________________
માલ પહેલા
તપાસવા જવાની ફી હદ ઉપરાંત લઈ લે. પ્રથમ જરા સારી દવા આપી કંઈક ફાયદો જણાય અને દર્દીને વિશ્વાસ આવે એટલે પાછી દવા બદલાવી દર્દ લંબાય તેમ કરી દર્દી પાસેથી વધારે પૈસા કાવે.
૧૪
આજ કાલ તો ઈન્જેકશનના [રસિઓ ભરાવવાનો વા વાયો છે. ડોકટરો પણ ખાસ કરીને જલ્દી આરામ થવાની લાલચ આપી રસીઓ ભરાવવાનીજ સલાહ આપે છે. કારણ કે એ રસ્તે કમાણી ખૂબ થાય. બે ચાર આનાની રસીના બે ચાર રૂપીયા પેદા કરે. પાતાનું પ્રીસ્ક્રિપ્શન [દવાની ચિઠ્ઠી] બીજા ડોકટરને બતાવવા ન આપે કારણ પોતાની પોલ પાધરી થઈ જાય. ઈત્યાદિક અનીતિ માગે ધન પેદા કરનાર ડોકટરો માણસાઈ વગરના ગણાય.
જ્યારે કેટલાક માણસાઈવાળા ડોકટરો દયાળુ, નીતિવાળા, પરોપકારી, સેવાભાવી, વિશેષ લાભ ન રાખનારા સંતોષવૃત્તિવાળા પણ હોય છે; પરંતુ તેવા તો ગણ્યાગાંઠા વિરલા જ હોય છે.
નુગરી, સટોડીયા અને ચારી કરનાર
જુગારના ધંધા અધમમાં અધમ ગણાય છે. રાજ્ય તરફથી જાગાર રમવાની બંધી હોઈ જુગાર રમનાર લપાઈ છૂપાઈને રમે છે કારણ રાજ્યના ભય રહે છે. વિડલાની બીકે છુપી રીતે ધર્મ અને નીતિ વિરૂધ્ધ કાર્ય કરી ધન કમાવા ઈચ્છે છે.
જુગારી ટોળીમાં ખરાબ સાબતને લઈ ચોરી, દારી ને અભક્ષ્ય ભક્ષણ વિગેરે કુવ્યસન દાખલ થાય છે. અપકીર્તિ થાય છે. અનેક પ્રકારનાં કષ્ટ વેઠવાં પડે છે. જુઓ, પાંડવા અને નબ રાજા વિગેરે મહાન પુરૂષોની જુગાર રમવાથી શી દશા થઈ? જુગારથી ધન પ્રાપ્તિ તે કોઈકનેજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com