________________
તા. ૧૬-૬-૭
સધ
પ્રબુદ્ધ જીવન
સંધની વાર્ષિક સામાન્ય સમા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૧૨-૬-૭૬ ના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈના શાહના પ્રમુખપણા નીચે મળી હતી.
તેમાં ગત વાર્ષિક સભા તા. ૨૧-૬-૭૫ ના વૃત્તાંત વાંચવામાં આવ્યો હતો અને તે સર્વાનુમતે મંજુર રહ્યા બાદ નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
સંઘનો વાર્ષિક વૃત્તાંત અને સંઘ તેમજ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૫ ના વર્ષના ઑડિટ થયેલા હિસાબેા રજૂ કરવામાં આવ્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
હિસાબો અને વ્યવસ્થા અંગે સભ્યો તરફથી પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક ખુલાસાઓ કરવામાં આવ્યા હતા .
ત્યાર બાદ ૧૯૭૬ ના વર્ષના અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા .
ત્યાર બાદ ચાલુ વર્ષ ૧૯૭૬ માટે સંઘની કાર્યવાહક સમિતિના પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. ચૂંટણીની વ્યવસ્થા તથા મતગણતરીનું કામ સંઘના એડિટર શ્રી શાહ તથા સંઘના સભ્ય શ્રી રમણલાલ લાકડાવાળાને સોંપવામાં આવ્યું હતું.
સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ આજની દેશની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને કહ્યું હતું કે, શ્રીયુત 'ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા રાહબર મળ્યા છે તે સંઘ માટે ખરેખર ગૌરવપ્રદ ગણાય. આજે તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે પણ જે નિર્ભિક રીતે પોતાના અભિપ્રાયો પ્રગટ કરે છે તે સંઘની નીતિને અનુરૂપ છે. સંઘને અને ‘પ્રબુદ્ધ જીવન' ને તેમણે જે પ્રતિષ્ઠા અપાવી છે તે માટે ખરેખર આપણે તેમના ઋણી છીએ.
પ્રો. રમણલાલ ચી. શાહે પણ શ્રીયુત રતિભાઈના ઉપરના વિચારોનું અનુમેાદન કરતા જણાવ્યું હતું કે ‘પ્રબુદ્ધ જીવન'ની પ્રતિષ્ઠા આજે દેશભરમાં જ્યાં જઈએ ત્યાં જોવા મળે છે. અરે, આફ્રિકામાં પણ તેના વખાણ થતાં મેં સાંભળ્યા. સંઘના પ્રમુખ તરીકે અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે શ્રીયુત ચીમનભાઈ જે માર્ગદર્શન આપી રહ્યા છે તે ખરેખર આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે
શ્રીયુત અમર જરીવાળાએ પણ ઉપરની વાતના સમર્થનમાં પોતાના સૂર પુરાવ્યો હતો અને સંઘની પ્રતિષ્ઠામાં આજે જ્યારે વધારો થઈ રહ્યો છે અને આર્થિક રીતે પણ સંઘ આજે પ્રગતિના પંથે છે ત્યારે, ભારતના મેટા શહેરોમાં તેની શાખાઓ સ્થાપવી જોઈએ એવા નવતર વિચાર તેમણે સભા સમક્ષ રજૂ કર્યો હતો.
ત્યાર બાદ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું કે, આજે હું સંઘની કે “પ્રબુદ્ધ જીવન' ની જે કાંઈ સેવાદ્નારા પ્રગતિ કરી શક્યો છું તે આપ સૌ કાર્યકરોના સહકારને આભારી છે. જે પ્રેમભરી લાગણી તમે સૌ મારા પ્રત્યે દર્શાવા છે એથી મારો કામ કરવાનો ઉત્સાહ વધે છે અને આવા તમારા સાથની હું ખરેખર કદર કરૂં છું. આજના સંજોગામાં લેખનકાર્ય કરવું અને પોતાના પ્રમાણિક વિચારો જાહેરમાં રજૂ કરવા તે ભારે અઘરી વાત હોવા છતાં મર્યાદામાં રહીને પણ ચોક્કસ રીતનું માર્ગદર્શન આપવાને મારો હંમેશા પ્રમાણિક પ્રયત્ન રહ્યો છે અને રહેશે. સંઘના અધિકારીઓ જે ટીમ-સ્પિરિટથી કામ કરી રહ્યા છે અને તેમાં સભ્યોન સહકાર મળી રહ્યો છે અને એ કારણે સંઘની પ્રવૃતિઓના વિકાસ થઈ રહ્યો છે એ માટે તેમણે પોતાના પૂર્ણ સંતોષ વ્યકત કર્યો હતો, અને દીપચંદ ત્ર. શાહ ટ્રસ્ટ તરફથી જૈનધર્મને લગતાં પુસ્તકો પ્રગટ કરવાની શરતે સંઘને જે રૂપિયા ત્રીશ હજાર મળ્યા છે તેના
સમાચાર
✩
અનુસંધાનમાં પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ ટૂંકમાં જ શરૂ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું અને કેવા પ્રકારના પુસ્તકો પ્રગટ કરવામાં આવશે તેને લગતો ખ્યાલ આપ્યો હતો.
