________________
બેલ ચેત્રીશ
૧૧૭
અભિમાની માણસ ગમે તે રીતે પ્રપંચ કરીને પોતાનું વચન મનાવવા પ્રયત્ન કરે છે. લાલચથી બીજને પોતાને વશ કરી પોતાને કક્કો ખરો કરે છે. પિતાના મનમાં શાસ્ત્ર સંબંધી કોઈ પણ શંકા હોય તો પણ માનભંગના ભયથી કોઈને પૂછી શકતો નથી. ગુરૂ કે વડિલોને વિનય કરી શકતો નથી. તેમણે કરેલા ઉપકારને ભૂલી જાય છે. દુનિયામાં વગોવાય-નિંદાય છે. વિનય ન હોવાથી વિદ્યા કે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. તે પછી ત્યાગ-તપ વિગેરે શુદ્ધ યથાર્થ ધર્મક્રિયાનું આચરણ તો કરી જ કયાંથી શકે. માટે વિશેષ સમ્યગશાન મેળવી આવા માનને આત્મહિતેચ્છએ તજીને વિનયનતાવાળા બનવું જોઈએ.
મદ
માન અને મદ કેટલીક રીતે સમાન છે, છતાં વસ્તુ સ્વરુપે બંને જૂદાં છે. અમુક અમુક બાબતેની સર્વમાન્ય ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થતાં જે થાય તે મદ અને પોતાની તથા અમુક અંશે બીજની દ્રષ્ટિએ કોઈ પણ બાબતમાં પિતામાં શ્રેષ્ઠતા માનવી તે માન. દાખલા તરીકે અતિ, કુળ, બળ, ૫, તપ, લાભ, પ્રજ્ઞા-બુદ્ધિ યા શાસ્ત્ર અને ઠકુરાઈ મોટાઈ-શ્રીમંતાઈ વિગેરે બાબતો ઉત્કૃષ્ટ મળતાં માણસ મેહના છાકને લઈને ફલાઈ જાય તે મદ કહેવાય છે.
જ્યારે કોઈ માણસના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાથી પોતામાં મનથી માની લીધેલા ડહાપણને લઈ,નિર્ભયતા, વાચાલતા અને ઉદ્ધતાઈને લઈ રાજયસત્તાવાળી દરેક વ્યકિતને પણ જવાબ દેવાની હિંમત હોવાથી તેમજ ગુણ હોય કે ન હોય છતાં કોઈએ ચડાવવાથી, વિગેરે કારણોથી ફલાવું-છાતી કાઢીને ચાલવું, પોતાનું દીઠું કરવું, ગુરૂ વડિલાદિકને પણ ન ગણકારવું-તેમનું અપમાન કરવું તે અભિમાન ગણાય છે. અભિમાની માણસ ગમે તેવાં બૂરાં કામો કરે છતાં પોતાની આબરૂ સાચવવાની કે પોતાને બચાવ કરવાની મુઆના છેડા સુધી પણ કોશિષ કરે છે. માન અને મદ બંને જયારે પોતાના સ્વરુપમાં હોય ત્યારે ત્યાં વિનય કે મર્યાદાને અભાવ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com