________________
બેલ પાંત્રીશમે
- -
-
-
નોઈદ્રિય નઈન્દ્રિય-મન. પાંચે ઈન્દ્રિયોને નાયક મન છે. મન ઈન્દ્રિયોને જે રસ્તે દોરે તે રસ્તે દોરાય છે મન એટલે સારાનરસા વિષયો કે કામો તરફ ઈન્દ્રિયોને પ્રેરણા કરનાર વૃત્તિ. મન એ કર્મ બંધ અને કર્મ મુકિતનો હેતુ છે. એ મન જીતાય તેજ મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકાય પણ મનને જીતવું બહુ મુશ્કેલ છે. મન એ પવનવેગી છે. ધ્વજ, વાંદરું, હાથીને કાન અને અશ્વની ગતિ કરતાં પણ મન વિશેષ ચપળ છે. વજા, પવન બંધ થાય એટલે સ્થિર થઈ જાય. હાથી, વાંદરૂ કે ઘોડે બેભાન બને તો જ તેના સંબંધી ક્રિયા અટકે. તેમ મનને આત્મિક હિત સાધક ક્રિયા-સાધન વડેજ વશ-સ્થિર કરી શકાય.
જ્યારે માણસો નફા કે નુકશાનનું વાર્ષિક સરવૈયું કહાડતા હોય, નાણાં ગણતા હોય, કોઈ મનપસંદ પુસ્તકનું વાચન કરતા હોય કેપ્રિય વસ્તુનું નિરીક્ષણ કરતા હોય તે પ્રસંગે ચાલતી ક્રિયામાંજ માણસનું મન તલ્લીન બની જય છે. મરણના ભયથી તેલથી ટબોટબ ભરેલા વાટકામાંજ દ્રષ્ટિ સ્થિર કરી ચૌરાશી ચટામાં અનેક પ્રકારની રચનાઓની વચ્ચેથી પસાર થનાર પ્રધાનનું મન
મત્ર વાટકામાં જ સ્થિર રહ્યું. કારણ કે જે ચિત્ત ચલાયમાન થાય, દ્રષ્ટિ અને તેનું એક પણ ટીપું જો નીચે પડે તો બંને બાજુ બે ઉગાડી તલવાર તૈયાર હતી, એટલે કે ઉતરી જવાને ભય હતો. આવા પ્રસંગે પણ મન સ્થિર થઈ જાય છે. છતાં એથી આ માને કશો લાભ નથી.
મન કેમ છતાય ? ૧. જે આત્મા ચાર ગતિ-દુર્ગતિનાં જન્મ જરાને મરણાદિક દુ:ખથી ડરે; અનાદિ કાળથી આત્માની સાથે રહેવા દુ:ખદાયક કર્મોના સંગથી કંટાળે; તથા પૌદગલિક સુખે એ ક્ષણિક, આત્મિક ગુગના ઘાતક અને પરિણામે ઝેર સમાન દુ:ખકર્તા છે એમ સમજાય તોજ આવતાં કર્મોને અટકાવનાર સંયમ, વ્રત-પચ્ચકખાણાદિક ત્યાગ વૃત્તિ૫ સંવર ભાવમાં પોતાની ચિત્તવૃત્તિને શેકી શકે.
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
"
-
-
-
-
-૬ + +
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com