સંઘની પર્યટનપ્રવૃત્તિ હાલ સ્થગિત છે, તેના અનુસંધાનમાં ગયે વર્ષે આપવામાં આવેલા વચનની યાદી સભ્યો તરફથી આપવામાં આવી હતી, અને આ વર્ષથી એ પ્રવૃત્તિને સજીવન કરવામાં આવશે એવું અધિકારીઓએ વચન આપ્યું હતું.
છેલ્લે રમણલાલ લાકડાવાળાએ સંઘની ચાલી રહેલી પ્રવૃત્તિઓ માટે પોતાની શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
ચૂંટણીનું પરિણામ
૧૯૭૬ ના વર્ષ માટે સંઘના અધિકારીએ તેમ જ કાર્યવાહક સભ્યોની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી શ્રી દામજીભાઈ વેલજી શાહ
શ્રી
ચીમનલાલ જે. શાહ
શાહ
૩૯
શ્રી
(૬) ડૉ. (૭) પ્રો.
શાહ
(૯)
શ્રી
(૯)
શ્રી
(૧૦) શ્રી (૧૧) શ્રી
કે. પી. શાહ રમણલાલ ચી. શાહ તારાબહેન આર. સુબોધભાઈ એમ. અમર જરીવાલા શાન્તિલાલ દેવજી નન્દુ રસિકલાલ મોહનલાલ ઝવેરી નીરૂબહેન એસ. શાહ રમણિકલાલ એમ. શાહ એ. જે. શાહ પ્રવિણભાઈ મંગળદાસ ટોકરશી કે. શાહ હરિલાલ ગુલાબચંદ
(૧૨) શ્રી (૧૩) શ્રી (૧૪) શ્રી (૧૫) શ્રી (૧૮) શ્રી (૧૭) શ્રી (૧૮) શ્રી (૧૯) શ્રી
શાહ
ગણપતલાલ મગનલાલ ઝવેરી ધીરજલાલ ફૂલચંદ શાહ (૨૦) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ
સંઘની કાર્યવાહક સમિતિમાં જરૂરિયાત મુજબ પાંચ સભ્યો ઉમેરવાનું અને શ્રી. મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય - પુસ્તકાલય સમિતિ તથા તેના મંત્રીની નિમણુ ંક કરવાનું કાર્ય હવે પછી નવી કાર્યવાહક સમિતિની પ્રથમ બેઠકમાં કરવામાં આવશે અને તેના પરિણામો ‘પ્રબુદ્ધ જીવન’ ના હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
અમે
શાહ
પ્રમુખ ઉપ-પ્રમુખ કોષાધ્યા
મંત્રી
સભ્ય
99
"
"
..
22
22
29
..
22
આભારી છીએ
સ્વ. દીપચંદ ત્રીભોવનદાસ શાહ સ્મારક ટ્રસ્ટની યોજના
સ્વ. દીપચંદ ત્રીભાવનદાસ શાહ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આર’ભના કાર્યકર્તાઓમાંના એક હતા અને સંઘના ભૂતપૂર્વ મંત્રી હતા. એમની સ્મૃતિ નિમિત્તે તેમના પુત્રી પ્રો. તારાબહેન શાહ તથા તેમના જમાઈ ડો. રમણલાલ ચી. શાહ તરફથી સંઘને રૂા. ૩૦,૦૦૦ ની ભેટ, જૈન ધર્મના પુસ્તક પ્રકાશન યોજના માટે મળી છે. તે માટે પ્રો. તારાબહેન શાહ તથા ડૉ. રમણલાલ સી. શાહના.
શ્રી. મ. મા. શાહ સાર્વજનિક વાચનાયલય અને પુસ્તકાલયને તેમની ઘરની લાયબ્રેરીમાંથી ૩૩૦ પુસ્તકો ભેટ આપ્યા તે માટે શ્રીયુત શાન્તિલાલ હરજીવનદાસ શાહના.
એ જ રીતે પુસ્તકાલયને ૯૧ પુસ્તકો ભેટ આપ્યા તે માટે શ્રી કાન્તિલાલ નથુભાઈ પારેખના.
એ જ રીતે પુસ્તકાલયને ૬૦ પુસ્તકો ભેટ આપ્યા તે માટે શ્રી યશોધરાબહેન કાપડિયાના.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