________________
૧૨૪
બેલ પાંત્રીશ કે
શું સાંભળવું અને કેવું સાંભળવું, જે સાંભળવાથી દિલને સંતોષ થાય, આત્મામાં રહેલા અવગુણો જણાય, સન્માર્ગે ચડાય, કર્મ બંધન ન થાય અને રાગદ્વેષ ઘટે તેવું સાંભળવું. કદાચ આત્માને અશાંતિ થાય તેવું સાંભળવાને પ્રસંગ આવે તો કાન બંધ કરી દેવા અગર ત્યાંથી ચાલ્યા જવું, પરંતુ તેવા શબ્દો લક્ષ્યમાં ન રાખવા. રાગ દ્વેષને દબાવી, બોલનારની અશાનતા જણી સમભાવ રાખવો. રાગરંગ સાંભળવાના રસીયા ન થવું કારણ કે તેથી મૃગલાની પેઠે પાયમાલી થાય છે.
મ
— કલાક
ચક્ષુરિન્દ્રિય ચક્ષુરિન્દ્રિય-આંખ, આંખથી જોઈ શકાય છે. સાધુપુરૂષોનાં દર્શન કરી શકાય છે. જીવદયા પાળી શકાય છે. સારાં નીતિ કે ધર્મના પુસ્તકોનાં અભ્યાસ તથા વાંચન કરી આત્માને સન્માર્ગે ચડાવી શકાય છે અને આંખ વરા આત્માની મુકિત પણ થાય છે. બીજી રીતે એ આખે દુર્ગતિનું કારણ પણ બને છે.
નાટક ચેટક જેવાથી, સ્ત્રીઓને વિષય બુદ્ધિએ નિરખવાથી, ગુહેગારને અપાતી ફાંસી શૂળી વિગેરે જોવાથી, કુર માણસો વડે કરાતી પંચેન્દ્રિય જીવોની ઘાત જેવાથી, કજીયા-યુદ્ધ વિગેરે જોવાથી અને મનુષ્ય કે પશુઓથી સેવાતી વિષય-ક્રીડા જોવાથી આત્મા ઉન્માર્ગે દોરાય છે. કર્મબંધન થાય છે. વૈર વિરોધ વધે છે. ચિત્ત ચગડોળે ચડે છે અને છેવટ દુર્ગતિને વરે છે.
આંખ એ શાની છે. માણસને જોઈને તેનાં સારાં-નરસાં લક્ષણે ભણી શકે છે. શત્રુ-મિત્રને ઓળખી શકે છે. પૂર્વભવના સંબંધીને જે આ ભવમાં તદન અપરિચિત હોય તેને જોતાં અત્યંત પ્રેમ જાગે છે અને પૂર્વભવના દુશમનને જતાં તેના ઉપર ક્રોધ આવે છે, તેમજ તેને જોવું પણ ગમતું નથી. આમ એવાથી સદગુણ અને દુર્ગુણ બંને વધે છે. માટે ડાહ્યા માણસે સદગુણ વધે તેવી રીતે આંખનો સદુપયોગ કરવો, પણ પતંગીયાની પેઠે દુરૂપયોગ ન કરવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com