય છે. અને આ તો વળી સીધેસીધી રીતે ભાગ બનતા ઈસમેાની જ વાત થઈ. આ વિજ્ઞાનની અનિવાર્ય આડપેદાશમાં પ્રદુષકો વડે, શારીરિક તથા માનસિક પાયમાલી દ્વારા તેમજ એ વિજ્ઞાનના અવર સંતાનશા યાંત્રિક અને રાસાયણિક આયુધો વડે હણાતા માનવવાની પણ જો ગણતરી કરીએ તો આંકડો કેટલો મોટો થઈ જાય એની કલ્પના કરતાં પણ કંપારી આવી જાય એવું છે! એ કોઈ સમજાવશે કે નિસર્ગદત્ત તત્ત્વોને ઉપયોગમાં લીધા વિના નમૂના પુરતા એકેય એકકોષી જીવ (D) ૨૫ પણ પેદા કરવામાં આજ પર્યત નાકામિયાબ રહેલા આ વિજ્ઞાન વડે દર વર્ષે લેવાતી આટઆટલા માનવ પ્રાણાની આહુતિને કઈ રીતે વ્યાજબી ઠરાવી શકાય? અહીં કોઈ કદાચ એવા પ્રશ્ન કરે કે સમય વિશેની સભાનતા અને એના બચાવ સારુ થતી વિજ્ઞાનવિષયક શોધખોળ-પ્રગતિ એ શું સારી વસ્તુઓ નથી? અને એ જો સારી વસ્તુઓ હોય તે પછી સંસારબાગમાંની માનવતારૂપી વનરાજી સમૃદ્ધ થવાને બદલે આમ દિવસે દિવસે મુરઝાતી કેમ દેખાય છે? સમય વિશેની સભાનતા નિ:શંક સારી વસ્તુ છે, પરંતુ માનવીના, એની માનવતાના ચિરકાલીન હિતોને લક્ષમાં રાખી સમયની બચાવ કરવા, સર્વ્યય કરવા એ એક વાત છે, જ્યારે એ સૌની ઉપેક્ષા કરી ફકત સમય બચાવવા કાજે ભૌતિક પ્રગતિ, વધુ પ્રગતિ, શોધખોળ–અનંત શોધખોળને છુટ્ટો દોર આપી દેવા એ વળી બીજી જ વાત છે. દરેક વસ્તુને, પછી તે સારી હોય તો ય, એક હદ હોય છે. પહાડ ગમે તેટલા ઊંચા હોય તો પણ તેને ય એક ટોચ અવશ્ય હોય છે અને ઝડપ - વધુ ઝડપની ઘેલછામાં એ ટોચને પણ અતિક્રમી જવાય તો પ્રગતિ અવતિમાં પલટાઈ જાય એ ભૂલવી પોસાય નહીં એવી હકીકત છે. સમય વિશેની આપણી આ સભાનતા પણ જાણે પક્ષઘાતથી પીડાતી લાગે છે. ઘડિયાળાની ટકટક, ટ્રેનોની આવનજાવન તથા કારખાનાના ચક્રોની ગતિથી મપાતા સમયના અતિ બારીક અણુએમાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે એમનાથી અતિ વિશાળ એવું સમયનું અખિલ અનંત સ્વરૂપ આપણી નજરમાંયે નથી આવતું. મંત્રોથી મપાતા કૃત્રિમ સમયને આપણે એટલા બધા આત્મસાત કરી લઈએ છીએ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત, અમાવાસ્યા અને પુનમ તથા હેમંત, શિશિર અને વસંત વડે મપાતા પ્રાકૃતિક સમયને પહેચાનવાનું પણ આપણે માટે અશકય બનતું લાગે છે! સમય મૂલ્યવાન હોવાનું સુચવતી અંગ્રેજી કહેવત ટાઈમ ઈઝ મની”ના ખરા અર્થને વિસારે પાડી, તેના શબ્દાર્થને જ પરમસત્ય માની લઈ આપણે સમયને પૈસાથી જોખવા પ્રયત્ન કરીએ છીએ અને માની લઈએ છીએ કે સારા નરસા જે કોઈ કાર્યમાં અર્થોપાર્જન થાય તેમાં સમય ગાળવા એ જ સમયના રાદુપયોગ, અને પૈસા મળવાની શક્યતા નહીંવત હોય એવી——પછી તે નિર્દોષ આનંદપ્રમોદ હોય કે આરામ, સમાજસેવા હોય કે પછી હાય સેવા આતમરામનીપ્રવૃત્તિઓમાં સમય ગુજારવા એ થયો સમયનો દુર્વ્યય ! એ યાદ રહેવું ઘટે કે સમયનું કે બીજી કોઈ પણ વસ્તુનું પૈસામાં થતું મૂલ્યાંકન એ એનું એક માત્ર મૂલ્યાંકન તો નથી જ પણ એ એનું પ્રમુખ મૂલ્યાંકન પણ નથી. પૈસામાં થતું એ બજારુ મૂલ્યાંકન તે। અદલાબદલીની - લેવેચની સરળતા ખાતર કરેલું સગવડીયું મૂલ્યાંકન માત્ર છે. વસ્તુનું ખરું આંતરિક મૂલ્યાંકન તે એ છે જે તેની ઉપયોગીતા- અનિવાર્યતા પર અવલંબે છે અને હૃદયને મળતા સંતોષથી, માનવતાને મળતા પાષણથી મપાય છે. અર્થાન્મુખ એવી આપણી આજની સમાજ રચનામાં સમયને જ નહીં, બીજી બધી વસ્તુઓને પણ, પૈસામાં મૂલવવામાં એક પ્રકારનું શાણપણ મનાય છે. પૈસાને પરમસુખનો પર્યાય માની લેવાય છે અને તન-મનના ભાગે, મહામૂલી માનવતાના ભાગે જીવનનો મહદ્અંશ પૈસા રળવામાં ગાળવાનું અને બાકીના સ્વલ્પ સમયમાં તન-મનની થકાન દૂર કરવા, જીવનને માણી લેવા અકુદરતી ઉધામા કરવાનું કે નશાકારક દ્રવ્યોને શરણે જઈ, કેન્સર અને હૃદયરોગ જેવી વ્યાધિઓને નોતરી મરણને શરણ થવાનું ઉપર્યુકત મનાય છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160