Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 138
________________ બાલ પાંત્રીશ ૨. વળી જેને પોતાનાં લીધેલાં વ્રત નિયમ ભાંગવાનું ખંડિત થવાને ભય હોય; પ્રભુ અને ગુરુની આજ્ઞા પાળવાની જેને ધગશ હોય અને જે હમેશાં પોતાની ટેક પાળવામાં સાવધાન હોય તે જ પોતાનું મન બજામાં રાખી શકે. ૩. સામાયિક વિગેરે કરાતી ક્રિયાઓ શા માટે અને શી રીતે કરવાની છે?, એ કરવાનો હેતુ શો છે?, બેલાતા પાઠોના અર્થો શા છે?, એનો જે વિચાર કરે તે પોતાનું મન કબજે રાખી શકે. ૪. ચાલતો અને સંભળાતો ઉપદેશકોનો ઉપદેશ છિદ્ર-ત્રવેણી ન થતાં સાર વહી જે પોતાના આત્મા ઉપર જ ઉતારે છે તે મનને વશ કરી શકે. ૫ લાકડા વિગેરેની માળા બાજોઠ કે પથરણા ઉપર ગોળાકારે સ્થાપી તેના ઉપર દ્રષ્ટિ રાખી નવકાર ૧૦૮ ગણે તે મનને સ્થિર કરી શકે. ૬. જે અનુપૂર્વી ચોપડીમાંથી અગર મોઢથી નિન્ય ગણે તે ચિત્ત સ્થિર કરી શકે. જે દેવ, ગુરૂ કે પોતાને રૂચિકર, ઉપકારી પ્રિય હોય તેનું નિરંતર ઉઠતાં, બેસતાં, હાલતાં ચાલતાં નામ સ્મરણ રટણ કરે તેનું મન સ્થિર થાય ૭. જે પોતાની ઈન્દ્રિયોને સન્માર્ગે દોરવે તેનું મન વશ થાય. પોતાના કાનને સદુપદેશ સાંભળવામાં, ઉત્તમ પુરૂના ગુણગામ સાંભળવામાં અને આત્મિકહિતશિક્ષા સાંભળવા વિગેરેમાં રોકે. આંખને ગુરૂઆદિક સત્યરૂપોનાં દર્શન કરવામાં, આત્માને હિતકર સગુણવદ્ધક અને પ્રભુની વાણીથી ભરપૂર એવાં ગાયો-પુસ્તકો વાંચવામાં, ભણવામાં અને જીવદયા પાળવામાં રોકે. ૮. નાસિકાથી સારાનરસ્ય ગંધમાં રાગદ્વેષ ન આવતાં પુદગળના પરિરામનો વિચાર કરી સમભાવે વિચરે. જીભને ખાવા-પીવા અને બેલવામાં પરિણામને વિચાર કરી ખાવા-પીવા અને બોલવાને રસિયા ન થતાં જીભને કાબુમાં રાખે. સ્પર્શેન્દ્રિય શરીરને ગમતા અણગમતા સ્પર્શ વખતે છેદન ભેદન તાડના, વધ બંધન દાહ, પુદગલને પુદગળ કરે, તું તે અમર અગાહ રે જીવણ સાહસ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148